Chorono Khajano - 74 in Gujarati Adventure Stories by Kamejaliya Dipak books and stories PDF | ચોરોનો ખજાનો - 74

Featured Books
Categories
Share

ચોરોનો ખજાનો - 74

                ભયાનક લડાઈ

(માફ કરશો, પણ અમુક વાચક મિત્રોના કહેવાથી મેં એક નિર્ણય લીધો છે. ઘણા વાચક મિત્રોનું કહેવું છે કે અંગ્રેજી ભાષામાં લખવાને બદલે હું માત્ર ગુજરાતીમાં જ લખું. એટલે હવે પછી આ કહાની ગુજરાતીમાં અને હિન્દીમાં એમ બે ભાષાઓમાં જ લખવાનો પ્રયત્ન કરું છું..)

William*: क्या, अभी खतरा टला नही है? अब हमारे ऊपर कौन सा खतरा बाकी है? ડેનીએ જ્યારે કહ્યું કે તેમની ઉપર જે મુસીબત હતી તે હજી સુધી ટળી નથી તો વિલિયમને જાણે ઝટકો લાગ્યો હોય એમ રિએક્ટ કર્યું. કેમ કે તે જાણતો નહોતો કે હવે તેમના ઉપર કેવી મુસીબત આવી ઊભી હતી..!

Henry: ये दुनिया ही शापित है, भयानक है। शायद वो इस दुनिया की बात कर रहा है। उसके अलावा तो मुझे ओर कोई खतरा दिखाई नहीं दे रहा। और वैसे भी हम ऐसे छोटेमोटे खतरों से डरने वालों में से नहीं है। ऐसे तो कई खतरों का सामना किया है हमने। હેન્રી નામનો એક અંગ્રેજ કે જે હજી પણ બધો જ દોષ ડેની માથે ઢોળવા માગતો હતો, તે વિલિયમ પાસે જઈને બોલ્યો. કેમ કે તે પણ જાણતો નહોતો કે હવે તેમના ઉપર કઈ મુસીબત આવવાની હતી. પણ તે હજી વિલિયમનો ઉત્સાહ વધારવામાં જ લાગેલો હતો. જો કે તે પોતાના બોસનું કોઈ અપમાન કરે એ સહી લે એવો નહોતો એટલે જ્યારે ડેની અને વિલિયમ બંને એકબીજા સાથે ઝઘડી પડ્યા એટલે હેન્રીને થોડોક ગુસ્સો આવી ગયો અને તે પોતાના લોકોની બડાઈ મારતાં બોલ્યો.

डेनी*: रस्सी जल गई, पर अभी तक बल नही गया। પેલા મૃત આઈલેન્ડ ઉપર તેમણે જે કંઈ જોયું અને પોતાના એટલા સાથીઓને ખોયા પછી પણ હજી સુધી હેન્રીનો ઘમંડ રત્તિભર ઓછો નહોતો થયો એટલે ડેની ગુસ્સામાં જ હેન્રી ન સમજે એમ ઘમંડ માટે ટોન મારતી કહેવત બોલ્યો.

Henry: क्या मतलब है तुम्हारा? आखिर तुम कहना क्या चाहते हो? જો કે તેમ છતાં ડેનીએ મારેલા ટોનને હેન્રી સારી રીતે સમજી ગયો હતો, એટલે તેના ચેહરા ઉપર અને આંખોમાં ગુસ્સો ઉતરી આવ્યો. તે ડેની તરફ ફર્યો અને ગુસ્સામાં બોલ્યો.

