Fourth Ace - James Hadley Chase - 3 in Gujarati Classic Stories by Anwar Diwan books and stories PDF | ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ - પ્રકરણ 3

Featured Books
Categories
Share

ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ - પ્રકરણ 3

પ્રકરણ - ૩
તે સાંજ જ્યારે આરસર અને ગ્રેનવિલ હોટલ જર્યોજ ફિફથમાં પેટરસનને મળવા ગયા ત્યારે તે સારા મુડમાં હતો અને તેણે વેટરને ઓર્ડર આપતા જેક આરસરને કહ્યું કે કામ માટે તમે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી છે...
તેણે ગ્રેનવિલને કહ્યું કે તમે બહુ જ ચાલુ છો...તેની શકલ જોઇને લાગતું હતું કે બહું જ ખુશ છે...
મહિલાઓને ખુશ કરવી મારો ધંધો છે મિસ્ટર પેટરસન...ત્યાં સુધીમાં વેટર તળેલી માછલી લઇને આવ્યો અને તેઓ ચુપ થઇ ગયા હતા.જ્યારે વેટર ગયો ત્યારે પેટરસને પોતાની વાતને ચાલુ રાખતા કહ્યું કે તમારુ કામ તેના મગજમાં આપણી યોજના બહુ નફાકારક હોવાની વાત બેસડવાનું છે અને તે વીસ લાખનું રોકાણ કરે..હું તમને યોજના વિશે ડિટેલમાં જણાવું છુ અને તેમ છતા કોઇ વાતની મુંઝવણ હોય તો આરસરને પુછી લેજો...
ગ્રેનવિલે સંમતિમાં માથુ હલાવ્યું
એકવાર તે તૈયાર થઇ જાય તો મારા મનમાં હોલિડે કેમ્પ માટે અન્ય પણ ઘણાં સ્થળ છે જ્યાં કામ કરી શકાય તેમ છે...
આરસર જો કે ચુપ હતો અને તે વિચારતો હતો કે પેટરસને હવાઇ કિલ્લા ચણવા માંડ્યા છે તેને વાસ્તવિક ધરતી પર લાવવો જરૂરી છે..
હું તમને એ વાત કહેવા માંગું છુ મિસ્ટર પેટરસન કે હેલ્ગા બહુ ચતુર બિઝનેશ વુમન છે અને જો તમને લાગતું હોય કે તે નાણાં રોકીને સાયલન્ટ પાર્ટનર બનવા તૈયાર થઇ જશે તો તે તમારી બહુ મોટી ભૂલ છે તે બિઝનેશ પર તેનો જ કન્ટ્રોલ રહે તે પ્રયાસ કરશે...
પેટરસને કહ્યું કે એક મહિલા મારા બિઝનેશમાં ટાંગ અડાવે તે મને પસંદ નથી..તેણે ગ્રેનવિલ તરફ જોતા કહ્યું કે તમારે તેને કહેવાનું છે કે આપણે તેના રોકાણ પર તેને પચ્ચીસ ટકા આપીશું પણ નિયંત્રણ અમારો રહેશે...
આરસરની અપેક્ષા વિરૂદ્ધ જ્યારે ગ્રેનવિલે કહ્યુંકે તે માટે હેલ્ગાને સંમત કરવામાં કોઇ મુશ્કેલી નહિ પડે ત્યારે આરસર તેના જવાબથી હેરાન થઇ ગયો હતો.
પેટરસને પણ ગ્રેનવિલનોે હાથ થપથપાવતા તેની પ્રસંશા કરી હતી..એ જણાવ કે તેની પાસેથી નાણાં મેળવવામાં કેટલો સમય લાગશે..
ઉતાવળ કરવાનો કોઇ મતલબ નથી મિસ્ટર પેટરસન.દસ દિવસ તો લાગી જ જશે હજુ તો મે તેની સાથે કોઇ સંસર્ગ કર્યો નથી...
દસ દિવસ ઠીક છે પણ જરા ખર્ચાનો ખ્યાલ રાખજે વધારે ખર્ચ ન કરજે..
તમે ખર્ચાની વાત કરો છો અને હું કામ પુરૂ કરવાનો વિચાર કરૂ છું..આ પ્રકારનાં કામોમાં ખર્ચાની પરવા ન કરાય આ ઉપરાંત હેલ્ગા માને છે કે હું ધનાઢ્ય છુ ત્યારે તેના ભ્રમને જાળવી રાખવા તેના પર ખર્ચો તો કરવો જ પડશે..
વાત માનું છું પણ એ વાત યાદ રાખજે કે મારી પાસે નાણાંનું કોઇ ઝાડ નથી.
નાણાંનું ઝાડ કોઇની પાસે હોતું નથી ગ્રેનવિલે બેદરકારીથી કહ્યું અને પેરિસની નાઇટલાઇફ અંગે વાતો કરવા માંડ્યો..ગ્રેનવિલ પાસે પેરિસની નાઇટલાઇફ અંગે એટલી વાતો હતી કે પેટરસન પણ તેને રસથી સાંભળતો રહ્યો હતો.ગ્રેનવિલ વાત કરવાની સાથોસાથ પેટપુજા પણ કરતો રહ્યો હતો.જ્યારે તે પરવાર્યો ત્યારે પેટરસને તેને કોઇ સારા વૈશ્યાલયનું નામ આપવા કહ્યું.ગ્રેનવિલે તેને એક કાગળ પર તેનું એડ્રેસ લખી આપ્યું હતું અને તેને ત્યાં પુરો સંતોષ મળશે તેની ગેરંટી પણ આપી હતી.
પેટરસન ત્યાંથી ઉઠ્યો અને ફરી એકવાર કહ્યું કે જરા ખર્ચાનું ધ્યાન રાખજે...
ગ્રેનવિલે આરસરને કહ્યું બહુ બેકાર માણસ છે તેણે વેટર પાસે કોફી અને બ્રાંડી મંગાવી હતી.
આરસરે પણ તેની વાતમાં સંમતિ પુરાવતા કહ્યું કે હાં બેકાર તો છે પણ તેના દ્વારા જ મારો રોજગાર ચાલી રહ્યો છે.
ગ્રેનવિલે તેને પુછ્યું કે શું લાગે છે હેલ્ગા યોજનામાં રોકાણ કરવા તૈયાર થશે...
ક્યારેય નહિ..પણ જ્યાં સુધી પેટરસનનો હેલ્ગા તેના માટે રોકાણ કરવા તૈયાર થશે તેવો ભ્રમ જળવાઇ રહેશે ત્યાં સુધી મને અઠવાડિયાનાં સો ડોલર અને તને મોજમજા માટે પૈસા મળતા રહેશે તો આપણે હાથે કરીને ફાયદા પર લાત શું કામ મારવી...
જો હેલ્ગા એ ઓફર નકારી કાઢશે ત્યારે...
ત્યારે તારે તારા માટે ફરી કોઇ પ્રૌઢા શોધવી પડશે અને મારે પણ નવી નોકરીની તપાસ કરવી પડશે...
ખરેખર..
હાં કારણકે હકીકતનો સ્વીકાર તો કરવો જ પડે..આરસરે જવાબ આપ્યો..
યાર તુ તો મેદાન છોડી દેવાની વાત કરે છે પણ મારી નજરે જોઇએ તો મે વિશ્વની ધનાઢ્ય મહિલાને જોતજોતામાં પટાવી લીધી અને તે મારી સાથે સંસર્ગ કરવા માટે ઉતાવળી છે..જો તે મારી પ્રેમિકા બનશે તો તેના કરોડો રૂપિયા સુધી મારી પહોંચ હશે હું કોઇ કપટ કરવામાં માહેર નથી..જો મે કશું ખોટુ કહ્યું હોય તો કહી દે..
તું શુ કરવા માંગે છે....
હુ કહેવા માંગુ છુ કે જો પેટરસનને છોડી દઇએ અને હેલ્ગા પાસેથી જેટલા મળે તેટલા નાણાં ગપચાવીએ તો...
આરસર લાંબો સમય સુધી વિચારતો રહ્યો .
તારો વિચાર ખોટો છે ક્રીસ.પેટરસનનાં નાણાં વિના આપણે આગળ વધી શકીએ તેમ નથી તારી પાસે મર્સિડિઝ અને પ્લાજા એન્થનીનો રૂમ નહિ હોય અને હું મુસીબતમાં ભેરવાઇ જઇશ તે અલગ..હું માનું છુ કે પેટરસનનો પીછો છોડાવવાની તારી વાત સારી છે પણ જો તેમ કરીએ તો આપણી પાસે નાણાં ક્યાંથી આવશે અને તે હજી હેલ્ગાનું એક જ રૂપ જોયું છે તે દેખાવે સુંદર અને બોલવામાં મીઠડી છે પણ તેનું બીજુ રૂપ બહુ અલગ છે...તે જેટલી સુંદર છે તેટલી જ કઠોર અને ચતુર છે.તે દુનિયાનાં જાણીતા ફાયનાન્સિયલ કન્સલ્ટન્ટની પુત્રી છે અને તેને તેના પિતાનો વારસો પુરેપુરો મળ્યો છે..તે નિષ્ણાંત કન્સલ્ટન્ટની સાથોસાથ અર્થશાસ્ત્ર અને કાયદાની પણ ખાં છે..તે કપટને બહુ દુરથી સુંઘી લે છે. હા સેક્સ તેની કમજોરી છે અને તે પોતાના પ્રેમીઓ પર ભરપૂર ખર્ચ કરે છે પણ તેની નબળાઇનો ફાયદો કોઇ ઉઠાવવા માંગે તો તે અશક્ય છે..તે તરત જ સમજી જાય છે અને તેને બરબાદ કરી નાંખે છે.તેને ઓછી આંકવાની ભૂલ ન કરીશ..
