આ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છે
જેમાં બીજી કાલ્પનિક વાર્તા ઉમેરી અને લખવામાં આવી છે
આ વાર્તા ના કેટલાય કિસ્સા અમે નાનપણમાં સાંભળેલા છે
અને અમુક કિસ્સા મારા નજરે જોયેલા છે પણ તેને કોઈ સાબિત કરી નથી શકતુ .
એટલે તમે આને કાલ્પનિક વાર્તા સમજજો જેમને ભુતો
માં વિશ્વાસ નથી હોતો તેઓ પણ કરવા લાગે છે તેના માટે અનુભવ કરવો જરૂરી નથી તમારી આસપાસના લોકોને જ્યારે અનુભવ થાય છે ત્યારે તમને સમજાય છે. ચાલો એક નવી સફર પર વાંચો મારી ભૂત કથા.
બીલી બગલો
એમ કહેવાય છે કે
પહેલા તે ભૂત બંગલા તરીકે ઓળખાતો હતો.
કોઈને ત્યાં જતા, બીક લાગતી, ખાસ કરીને સાંજ પછી, કોઈએ બાજુ ફરકતું ન હતું.લોક વાયકા પ્રમાણે કહેતા કે પહેલા ત્યાં એક નગરશેઠની હવેલી અને ફેક્ટરી હતી.લોકોના કહેવા મુજબ, નગરશેઠની હવેલી અને બંગલો એક મોટી આગમાં બળીને રાખ થઇ જાય છે.ત્યારે તેમાં ઘણા લોકો બળીને મરી જાય છે.કહે છે કે બિલ્લી શેઠ નામના વેપારી એ કોઈ નિર્દોષ સ્ત્રીનું ચીર હરણ કરી ને ફેક્ટરીમાં મારીઅને ત્યાં સળગાવી દીધી હતી.ત્યાં પાસે એક ગોઝારો કુવો હતો, જેમાં તે નિર્દોષ સ્ત્રીના અવશેષોને તે ગોઝાર કુવામાં નાખી દીધા, અને તે વાતને નગરશેઠે પૈસા ખવડાવીને દબાવી દીધી.પછી થોડો સમય પછી, એક રોજ મધરાતે તે દાજેલી, બરેલી સ્ત્રી બધાને દેખાવા લાગી; તે સ્ત્રી રોજ રાતના સમયે કુવાના પાસેથી નીકળતી અને બીલીબંગલામાં આટો મારી કારખાનામાં જતી, જ્યાં તેને મારી નાખી હતી.પછી તે ભડકીને ગાયબ થઈ જતી.એક દિવસ મોટી જબરી આગ લાગે છે, જેમાં બધું બળીને રાખ થઇ જાય છે; કોઈ બચતું નથી.ધીરે ધીરે, બગલો ખંઢેરમાં બદલાય જાય છે.અને તે તરફ કોઈ જાયતું નથી એવા જંગલમાં ફક્ત સાપ અને નોડીયા દેખાય છે.ત્યાં થોડાં દૂર એક સ્મશાન હોય છે; બિલીબંગલાની પારી પર ચડીને જોવામાં આવે તો રાતના સ્મશાનમાં ભડકે બળતા દેખાતા હોય છે.સ્મશાનની બાજુમાં, વગડા જેવું છે, જ્યાં ઝાડ પર ગીધ બેઠા રહેતા અને આકાશમાં સમડીને ઉડતી દેખાતી રહેતી.થોડાં વર્ષો બાદ, ગુજરાતના ગામડાંથી ભૂખ અને દુઃખ લઈને આવેલ માણીયો, બાળ-બચોલીયા ને લઈને રહેવાની જગ્યા ગોઠવી રહ્યો હતો.સવારમાં રેલગાડીમાંથી ઉતરીને, ચાલતા-ચાલતા, એક જગ્યાએ તેમના છોકરાઓને બેસાડે છે.છોકરાઓ ભૂખ-તરસથી બેહાલ હોય છે.ત્યાં માણીયો એક મજૂરને પુછે છે, "અટલામા આશરો મડે એવી જગ્યા ખરી?"મજૂર કહે છે, "જગ્યા તો છે, પણ અવાવરૂ છે, ત્યાં કોઈ જાયતું નથી. તમે કોને તો બતાવશો?"માણીયો રાજી થઈને હાં પાડે છે.ત્યારબાદ, માણીયો પોતાના બાલ-બચોલીયા સાથે તે અવાવરૂ જગ્યા પર જાય છે.પાછળના ભાગમાં, મોઆયનો કરી ને ત્રણ ટૂટીલી દીવાલની ઓથે, ગુણીયા, લાકડા ને ઝાડ-ઝાખરાને ગોઠવી, સાફ-સફાઈ કરીને રહેવા જેવી જગ્યા બનાવી રાખે છે.ત્રણ પાણા આજુબાજુથી, ગોથી ચુલો માડે છે; બળતણની કોઈ ખોટ નહોતી,પણ પાણીની જરુર હતી એટલે મોટા બે છોકરાઓ (પાંચ-સાત વર્ષના) તેમને આસપાસમાં દોરી અને ડબલુ હાથમાં આપી, પછી ગોથવા મોકલે છે.છોકરાઓ ભૂખ-તરસથી બેહાલ આસપાસમાં જોતા હોય છે, ત્યારે એક ટૂટેલો ગોઝારો કુવો દેખાય છે.છોકરો કુવામાં ડોકો કાઢે છે, ત્યારે તેને વિચિત્ર પ્રાણી જેવો ભયાનક અવાજ સંભળાય છે.છોકરો ડરીને ભાગવા માટે કહે છે, પરંતુ છોકરી ખૂબ તરશી હોવાથી ભાગતી નથી અને તેના નાના ભાઈ-બહેન તરસ્યાં છે.તે વિચાર કરે છે કે, "પાણી કઈ રીતે લઈ જવું?"તે વિચારમાં, તે કુવામાંથી પાણીનું ડબલુ બહાર કાઢે છે.ત્યારે પાછળથી એક અવાજ આવે છે, "મને પાણી પા, હું તરસ્યો છું."છોકરી પાછું ફેરીને જોતી હોય છે તો ડરી જાય.એક ભયાનક, અર્ધ-બળેલો ચહેરો સાથે એક ભાઈ ઊભેલો હોય છે ....... To be continue