Meera: देखिए सर, गुस्सा मत कीजिए। वो बिल्कुल सही कह रहा है। अभी जो हमने देखा वो तो एक ट्रेलर था। पूरी फिल्म तो अभी बाकी है। मैने उस रेगिस्तान में इस कीड़े के काटने के बाद क्या होता है वो देखा है। મીરા જાણતી હતી કે અત્યારે તેઓ કેવી જગ્યાએ હતા અને હજી કેટકેટલી મુસીબતો તેમની રાહ જોઈ રહી હતી, એટલે તે ઈચ્છતી હતી કે હવે પછી તેમની વચ્ચે અંદરો અંદર ઝઘડા ન થાય. જો તેઓ આમને આમ એકબીજા સાથે ઝઘડો કરતા રહ્યા તો કદાચ એવું બને કે ત્યાં સુધીમાં તેઓ બીજી કોઈ મુસીબતમાં સંપડાઈ જાય. એટલે તે હેન્રી અને ડેનીના ઝઘડામાં વચ્ચે પડી અને હેન્રીને પેલા જીવડાના કરડ્યા પછી કેવી મુશ્કેલીઓ થશે એના વિશે સમજાવવા લાગી.

Henry: अच्छा, क्या होता है इस कीड़े के काटने के बाद? और, ये कीड़ा यहां से वहां कैसे पहुंच गया? હવે હેન્રી પોતાનો ગુસ્સો ડેનીને બદલે મીરા ઉપર ઠાલવતા બોલ્યો.

Meera: वो वहां कैसे पहुंचा ये मुझे नहीं मालूम, लेकिन उसने वहां एक औरत की जान ली और उसके बाद, एक बच्चे को बचाने केलिए जो किया गया वो बहुत ही भयानक था। ऐसा पहले कभी मैने मेडिकल सायंस में नहीं देखा। હેન્રીના ગુસ્સાથી ભરેલા ઊંચા અવાજ સામે એકદમ શાંતિથી મીરા બોલી. તે જાણતી હતી કે અત્યારે ગુસ્સો કરવાનો કે ઝઘડો કરવાનો કોઈ જ અર્થ નથી.

Henry: आखिर ऐसा क्या हुआ था वहां पर? વળી એકવાર ઊંચા અવાજે હેન્રી બોલ્યો.

Deni: वहां पर क्या हुआ था ये भूल जाओ। दरअसल हमे सोचना ये है कि हम में से कितने लोगों के अंदर वो कीड़े प्रवेश कर चुके है। और उनकी जान लेने से पहले उन्हें बाहर कैसे निकाला जा सकता है। अगर वक्त रहते हमने उन कीड़ों को बाहर नहीं निकाला तो हम में से कई लोगों की जान अभी भी जा सकती है। મીરા અને હેન્રીની વાતચીતમાં મૂળ વાત કહેતા ડેની બોલ્યો.

William: क्या, हमारे अंदर वो कीड़ा है? लेकिन कैसे, कब, कहां से वो अंदर गया? પેલા જીવડા તેમના શરીરમાં પણ દાખલ થઈ ગયા છે એ વાત સાંભળ્યા પછી વિલિયમ એકદમ ચિંતિત સ્વરે બોલ્યો.

Meera: पहले इस जगह से निकलते है, उसके बाद उसका भी सोच लेंगे। हमे जल्द से जल्द सुरक्षित जगह ढूंढनी होगी। इस पानी में भी किस जगह कौन सा खतरा हमारा इंतजार कर रहा है ये हम नहीं जानते। हमे अभी इस दुनिया के बारे में बहुत कुछ जानना और समझना बाकी है। મીરા આ જગ્યાએ રહેલી મુસીબતોથી વાકેફ હતી એટલે બને એટલી જલ્દી ત્યાંથી નીકળવાનું કહેવા લાગી.

Deni: यहां जो खूबसूरत दिखता हो वो सिर्फ खूबसूरत ही नहीं बल्कि खतरनाक भी हो सकता है। खतरा सिर्फ जो सामने दिख रहा है वो ही हो ऐसा बिल्कुल नहीं है। कदम कदम पे खतरा हमारा इंतजार कर रहा है। अगर जिंदा रहना है तो एक दूसरे का साथ और सहायता की बहुत ही ज्यादा जरूरत पड़ेगी। ભલે ડેની અહી પહેલા ક્યારેય આવ્યો નહોતો પણ સરદાર રઘુરામની ડાયરી વાંચ્યા પછી આ દુનિયા વિશેની તેની ધારણા એકદમ સાચી હતી.

