૧૦૬
( છેલ્લો ભાગ )
આજે સવારના ગીત ગણગણતો હતો ..."હમતો જાતે અપને ગાવ ..અપની
રામ રામ રામ..સબકો રામ રામ રામ..."
ઇંડીયા જવાના દિવસો નજીક આવતા જાય છે...તેમ તેમ...અમારી તોફાની
ઢીંગલી સવારના વહેલા ઉઠીને અમારા રુમમા આવી ને અમારા બે વચ્ચે
ગોઠવાય જાય છે..."દાદા અને દાદી ને એ છોડતી નથી ને અમે પણ તેને
છોડી શકતા નથી...એક બાજુ આંખોમા લીલ્લો મોલ ઉગે છે ને અમારા
આથમતા સુરજને ઊંજે છે...એની અ શબ્દ આંખો અમારી આંખોના ભીના
ખુણામા સમાય જાય છે અમારા બન્નેના હાથ તેના નાના હથેળીના પંજાને
સ્પર્શે છે ને દિલ બાગ બાગ થઇ જાય છે...તેની નાજુક આંગળીઓમા
વસંત ટહુકે છે ને અમે અનરાધાર વરસીએ છીએ...
પૌત્ર તો ચૌદ વરસનો થઇ ગયો છે .સ્કુલના લેસન વચ્ચે હવે એ દબાઇ ગયો છે
સવારના સાત થી ચાર એ અમારા માટે તેને યાદ કરીને પેટ ભરવાનો સમય..
તેને ,તેના તોફાનોને તેના પ્રેમને પામવા ,જીવતો રાખવાતો અમે આવ્યા
છીએ...દિકરો ને વહુ છાના છાના અમને જોયા કરે છે ...અમારા રઘવાટ
બેચેની તે સમજે છે પણ એ લાચાર છે અમે બેબસ છીએ ...છ મહીનાનો
વિઝીટર વિઝા પુરો થશે એટલે અમારે ગમતાના કરીએ ગુલાલ કરી નિકળી
જવાનુ છે ...ગુંજે ભરીને એનો પ્રેમ અને આશિર્વાદમા દઇ દેશુ આખુ ગામ...
ને પછી ખાલી ખાલી જાશુ અમારે ગામ.. હવે અમે હળવા પીંછાની જાત..
સમાપ્ત