આરસર આંખો મીંચીને વિચારી રહ્યો હતો કે ગત વખતે જ્યારે નાની ભૂલને કારણે હરમાન રોલ્ફનાં નાણાં ડુબ્યા ત્યારે હેલ્ગાએ તેને સંકટમાંથી ઉગારવાને બદલે તેને સબક શીખવ્યો હતો અને તેને પાઇ પાઇ માટે મોહતાજ કરી દીધો હતો.તેની સાથે બદલો લેવા માંગું છું પણ કઇ રીતે..
હું તે અંગે વિચારીશ ક્રીસ..
એ તો હું કહું છું .આપણી પાસે દસ દિવસ છે અને એ દરમિયાન કંજુસ પેટરસન આપણને નાણાં તો આપશે જ અને આપણે પણ તેને હેલ્ગા આપણાં શીશામાં ઉતરી રહી છે તેવું ઠસાવતા રહીશુ ત્યારબાદ આપણે હાથ અદ્ધર કરી દઇશું...
ક્રીસ હું તને ફરી વાર ચેતવું છું કે હેલ્ગાને ઓછી આંકવાની ભૂલ ન કરીશ..તે બહુ ગંભીર પરિણામ આપનાર બની રહેશે..
આરસરની આ ચેતવણી સાંભળીને ગ્રેનવિલ હસ્યો હતો.
આજે બપોરે તે જોયું હોત કે કેવી લાલસાથી તે મને તાકી રહી હતી તો તે આ વાત ન કરી હોત તે તો પાકેલી કેરીની જેમ મારી ગોદમાં પડવા તૈયાર છે.
ત્યારબાદ આરસર પોતાની હોટલ પર પાછો ફર્યો હતો અને બિસ્તર પર પડ્યા પડ્યા તે વિચારતો હતો કે કેવી યોજના બનાવું કે હેલ્ગા વીસ લાખ આપવા રાજી થઇ જાય.. જો કે તેના મનમાં કોઇ આઇડિયા આવ્યો ન હતો..આખરે થાકીને તેણે રેડિયો ઓન કર્યો અને અગિયાર વાગ્યાનાં સમાચાર સાંભળવા માંડ્યો જેમાં એક સમાચાર અપહરણકારોની ટોળકીનો હતો જેમાં કહેવાયું હતું કે એક ટોળીએ પાંચ લોકોને બંદી બનાવ્યા હતા અને ફિરૌતી રૂપે એક કરોડની રકમની માંગ કરી હતી.આ સમાચાર સાંભળીને આરસરને કંઇક આઇડિયા આવ્યો અને તેણે રેડિયો બંધ કર્યો.તેના મનમાં એક વિચાર ચમક્યો અપહરણ...ત્યારબાદ તેના મગજમાં અપહરણની યોજના તૈયાર થવા માંડી હતી અને તે આખી રાત સુઇ શક્યો ન હતો.
પ્રકરણ - ૪

રેલિશ દા ફલોર એક નાનકડુ રેસ્ટોરન્ટ હતું જે ફોન્ટેબ્લુ પેલેસની પાછળની ગલીમાં આવેલું હતુ.હેલ્ગા અને ગ્રેનવિલ ત્યાં પહોચ્યા ત્યારે તેની માલકિન મેડમ ટોનેલીએ તેમનું સ્વાગત કર્યુ હતુ અને તેમને એક ખુરસી ટેબલ પર દોરી ગઇ હતી.આ રેસ્ટોરન્ટમાં માત્ર પંદર જ કપલ બેસી શકતા હતા.હેલ્ગા જ્યારે ખુરસી પર બેઠી ત્યારે ગ્રેનવિલે કહ્યું કે આપણે અહી પહોંચ્યા તે પહેલા જ મે મેડમ ટોનેલીને ફ્રાઇડ ચિકન તૈયાર કરવાનો ઓર્ડર આપી દીધો હતો તેના હાથનું ફ્રાઇડ ચિકન ખાધા બાદ તમને ખ્યાલ આવશે કે ફ્રાય ચિકન કોને કહેવાય..ખબર નહિ તે તેમાં કેવા કેવા મસાલા નાંખે છે..
તમે તો પેરિસ અંગે ઘણું જાણો છો ક્રીસ, આ જગા મને માફક આવે તેવી જ છે..આલિશાન રેસ્ટોરન્ટોનું બનાવટી વાતાવરણ કંટાળાજનક બની રહે છે તમે તોપેરિસનાં ખુણેખુણાથી વાકેફ હોવ તેમ લાગે છે.
બસ થોડી બહુ જાણકારી છે ગ્રેનવિલે કહ્યું...જો તક મળે તો હું તમને બિયાના, પ્રાગ અને મોસ્કોનાં એવા એવા રેસ્ટોરન્ટોમાં લઇ જઇશ કે તમે હેરાન થઇ જશો..જો કે તે પહેલા એ જણાવું કે મેડમ ટોનેલી ફ્રાય ચિકન કેવી રીતે તૈયાર કરે છે..જ્યારે ગ્રેનવિલેએ તેનેચિકન કઇ રીતે તૈયાર થાય છે તે વિશે વાત કરી ત્યારે હેલ્ગાએ કહ્યું કે આ તો સ્વર્ગની વાનગી લાગે છે..
આ એક અપવાદરૂપ વાનગી છે તમારા જેવી અપવાદરૂપ સુંદરી માટે..
હેલ્ગા તેની પ્રસંશા સાંભળીને રાજી થઇ ગઇ..
ક્રીસ એ તો કહો કે તમે કરો છો શું....
આરસરે આ પહેલા જ તેને જણાવ્યું હતું.આરસર જ્યારે સવારે ક્રીસને મળવા ગયો ત્યારે સમજાવ્યું હતું કે મારા મગજમાં એક સ્કીમ આવી છે પણ તેને હજી અંતિમ સ્વરૂપ આપવું બાકી છે..તારે એમ કરવાનું છે કે રાતે માત્ર અહી તહી ફેરવીને હોટલ પાછી લાવવાની છે તેની સાથે સંસર્ગ ના કરીશ.હું હેલ્ગાની નસેનસથી વાકિફ છુ જેટલી તેને રાહ જોવડાવીશ તેટલી જ તે આતુર બની જશે...ત્યારબાદ તેને હાથમાં લેવી સહેલી થઇ જશે.કાલ રાતે તું બે દિવસ માટે હોટલથી ગુમ થઇ જજે..જતા પહેલા તેના રૂમમાં ફુલોનો ગુલદસ્તો મોકલજે અને સાથે એક ચિઠ્ઠી મુકજે જેમાં તું બે દિવસ માટે કામથી બહાર જઇ રહ્યો છું તેમ જણાવજે.બે દિવસ તે ખુબ જ કામાતુર બની જશે ત્યારબાદ તેના રૂમમાં જજે અને તેની સાથે સેક્સ કરજે...
ગ્રેનવિલ આરસરની વાતને સારી રીતે સમજી ગયો હતો.
આથી હાલમાં તેણે હેલ્ગાના સવાલનો જવાબ આપતા કહ્યું કે ગ્રેનવિલ ટ્રસ્ટ તરફથી મને એટલી રકમ મળે છે કે મને કોઇ વાતની ઉણપ વર્તાતી નથી જો કે હું મારો સમય પસાર કરવા માટે એક બિલ્ડરની સાથે કામ કરૂ છુ જે પોતાની પ્રોપર્ટી સ્કીમને ડેવલપ કરવા માંગે છે ..આ નિરસ વાતનો કોઇ અર્થ નથી..
તે સ્કીમ શું છે..હેલ્ગાએ પુછ્યુ
કોઇ ખાસ નથી જેમાં તમને રસ પડે ગ્રેનવિલે આરસરે જે રીતે સમજાવ્યું હતું તે અનુસાર જ કહ્યું શું નિરસ ચર્ચા ચાલુ કરી છે..
ત્યારે જ મેડમ ટોનેલી તેમના ટેબલ પર પહોંચી હતી અને તે ચુપ થઇ ગયા હતા..
હેલ્ગાએ આટલું સ્વાદિષ્ટ ભોજન આ પહેલા લીધુ ન હતુ જ્યારે તે ભોજન કરતા હતા ત્યારે ગ્રેનવિલે ફરી રસપ્રદ કિસ્સો સંભળાવવાની શરૂઆત કરી હતી અને હેલ્ગા માત્ર હોંકારો જ આપતી હતી તેતો ત્યારે વિચારતી હતી કે મારી પાસે આટલા રૂપિયા છે તો કેમ ન હું તેની સ્કીમમાં નાણાં રોકીને આ મર્દને મારી પાસે જ રોકી લઉ...
