પાંચસો વર્ષ પેલા ની આ વાત છે ,આજે એક એવા ગામડા ની વાત કરવા જઈ રહ્યો છું જેની વાત સાંભળી બાળકો ની ચીસ નીકળી જતી ,બહેનો નું હદય કંપી જતું ,અને પુરુષ જેવા પુરુષ પણ ધ્રુજી ઉઠતા, આ ગામ નું નામ ભૂત વાસ હતું
જે ગામ થી પચાસ કિલો મીટર દૂર ના અંતર સુધી કોઈ માનવ વસાહત તો શું પક્ષી પણ ના જોવા મળે ,જાણે સમશાન બની ઊભેલું એ ગામ રાજ્ય ના દરેક વ્યક્તિ માટે ચર્ચા નો વિષય હતો .એ ગામ ની ભૂમિ પર વિચિત્ર પંજા ના નિશાન ,જાણે કોઈ મહાકાય ભયંકર ભૂત નો ત્યાં વસવાટ હોઈ ,દૂર દૂર ના ગામો સુધી રાત્રી ના ભયંકર અવાજ ,ચીસ સંભળાતી…ઢીલા પોચા માણસ નું હદય બેસી જાય એવું આ ગામ … હવે એક વાર બને છે એવું બીજા રાજ્ય માંથી સ્થળાંતર કરી એક શિક્ષિત પરિવાર એ રાજ્ય માં રહેવા આવ્યો હવે તે ભૂતવાસ ગામ ની આ હકીકત થી તદ્દન અજાણ હતો ,હવે તે કુટુંબ બરોબર ભૂત વાસ ગામ થી એકઝેટ ૫૦ કિલોમીટર ના અંતરે આવેલું એક તાલુકો ત્યાં રહેવા આવ્યો હતો …ભાઈ સરકારી નોકરીયાત હતા બેન ગૃહિણી તેમજ તેને બે બાળકો બને પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા ..હવે એક વાર બને છે એવું ડિસેમ્બર ની રજા ના દિવસો માં એ ભાઈ ના બંને બાળકો તેમજ પત્ની ફરવા જવાની હઠ કરે છે અને નક્કી થાય છે કાલે સવારે વહેલા આપડે નીકળશું..…વહેલા સવારે પોતાની ગાડી લઈને નીકળે છે…..બધા ગીત ગાતા ગાતા આનંદ કરતા કરતા જતા હોઈ છે હવે બને છે એવું એ ભાઈ ને ભૂતવાસ ગામ ની ઘટના વિશે કશી ખબર ના હતી તેથી ગાડી તે ગામ થી દૂર ની પચાસ કિલો મીટર ની હદ માં પ્રવેશે છે જેવા એ રસ્તા માં પ્રવેશ્યા એવો તરતજ એ રસ્તો બંધ ભાઈ આગળ ગાડી ચલાવે છે પણ રસ્તો ભેકાર સુમસાન અને બિહામણો .ભાઈ ગાડી ચલાવે પણ દૂર દૂર સુધી કોઈ માનવ કે રસ્તો કે કઈ દેખાય નહીં ધીરે ધીરે સુર્ય અસ્ત થવા આવે છે ભાઈ પણ વ્યાકુળ અને ડર થી મૂંઝાયેલા પણ પત્ની કે બાળકો ને કેવાય તો નહીં …..ગાડી ઘણું ચાલી પરંતુ નથી કોઈ અંતર કપાતું કે નથી કોઈ સ્થળ આવતું.. રાત અંધકાર માં જુદી જુદી આકૃતિ એને દેખાવા લાગી એટલે ભાઈ ને અંદાજ આવી ગયો કે આપડે કોઈ ભયંકર સ્થળ માં આવી ગયા છીયે ….બાળકો અને બહેન તો રડવા લાગ્યા અને ડરવા લાગ્યા ……ગાડી પણ બરોબર રિઝર્વ માં આવવી ગઈ પેટ્રોલ ખૂટવાની તૈયારી …..બને છે એવું ત્યારે એ ભૂત વાસ ગામ માં પ્રવેશી ચૂક્યા હતા …..ગામ ને જોઈ ભાઈ ની આંખો ફાટી ગઈ ,,,કોઈ જગ્યા એ ચુડેલ દોડે છે કોઈ જગ્યા એ ઊંધા પગ વાળો માણસો દોડે છે , ભૂત ના ટોળા જાણે મંડળી જમાવી બેઠા છે ….ત્યાના વેરાન દરેક ઘર માં થી માણસ ના મૃત શબ ઢસડાતા ઢસડાતા આવે છે ….