Ajab Premni Gazab Kahaani - 5 in Gujarati Love Stories by ︎︎αʍί.. books and stories PDF | અજબ પ્રેમની ગજબ કહાની - ભાગ 5

Featured Books
Categories
Share

અજબ પ્રેમની ગજબ કહાની - ભાગ 5

          મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે વિશ્વાનું વર્તન આજે ફરીથી બદલાઈ ગયેલું હતું..હવે જુઓ આગળ...           

         વિશ્વા બેલ મારીને ઓફિસના પ્યુનને બોલાવીને કહે છે. વિવાન ક્યાં છે ? બોલાવો તેમને ..

પ્યુન : મેડમ વિવાન સર તો થોડા દિવસ રજા પર છે..

વિશ્વા : ઓહ હા મને તેણે કહ્યું હતું ..

 પ્યુન : મેડમ બીજું કંઈ કામ ?

વિશ્વા : ના બસ તમે જોઈ શકો છો..       

વિશ્વાને યાદ આવે છે કે જે ફાઇલ માટે હું વિવાનને બોલાવી રહી હતી તે ફાઇલ તો વિવાને ઘરે આપી હતી.. વિશ્વા કામ તો હંમેશા બધું સંભાળી લેતી હતી. પણ હમણાંથી તેને વિવાનની આદત પડી ગઈ હતી.ઓફિસના કોઈપણ કામમાં હોય કે કોઈપણ બાબત,  તેને વિવાનની ખોટ સાલવા લાગી હતી. અને તેથી તે વાત વાતમાં બધા ઉપર ગુસ્સો પણ કરતી હતી..       

          આજે ચાર પાંચ દિવસ થયા છતાં વિવાન ના આવતા  વિશ્વાએ વિવાનને ફોન કર્યો..

વિશ્વા : Hello વિવાન..

વિવાન : હા વિશ્વા કેમ છે ?

વિશ્વા : I am good.. વિવાન તારા દાદીની તબિયત હવે કેવી છે ?

વિવાન : વિશ્વા દાદી હમણાં બસ બે દિવસ પહેલા જ ગુજરી ગયા..

વિશ્વા : oh so sorry... ( સહેજ વાર માટે બે માંથી એક પણ કશું બોલ્યા નહી.. ) ત્યારબાદ વિશ્વા બોલી.. વિવાન તારા પરિવારને હાલ તારી જરૂર છે. થોડા દીવસ તેમનો સાથ આપજે...

વિવાન : હા અને હું જલદીથી ઓફિસ આવી જઈશ...

વિશ્વા : Ok bye and take care..

વિવાન : You too bye..         

             વિશ્વાને વિવાનની આર્થિક પરિસ્થિતિની જાણ હોય છે. તેથી તે વિવાનના ખાતામાં થોડાક પૈસા જમા કરે છે. વિવાનનો વિશ્વા પર ફોન આવે છે. વિશ્વા આ પૈસા મારા ખાતામાં કેમ ?

વિશ્વા : વિવાન મને ખબર છે. તને કંઈ પણ વસ્તુની જરૂર હશે તો તું કહીશ નહિ. અને છતાં પણ કંઈ જરૂર હોય તો નીસંકોચ કહેજે મને ...

વિવાન : પણ આ વિશ્વા પૈસા..?

વિશ્વા : ( જરા હસતા હસતા કહે છે ) કશો વાંધો નહી. આવતા મહિનાની સેલેરી હું કટ કરી દઈશ.. ચિંતા ના કર હવે.. અને બંને હસીને ફોન મૂકી દે છે..         

            આ તરફ વિવાન અને વિશ્વાની દોસ્તીને જોઈને ઓફિસનો એક એમ્પ્લોય નીરજ જે નાખુશ હતો. તેની માટે વિશ્વાની નજીક આવવાનો આ એક સુવર્ણ મોકો હતો.. તે  દરેક કામ વિવાનથી વધારે સારું કરી અને વિવાનને નીચો પાડવાની કોશિશ કરતો હતો..અને આમ જ મહેનત કરતા કરતા એક મોટો કોન્ટ્રાક્ટ વિશ્વાના હાથમાં આવી જાય છે. અને તેથી નીરજ થોડો વધુ વિશ્વાની નજીક આવવાની કોશિશ કરતો હતો.           