ક્રીસ તમે કેમ તમારી સ્કીમ વિશે વાત કરતા નથી..
વાત એમ છે હેલ્ગા કે હું મારા બોસની રજા વગર તેની સ્કીમ અંગે કોઇની સાથે ચર્ચા કરી શકું તેમ નથી...
આ સાંભળીને હેલ્ગાનું મોં કટાણુ થઇ ગયું હતું.
ભોજન બાદ ગ્રેનવિલ હેલ્ગાને પ્લાઝા એન્થની હોટલ પાછી લઇ આવ્યો હતો.
દુર્ભાગ્યે મારે બિઝનેશ મામલે કોઇને મળવા જવું છે.આજની સાંજ બહુ સુંદર રહી સાથ આપવા માટે આભાર...
પેટરસન એક કુંજમાં બેસીને બહુ ધ્યાનથી હેલ્ગા અને ક્રીસને જોઇ રહ્યો હતો.
હેલ્ગાએ કહ્યું કે આભાર તો મારે માનવો જોઇએ ખરેખર આજની સાંજ બહુ સારી રીતે પસાર થઇ..
ગ્રેનવિલ હેલ્ગાને લિફ્ટ પાસે લઇ આવ્યો હતો અને તેનો હાથ પકડીને લાંબો સમય સુધી ત્યાં ઉભો રહ્યો હતો.ત્યારબાદ તેણે એ હાથને ચુંબન કરીને છોડ્યાં હતા.
હેલ્ગા જ્યારે ઉપર પોતાના સ્યુટમાં પહોંચી ત્યારે રાતનાં અગિયાર વાગ્યા હતા તે કપડા બદલીને સુવા માટે બિસ્તર પર પહોંચી હતી.આજે તે બહુ ખુશ હતી.
મને લાગે છે કે હું તેને ચાહવા માંડી છું અને તે મારા પર ફિદા છે જ્યારે લિફટની પાસે તે મને વિદાય આપતો હતો ત્યારે કેવો મને તાકી રહ્યો હતો આવી રીતે તો પુરૂષ ત્યારેજ તાકી રહે છે જ્યારે તે મહિલા પર ફિદા હોય છે...જો કે ત્યારે હેલ્ગાને ખ્યાલ ન હતો કે ગ્રેનવિલ એક પ્રોફેશ્નલ જિગોલો છે અને મહિલાઓને પ્રેમભરી રીતે તાકી રહેવું તેનું કામ છે...
જો કે તેને એકાએક ખ્યાલ આવ્યો કે તેણે કાલે મળવા અંગે કોઇ વાત કરી ન હતી તે કદાચ ભૂલી ગયો હશે.હેલ્ગાએ પોતાની જાતને સાંત્વન આપ્યું કે તે કાલે ફોન કરશે અને તેને ખુબ જ અદ્‌ભૂત જગાએ લઇ જશે.ગ્રેનવિલનાં વિચારોમાં તેને ઉંઘ ન આવી એટલે આખરે તેને ગોળીઓનો સહારો લેવો પડ્યો હતો...
આગલી સવારે તે મોડે સુધી સુતી રહી જ્યારે તેની આંખ ખુલી ત્યારે દસ વાગી ગયા હતા.તે ન્હાવા માટે બાથરૂમ જતી હતી ત્યારે ટેલિફોનની ઘંટડી સાંભળીને બેચેનીથી ટેલિફોન તરફ ભાગી કે ક્યાંક ક્રીસનો ફોન ન હોય જો કે ફોન કલાર્કનો હતો.
મેડમ તમારા નામે એક સંદેશ છે જો તમે કહો તો તમારા રૂમમાં મોકલી આપુ.
તેણે સંદેશ મોકલી આપવા કહ્યુ તેના અવાજમાં ઉદાસી હતી અને તે સંદેશાની રાહ જોવા માંડી.થોડીવાર બાદ વેટર ગુલાબનાં ગુલદસ્તા સાથે હેલ્ગાનાં રૂમમાં પહોંચ્યો ગુલદસ્તાની સાથે એક ચિઠ્ઠી પણ હતી જેમાં લખ્યું હતું કે મારે બિઝનેશનાં મામલે શહેરની બહાર જવું પડે તેમ છે હું બે દિવસ બાદ પાછો આવીશ અને પાછા આવતા જ મળીશ..ક્રીસ..
બે દિવસ ...ખેર તેણે એમ તો લખ્યું છે કે બે દિવસ બાદ તે મળશે હુ તેની રાહ જોઇશ.
ત્યારે તે બારી પાસે ઉભી હતી અને વિચારતી હતી કે ક્રીસ વિના પેરિસ તેને સુનુ લાગશે આ પહાડ જેવા બે દિવસ કેમ કરીને પસાર થશે..
આરસર જેવું વિચારતો હતો તેમ જ હેલ્ગાના બે દિવસ બહુ મુશ્કેલીથી વિત્યા હતા તેણે આ બે દિવસ વિનબાર્ન અને લોમન સાથે કામમાં વિતાવ્યા હતા પણ તેને સતત ક્રીસની યાદ આવી હતી.બીજી તરફ ક્રીસે તો તેનો વિચાર પણ કર્યો ન હતો તે આરસરની શિખામણને ધ્યાનમાં રાખીને બે દિવસ માટે શહેરથી બહાર ચાલ્યો ગયો હતો અને પેટરસનનાં પૈસૈ તાગડધિન્ના કરી હતી.
ત્રીજા દિવસે જ્યારે તે સવારે અગિયાર વાગ્યે પેરિસ પહોચ્યો ત્યાં પહોંચીને તેણે આરસરને ફોન કર્યો હતો.
હવે તું કામે લાગી જા પેટરસન સાથે મારી વાત થઇ તે હવે અકળાવા લાગ્યો છે...આમ કહીને આરસરે ગ્રેનવિલને સમજાવ્યું કે કઇ રીતે હેલ્ગા પર તુટી પડવાનું છે.
એ તો હું કરી લઇશ આરસર પણ મારી પાસે પૈસા ખુટી ગયા છે
એ મામલે હુ કશુ કરી શકું તેમ નથી ક્રીસ તે માટે તારે જાતે જ પેટરસનને વાત કરવી પડશે.
આરસરનો નકારાત્મક ઉત્તર સાંભળ્યા બાદ ગ્રેનવિલ પેટરસનનાં રૂમમાં ગયો ત્યારે પેટરસન પોતાના બિઝનેશ અંગે શેપિલો સાથે વાતચીત કરતો હતો તેને જોતા જ તે અકળાઇ ગયો અને પુછ્યું આ શું તાયફો છે તું બે દિવસ ક્યાં ગાયબ થઇ ગયો હતો.
ગ્રેનવિલે કહ્યું હું ક્યાંય ગાયબ થયો ન હતો પણ હેલ્ગાને વધારે કામોત્તેજિત કરવા માટે હું બે દિવસ બહાર ગયો હતો અને આ અંગે મે જેક સાથે વાત કરી હતી તેણે જ મને આ સલાહ આપી હતી કે જો હું હેલ્ગાને બે દિવસ નહી મળું તો તે બહું અધીરી થઇ ઉઠશે આજે રાતે હું મારા કામે લાગી જઇશ.
પેટરસનને પણ તેની વાતમાં રસ પડ્યો અને પુછી બેઠો કે તું શું કરવા ધારે છે...
પેટરસને પણ તેને જવાબ આપ્યો કે પહેલા તો હું તમારી યોજના અંગે તેને જણાવીશ અને ત્યારબાદ તેની સાથે મિલન કરીને તેને ખુશ કરીશ.
અને ત્યારબાદ
ત્યારબાદની વાત તો હેલ્ગા પર નિર્ભર કરે છે પણ મને લાગે છે કે તે નાણાં રોકવા તૈયાર થઇ જશે કારણકે તે સંતુષ્ઠ થયા બાદ એટલી પ્રસન્ન થઇ જાય છે કે કોઇ પણ વાતનો ઇન્કાર કરતી નથી પણ સ્ત્રી ચારિત્ર અંગે કશું કહી શકાય નહિ જો તે તરત જ રાજી નહિ થાય તો હું તેને વધારે ઉત્તેજિત કરીને તેને તૃપ્ત કરીશ પણ તમે એ વાતમાં મીનમેખ નથી કે દસ દિવસમાં તમારુ કામ થઇ જશે.
તો કંઇ વાધો નહિ તારી મરજી હોય તેમ તું જે કરવું હોય તે કર મારે તો કલદાર સાથે મતલબ છે...
એ તો હું કરી લઇશ પણ વાત એ છે કે તમે મને જે ખર્ચા પેઠે જે પૈસા આપ્યા હતા તે પુરા થઇ ગયા છે અને જો તમારે કામ કરાવવુૂં હોય તો મને પાંચ હજાર વધારે જોઇશે..
પેટરસને તેની સામે આગઝરતી આંખે જોયું અને કહ્યું કે હું તને ફુટી કોડી પણ નહિ આપું જે ખર્ચો કરવો હોય તે તારા ખિસ્સામાંથી કર જ્યારે તે મને પૈસા આપશે ત્યારે હું તને તારુ કમિશન આપી દઇશ પણ તે પહેલા જે ખર્ચો થાય તે તારે તારા ખિસ્સામાંથી જ કાઢવો પડશે.મે તને પહેલા જે પૈસા આપ્યા હતા તેનો હિસાબ મને આપ...