Henry: तुम तो ऐसे बोल रहे हो जैसे यही पले बड़े हो। तुम यहां कभी पहले नहीं आए, तो फिर इन जगहों के बारे में कैसे जानते हो? હેન્રી જાણતો હતો કે ડેની અહી આવ્યો નહોતો, તો પછી તે આ વાત એટલા વિશ્વાસ પૂર્વક કેવી રીતે કહી શકે..!

Deni: हां तुम सही हो। मैं यहां नहीं आया, लेकिन जो लोग यहां आए थे उनके ऊपर यहां क्या क्या बीती है ये मै जानता हु। अगर तुम्हे भी जिंदा रहना है तो मेरी बात माननी ही होगी। कही ऐसा न हो कि इन भाईसाहब की तरह मेरी बात समझने में तुम्हे देर हो जाए। પોતાનો ચેહરો હેન્રીના ચેહરાની એકદમ નજીક લઈ જઈને પોતાના દરેક શબ્દ ઉપર ભાર દઈને ડેની બોલ્યો.

Henry: मैं तुम्हारी बात कभी नहीं मानूंगा। तुम मेरे बॉस नहीं हो। मैं सिर्फ अपने बॉस का हुकम मानता हु। मैं जानता हूं कि तुम हम सब को मरवाना चाहते हो ताकि तुम वो खजाना अकेले ही हड़प लो। लेकिन मैं ऐसा कभी होने नहीं दूंगा। ડેનીની વાત માનવાનો ઇનકાર કરતાં હેન્રી બોલ્યો.

Deni: तुम्हे मेरी बात मानने में दिक्कत हो रही है न! लेकिन एक बात गांठ बांध लो। आज और अभी से सिर्फ तुम ही नहीं बल्कि तुम्हारे बॉस को भी सिर्फ मेरी ही बात माननी है। तुम जिंदा रहो या न रहो, मुझे कोई फर्क नहीं पड़ता, लेकिन फिर भी मैं चाहता हु कि तुम जियो। હવે ડેની થોડાક ઊંચા અવાજે બોલ્યો.

Robert: एक वक्त था जब मैं भी ठीक तुम्हारी ही तरह इससे लड़ना चाहता था, इसे नीचा दिखाने का एक भी मौका नहीं छोड़ता था। लेकिन फिर जब मैने उस आईलैंड पे डेविड की हालत देखी जो इसकी बात न मानने की वजह से हुई थी तो उसके बाद मुझे बहुत ही अफसोस हुआ। इसकी बात न मानकर मैने कितनी बड़ी गलती की थी इस बात को समझने में मुझे ज्यादा देर लगी थी लेकिन तुम्हारे पास अभी भी वक्त है। ये बात तुम जितना जल्दी समझ जाओगे उतना हम सब केलिए अच्छा होगा। ડેની અને હેન્રીને આવી રીતે કંકાસ કરતા જોઇને રોબર્ટ તેમની વચ્ચે પડતા અને હેન્રીને સમજાવતા બોલ્યો.

Henry: हे रॉबर्ट, तुम एक नंबर के डरपोक इंसान हो। मैं अगर तुम्हारी जगह होता तो डेविड को कुछ नहीं होने देता। तुम्हारी ही वजह से यह आदमी हमारे बॉस की बेइज्जती बार-बार करता रहता है। लेकिन अगर इस बार इसने ऐसा कुछ भी किया न तो मैं... હેન્રી હજી પણ પોતાની વાતને નીચી મૂકવા તૈયાર નહોતો.

