બીલી બંગલો તો મુકાઈ ગયો છે.
તેને વર્ષો થઈ ગયા છે બે ત્રણ પેઢીઓ થઈ ગઈ છે
તેના ઘરે બધા બદલાઈ ગયા છે.
જ્યાં પહેલા ખંડેર હતો ત્યાં ઘર થઈ ગયા ધીરે ધીરે
જંગલમાંથી મકાનના જંગલો થઈ ગયા હવે ત્યાં માણસોની
નકરી વસ્તી છે.
બીવા જેવું તો કંઈ છે જ નહીં પણ છતાંય જ્યારે પણ તેની
વાત નીકળે છે ત્યારે.......
મને જ્યારે પણ બીલી બંગલા ના ઘર ને લગતું કંઈ
પણ ભયાનક સપનુ આવતુ તો તેમાં કંઈક અર્થ રહેતો
જાણે કે મને તે સપનું કંઈ કહેવા માગતુ હોય
કોઈપણ માર્ગી અકસ્માત અથવા તો કંઈક ખરાબ
થવાનું હોય તે પહેલા મને વિચિત્ર સપનું આવતું
પણ હવે તો તે સપના આવવાના પણ બંધ(ઓછા)
થઈ ગયા છે પણ જ્યારે પણ આવા સપના આવે
ત્યારે મનમાં એક જાતનો ડર બેસી જાય છે.
ઘણીવાર એક સપનાઓ સાચા પણ થયા છે
સવારે ઉઠી તો શરીર આખું દુખતું હતું મનમાં
બેચેની ઉઠી બ્રશ કરી ચા પીધો ચા પીતા પીતા
રાતના શું થયું તેનો વિચાર કરતી હતી રાતનો શુ આ
અનુભવ. અડધી રાતે મારી દીકરી મને નિંદરમાંથી
ઉઠાડે છે મને એમ થયું કે કદાચ તે નિંદરમાં ડરી
ગય હશે કદાચને કોઈ ખરાબ સપનું જોયું હશે
પણ હું કશું બોલી નહીં. ચૂપચાપ તેના માથા ઉપર
હાથ ફેરવતી સુતી રહી મોબાઇલમાં લાઈટ કરીને
જોયું તો 3:34 ની માથે થયા હતા .
પહેલા એમ વિચાર્યું મને જે સપનું આવ્યું તેને પણ
કદાચઆવ્યું હશે .પછી વિચાર્યું નાના તે કેમ બને?
બંન્ને ને એક ડર ની સાથે વિચિત્ર સપના થોડી
આવે કદાચ કંઈક ખરાબ થવાનું હશે કંઈક આગમ
ચેતી જણાવતું હશે.' શું ખબર ' મને તો દર વખતે
સપના આવે પછી કંઈક બનાવ બને પછી ખબર
પડે કે એટલા માટે સપનું આવ્યું હતું. કોઈદી આગમ ચેતી આપતા સપનાઓ ના અર્થની ની ખબર મને
પડતી નથી ચા પીધા પછી યુનિવર્સિટીએ જોબ પર
ગયેલી મારી દીકરી ચિંતા અને ફિકર વશ મને પાછો
ફોન કર્યો મારી દીકરી એ મને પૂછ્યું તુ ઉઠીગય નીચે
આવી ગઈ મમ્મી બાજુમાં કોઈ છે નહીં એટલે ફોન
કર્યો હતો પછી મને થયું કે લાવ તેને પૂછી લવ રાતના
શું થયું હતું કે તે મને ઉઠાડી તી .તો તેણે મને જવાબ
આપ્યો મમ્મી હું રાત્રે વોશરૂમ ગઈ તી ત્યારે તુ નિંદરમાં
જોર જોરથી રાડો પાડતી હતી ' એ .. ઇ
એ.....ઇ એય...એય..'
એટલે મેં તો તને હલાવી અને ઉઠાડી દીધી.
કદાચ ને તુ કોઈ ડરમણુ સપનું જોતી હોયસ..