પેટરસન ગુસ્સાથી લાલ પીળો થઇ ગયો
પૈસાનો હિસાબ હું રાખતો નથી તે ખર્ચ કરવા માટે જ હોય છે હિસાબ માટે નહિ.કદાચ તમને તમારુ કામ કરાવવાની ઇચ્છા નથી તમારે હેલ્ગા પાસેથી નાણાં કઢાવવાની વાત ભૂલી જવી જોઇએ.
પેટરસન અને શેપિલો એકબીજા તરફ તાકી રહ્યા ત્યારબાદ થોડા સંકોચ સાથે પેટરસને પોતાના ખિસ્સામાંથી પાકિટ કાઢીને તેમાંથી ત્રણ હજાર ગણીને ગ્રેનવિલની સામે મુક્યા અને કહ્યું કે આનાથી વધારે એક ફુટી કોડી પણ હું તને નહિ આપુ...
હું પણ પાંચ હજારથી ઓછી એક પાઇ પણ લેવાનો નથી તમે હેલ્ગા રોલ્ફનું કામ કોઇ બીજા પાસે કરાવી લો મારે આજે બપોરે મેડ્રિડજવાનું છે ત્યાં એક પૈસાદાર આધેડ બાઇ મારી રાહ જોઇ રહી છે આમ કહીને તે પોતાના સ્થાનેથી ઉઠીને બહાર જવા નિકળ્યો...
જો કે પેટરસને તેને રોક્યો અને કહ્યું કે હું તને પાંચ હજાર આપું છું પણ યાદ રાખજે કે જો મારુ કામ નહિ થાય તો...
મે પહેલા પણ કહ્યું છે કે આ પ્રકારની ધમકી હું સાંભળતો નથી પણ હું જે કામ હાથ પર લઉં છુ તે પુરૂ કરવામાં માનું છુ....આમ કહીને તે ત્યાંથી બહાર નિકળી ગયો.
પ્રકરણ - ૫

નવ વાગે જ્યારે સવારે વેઇટર નાસ્તો લઇને હેલ્ગાનાં રૂમમાં ગયો ત્યારે ટ્રેમાં પરબિડિયામાં બંધ એક પત્ર પર તેની નજર પડી અને તે એને વાંચવા માટે ઉત્સુક થઇ ગઇ હતી અને રૂમમાંથી વેઇટર બહાર નિકળે તે પહેલા જ હેલ્ગાએ તે ચિઠ્ઠી ઉઠાવી જેમાં લખ્યું હતું કે તે મને મળવાનો ઇન્કાર તો કર્યો નથી આજે રાત્રે આઠ વાગે હું તને તારા રૂમમાં મળવા આવીશ...
ક્રિસ...
આ સંદેશો વાંચતા જ હેલ્ગા આંનંદ વિભોર થઇ ગઇ અને કોફી પીતા સમયે તે વિચારતી હતી આજે રાત્રે હું તેના પર નિયંત્રણ રાખીશ ક્યાંય ફરવા નહી જાઉ આ રૂમમાં જ ડિનર કરીશુ અને ફરી....
મારી પાસે તૈયારી માટે આખો દિવસ છે ઉત્તમમાં ઉત્તમ ભોજન મંગાવીશ, વેઇટરને બહાર મોકલી દઇશ, વધારેમાં વધારે શું થશે લોકો અફવાઓ ફેલાવશે તો ફેલાવે હું તો ક્રિસ સાથે મારામાં લાગેલી આગને ઠંડી કરીશ..
આ સમયે જ વિલબર્નનો ફોન આવ્યો તેણે જણાવ્યું કે બ્રસેલ્સમાં એક જગા જોવા જવાનું છે જો કે હેલ્ગાએ તેને માથામાં દુઃખાવો થતો હોવાનું કહીને ટરકાવી દીધો હતો ત્યારબાદ તેણે પ્લાઝા હોટેલની એક હેર ડ્રેસરને ફોન કર્યો અને ત્રણ વાગે તેને જાતે આવવા અને તેની સાથે બ્યુટીશ્યનને પણ લેતા આવવા જણાવ્યું.
ત્યારબાદ તે બાથરૂમમાં ન્હાવા ગઇ નહાયા બાદ તે સુગંધિત પાણી ધરાવતા એ ટબમાં જ આડી પડી ગઇ અને વિચારવા લાગી કે કોઇની પણ સાથે સહવાસ કર્યાને ઘણાં દિવસો થઇ ગયા છે અને મારામાં કામાગ્નિ ચરમ પર પહોંચી ગઇ છે અને હું ક્રિસની સાથે નિર્વસ્ત્ર થઇને તેની સાથે સેક્સ કરીશ.આ વિચારની સાથે જ તે કલ્પનામાં ખોવાઇ ગઇ કે જ્યારે ક્રિસ તેના હોઠ પર કિસ કરશે ત્યારે હું મારા પગને વાળીને જાંઘને ફેલાવીને....
સ્નાન બાદ હેલ્ગા ડ્રેસિંગ રૂમમાં આવી અને એક સુંદર ડ્રેસ પસંદ કરીને તે શરીર પર ચઢાવ્યો..
તેણે હોટેલનાં મેનેજરને પોતાની રૂમમાં બોલાવ્યો હતો અને આજ રાત માટે શેમ્પેનથી માંડીને અન્ય માદક પીણાઓ અને વાનગીઓનો બંદોબસ્ત કરવા ઓર્ડર આપ્યો હતો અને સાથે જ એ સુચના આપી હતી કે આઠ વાગે રૂમમાં ભોજન પહોંચી જવું જોઇએ અને વેઇટરને ત્યાં રોકાવાની જરૂર નથી ડિનર હું જાતે સર્વ કરીશ.
મેનેજરે હેલ્ગાને આશ્વાસન આપ્યું અને તે ડિનરનો પ્રબંધ કરવા માટે નીચે ચાલ્યો ગયો.
આ તરફ હેલ્ગા તૈયારીઓમાં લાગી હતો તો બીજી તરફ આરસર પણ ગ્રેનવિલ સાથે મત્રણા કરી રહ્યો હતો.
ગ્રેનવિલે કહ્યું કે આજે કયામત છે હું આજે હેલ્ગા સાથે રાત વિતાવવાનો છું પેલા હરામી પાસેથી મે પાંચ હજાર કઢાવી લીધા છે તેમાંથી તારુ કમિશન તું કાપી લે કહીને તેણે આરસરને હજાર ફ્રેંકની નોટ આપી.
આરસરનું ખિસ્સુ પણ ખાલી થતું જતું હતુ આથી તેણે એ હજારની નોટ લેવામાં કોઇ સંકોચ દાખવ્યો ન હતો.
ગ્રેનવિલે કહ્યું કે પેટરસને તેની યોજનાના જે ડોક્યુમેન્ટ મને આપ્યા છે તે મે જોયા મને તો લાગતું નથી કોઇપણ અક્કલમંદ વ્યક્તિ આ યોજનામાં રોકાણ કરવાનો વિચાર કરે.
આરસરે સહમતિ વ્યક્ત કરતા કહ્યું કે મને ખબર છે પણ આ એક જુગાર જ છેે કદાચ દાંવ સીધો પડે પણ હું જ્યાં સુધી હેલ્ગાને ઓળખું છુ તે આ યોજનામાં રોકાણ કરવા કયારેય તૈયાર નહિ થાય તે એક ચાલાક મહિલા છે.
ત્યારબાદ અડધો કલાક સુધી આરસર તેને સમજાવતો રહ્યો અને ગ્રેનવિલ પણ ધ્યાનથી તેની વાત સાંભળતો રહ્યો.જ્યારે આરસરે વાત પુરી કરી ત્યારે ગ્રેનવિલે પુછ્યું કે જયારે આ ઓફરનો હેલ્ગા અસ્વીકાર કરશે જેવું તું માને છે તો ત્યારબાદ શું કરીશું તેનો વિચાર કર્યો છે.
મારા મગજમાં એક યોજના આકાર લઇ રહી છે પણ તે અંગે હમણાં કશું જ વાત કરવી એ ઉતાવળિયું છે આપણી પાસે હજી ટાઇમ છે પહેલા તો તું હેલ્ગા સાથે રાત વિતાવ આ વાત વધારે મહત્વપુર્ણ છે તેની આગ ઠંડી પડતા જ તે તારી ગુલામ થઇ જશે.