William: रुको, इस तरह एकदूसरे से लड़ने में वक्त मत गंवाए। वैसे भी हमारे पास वक्त बहुत कम है। हमे आगे बढ़ना होगा। अब चिल्लाना बंद करो और चलो यहां से। हर तरफ नजर रखते हुए हम आगे बढ़ेंगे। किसीको भी अगर कोई भी खतरा दिखाई दे या महसूस हो तो तुरंत एक दूसरे को इत्तिला करें। हो सके तो एक दूसरे की मदद भी करे।પોતાના દરેક સાથીઓને શાંત કરતા અને સમજાવતા વિલિયમ બોલ્યો. તેણે પોતાની બંદૂક કમરે લગાવી અને પોતાના સાથીઓને પોતાની પાછળ આવવા કહ્યું. નારાયણ હજી પણ ડરના લીધે થરથર ધ્રુજી રહ્યો હતો. બધા અંગ્રેજો આગળ ચાલ્યા અને છેલ્લે મીરા, ડેની અને નારાયણ રહ્યા. એના પહેલા કે નારાયણ પણ અંગ્રેજોની સાથે થઈ જાય ડેની તેની એકદમ નજીક ગયો.

डेनी*: जो इंसान खुद को बचाने केलिए अपने ही बेकसूर सैनिक की जान बेवजह ही ले ले उस इंसान से तुम अपनी जान बख्शने की आशा रखते हो, तो तुम से बड़ा बेवकूफ इंसान पूरे हिंदुस्तान में तो क्या, पूरी दुनिया में कोई नहीं होगा। નારાયણના ડરને વિલિયમની વિરૂદ્ધમાં કઈ રીતે ઉપયોગમાં લેવો એ ડેની સમજી ગયો હતો એટલે નારાયણને ઉશ્કેરવા માટે ડેની હળવેથી બોલ્યો. તેના આ વાક્યની નારાયણ ઉપર થોડીક તો અસર થઈ હોય એવું લાગ્યું. તેમ છતાં નારાયણ એકદમ ચૂપચાપ અંગ્રેજોની પાછળ ચાલવા લાગ્યો. તેની પાછળ મીરા અને સૌથી છેલ્લે ડેની ચાલવા લાગ્યો.

             ડેની સૌથી પાછળ હતો પણ આ આખા દળમાં સૌથી સજાગ હતો. તે જાણતો હતો કે તેઓ જે દિશામાં અત્યારે જઈ રહ્યા હતા તે રસ્તો ભયાનક હતો. સિરતનું જહાજ જે દિશામાં ગયું હતું તેની સાપેક્ષે તો આ રસ્તો વધારે ભયાનક હતો. પણ જો અંગ્રેજોના આ દળને સિરતના જહાજ તરફ લઈ જાય તો કદાચ એવું બને કે તેમના બંને વચ્ચે જંગ થાય અને કદાચ સિરતના કોઈ પણ સાથીને જો કંઈ નુકશાન થાય તો ડેની પોતાને કદી માફ ન કરી શકે. એટલે અંગ્રેજો બને એટલા સિરત અને તેના લોકોથી દુર રહે તેમાં જ બધાની ભલાઈ હતી.

              જો કે બધાની મંજિલ તો એક જ હતી, પેલો અઢળક, અગણિત, સમેટી ન શકાય એટલો ખજાનો. છેલ્લે કોના હાથમાં આવશે તે કોઈ નહોતું જાણતું. કહેવાય છે ને કે લાલચ બુરી બલા હોય છે. અહી તો દરેક જગ્યાએ બુરાઈ જ દેખાઈ રહી હતી. સિરત અને તેના દળમાં ભલે દેશભક્તિ અને દેશપ્રેમ ભરેલો હતો પણ તેમ છતાં અમુક લોકોમાં સ્વાર્થ, લોભ અને લાલચ તો હતા જ જેનાથી ખુદ સિરત પણ અજાણ હતી.

