પ્રેમ શું છે ?
ઘણું લાબું વિહંગાવલોકન કર્યા પછી એવું તારણ નીકળે છે કે અત્યંત તીવ્ર જરૂરિયાત પ્રેમ છે,સમય પ્રમાણે તેના સમીકરણો કે પેરામીટર બદલતા જોયા એટલે મેં આજ ના સમય પ્રમાણે પ્રેમ ની વ્યાખ્યા જરૂરિયાત કરી ...જે બાળક પોતાની માતા નું મોઢું ના જોવે ત્યાં સુધી એને ચેન ના પડતું ,આકુળ વ્યાકુળ થઈ જતુ આ બાળક યુવાન થયો ને પત્ની આવી એટલે હવે પત્ની સિવાય એને નથી ચાલતું ...માતા વગર હવે ચાલવા લાગ્યું કેમકે જરૂરિયાત ની પરિપૂર્તિ નો એક વિકલ્પ મળી ગયો..તો શું વાત્સલ્યદાયી માતા માત્ર મારી જરૂરિયાત ની પરિપુર્તિ નો એક હંગામી સ્ત્રોત હતી જો પ્રેમ ની પરિભાષા વારંવાર બદલાઇ સ્વાર્થ કે જરૂરિયાત ના તરાજું પર તોલાઈ તો એ પ્રેમ નહીં વેપાર હોઈ શકે આતો એના જેવી વાત થઈ કે ગાય દૂધ આપે ત્યાં સુધી માતા માની એનો આદર થાઈ અને વસૂકી ગયા પછી એને રેઢી મૂકી દેવાની... વિચારશીલ માણસો એવો પ્રત્યુત્તર આપશે કે દરેક પ્રેમ એની જગ્યા કિંમતી અથવા મૂલ્યવાન છે, ના પ્રેમ ની તીવ્રતા ઘટે એટલે એમાં ઔપચારિકતા સિવાય કશું રહેતું નથી .પ્રેમ શું છે એ સમજવું પડશે. પ્રેમ બંધિયાર ના હોઈ શકે હંમેશા ગતિશીલ હોઈ તે પ્રેમ ... કઈ રીતે ?માતા ના સમર્પણ માં પ્રેમ છે,સતત કરેલા ઉજાગરા માં પ્રેમ છે,અનિમેષ દ્રષ્ટિ એ જોયેલા સ્વપ્ન માં પ્રેમ છે,કેટલીય રાતો ની મારા માટે કરેલ ચિંતા માં પ્રેમ છે,મારા બચાવ માટે કરેલા કેટલાય દ્વંદ માં પ્રેમ છે ,મારી ક્ષુધા મિટાવવા પોતે કરેલા નકોડા ઉપવાસ માં પ્રેમ છે,મને મેળવવા માનેલી કેટલીય માનતા માં પ્રેમ છે,મને ખીલવા પોતે મુરઝાતી રહી આજ તો પ્રેમ છે મારા માટે ઘસાઈ ક્ષીણ થયેલી માં પ્રેમ ની વિભૂતિ છે તો પિતા ના અથાગ પરિશ્રમ કે પરસેવા નું ટીપે ટીપું પ્રેમ ની સૌરભ થી ભરેલું છે મારા ભવિષ્ય ના મનસૂબા સેવતા પિતા અને તે માટે ખંભા પર ગજા બાર ની જવાબદારી નું વહન કરતો બાપ પ્રેમ નો સાગર છે,જવાબદારી ના બોજા માં અકાળે વૃદ્ધ બનેલ બાપ તો પ્રેમ નું બીજું નામ છે,હદય માં અસહ્ય પીડાનો ભાવ છે પણ ચેહરા પર સ્મિત નો એહસાસ છે આજ તો બાપ ના પ્રેમ ની વિશેષતા છે ઘરના ભરણ પોષણ કાજ પોતાના શરીર સાથે કરેલો અન્યાય બાપ ના પ્રેમ નું પ્રમાણ છે માતા પ્રત્યક્ષ પ્રેમ ની કરુણા મૂર્તિ છે પરંતુ બાપ ના મૌન માં પ્રેમ નો મીઠો રણકો છે …મારા મતે પ્રેમ માં નિરંતરતા સ્થિરતા લાવવા માટે એના માપદંડો ના ચશ્મા બદલવા પડશે ....અપેક્ષા વગર નિરંતર સ્નેહ ની સરવાણી વહે તેને પ્રેમ કહી શકાય ..પ્રેમ ને જાગૃત કે જીવિત રાખવા માટે સતત કોઈ એ કરેલા ઉપકાર નું મનન ,ચિંતન ,કે સ્મરણ થવું જોઈએ તોજ પ્રેમ દીર્ઘકાળ સુધી ટકી રહે .
..આપડો પ્રભુ પર પ્રેમ નથી બેઠતો એકજ કારણ છે જરૂરિયાત માટે જઇયે છે અને એ સંતોષાતી નથી ..માગ્યા વગર ઘણું આપ્યું એ ધ્યાન માં નથી કેમકે બધું નૈસર્ગીક અને સહજ રીતે આપ્યું .....તો પ્રેમ ટકવા નો કઈ રસ્તો,રસાયણ અથવા વિચાર છે ખરો ??
હા એક જ શબ્દ માં કહીયે તો કૃતજ્ઞતા .....કરેલ પ્રેમ અને ઉપકાર ને વારંવાર યાદ કરીશું તો પ્રેમ ની સરવાણી માં ભરતી કે ઓટ કે ચડાવ ઉતાર નહિ આવે વર્તમાન ની જરૂરિયાત ને ના જોતા મારા પાલન પોષણ રક્ષણ સંવર્ધન માં જેનું જેનું યોગદાન છે એના માટે વિચારીશ તો પ્રેમ નિર્માણ થશે... આશીષ રાવ.