આઠ વાગતા જ વેઇટરો એ હેલ્ગાની રૂમમાં ડિનર પીરસી દીધુૂં..શેમ્પેનની બોટલ બરફમાં મુકી દીધી...આ દરમિયાન હેલ્ગા વારંવાર પોતાની ઘડિયાળમાં ટાઇમ જોતી હતી તેણે એક સુંદર ડ્રેસ પહેર્યો હતો જેમાં તેના તમામ અંગોપાંગ અને ઉભાર સાફ દિખાતા હતા.બધી વ્યવસ્થા કરીને વેઇટરો અને મેનેજર ત્યાંથી રવાના થઇ ગયા અને હેલ્ગા ક્યારે આઠ વાગે તેની રાહ જોઇ રહી હતી.ઠીક આઠ વાગીને ત્રીસ મિનિટે હેલ્ગાના દરવાજા પર ટકોરા પડ્યા અને હેલ્ગા તરત જ દરવાજા તરફ ધસી ગઇ અને દરવાજો ખોલ્યો બહાર એક ઉત્તમ સુટ પહેરીને ગ્રેનવિલ ઉભો હતો એ ડ્રેસમાં તે ખાસ્સો હેન્ડસમ લાગતો હતો.ગ્રેનવિલે હેલ્ગાનો હાથ પકડીને તેના પર ચુંબન અંકિત કર્યુ.
તું કેટલી સુંદર લાગે છે ગ્રેનવિલે હેલ્ગાની સુંદરતાનાં વખાણ કરતા કહ્યું હજી બે દિવસ પહેલા જ તારી સાથે મુલાકાત થઇ હતી પણ એવું લાગે છે કે આપણી મુલાકાતને સદીઓ થઇ ગઇ છે આમ કહીને તે રૂમમાં આવ્યો અને ટેબલ પર ડિનર જોતા કહ્યું કે હેલ્ગા આ શું છે હુ તો તને બહાર લઇ જવા માંગતો હતો.
આજ નહિ આજે આપણે અહી જ ડિનર કરીશુ પહેલા આપણે થોડી મદિરાપાન કરી લઇએ હું તો વોદકા અને માર્ટિની લઇશ.
હું પણ તે જ લઇશ આમ કહીને તેણે પોતાના હાથમાં રહેલી બ્રિફકેશ ત્યાં ખુરસી પર મુકી અને વોદકા અને માર્ટિનીનું કોકટેલ તૈયાર કરવા માટે એ ટેબલ તરફ ગયો જ્યાં બોટલ અને ગ્લાસ મુકેલા હતા આટલી બધી વસ્તુઓની શોપિંગ કરવા તું ગઇ હતી...
ના હુૂં તો મારા નિરસ સાથીદારો સાથે કામમાં વ્યસ્ત હતી અને તુ...
ગ્રેનવિલ હસવા લાગ્યો.
હું પણ વ્યસ્ત હતો એક કામમાં ગ્રેનવિલે વાઇનનાં બે ગ્લાસ હાથમાં લઇને હેલ્ગાની પાસે આવતા બોલ્યો.
હેલ્ગાએ તેના હાથમાં એક ગ્લાસ લઇ લીધો અને ચુસ્કી ભરતા બોલી તું ડ્રિંક બહુ સારૂ બનાવે છે એવું જ જેવું હિકલ બનાવે છે.
ગ્રેનવિલે પુછ્યું કોણ હિકલ..
હિકલ મારો હાઉસ મેનેજર છે જેને હું ફ્લોરિડા છોડી આવી છું તે બહુ વફાદાર છે અને આમલેટ તો એટલી જોરદાર બનાવે છે કે લોકો આંગળીઓ ચાટતા રહી જાય છે.જો કે ગ્રેનવિલને તેના બુઢ્ઢા હાઉસ મેનેજરમાં સ્હેજે રસ ન હતો.તેણે પુછ્યું કે મને એ કહ્યું નહિ કે ડિનરનો શો પ્રોગ્રામ છે.
તને ભુખ લાગી છે...
ભુખ તો નથી લાગી પણ હું થોડી વાર પહેલા જ નાઇસથી આવ્યો છું અને ફ્લાઇટમાં સ્નેકસ એટલા બકવાસ હતા કે મ્હો ખરાબ કરી નાંખ્યું છે.
નાઇસ એટલે તું દક્ષિણ ફ્રાંસ ગયો હતો મને દક્ષિણ ફ્રાંસ મારી ફેવરિટ જગા છે આ ડ્રિંક પુરુ કર ત્યારબાદ આપણે ડિનર લઇશું.
ગ્રેનવિલ જ્યારે પ્લેટ તૈયાર કરતો હતો ત્યારે હેલ્ગા તેને જ તાકી રહી હતી અને મનોમન તેની સાથે સહવાસની કલ્પના કરી રહી હતી તેને લાગતું હતું કે ગ્રેનવિલ તેના જીવનમાં આવેલા તમામ મર્દોમાં અલગ જ છે.તેણે ડિનરનો આરંભ કરતા પુછ્યું કે નાઇસ અંગે વધારે જણાવ.
વાસ્તવમાં હું તારી પાસે એક સલાહ લેવા આવ્યો છું હેલ્ગા, મારે કદાચ થોડા દિવસો માટે સાઉદી જવું પડે તેમ છે અને સાચી વાત એ છે કે હું ત્યાં જવા માંગતો નથી આ સાંભળીને હેલ્ગા સ્તબ્ધ થઇ ગઇ અને તેણે અકળામણથી પુછ્યું સાઉદી ...કેમ...
એ બહું લાંબી અને નિરસ વાર્તા છે પણ જો તારે સાંભળવી હોય તો કંઇ વાંધો નહિ હું તને એ વિશે કહીશ એમ કહીને ગ્રેનવિલે તળેલી માછલીનો ટુકડો ઉઠાવીને મ્હોમાં નાંખ્યો અને બોલ્યો આ બહું સ્વાદિષ્ઠ છે તું પણ લે...
હેલ્ગાએ નકારમાં માથુ ધુણાવ્યું અને કહ્યું કે મને એ કહે કે તારે કેમ સાઉદી જવું પડે તેમ છે...
ચિકન પર હાથ સાફ કરતા ગ્રેનવિલે કહ્યું કે એ જણાવવા માટે મારે મારા વિશે કહેવું પડશે...
હેલ્ગાએ અધિરાઇથી ક્હયું કે તું મને ગુંચવ નહિ અને બધી વાત વિસ્તારથી જણાવ...
ગ્રેનવિલે જુઠ્ઠાણું ચલાવતા કહ્યું કે મારા પિતાએ મરતી વખતે પોતાની સંપત્તિ માટે એક ટ્રસ્ટની રચના કરી હતી અને તેમાંથી મને એટલું મલતું હતું કે હું એશથી જીવન પસાર કરી શકતો હતો પણ જ્યારથી પાઉન્ડ તુટ્યો છે મારી હાલત ખરાબ થવા માંડી છે અને એ માટે મારે કામ કરવું પડ્યું અને તે ચક્કરમાં મારો પાલો એવા માણસ સાથે પડ્યો છે તેને લાગે છે કે દક્ષિણ ફ્રાંસમાં હોલિડે કેમ્પ માટે ઘણો સ્કોપ છે પણ તેના માટે તેના પાસે પુરતી મુડી નથી અને તેને એવો વહેમ છે કે હું એકમાત્ર વ્યક્તિ છું જે તેના માટે નાણાં એકત્ર કરી શકું તેમ છું.મે અહી મારા કેટલાક ઓળખીતા શાહુકારો સાથે વાત કરી પણ કોઇ આ બિઝનેશમાં નાણાં રોકવા તૈયાર નથી હવે મારા બોસ પર એ ધુન સવાર છે કે સાઉદીમાં તેની યોજના પર રોકાણ કરવા માટે શેખો તૈયાર થઇ જશે અને મારે મજબૂરીમાં સાઉદી જવું પડે તેમ છે આમ કહીને તે પોતાની જગાએથી ઉઠીને હેલ્ગા પાસે આવ્યો અને તેની પ્લેટમાં ચિકન મલાઇનાં પીસ મુક્યા.