           એકવાર નીરજ વિશ્વાની કેબિનમાં કોઈ પેપર બતાવવાના બહાને આવે છે. અને વિશ્વા જ્યાં ચેર પર બેઠી હોય છે. ત્યાં પાસે ઊભો રહી અને વાતવાતમાં તેનો હાથ પકડી લેતો હોય છે..         

              વિશ્વાને નીરજની વાત કરવાની ઢબ અને વાતે વાતે હાથ પકડવાની બાબત અજીબ લાગી. તેથી તેને બહાર જવા કહી દે છે.. જે નીરજને થોડુ અપમાનજનક લાગે છે.. 

           બે દિવસ પછી.... ઓફિસનો સ્ટાફ વહેલા ઘરે જતો રહ્યો હોય છે.. વિશ્વા પણ પોતાનું કામ પતાવી ઘરે જવાની તૈયારી કરતી હોય છે. ત્યાં અચાનક જ નીરજ  વિશ્વના કેબિનમાં આવી જાય છે.     

વિશ્વા : નીરજને પૂછે છે. તું હજી ઘરે ગયો નથી ?

નીરજ : ના અહીં થોડું કામ હતું.

        વિશ્વા ઉંધી ફરીને ઊભી હોય છે. ત્યાં અચાનક નીરજ  પાછળથી તેને બાથમાં ભરી લે છે.      

            નીરજના આવા વર્તનથી વિશ્વા ગુસ્સામાં નીરજને થપ્પડ મારે છે. નીરજ વિશ્વાના થપ્પડથી વધુ ખિજાઈને તેની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરે છે.. આ તરફ વિશ્વા પોતાની જાતને નીરજના હાથમાંથી છોડાવવાની પૂરેપૂરી કોશિશ કરી રહી હોય છે..        

               નીરજ વિશ્વાને કહી રહ્યો હોય છે. હું ઘણા સમયથી જોઈ રહ્યો છું. વિવાન અને તારી વચ્ચે શું ચાલી રહ્યું છે. મને પણ મોકો આપ એકવાર...           

             આમ જ થોડીક વાર નીરજ અને વિશ્વા વચ્ચે ઝપાઝપી ચાલી રહી હોય છે. નીરજનો ધક્કો વાગતા વિશ્વા જમીન પર પડી જાય છે. અને તેવામાં જ વિવાન આવી જાય છે. વિવાનને જોઈ વિશ્વા અંદરથી એક હાશકારો અનુભવે છે. પોતાની જાતને સુરક્ષિત સમજે છે.. વિવાન વિશ્વાને ઉભી કરે છે..        

             વિશ્વા નીરજને ફરીથી થપ્પડ મારતા તેને નોકરીમાંથી છુટો કરે છે.. વિવાન નીરજને ગુસ્સામાં જોઈ રહ્યો હોય છે. પણ વિશ્વાએ નિર્ણય લઈ લીધો હોવાથી વિવાન કશું બોલતો નથી. અને નીરજ ત્યાંથી જતો રહે છે.          અને પછી વિશ્વા અચાનક જ વિવાનને બાથમાં ભરીને રડી જાય છે.. વિવાન પણ વિશ્વાને સાંત્વના આપતા કહે છે. તું બિલકુલ ચિંતા ના કરીશ. હું હંમેશા તારી સાથે છું.. પછી કહે છે.. ચાલ વિશ્વા હું ઘરે મૂકી જાઉં...! થોડીવારમાં.. 

            વિશ્વા ગાડીમાં બેસીને મનોમન વિચારતી હોય છે આ બધું મને શું થઈ રહ્યું છે..!  વિવાન જ્યારે અહીંયા હતો નહીં ત્યારે તેના વગર મને એકલું લાગતું હતું. અને હવે છે ત્યારે હું તેની સાથે સુરક્ષિત મહેસૂસ કરું છું.. તેના અહિયાં હોવાથી મને જાણે દિલમાં સુકુન મળતું હોય તેમ લાગે છે.. 

            વિવાનના મનમાં તો ક્યારનોય વિશ્વાના માટે પ્રેમનો બીજ ઊગી નીકળ્યો હતો. પણ શું વિશ્વાના મનમાં પણ વિવાનના માટે પ્રેમનો બીજ અંકુરિત થયો હશે ?              જાણીશું હવે આવતા ભાગમાં..                 

                      ત્યાં સુધી વાંચતા રહો                   

                      ખુશ રહો સ્વસ્થ રહો                      

                      મસ્ત રહો ધન્યવાદ 🙏