આગળના ભાગમાં આપણે જોયું કે મોટી છોકરીને એક ભયાનક શપનું આવે છે.
અને મંદિરની ઘંટીઓ વાગતા તે અચાનક જ ગભરાટ અને ડર સાથે ઉઠી જાય છે.
મોટી છોકરી મોઢું ધોઈને દાતણ કરવા ચુલા પાસે જાય છે. ત્યાંથી પાણી ઉઠાવે છે, દાતણ પથ્થર પર રાખે છે, પણ દાતણ થોડી બાજુએ કચરાઈ જાય છે. એની ચીકી અવાજ થાઈ જાય છે.
અવાજ સાંભળીને તેની મા તરત દોડી આવે છે અને કહે છે,
"મોટી, તું અવાજ ન કર… નાનકી ઉઠી જશે. આખી રાત ઊંઘી નથી, હવે માડમાડ ઊંઘી છે."
મોટી છોકરી માથે હાથ ફેરવતી પુછે છે,
"માં, એને શું થયું છે? એની તબિયત બરાબર નથી કે શું?"
મા ધીમેથી બેસી જાય છે. પછી રાતે શું બન્યું એ બધું મોટી છોકરીને કહે છે. સાંજ પછી ગોજારા કુવા પાસે જવાનું માન આપી દે છે.
મોટી છોકરી આ બધું સાંભળી ગભરાઈ જાય છે. માં ચુલામાંથી ચા કાઢીને માટીની કુલડીમાં ચાને ગાળે છે, છોકરીને આપે છે.
પણ મોટી છોકરી નું ધ્યાન તો ક્યાંક બીજે જ હોય છે
પણ મોટી છોકરી તો વિચારમાં ગુમ છે – તે રાતના સપનાને યાદ કરતી ડરી ગઈ છે.
મા કહેશે,
"ક્યાં ધ્યાન છે તારું? ચા પિ લે ને!"
છોકરી ચૂપચાપ ચા લઈ નીચે મૂકી દે છે.
હવે મોટી છોકરી પહેલા કરતા વધારે શજાક થઈ જાય છે
તે બને તો વહેલી સવારમાં જ બધું કામ પતાવી લે છે અને કુવામાંથી વહેલી સવારમાં પાણી જઈ અને વરી આવે છે સાંજ સાંજે અથવા તો બપોર પછી જવાનો ટાડે છે
મોટી છોકરીની મા બને તો પોતે જ જાય છે મોટી છોકરીને નથી મોકલતી.
આમ હવે દરરોજ સવારે માં વહેલી ઊઠે છે, ગોજારા કુવા પાસેથી પાણી ભરી લાવે છે અને બધું કામ વહેલું સમાપ્ત કરે છે.
**
બે-ત્રણ દિવસ બાદ ઘરમાં મહેમાન આવે છે.
એમના નાના છોકરાવ રમતાં રમતાં ગોજારા કુવા પાસેના વડલા પાસે પહોંચે છે.
માં મોટી છોકરીને કહે છે,
"બાકી છોકરાઓને બોલાવી લઈ.
તો તેમને લઈ
ને આવી જા."
સાંજ પડવા નજીક છે.
મોટી છોકરી આસપાસ જુવે છે, પણ ક્યાય છોકરાઓ દેખાતા નથી. નાનકી ખાટલામાં બેસી છે. મોટી પુછે છે,
"નાનકી, પેલા છોકરાઓ ક્યાં ગયા?"
નાનકી ધીરે થી માથું ધુણાવે છે,
અને કહે છે
"હાં… પેલા વડલા નીચે ગયા હતા. રમતા હતા ત્યાં."
આ સાંભળીને મોટી છોકરીનો જીવ ધબકતો થાય છે.
એ તરત જ ગોજારા કુવા તરફ જાય છે.
વડલા પાસે પહોંચી ને જોઈ શકે છે કે છોકરાઓ
વડલા પર ચડીને રમે છે.
એ ઊંચે અવાજે સાદ કરે અમે છે,
"હાલો, હવે જાવ… તમારાં મમ્મી પપ્પા બોલાવે છે!"
છોકરાઓ હોડી-કાંઠી ઉતરે છે અને ભાગે છે.
પછી એક નાનકડા છોકરાનું ખમીસ વડલાની
એક ડાળીમાં ફસાઈ જાય છે. મોટી છોકરીનો
જીવ અધ્ધર ચડી ગયો હોય છે તે કાંઈ બોલતી નથી અને
મોટી છોકરી નજીક જઈ એને સહેજ ઝૂકી ને
છોકરાનું ખમીસ એ વડલા ની ડાળીમાંથી ધીમેથી
કાઢી લે છે અને તેને નીચે ઉતારે છે.
છોકરો નીચે ઉતરી અને રડતો રડતો કહે છે,
"બેન, પેલું પાછળ જો તો!"
મોટીની નજર ત્યાં જાય છે… ક્ષણમાં હૈયા પર ફડકો પડે છે.
એ પાછળ વળી જોવે છે –
છોકરાનું રમકડું પતંગિયું નીચે પડેલું હોય છે.
છોકરો હસતો રમકડું લઇ દોડે છે.
બાળક તેના કાલાઘેલા ટુટક અવાજે કહે છે,
"ઉપર જુઓ… પેલા બન્ને ઢીંગલા-ઢીંગલી છે ને? ...
એની ઢીંગલીએ મારું રમકડું નીચે ફેંકી દીધું!"
છોકરીની નજર ધ્રૂજતી જાય છે. એ ઢીંગલીને જોઈ શકે છે – જે જાણે કે એ જ હસે છે, જે સપનામાં આવી હતી.
ઢીંગલી કદપુતલીના અવાજમાં કહે છે,
"તને યાદ છે ને? .....
હવે તારી પાસે આઠ દિવસ જ બાકી છે…
પુનમ પહેલાં કોઈ એક જીવ મને મોકલવો પડશે.
નહીં તો હું તારાં ઘર માંથી એક વ્યક્તિ ને
લઈ જઈશ…"
To be continue.......