પોતાના હાથે પ્લેટમાં ચિકન પરોસ્યા બાદ તે બોલ્યો અહીનું ભોજન તો બહુ સ્વાદિષ્ઠ અને મજેદાર છે જેના વખાણ કરવા માટે શબ્દો નથી.ગ્રેનવિલ ભોજનમાં વ્યસ્ત હતો ત્યારે હેલ્ગા વિચારતી હતી કે પાંચ દિવસ બાદ તો તે પેરેડાઇઝ સિટી પાછી ફરશે અને આ ખબર નહિ ક્યારે સાઉદી ચાલ્યો જાય અને આ વિચારથી જ હેલ્ગા હલી ગઇ હતી અને મ્હો પર પરાણે સ્મિત લાવીને તેણે કહ્યું કે આ બધુ મે એરેન્જ કર્યુ હતું મને ખબર હતી કે તે તને ગમશે..જો કે એ વાત છોડ અને મને તારી સ્કિમ અંગે વાત કર.ગ્રેનવિલને લાગ્યું કે તેનામાં કુતુહલ વધી રહ્યું છે અને તેના કુતુહલમાં વધારો થવો જોઇએ અને ત્યારબાદ તો તે જાતે જ જાળમાં ફસાઇ જશે આમ વિચારીને તેણે કહ્યું કે શું બેકારની વાતમાં રસ લઇ રહી છે મને ખબર છે કે તને એ વાતમાં રસ પડવાનો નથી આમ કહીને તેણે વધુ એક ચિકનનો પીસ મ્હોંમાં ઓર્યો હતો.જો કે હેલ્ગાએ બહુ તીવ્રતાથી કહ્યું કે હું એ યોજના અંગે જાણવા માંગુ છુ અને તેનો સ્વર સાંભળીને ગ્રેનવિલ પણ ચોંકી ગયો.ગ્રેનવિલે ખુરસી પર મુકેલ બ્રીફકેશ તરફ ઇશારો કરતા કહ્યું કે એ અંગે હું તને ફરી જણાવીશ હું તે યોજનાનાં તમામ ડોક્યુમેન્ટ મારી સાથે લાવ્યો છું.જો કે આ તેની ભયંકર ભૂલ હતી અને એ અંગે આરસરે તેને પહેલા જ ચેતવ્યો હતો કે હેલ્ગા સાથે સાવધાનીપુર્વક વર્તન કરજે પણ હેલ્ગાનું કૌતુહલ જોઇને ગ્રેનવિલ વધારે પડતો જ આત્મવિશ્વાસમાં આવી ગયો હતો.ગ્રેનવિલનાં ચહેરા પર આશ્વાસનનું સ્મિત જોઇને હેલ્ગાએ તેના ચહેરા પર ધ્યાનપુર્વક નજર માંડી અને તે વખતે જ તેના મનમાં ખતરાની ઘંટડી વાગી હતી.આરસરે ગ્રેનવિલને ચેતવ્યો હતો કે તે છલને બહુ દૂરથી સુંઘી લે છે અને ગ્રેનવિલે આરસરની વાતને ગંભીરતાથી લેવી જોઇતી હતી પણ ગ્રેનવિલનો પાલો અત્યાર સુધી સંપન્ન પ્રૌઢાઓ સાથે જ પડ્યો હતો જે તેના સશક્ત શરીરને જોઇને ઓગળી જતી હતી અને તેણે હેલ્ગાને પણ તે જ સ્તરની ઔરત ગણી હતી અને તેનો આ આત્મવિશ્વાસ જ તેની નૈયા ડુબાવવાનું કારણ બન્યો હતો.
પેટપુજામાં વ્યસ્ત ગ્રેનવિલને જોઇને હેલ્ગાએ પોતાની જાતને સવાલ કર્યો કે ક્યાંક આ છેતરપિંડીની શરૂઆતતો નથી...ના...ના...એમ ના હોય હું વિનાકારણ જ શંકાળું બની રહી છું આમ કહીને તે પોતાની જાતને સાંત્વના આપતી હતી પણ તેના મગજમાં સતત ખતરાની ઘંટડી રણકી રહી હતી.આ માણસ મને ગમે છે અને તેની સાથે હું મારી આગ બુઝાવવા માંગુ છું પણ આ કોઇ છેતરપિંડી હશે તો આમ વિચારીને હેલ્ગાએ બહુ સહજતાથી પુછ્યુ કે હોલિડે કેમ્પ માટે તું જે સ્થળ જોવા ગયો તે નાઇસમાં છે...
ના એ નાઇસમાં નહિ પણ ક્લારિસમાં છે અને તેની આસપાસનો વિસ્તાર તો સ્વર્ગ જેવો રળિયામણો છે....
કેટલા હેક્ટર જમીન છે....
જો કે ગ્રેનવિલને ખરેખરતો આ અંગે કશું જ ખબર ન હતી તો તે જવાબ શું આપે તેણે ખભા ઉલાળતા કહ્યું કે એ બધી વિગતો તો નક્શામાં છે પણ તે વાત છોડ અને ખાવા પર ધ્યાન આપ મને તો એ કલ્પના જ ન હતી કે આ હોટલવાળા આટલું સારૂ ભોજન બનાવે છે તું પણ વધારે લે....ગ્રેનવિલે પોતાના ગ્લાસમાં શેમ્પેન રેડી અને ખાવામાં વ્યસ્ત થઇ ગયો જો કે હેલ્ગાએ કહ્યું કે હું વધારે ખાઇ શકું તેમ નથી પણ તારો આભાર....
ત્યારે ગ્રેનવિલને ખબર જ ન હતી કે હેલ્ગાની ભૂરી આંખો તેના પર જ મંડાયેલી હતી...
તુ બહુ સિરિયસ લાગી રહી છુૂં હેલ્ગા મે તને જણાવ્યું હતું કે આ યોજનામાં તને રસ પડે તેમ નથી અને મને તો વિશ્વાસ છે કે તને જ કેમ કોઇને પણ તેમાં રસ પડે તેમ નથી.
એ અમેરિકન કોણ છે જેની સાથે તું કામ કરી રહ્યો છે તેનું નામ શું છે...
ગ્રેનવિલ જો કે સંકોચાઇ ગયો હતો અને તેણે કહ્યું કે તેનું નામ જો પેટરસન છે અને તે પણ આ જ હોટલમાં રોકાયો છે...
એ જ જે ઠિંગણો અને જાડિયો છે જેના મ્હોં પર શીળીનાં ડાઘા છે....
ગ્રેનવિલ હેરાન થઇને તેને જોતો જ રહી ગયો અને બોલ્યો હાં એ જ બહુ બોરિંગ છે.
મે જોયો છે તેને પોતાના બિઝનેશ માટે કેટલા રૂપિયાની જરૂર છે હેલ્ગાએ તેના તરફ જોઇને પુછ્યુ અને તેને પોતાની તરફ તાકી રહેલી જોઇને ગ્રેનવિલ અસહજ થઇ ગયો હતો અને તેને લાગતું હતું કે આ ઔરત તેના હાથમાંથી બધું સેરવી રહી છે તેણે હસતા હસતા કહ્યું કે તેને વીસ લાખની જરૂર છે પણ કયો અક્કલમંદ આ બિઝનેશમાં વીસ લાખનું રોકાણ કરશે જો કે આ બિઝનેશ પ્રોફિટેબલ છે અને મને પણ તેમાં બે ટકા કમિશન મળે તેમ છે.
હેલ્ગાએ શેમ્પેનની ચુસ્કી લેતા કહ્યું કે મને એ વાતની જાણ છે કે તને પણ કમિશન મળશે મને એ વાતની સારી સમજ છે ક્રિસ...
જો કે મને તો ખબર જ છે કે આ બિઝનેશ માટે કોઇ રોકાણ કરવા તૈયાર થવાનું નથી એટલે જ હું વિચાર કરૂ છું કે સાઉદી જવામાં વાંધો શું છે એ બહાને સાઉદી પણ જોઇ લેવાશે...
હેલ્ગાએ વધારે ખણખોદ કરતા પુછ્યું કે તારી પાસે ત્યાંનો પાસપોર્ટ છે....અને આ વાત જ ગ્રેનવિલને વ્યગ્ર કરી રહી હતી તેણે કહ્યું કે મને લાગે છે કે તેની વ્યવસ્થા પેટરસન કરશે...હેલ્ગાએ માથુ હલાવીને હાથમાં છરી કાંટો ઉઠાવ્યો અને કહ્યું કે ક્રિસ તું વધારે લે તારી ભૂખ મટી નહિ હોય...
ભોજન જ એટલું જોરદાર છે કે વધારેને વધારે ભૂખનો અનુભવ થાય છે.
ક્રિસ જ્યારે પોતાની પ્લેટ ભરી રહ્યો હતો ત્યારે હેલ્ગાએ સિગારેટ સળગાવી અને તે લાંબા કસ લઇ રહી હતી અને તેણે કહ્યું કે હોલિડે કેમ્પમાં નાણાં રોકવામાં કોઇ વાંધો આવે તેમ નથી.વીસ લાખ, કલારિસ...માની લે કે કોઇ રોકાણ કરવા તૈયાર થાય તો મિસ્ટર પેટરસનની શરતો શું હશે...મારો કહેવાનો મતલબ છે કે તે કઇ શરતો પર નાણાં લેવા તૈયાર થશે....
ગ્રેનવિલે ધ્યાનથી હેલ્ગા તરફ જોયું અને પોતાની પ્લેટ લઇને તેની પાસે આવીને ત્યાં જ બેસી ગયો .
તે આ રકમ પર પચ્ચીસ ટકા આપશે...
આ તો બહું છે બેંક તો તેનાથી ઓછા વ્યાજે નાણાં આપવા તૈયાર થઇ જશે...
ગ્રેનવિલે ખભા ઉલાળ્યા અને વિચારવા લાગ્યો કે આ બેકાર વાતોએ તેના ડિનરની મજા મારી નાંખી છે તે બોલ્યો મને આ અંગે વધારે કોઇ જાણકારી નથી હેલ્ગા.
હેલ્ગાએ પુછ્યું કે કન્ટ્રોલ કોની પાસે રહેશે...
જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તો તે કન્ટ્રોલ પોતાની પાસે જ રાખશે..જ્યારે તને આ યોજનામાં કોઇ ઇન્ટરસ્ટ નથી તો કેમ તેમાં માથુ ખપાવી રહી છું.
જો કે હેલ્ગા બહું લાંબો સમય સુધી મૌન રહી અને તેની આ ખામોશીને કારણે ગ્રેનવિલ વધારે અસહજ થઇ રહ્યો હતો અને ભોજન કરતા કરતા તેની સામે જ જોઇ રહ્યો હતો.હેલ્ગા પુતળાની જેમ બેઠી હતી અને તેની આંખો વિચારમગ્ન થઇ ગઇ હતી અને તેના ચહેરો ભાવશુન્ય હતો.