હું કશું બોલી નહીં કાંઈ વાંધો નહીં મને ખરાબ સપનું
આવ્યું હતું એમ કહી અને મેં ફોન મૂકી દીધો ફોન
મૂક્યા પછી હું વિચારતી રહી મેં સપનું જોયું
બીલ્લી બગલાનુ પણ
એમાં તો મે કાંઈ આવું કહ્યું નહોતુ અને હું કાંઈ
બરાડા પાડતી નહોતી. તો એવું તો મે શું જોયું અને
અડધુ મને શું ન સમજાણુ અને હું બરાડા શું કામ
પાડતી હતી મને તે કેમ યાદ નથી .
મેં જે વસ્તુ જોઈ તે તો માત્ર ખાલી એક
ચિત્રપટ ની જેમ જોઈ એ એમાં હું કશું બોલી જ
નહોતી .
તો મને કેમ કઇ યાદ નથી આવતુ અને મેં જે સપનામાં
જોયું તેવું તો મે આખા દિવસમાં કંઈ વિચાર્યું પણ
નહોતું તો તે મને દેખાવાનું શું કારણ મેં તો ખાલી
સાધારણ વસ્તુ જોઈ કે મારા માવતર નું ઘર જ
તો જોયુ હતુ તેમા શુ ?
"બીલ્લી બંગલો" (ભુત બગલો)
જ્યા હવે ઘણા ઘરો છે અને દુકાનો પણ છે.
મે શપનામા જોયુ
ઘરની સામે એક બીજુ ઘર અચાનક એ ઘરના
દરવાજા ખુલી ગયા એની અંદરના રૂમની અંદર
નો ખાલી ખમ રૂમ બસ એટલુજ મને દેખાણું
અને તે રૂમ
જોઈને મને કોણ જાણે અંદરથી ડર જ લાગવા
માંડી(આતેજ દીવાલ જુની બીલ્લી બંગલા ડરામણી
વાતો યાદ આવી ગઇ) હું તે રૂમમાંથી દોડતી પાછી
મારા બાપુજીના ઘર તરફ દોડી જાણે પાછળ કોઈ
દોડી રહ્યુ હોય એવો મને ભાસ થયો .પણ પાછડ
વળીને જોયુ તો કોઈ હતું જ નહીં...
એક અજાણ્યો ડર હૃદયના ધબકારા જરૂર કરતા
વધારે ધબકાવ તો ગયો ..
બસ એટલું જોયું .....
ત્યાં જ ...
હબલાવીને મારી દીકરી એ મને ઉઠાડી દીધી હતી .
આ તે મેં શું જોયું? આ અનુભવ ને શું કહો?
કાંઈ સમજાતું નહોતું .આટલા વરશે
આવુ બીલ્લબંગલાનુ ડરામણું સપનું મને શું કહેવા
માંગતુ હતુ .................બસ થોડીવાર પછી એ
બધા વિચારો ખંખેરી અને હું મારા રોજિંદા કામમાં
વ્યસ્ત થઈ ગઈ. એકવાર એમ થયું લાવ બાના ઘરે
ફોન કરી જોવ તો પછી એમ વિચાર્યું આજ તો બાના
દાંતની સર્જરી છે જવા દે ખોટી નાહક ચિંતા કરશે
થોડીવાર થઈ તો ...whatsapp માં મેસેજ આવ્યો
મારી મોટી બેન એ ફોટો પાડી ને ટ્રેનની ટિકિટ મૂકી
હતી. મોટી બહેન તેજ શહેરમા રહેતી હતી.
તે જોઈ મને મનમાં રાહત થઈ ચાલો બેન તો બા
પાસે જઈ રહી છે.
થોડીવાર થઈ તો મારાથી રહેવાનું નહીં અને મેં મોટી
બહેનને ફોન કરી દીધો અને સહજ પૂછ્યું. ઘરે બા
પાસે જાસ તો મોટી બહેને ના પાડી હું બાપુ પાસે
જઈ રહી હતી ટિકિટ કઢાવી ને બાપુજીને ફોન કર્યો કે
ટ્રેનમાં ચડું છું પણ બાપુએ ના પાડી કે રહેવા દે ...