         વિલિયમની આગળ આગળ તેના બે સાથીઓ ચાલી રહ્યા હતા. બાકીના બધા લોકો સાવધાનીપૂર્વક તેમની પાછળ ચાલી રહ્યા હતા. સરોવરનું પાણી ધીમે ધીમે હવે ઉપર વધી રહ્યું હતું. જે પાણી હજી હમણાં સુધી ઢીંચણ ઉપર સુધી આવી રહ્યું હતું તે જ પાણી હવે તે લોકોની કમરથી પણ ઉપર પહોંચ્યું હતું. જેમ જેમ પાણી ઉપર ચડી રહ્યું હતું, અંગ્રેજોનો ડર પણ વધી રહ્યો હતો.

           આગળ ચાલી રહેલા પેલા બે અંગ્રેજોએ પાછળ ફરીને ડેની તરફ નજર નાખી. ડેની સમજી ગયો હતો કે તેઓના મનમાં અત્યારે શું ચાલી રહ્યું હતું. આ લોકોની અંદર મોતનો ભય તો હતો જ પણ તેના કરતાં પણ વધારે ભય એ વાતનો હતો કે જો વિલિયમ સમજી જશે કે તેના સાથીદારો જ ડરી ગયા છે તો બીજી કોઈ મુસીબત આવે કે ન આવે, વિલિયમ જ તેમના માટે મુસીબત બનીને ઊભો હશે. ડેનીએ ધીમે ધીમે આગળ વધવા માટે ઈશારો કર્યો, એટલે મનને શાંત કરીને વળી પાછા તેઓ આગળ વધવા લાગ્યા.

          તેઓ ટુકડે ટુકડે આગળ વધવા માગતા હતા. રસ્તામાં તો અનેક મુસીબતો આવવાની હતી જેનાથી તેઓ ખૂબ સારી રીતે વાકેફ હતા. પણ એક સુરક્ષિત જગ્યાએથી બીજી સુરક્ષિત જગ્યાએ પહોંચવા માટે તેઓ આગળ વધતા રહેવા માગતા હતા.

डेनी: हमें दूर दिख रहे उस पहाड़ जैसे आइलैंड तक जाना है। तब तक सब अपनी चारों ओर देखते देखते सावधानी से आगे बढ़ो।

             તેમની નજર સામે જ લગભગ એક કિલોમીટર જેટલે દૂર એક પહાડ જેવો ટાપુ તેમનું નેકસ્ટ ડેસ્ટીનેશન હતું. પાણી કમરની ઉપર સુધી આવી રહ્યું હતું પણ તેમ છતાં ડેની ઈચ્છતો હતો કે તેઓ આ પહાડ સુધી પહોંચી જાય. તેમના દળમાં કેટલા લોકો પેલા જીવડાથી અસરગ્રસ્ત હતા તે જાણવું જરૂરી હતું જેથી તેમનો ઈલાજ થઈ શકે. થાક્યાપાક્યા લોકોને થોડોક આરામ મળી રહે. ઊંચાઈએથી આ દુનિયાનું વ્યવસ્થિત અવલોકન થઈ શકે. આવા અમુક હેતુથી ડેની તેમને આ પહાડ જેવા ટાપુ સુધી લઈ જવા માગતો હતો.

          તેઓ હજી લગભગ સાતસો મીટર જેટલા આ પહાડથી છેટે હતા. તેમની ડાબી બાજુએ એક કાળમીંઢ ગુફા જેવો ડરામણો અને નાનકડો ટાપુ હતો. તે ટાપુ આમ તો દેખાવમાં કોઈ મહાદાનવના ખુલ્લા જડબા જેવો લાગતો હતો, પણ એકદમ શાંત હતો. કોઈ ડ્રેગન જેવો મોટો દાનવ મૃત હાલતમાં ત્યાં પડ્યો હોય અને તેના મુખનું ગુફામાં રૂપાંતરણ થયું હોય એવું લાગતું હતું. તે ગુફાની ઉપર ઘણાબધા નાના નાના પક્ષીઓ ઉડી રહ્યા હતા. ડેનીએ અહી આવ્યા પછી આ પક્ષીઓ પહેલી વાર જોયા, તેને થોડીક નવાઈ તો લાગી પણ કંઈ બોલ્યા વિના જ તેઓ ત્યાંથી આગળ વધ્યા.