અને કાળજું કંપાવી દે એવા અવાજો આવે છે પેલા ભાઈ અને બાળકો એક ઘટાદાર વૃક્ષ ની પાછળ સંતાઈ આ દ્રશ્ય જોવે બાળક ની ચીસ નીકળી જવા પર હોઈ છે ત્યાં પેલા ભાઈ પોતાના હાથે થી બાળક નું મોઢું દબાવી દે છે …..હવે બને છે એવું પેલા બેન ને ગામડા માંથી એક ધારદાર કાંટો વાગે છે ચપ્પલ ની આરપાર નીકળી જાય છે લોહી ની ધાર થઈ છે એ ધાર વહેતી વહેતી પેલા ભૂત ની મંડળી બેઠી હોઈ છે ત્યાં જાય છે એટલે ભૂતો એ લોહી ચૂસવા લાગે છે અને હજી વધારે લોહી ચૂસવા ની એને તલપ લાગે છે એને ખબર પડી ગઈ અહીં કોઈ જીવિત માણસ છે …..એટલે બધા આમ તેમ શોધવાનું શરૂ કરે છે જોર જોર થી રાડો પાડે છે ચિચિયારી કરે છે કેટલીય ચુડેલ નું ટોળું બધે સુંઘે છે કોઈ જગ્યા એ માનવ શરીર ની સુગંધ છે ….પેલો પરિવાર આમ થી તેમ કેટલીય જગ્યા એ છુપાતો છુપાતો બચવાનો પ્રયત્ન કરે છે .જેમ જેમ રાત પસાર થતી હતી તેમ તેમ ગામ નું સ્વરૂપ વિચિત્ર થતું હતું મહામુસીબતે પેલો પરિવાર રાત પસાર કરે છે સુર્ય નું પેલું કિરણ પડતાં બધા ભૂત તેમજ ચુડેલ અદૃશ્ય થઈ જાય છે …..પેલો પરિવાર આમ થી તેમ દોડે અને રસ્તો શોધવાનો પ્રયત્ન કરે પણ ગામ બહાર નીકળવું અશક્ય હતું કારણ ભૂતો ને ખબર પડી કે અહીં કોઈ માનવ આવી ગયો છે એટલે ગામ ના બંને છેડે એણે ભયંકર ચુડેલ ને ધ્યાન રાખવા બેસાડી દીધી હતી બીજા દિવસે પણ પેલો પરિવાર ભૂખ્યો તરસ્યો બપોર નો ગામ બાર નીકળવાનો પ્રયત્ન કરતો હતો સુર્ય ધીરે ધીરે અસ્ત થવા આવ્યો પણ પેલો પરિવાર ગામ થી બહાર નીકળી શકતો નથી કાળી ડિબાંગ રાત થઈ અને ભૂત પીચાશ ચુડેલ ભેગા થઈ જુદા જુદા અવાજ કાઢવાનું શરૂ કર્યું રડવાનું શરૂ કર્યું કેવા વિચિત્ર ભૂતો કોઈ ગોરીલા જેવા કાળા રૂછડા વાળા એક પગે ચાલતો આવે છે તો કોઈ નું માથું ઊલટું છે ધડ ની વિરુદ્ધ દિશા માં માથું છે ,,, આવા લોકો ને જોઈ પેલા બંને બાળકો બેભાન થઈ જાય છે એક બાળક ને માં એ છાતી થી દબાવ્યું છે બીજા ને પિતા એ અને એક નાના એવા ભોંયરા માં છુપાઈ ને બધું જોવે છે આ રીતે દિવસો પસાર થયા એક સપ્તાહ આ રીતે નીકળી જાય છે પેલો પરિવાર ભૂખ તરસ ડર થી અધમૂવો થઈ ગયો છે …પરિવાર ના એ ભાઈ પોતાની પત્ની અને બાળકો ને પેલા ભોંયરા માં મૂકી રસ્તો ગોતવા નીકળે છે કે કદાચ ક્યાંક પાણી ખોરાક કે રસ્તો મળે તો પરંતું અહીં કશું જ મળતું નથી ..રાત પાડવા આવી છે અને બરોબર ભૂતો એ મંડળી પેલા ભોંયરા આજુ બાજુ માં જમાવી ત્યાં પત્ની અને બાળકો એકલા છે ભાઈ દૂર થી જોવે છે દરેક ભૂત ભોંયરા ને વીંટળાઈ બેઠા છે. અને ભોંયરા નું બારણું પણ પેલા બહેને બંધ કરી દીધું હતું ભૂત થી બચવા …..