વર્ગખંડમાં પ્રવેશતાની સાથે જ વિદ્યાર્થીઓ કંઈ નવા ઉત્સાહ અને આનંદમાં છલકાઈ રહ્યા હતા તેમને ભણવાની ઈચ્છા ન હોવાનું કારણ હતું ઉનાળાનું વેકેશન. બાળકો અને મારી વચ્ચેની વાતોનું આદાન-પ્રદાન ચાલુ થયું.બાળકો આખું વર્ષ ઉનાળાની રજાઓની રાહ જોતા હોય છે. ઉનાળાની રજામાં બાળકો ફરવા જતા હોય છે તો કેટલાક તેમના સગા સબંધીઓની મુલાકાત લઈને રજાઓનો આનંદ માળે છે. આ રજા દરમિયાન બાળકો એકદમ આરામદાયક અને રમુજી વાતાવરણ અનુભવે છે ઉનાળાના વેકેશનમાં પરિવારના સભ્યો સાથે રહીને આનંદ માળે છે. બાળકોની વાર્ષિક પરીક્ષા અને પરિણામ પછી લગભગ એકથી દોઢ મહિનાનું ઉનાળાનું વેકેશન હોય છે.રજાઓનું નામ પડતાં બાળકોના ચહેરા ઉપર ખુશી છલકાતી હોય છે.કહેવાય છે કે"ભાર વિનાનું ભણતર"બાળકોના મન પર કેટલું ભારી પડતું હશે કે તેઓ રજા મળતા જ ખુશ ખુશાલ થઈને ખુશીથી નાચવા માંડે છે. વેકેશનની રજાઓ તો મામાના ઘરે જ હોય. એવું સાર્વત્રિક નિયમ હતો લોકો બધે જ ફરવા જાય ઠંડા પ્રદેશોમાં સીમલા કાશ્મીર , મનાલી પણ અમારું તો મામાનું ઘર જ હોય. મામાના છોકરા,માસીના છોકરા ,આજુબાજુના છોકરાઓ ભેગા મળીને ક્રિકેટની એક આખી ટીમ બની જતી. ભર બપોરના તાપમાન ખેતરમાં ચાલીએ કુવાની પાસે મંદિર, મંદિરની પાસે આંબાનું ઝાડ .કાચી કેરી તોડીને દાંત વડે કચડી કચડીને ખાઈએ. માળી આવે કે જે દોડ લગાવીએ કે સીધા મામાના ઘેર પહોંચીએ. તડકા સાથે તો એવી ભાઈબંધી કે ના પૂછો વાત. ભર બપોરમાં પણ ગિલ્લી દંડા, ભમેડો ફેરવીએ,આસપાસ, નદી પર્વત ,જેવી રમતો રમતા. ચપ્પલ પહેર્યા ન પહેર્યા અને સીધા દોડ લગાવીએ ગામના ભાગોળે. વડના ઝાડની નીચે બેસીને ગાયોને ચરતા જોઈએ. ભેંસની પૂંછડી ખેંચીએ. લોકોને આવતા જતા જોઈએ. વડની વડવાઈઓમાં હીચકા ખાઈએ લડીએ , ઝગડીએ, પડીએ ને ઊભા થઈ જઈએ. ચાંદની રાતમાં ઠંડી રેતમાં ઘર બનાવીએ તોડીએ એકબીજાના ઉપર રેતી નાખીએ. રેતીમાં આરોટીએ. જ્યાં સુધી ઘરેથી કોઈ બોલાવાના આવે ત્યાં સુધી રમતા જ રહીએ. બસ રમવું રમવું અને રમવું એ જ અમારો નિત્યક્રમ.આ ૨૧ દિવસનું વેકેશનમાં કરેલી મોજની યાદો આખું વર્ષ ચાલતી હતી.
આજના આધુનિક યુગમાં બાળકો પાસે એક જ ફરિયાદ હોય છે."વેકેશનમાં કંટાળો આવે છે" તેમને કાં તો મોબાઈલ, લેપટોપ, ટેબલેટ ,કોમ્પ્યુટર, ટીવી જોઈએ. તેઓને ગરમી તો એટલી લાગતી હોય છે કે એસી વગર રહી શકતા નથી અને તડકાના લીધે કે વાતાવરણ અનુકૂળ ન આવતા સ્કીનની સમસ્યાઓ થવા માંડે છે. વેકેશન પડે નહીં કે તેમના ક્લાસ ચાલુ થઈ જાય છે. કરાટે ,ડાન્સ ડ્રોઈંગ, ઇંગ્લીશ સ્પીકિંગ કોર્સ, રાઇટીંગ સ્ટીલ, કથક, ક્રિકેટ, સ્વિમિંગ , એક્સ્ટ્રા એક્ટિવિટીના ક્લાસ એટલું જ નહીં દિવસના બે બે ક્લાસ પણ વાલીઓ ગોઠવી દે છે. સવારે રાઇટીંગ સ્કીલ અને સાંજે સ્વિમિંગ પુલ. એક જગ્યાએથી છૂટી બીજી જગ્યાએ જવું બાળક માટે આ વેકેશન આનંદદાયક ના બદલે ત્રાસદાયક લાગતું હોય છે. બાળક સાંજે થાકી ને ઠુસ થઈને સૂઈ જાય છે. આજના વાલીઓ જે શાળા ચાલુ હોય ત્યારે જ વેકેશનની તારીખ પુછી ફ્લાઇટ બુક કરાવી દે છે. પોતાના બાળકનો રસનો વિષય કયો છે એને ક્યાં વિષયમાં રસ છે. તે વિચારવાની જરાય તકલીફ રહેતા નથી. પોતાના સમય પ્રમાણે બધું જ પહેલેથી જ આયોજન કરેલું હોય છે. બાળકો સાથે જે ખરો સમય પસાર કરવાનો હોય છે તે આજના વાલીઓ પસાર કરતા નથી.એટલે બાળકને ઉત્સાહ જેવું કંઈ જ બચતું નથી. બાળકો સાથે વેકેશનની મજા માણવાની ચર્ચા કરતા તાસ (પિરિયડ) પૂર્ણ થાય છે ને રિસેસની ઘંટડી વાગી જાય છે.
લિ
ડૉ. રચના કુમારી જૈન
એશિયા ઇંગ્લિશ સ્કૂલ