વહુ તારી બા સાથે છે ચિંતા કરવાની જરૂર નથી ધક્કો
ન ખાતી તારું કામ બંધ કરી અને ન આવતી ખોટો
એક દિવસ પાડવો . એટલે પછી હું ન ગઈ ..
તે સાંભળી અને મારા મનમાં થોડીક રાહત થઈ કે
ચાલો બા સાથે ભાભી તો છે પણ છતાંય મનમાં એક જાણ્યો ડર છે શુ? ખબર નથી કદાચ પહેલા સપનાના
કારણે ..........મન બેચેન હોઈ શકે ત્યાર પછી હું મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ.
થોડીવાર થઈ મારાથી રહેવાણુ નહી એટલે મે 11:45 બાપુજીને ફોન કર્યો બાપુજી કહે બા હમણાં જ નીકળી રાત્રે તને ફોન કરાવીશ મેં કહ્યું વાત ન કરાવતા હું ખાલી વિડિયો કોલ કરીશ તમે બા નું મોઢું બતાવી દેજો. એટલું કહી મેં ફોન મૂકી દીધો થોડીવાર થઈ તો દૂધવાળો આવ્યો અને મેં દૂધ કેસ પર ગરમ કરવા મૂકી દીધો દૂધ ગરમ કરતા કરતા
એક અજાણ્યા વિચારોમાં પડી બાને શું કરશે? ક્યારે પછી આવશે હું ક્યારે મોઢું જોઈશ બધુ બરાબર હશે બસ આવા વિચારો મગજમાં આવતા ગયા પેલો ડર જે અડધી રાતથી મારી પાછળ પડેલો છે તે હજી મારો
પીછો છોડતો નથી . પોતા ની જાત પર ખીજ ચડાવતા મનમાં બબડતી હતી." આ શું મૂરખતા છે એક નાનકડા સપનાએ મને એટલી શું બે ચેન કરી છે મૂર્ખતા ની હદ
જ છે ને..."
દૂધની માથે ઉભા રહેવા છતાં દૂધ બે ચમચી જેટલું
ઉભરાઈ ગયું . પછી હું મનમાં પોતાની જાતને કોસવા
લાગી. 'આજ તો દિવસ જ ખરાબ છે જોતો
માથે ઉભા રહેવા છતાય દૂધ મા ઉભરો આવી ગયો'
થોડીક વાર પછી સૌથી મોટા બેન સાથે વાત કરી
અને મન ફ્રેશ કરી લેવાનો વિચાર કરતા ફોન કર્યો
મોટા બેન સાથે થોડીવાર આડી અવળી રમુજ વાત
કર્યા પછી મન શાંત થઈ ગયુ અને હું મારી રોજિંદી દિનચર્યામાં લાગી ગઈ .
બરાબર 2:00 વાગે બાપુજી નો ફોન આવ્યો. તારી
બાના આગળના અડધા દાંત કાઢી નાખ્યા છે બીજા
પછી કાઢશે અત્યારે
સારું છે ઘરે આરામ કરે છે આ સાંભળી અને મનમાં
એક જાતની શાંતિ થઈ ગઈ ..
( માણસની પ્રકૃતિ કેવી છે એક નાનકડા સપનાએ
માણસને ખોટા નકામા વિચાર કરતો કરી દે છે )
દિલ બંગલાના તો ઘણા પૈસા હોય છે હું નાની હતી તે પહેલા ના એવા કેટલાય કિસ્સાઓ મેં સાંભળેલા છે પણ હવે તેના વિશે વાત કરવી ગમતી નથી.
બીલી બંગલો નો કિસ્સો અહીં જ પૂરું થઈ જાય છે
The story book ☘️
---------‐-------------સમાપ્ત-------------------