             મહાકાય દાનવના મુખ જેવી ગુફા

           આ ગુફા જેવા ટાપુથી તેઓ લગભગ પચાસ મીટર જેટલી દુરી રાખીને પેલા પહાડ તરફ આગળ વધ્યા. કોઈ જાણતું નહોતું કે આ ગુફામાં શું હોય શકે એટલે તેમને ગુફા તરફ જવાને બદલે પહાડ તરફ જ આગળ વધવાનું નક્કી કર્યું. સૌથી આગળ રહેલા પેલા બે અંગ્રેજો અચાનક આગળ વધતા અટકી ગયા.

Jacob: शायद यहां पर पानी में कुछ है। मेरे पैरों को छू कर ही अभी अभी निकला। कोई बड़ी सी ओर लंबी सी चीज, या कोई जानवर। જે બંને અંગ્રેજો આગળ હતા તેમાંનો એક jacob નામનો અંગ્રેજ ડરતા ડરતા બોલ્યો.

Lucas: तुम्हे भी ऐसा लगा न। मुझे भी वही चीज अभी छू कर निकली। शायद कोई बड़ा सा सांप है। તેની સાથે રહેલો lucas નમનો અંગ્રેજ તેની વાતને સહમતી આપતા બોલ્યો.

William: क्या सच में सांप है? વિલિયમ ચોંકતા બોલ્યો.

Jacob: मुझे लगता तो है, जैसे कोई बहुत ही बड़ा सांप हो। उसका बाहरी हिस्सा एकदम सॉफ्ट है और लंबाई बहुत ही ज्यादा है, जैसे कोई, जैसे कोई पायथन हो। પોતાના શરીરને અડીને જ કોઈ જનાવર ત્યાંથી પસાર થયું હતું અને તેનું વર્ણન કરતાં jacob બોલ્યો.

Deni: थोड़ी देर केलिए पानी में कोई भी हरकत मत करना, वो शांति से आगे बढ़ जाए उसके बाद हम निकलेंगे। कुछ वक्त यूं ही चुपचाप खड़े हो जाओ। उसे पता नहीं चलना चाहिए कि हम इस वक्त यहां मौजूद भी है। ધીમે ધીમે આગળ વધતા ડેની બધાને શાંત રહેવા માટે કહેવા લાગ્યો.

Henri: ओर इससे क्या होगा? क्या वो हमें नहीं देख सकता? હેન્રીને તો બસ એટલું જ જોઈતું હતું. તેને ડેની ને અપમાનિત કરવાનો એક પણ મોકો ચુંકવો નહોતો એટલે તે ડેની સાથે દલીલ કરતા બોલ્યો.

Deni: नहीं, ऐसा नहीं है। उसने इन्हें छुआ है, और इसके बावजूद भी वो अगर यहां से जा रहा है तो समझ लो उसका मकसद कुछ ओर है। उसका शिकार हम नहीं है। उसका शिकार कुछ और है जो यही कही नजदीक है। બધી વાત હવે એકદમ શાંતિથી સમજાવતા ડેની બોલ્યો.

            એના પહેલા કે ડેની વધારે કંઈ સમજાવે, તેમનાથી થોડે જ દૂર અચાનક પાણીમાં પરપોટા નીકળવા લાગ્યા. એક મોટું વમળ ચડતું હોય એમ પાણી ઘૂમવા લાગ્યું. ત્યાં ઉપસ્થિત દરેક જણના શ્વાસ જાણે થોડીવાર માટે થંભી ગયા. તેમની આંખોની સામે એક મહાકાય અજગર પોતાનું મોં ખોલીને તેના શિકાર સાથે યુધ્ધમાં ઉતર્યું હોય એવું દેખાઈ રહ્યું હતું. તેનો શિકાર પણ કોઈ સામાન્ય પ્રાણી નહોતું. તે અજગરને પણ પછાડે એવો એક મહાકાય ઓક્ટોપસ હતો.