ભાઈ આખી રાત પુત્ર અને પત્ની ની યાદ માં રડતા રડતા સમય પસાર કરે છે પણ સદનસીબે ભૂત ને ખબર ના હતી પેલા બેન અને બાળકો ભોયરા માં છે …..સવાર પડતાં બરોબર દસ દિવસ પછી ભાઈ એજ ગામ નો એક ડુંગરો જોવે છે ત્યાં એક મશાલ બળતી હોઈ છે એટલે ભાઈ ને થયું આવા ભૂતિયા અંધારિયા ગામ માં મશાલ એ પણ દિવસે ત્યાં કોઈ માનવ હોવું જોઈએ ભાઈ પરિવાર ને લઈ ડુંગર પર જાય છે મહામહેનતે ડુંગરો ચડે છે જોવે છે તો એક ઝૂંપડી છે અંદર દીવો બળે છે ભગવાન ના ફોટો છે એક ઋષિ સાધના માં બેઠા છે …..ભાઈ ના આવાથી ઋષિ ની સાધના તૂટી …….ભાઈ આખી આપવીતી ઋષિ ને કહે છે …ઋષિ એ જણાવ્યું આ ગામ માં આજ સુધી માં કોઈ આવ્યું નથી આવ્યું એ જીવતું ગયું નથી આ શ્રાપિત ગામ છે …અહીં ઘરે ઘરે માં ભૂત અને ચુડેલ વસે છે પેલા ભાઈ રડતા રડતા આજીજી કરી પેલા ઋષિ ને રસ્તો બતાવા કહે છે કે કઈ માર્ગ બતાવો …કે અમે જીવતા જઈ શકીએ ….ત્યારે ઋષિ કહે છે એક રસ્તો છે ગામ ની વચ્ચે એક તળાવ છે તળાવ પર એક ઘટાદાર વૃક્ષ છે એ વૃક્ષ ઉપર એક લાશ ઘણા વર્ષો થી લટકે છે એણે પહેરેલા વસ્ત્ર ની અંદર એક નકશો છે જે બહાર નીકળવાની સુરંગ નો નકશો છે કેમકે તમને જમીન ના રસ્તે કોઈ સંજોગો માં ભૂત નહીં જવા દે સુરંગ ના રસ્તે તમારે નીકળવું પડશે એ સુરંગ પચાસ કિલો મીટર દૂર તમને સુરક્ષિત જગ્યા એ પહોચાડે છે હવે ભાઈ ને પ્રશ્ન તળાવ ની વચ્ચે વૃક્ષ ઉપર જવું કેમ એટલે એ ભાઈ શું કર્યું કાળી ડીબાંગ રાત થઈ એટલે ધીરે ધીરે અંધારા માં નદી તરફ ગયા શરીર પર કાળી મશ લગાડી દીધી એટલે અંધારા માં દેખાઈ નહીં પાણી માં તરતા તરતા એ વૃક્ષ ઉપર ચડે છે લાશ જોઈને ડરી જાય છે પણ હિંમત થી એના વસ્ત્ર અંદર થી નકશો કાઢે છે હવે એ નકશો જોવે છે. અને ઋષિ પાસે જાય છે નકશા પ્રમાણે ઋષિ જ્યાં બેઠા હતા એ પર્વત પર થી એક ભોયરું જતું હતું તે સીધું જમીન નીચે અને ત્યાંથી પચાસ કિલો મીટર લાંબી સુરંગ..હવે ડુંગર ના એ અંધારિયા ભોંયરા માં જતા પણ ડર લાગે એવું પણ બંને બાજુ મોત છે એટલે ભાઈ પેહલા ભોંયરા માંથી પોતે કૂદે પછી પત્ની બંને બાળકો ડુંગર પર થી અંડર ગ્રાઉન્ડ સીધા સુરંગ માં આવે છે ત્યાં થી ચાલવાનું શરૂ કર્યું આ બાજુ ભૂત પિચાશ ડુંગર પર ચડે છે ગોતવા પણ ઋષિ નો પ્રભાવ જોઈ ત્યાં થી તરત જતા રહે છે પેલો પરિવાર હેમખેમ દસ દિવસ ના અંતે ચાલી સુરંગ ની બહાર નીકળે છે મહિના પછી માનવ વસાહત જોતાં ખુશખુશાલ થઈ જાય છે અને આપવીતી ત્યાંની સરકાર ને કહે છે સરકાર પછી તેને પ્રતિબંધિત ક્ષેત્ર તરીકે જાહેર કરી બોર્ડ લગાવી ચોકીદાર બેસારી દે છે