જો હેલ્ગા....
હેલ્ગાએ તેને વચ્ચેથી જ અટકાવી દીધો અને કહ્યું કે તું ખાવા પર ધ્યાન આપ અને મને વિચારવા દે...હેલ્ગાએ એટલી કઠોરતાથી આ વાત કહી કે ગ્રેનવિલની ભૂખ જ ગાયબ થઇ ગઇ અને તેણે પ્લેટને એક તરફ મુકી દીધી અને કહ્યું કે હું વધારે પડતું ખાઇ ગયો છું ત્યારે હેલ્ગાએ કહ્યું કે હોય હજી તો પનીર અને શરબત બાકી છે તે પણ લે...
અને તું....
મને કોફી લાવી આપ...
ગ્રેનવિલની ઇચ્છા તો ન હતી પણ તેમ છતાં તે ઉઠ્‌યો અને બે કપ કોફી તૈયાર કરીને લાવ્યો તેને સમજાઇ ગયું હતું કે હેલ્ગામાં એકાએક જ પરિવર્તન આવી ગયું છે પણ તે હજી નિશ્ચિત કરી શક્યો ન હતો પણ વાસ્તવમાં જ હેલ્ગાનાં વલણમાં રૂક્ષતા આવી ગઇ હતી અને તેના ચહેરા પર પણ કઠોરતા છવાઇ ગઇ હતી.
મને એ ડોક્યુમેન્ટ બતાવ ક્રિસ...
પોણા કલાક પહેલા હેલ્ગા એક ઉન્માદિની હતી અને તેણે આખો દિવસ માત્ર ક્રિસની સાથે સહવાસનો જ વિચાર કર્યો હતો પણ હવે તેને છેતરપિંડીની ગંધ આવી હતી અને તેનો કામોન્માદ ઠંડો પડતો જતો હતો.
આરસર જે હેલ્ગાને સારી રીતે ઓળખતો હતો તેણે ગ્રેનવિલને ચેતવ્યો હતો કે હેલ્ગા એક કામુક મહિલા છે અને સેક્સ તેની કમજોરી છે પણ જો તેને શક પડ્યો કે તેની નબળાઇનો કોઇ ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યું છે તો તેની કામાગ્નિ ઠંડી પડી જાય છે.
ગ્રેનવિલને પણ એ સમજાયુ હતું કે હેલ્ગા તેના પર હાવી થઇ રહી છે એટલે જ તેણે કહ્યું કે તું કેમ પરેશાન થઇ રહી છે...
જવાબમાં હેલ્ગાએ કઠોરતાથી પુૂછ્યું કે મે તને એ ડોક્યુમેન્ટ બતાવવા કહ્યું હતુ ક્રિસ...
હેલ્ગાનાં આ કઠોર અવાજે ગ્રેનવિલને ગભરાવી મુક્યો અને તેણે બ્રિફકેશમાંથી ડોક્યુમેન્ટ કાઢીને હેલ્ગાને આપી દીધા.
ડોક્યુમેન્ટ હાથમાં લઇને ખુરસીને પીઠ ટેકવીને તેનો અભ્યાસ કરતા તેણે કહ્યું કે તું તારા માટે બ્રાંડી બનાવી લે..
ગ્રેનવિલને સમજાઇ ગયું હતું કે બાજી તેના હાથમાંથી સરકીને હેલ્ગાના હાથમાં પહોંચી ગઇ છે અને તે ઢીલા પગલે ટેબલ પાસે આવ્યો અને પોતાના માટે બ્રાંડી તૈયાર કરતા બોલ્યો કે આ ડોક્યુમેન્ટમાં ....જો કે ગ્રેનવિલ તેની વાત પુરી કરે તે પહેલા જ હેલ્ગાએ હાથ ઉંચો કરીને તેને ચુપ રહેવાનો ઇશારો કર્યો અને કહ્યું કે મને વાંચવા દે....
ગ્રેનવિલ હાથમાં બ્રાંડીનો ગ્લાસ લઇને બારી પાસે આવ્યો નીચે આવતા જતા વાહનો જોતા વિચારવા લાગ્યો કે આ ઔરત ખાંડનો ટુકડો નથી કે ઓગળી જશે અને આ વિચારની સાથે તે અન્ય વિકલ્પો અંગે વિચાર કરવા લાગ્યો આમ તો તેનો આત્મવિશ્વાસ ચકનાચુર થઇ ગયો હતો પણ તેમ છતાં તેને લાગતું હતું કે એકવાર જો તે તેના નીચે આવી જશે તો તે તેની ગુલામ બની જશે..
આખરે હેલ્ગાએ એ ડોક્યુમેન્ટ નીચે મુક્યા અને તેની કુશાગ્ર બુધ્ધિએ તેને એ તો સમજાવી દીધું જ કે આ યોજના સફળ તો શું શરૂ થાય તેમ જ નથી અને તેની સાથે તેને ગ્રેનવિલનાં ચરિત્ર અંગે પણ અંદાજો આવી ગયો અને તેને સમજાઇ ગયું કે આ સેક્સ પાવર ધરાવતા માણસ પર અંકુશ લગાવવો મુશ્કેલ નથી.
હેલ્ગાએ કહ્યું કે આ તો બહુ રસપ્રદ યોજના છે અને મારી પાસે રોકાણ કરવા માટે ઘણાં પૈસા છે અને પૈસા તો રોકાણ માટે જ હોય છે જો મિસ્ટર પેટરસન વીસ લાખ પર પચ્ચીસ ટકા આપવા સંમત હોય તો આ લાભદાયક ઓફર છે..
પણ હેલ્ગા .....એવું કંઇક ગ્રેનવિલ બોલવા ગયો પણ હેલ્ગાએ તેને ચુપ રહેવાનો ઇશારો કરતા કહ્યું કે વીસ લાખ મારા માટે કોઇ મોટી રકમ નથી અને મને તો એ વાતની ખુશી છે કે તને પણ બે ટકા કમિશન મળશે.હવે આપણે એમ કરીશુ કે આપણે બંને ક્લારિસ એ જગા જોવા જઇશું આમેય દક્ષિણ ફ્રાંસ મારી ફેવરિટ જગા છે અને ત્યાં જવામાં એક પંથ દો કાજ જેવું છે કામનું કામ પણ થઇ જશે અને મોજની મોજ પણ થઇ રહેશે.આપણે ત્યાં કેન્જ હોટલમાં રોકાઇશું ત્યાંના હોટલવાળા મને સારી રીતે ઓળખે છે અને તારે ખર્ચાની પણ ચિંતા કરવાની જરૂર નથી તે બધું મારા પર છોડી દે તું પેટરસનને કહેજે કે મને આ યોજનામાં રસ છે અને તે મને એ જગા જોવા માટે મનાવી લીધી છે આમ તારુ કમિશન પણ પાક્કુ થઇ જશે આમ કહીને હેલ્ગાએ તેનો હાથ થપથપાવ્યો અને કહ્યું કે આપણે રાત્રે સાડા દસ વાગે નિકળીશું બરાબરને....
ગ્રેનવિલે હકારમાં માથુ હલાવ્યું અને કહ્યું કે હું પેટરસનને આ વાત કરીશ તો તે ખુશ થઇ જશે.
હેલ્ગાની આંખોમાં પોલાદી ચમક હતી અને તેણે કહ્યું કે એ તો થશે જ તો ક્રિસ આજે હું આખો દિવસ બહુ બિઝી રહી છું તો તું પણ આરામ કર આજે તે મારો સાથ આપીને મારી સાંજને રોચક બનાવી તે બદલ તારો આભાર...
આ સાંભળતા જ ગ્રેનવિલને પોતાની નિષ્ફળતાનો અંદાજ આવી ગયો તેણે વિચાર્યું કે તે શું વિચારીને આવ્યો હતો અને શું થઇ ગયું કારણકે હેલ્ગા તેને ગુડબાય કરી રહી હતી તેણે કહ્યું કે મે તો વિચાર્યું હતું કે ...તે કશું વધારે બોલે તે પહેલા જ હેલ્ગાએ તેને વચ્ચે અટકાવીને કહ્યું કે મને ખબર છે કે તે શું વિચાર્યુ હતું પણ આ અંગે ફરી કયારેક વાત કરીશું ...આવતીકાલે આમ કહીને તે પોતાની જગાએથી ઉભી થઇ જે જોઇને ગ્રેનવિલે બધા ડોક્યુમેન્ટ સમેટવા માંડ્યા જે જોઇને હેલ્ગાએ રૂક્ષતાથી કહ્યું કે એ ડોક્યુમેન્ટ ત્યાં જ રહેવા દે મારે તેને ધ્યાનથી વાંચવા પડે તેમ છે હવે તું તારા રૂમમાં જઇને આરામ કર.હેલ્ગાએ જે રીતે ગ્રેનવિલને તેની ઔકાત બતાવી દીધી હતી તે તેના માટે અસહ્ય હતું કારણકે તેના જિગોલો જીવનમાં પહેલીવાર કોઇ ઔરત તેના પર હાવી ગઇ હતી.તે ચુપચાપ તેના રૂમમાંથી બહાર નિકળી ગયો અને પોતાના રૂમમાં આવીને તેણે તરત જ આરસરને ફોન લગાવ્યો અને બધી હકીકત જણાવી જેને સાં ભળીને આરસરે નિરાશાથી લાંબો શ્વાસ છોડ્યો અને કહ્યું કે મે તો તને પહેલા જ ચેતવ્યો હતો કે તે બહુ ચાલાક છે અને છેતરપિંડીને તો તે બહુ દુરથી સુંધી લે છે તે બધી બાજી બગાડી નાંખી છે તેને સમજાઇ ગયું છે કે તું તેની સાથે ગેમ રહી રહ્યો છું.