          અત્યાર સુધીમાં ત્યાં ઉપસ્થિત દરેક જણે જે કંઈ જોયું હતું અને જે કંઈ સાંભળ્યું હતું એ હકીકત સાવ જુદી હતી. અહી જે ઓક્ટોપસ અને અજગર હતા તેમના શરીર લગભગ એંસી થી સો ફૂટ જેટલા ઊંચા અને મજબૂત હતા. પોતાની આંખો ઉપર તેમને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. આ ભયાનક મંજર તેમની આંખોની સામે જ ઘટી રહ્યું હતું, પણ તેમછતાં તેમનું મન આ વાત માનવા તૈયાર નહોતું. અત્યારે તેમના દરેકના ચેહરા ઉપર જે દેખાઈ રહ્યું હતું તે ડર નહીં પણ શૉક(ઝટકો) હતો. શૉકમાં તેમનું દિમાગ જાણે કામ કરવા સમર્થ નહોતું. દરેક જણ બાઘાની જેમ સ્ટેચ્યુ થઈને અજગર અને ઓક્ટોપસને લડાઈ કરતા જોઈ રહ્યા હતા.

           એક તરફ અજગર ઓક્ટોપસના મસ્તકને પોતાના શરીર વડે ભરડો લઈને જકડવાની કોશિશ કરી રહ્યું હતું, તો બીજી તરફ ઓક્ટોપસ પોતાના આઠ હાથ વડે અજગરના શરીરને પકડીને પછાડવાની કોશિશ કરી રહ્યું હતું. તેમની લડાઈમાં પાણી ખુબ જ ઊંચે સુધી ચડતું હતું. ઘણીવાર તો પાણી એટલે ઊંચેથી નીચે આવતું કે અંગ્રેજો અને ડેની સહિત બધા પાણીમાં નીચે તરફ ખેંચાઈ જતા. તેઓ સંપૂર્ણ રીતે પાણીમાં પલળી ગયા હતા.

Deni: ओह माय गॉड, चलो निकलो यहां से जल्दी। उस गुफा की ओर चलो। हमें जितना हो सके उतनी जल्दी यहां से जाना होगा। અચાનક ડેનીએ પોતાના ડરને કાબુ કર્યો અને બધાને ત્યાંથી નીકળવા માટે કહ્યું.

Henri: लेकिन क्या हुआ। आखिर तुम इतना डर क्यों रहे हो? तुम्हारी प्रॉब्लम क्या है? लड़ वो रहे है लेकिन यहां पसीना तुम्हे आ रहा है। आखिर क्यों? હેન્રી હજી પણ ડેની સાથે ઝઘડો કરતા બોલ્યો.

Deni: वो मैं तुम्हे चलते हुए बताता हु। पहले यहां से निकलो। ये कोई आम फाइट नहीं है, ये पायथन अगर सामने से एक ऑक्टोपस का शिकार करने गया है तो इसका मतलब है कि उन दोनों के बीच ये दुश्मनी बहुत गहरी है। आमतौर पर सांप कभी भी किसी ऑक्टोपस से पंगा नहीं लेते। वो जानते है कि ऑक्टोपस से कभी भी वो जीत नहीं सकते लेकिन फिर भी अगर ये यहां इस ऑक्टोपस से लड़ने आया है तो इसका एक ही मतलब है कि ये लड़ाई इन दोनों में से किसी एक की मौत पर ही रुकेगी। तो, हमें अब यही उस गुफा में रुकना पड़ेगा। इससे आगे हम नहीं जा सकते। हम वही से कोई रास्ता निकलेंगे। चलो। હવે અજગર અને ઓક્ટોપસ વિશે સમજાવતાં ડેની બોલ્યો.

William: उसने क्या कहा, सुनाई नहीं दिया क्या। चलो उस गुफा की तरफ। हम वही रुकेंगे अभी थोड़ी देर केलिए। ડેનીની દરેક વાત માનવા માટે કહ્યું હતું એટલે ડેનીની હા માં હા મિલાવતા વિલિયમ બોલ્યો. તેણે પોતાના બધા સાથીઓને પેલી ગુફા તરફ જવા માટે કહ્યું.

          આ તરફ ઓક્ટોપસ અને અજગરની લડાઈ ભયાનક સ્વરૂપ લઈ રહી હતી. અજગર ભાગવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યું હતું પણ તે ઓક્ટોપસની પકડમાંથી છૂટી નહોતું શકતું. અજગર પોતાને છોડાવવા માટે ઓક્ટોપસને ઠેર ઠેર બચકા ભરી રહ્યું હતું. જેના કારણે ઓક્ટોપસના ત્રણ હાથ તૂટીને સાવ અલગ થઈ ગયા હતા. તેનું વાદળી કલરનું લોહી પાણીમાં મિક્સ થઈને પાણીને પણ વાદળી બનાવી રહ્યું હતું.

        ગુસ્સે ભરાયેલો ઓક્ટોપસ હવે અજગરને દબોચવા લાગ્યો. લાગી રહ્યું હતું કે ઓક્ટોપસના હાથની મજબૂત પકડમાં આવ્યા પછી અજગરે લીધેલો ભરડો છુટવા લાગ્યો હતો. અજગર હવે એકદમ ઢીલું પડીને ઓક્ટોપસની પકડમાંથી છુટવા માટે છટપટાવા લાગ્યું. તે પોતાની પૂંછ અને બાકીના શરીરને ઓક્ટોપસ ફરતે વિંટવાની નાકામ કોશિશ કરવા લાગ્યું, પણ ઓક્ટોપસ એમ છોડે એમ નહોતો. તેણે પોતાની પકડ અતિશય મજબૂત બનાવી રાખી હતી. અજગર હવે ધીમે ધીમે શાંત થઈ રહ્યું હતું.

           ઓક્ટોપસ અને અજગરની લડાઈને ઘણો સમય થઈ ગયો હતો. કદાચ હવે અજગરના અંત સાથે લડાઈનો પણ અંત આવશે એવું લાગી રહ્યું હતું.

             ધીમે ધીમે ઓક્ટોપસ હવે અજગરના શરીરને પોતાના મજબૂત જડબા તરફ લઈ જવા લાગ્યું. મૃત અજગરના શરીરને પોતાનો આહાર બનાવતું ઓક્ટોપસ ધીમે ધીમે પાણીમાં વિલીન થઈ ગયું. શિકારી પોતે જ શિકાર થઈ ગયો. એક મહાકાય અજગર જોતજોતામાં ઓક્ટોપસનો આહાર થઈ ગયો.

           ડેની પણ હવે પોતાની સાથે અંગ્રેજોના દળને લઈને પેલી કાળમીંઢ ગુફામાં આવી ગયો હતો. તેઓ જ્યારે ગુફામાં દાખલ થયા ત્યારથી જ ડેનીને કંઈક અજીબ તો લાગી જ રહ્યું હતું પણ અત્યારે તેમની પાસે આ ગુફા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

આખરે તે શેની ગુફા હતી..?ડેનીને કઈ વાત અજીબ લાગી રહી હતી .?શું તેઓ ફરી એકવાર કોઈ મુસીબતમાં ફસાયા હતા..?શું ડેની તેઓને આ ગુફામાંથી જીવિત બહાર કાઢી શકશે..?

આવા અનેક પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..ચોરનો ખજાનો..

Dr Dipak kamejaliya 'શિલ્પી'

* જ્યાં નામ ઇંગ્લિશમાં લખવામાં આવ્યું છે ત્યાં સમજવું કે તે વ્યક્તિ ઇંગ્લિશમાં બોલે છે..અને જ્યાં નામ હિન્દીમાં લખવામાં આવ્યું છે ત્યાં સમજવું કે તે વ્યક્તિ હિન્દીમાં વાત કરે છે... આભાર