ગ્રેનવિલે કહ્યું કે જો તેને ખબર પડી ગઇ છે તો તે મને કલારિસ કેમ લઇ જાય છે....
તારી વાત પરથી તો લાગે છે કે હેલ્ગાને સમજવામાં તું થાપ ખાઇ ગયો છું જો કે ધીરે ધીરે તને બધું સમજાઇ જશે તે તેના સ્વાર્થ માટે તને તેની સાથે લઇ જાય છે તે તારો ઉપયોગ કરવા માટે જ તને સાથે રાખશે તે પોતાની કામાગ્નિને ઠંડી કરવા માટે જ તને સાથે લઇ જઇ રહી છે જો કે તું તે જે કહે તેમ જ કર મારા મનમાં પણ આઇડિયા ડેવલપ થઇ રહ્યો છે જોઇએ આગળ શું થાય છે...
યાર મને તું તારા આઇડિયા વિશે તો કંઇ વાત કર....
હજી થોડો સમય રાહ જો સમય આવ્યે હું તને બધી જ વાત કરીશ પણ એ વાત ન ભૂલીશ કે તેની સાથે છેતરપિંડી કરવી બહું મુશ્કેલ છે તે બહુ સ્માર્ટ અને ચાલાક ઔરત છે આમ કહીને આરસરે ફોન ડિસ્કનેક્ટ કરી દીધો.
પ્રકરણ - ૬
ગ્રેનવિલ કાર્લટન હોટલમાં પોતાના રૂમની બારીમાં ઉભો રહીને ધુપની મજા માણી રહ્યો હતો પણ તેનું મન અત્યારે બહું વ્યગ્ર હતું અને તેને કંઇક અનિશ્ચિતતાનો અનુભવ થઇ રહ્યો હતો.
પેરિસમાં જ્યારે તે ગઇકાલે પેટરસનને મળ્યો અને કહ્યું કે હેલ્ગા ક્લારિસમાં તે જગા જોવા માંગે છે તે સાંભળીને તે પ્રસન્ન થઇ ગયો હતો અને કહ્યું હતું કે તે જોરદાર કામ કર્યુ છે ગ્રેનવિલ...સમજ કે તે ફસાઇ જ ગઇ છે..જ્યારે તે જગા જોશે તો તરત જ તૈયાર થઇ જશે તું એમ કર કે કેન્જમાં હેન્રી લેગરને ફોન કર તે એ જગાનો પ્રોપર્ટી ડિલર છે જે તમને બંનેને એ જગા જોવા લઇ જશે એકવાર હેલ્ગા એ જગા જોશે તો ઇન્વેસ્ટમેન્ટ માટે તરત જ તૈયાર થઇ જશે.
ગ્રેનવિલને પુરી આશા હતી કે હેલ્ગા સાથે મુલાકાત થશે પણ પ્લાઝા એન્થનીનાં રિસેપ્સન કલાર્કે તેને સુચના આપી હતી કે મેડમ રોલ્ફ તેમનાં રૂમમાં નથી તે બહાર ગયા છે અને ક્યારે પાછા ફરશે તે અંગે કશું જ જણાવ્યું નથી.ગ્રેનવિલે તે આખો દિવસ પેરિસમાં આમ તેમ રખડવામાં જ સમય પસાર કર્યો હતો અને તે સાંજે પોતાના રૂમમાં પાછો ફર્યો હતો ત્યારે છેક સાંજે છ વાગે હેલ્ગાનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે ક્રિસ એક કલાક બાદ તું નીચે લોબીમાં આવી જજે મે તમામ વ્યવસ્થા કરી લીધી છે એક અઠવાડિયાનાં કપડા લેતો આવજે.આ પહેલા ગ્રેનવિલને ક્યારેય કોઇ મહિલાએ આવી રીતે આદેશ આપ્યો ન હતો આથી જ તેણે વિરોધ વ્યક્ત કરતા કહયું કે જો હેલ્ગા હું....પણ હેલ્ગાએ તેને વચ્ચે જ રોક્યો અને કહ્યું કે એ અંગે ફરી વાત કરીશું ક્રિસ હમણા મારી આસપાસ કેટલાક લોકો છે આમ કહીને તેણે ફોન ડિસ્કનેક્ટ કરી નાંખ્યો...ત્યારે ગ્રેનવિલે આરસરને ફોન કર્યો તો આરસરે પૂછયું કે શું ચાલી રહ્યું છે તેનો જવાબ આપતા ગ્રેનવિલે અકળામણથી કહ્યું કે તેણે તો મારી તરફ એવું જ વલણ દર્શાવ્યું છે કે હું તેનો જિગોલો છું સાંભળીને આરસર હસ્યો અને કહ્યું કે જિગોલો તો તું છું જ થોડી ધીરજ ધર અને શું કરવાનું છે તેના પર નજર રાખ મારા મનમાં આઇડિયા ડેવલપ થઇ રહ્યો છે જ્યારે તું કાર્લટન હોટલ પહોંચુ ત્યારે મને ફોન કરજે અને એક વાત હંમેશા યાદ રાખજે કે તું હેલ્ગાનો જિગોલો છું અને તારે બને તેટલી જલ્દી તેની સાથે સહવાસ કરવાનો છે અને તેને ઠંડી પાડવાની છે.
ગ્રેનવિલે ગુસ્સાથી રિસિવર ક્રેડલ પર પછાડ્યું હતું.
જો કે એકઝેટ સાત વાગે તે પોતાની સુટકેશ લઇને નીચે લોબીમાં પહોચ્યો ત્યારે તેને ખબર ન હતી કે એક ખુણામાં પેટરસન પણ બેઠો છે અને તેની નજર તેના પર જ હતી.થોડી વાર બાદ એક મહારાણીની અદાથી હેલ્ગા નીચે આવી ત્યારે તેની આગળ હોટલનો મેનેજર હતો અને ડાબે જમણે લોમન અને વિલબાર્ન હતા પાછળ કુલી સામાન સાથે ઉભા હતા.હેલ્ગાએ કુલીઓ અને વેઇટરોને ટીપ આપી અને હોટલ મેનેજર તથા લોમન અને વિલબાર્ન સાથે હાથ મિલાવી તેમને ગુડબાય કર્યુ અને ચહેરા પર સ્મિત સાથે તે ગ્રેનવિલ પાસે પહોંચી હતી અને કહ્યું ચાલ ક્રિસ .... તેને જોતા જ ગ્રેનવિલનાં શરીરમાંથી રોમાંચનું લખલખું પસાર થઇ ગયું કારણકે હેલ્ગા અત્યારે બહુ માદક અને ખુબસુરત લાગી રહી હતી.
બંને જ્યારે કારમાં એરપોર્ટ તરફ જઇ રહ્યાં હતા ત્યારે તે ગપ્પા લડાવવાનાં મુડમાં આવી ગઇ હતી અને તેણે કહ્યું કે આજનો દિવસ તેના માટે બહુ જોરદાર સાબિત થયો હતો અને શું કહું બહું મુશ્કેલીથી તેણે પોતાના સહકર્મચારીઓથી પનો છોડાવ્યો હતો તેણે કહ્યું કે કોઇ જગા જોવી હોય કે ખરીદવી હોય તો પુરૂષો રાઇનો પહાડ કરી નાંખે છે..તું બોલ ક્રિસ તારો સમય કેવો ગયો....જો કે ક્રિસે જુઠ્ઠુ બોલતા કહ્યું કે તેણે આખો દિવસ આર્ટ ગેલેરી જોવામાં દિવસ પસાર કર્યો હતો.જ્યારે તે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ત્યાં રહેલા કુલીઓ તરત જ તેમની કેડિલેક પાસે આવી ગયા હતા અને એરપોર્ટની બહાર હેલ્ગાને જોતા જ એક એરહોસ્ટેસ પણ તેમની પાસે આવી પહોંચી હતી અને તેમને વીઆઇપી લાઉન્જમાં લઇ ગઇ હતી.ત્યારે ગ્રેનવિલને એ વાત ખટકી રહી હતી કે તે માત્ર એક દર્શક છે અને તેને એ વાત બહુ વ્યગ્ર કરી રહી હતી.જ્યારે તે વિમાનમાં પહોંચ્યા ત્યારે એક એર હોસ્ટેસ હેલ્ગાની પાસે આવીને ઉભી રહી અને થોડી વારમાં કેપ્ટન જાતે હેલ્ગાને મળવા આવ્યો હતો અને તેણે હેલ્ગા સાથે હાથ મિલાવ્યા હતા અને ગ્રેનવિલ જાણે ત્યાં હાજર જ ન હોય તેવું વર્તન કર્યુ હતું.હેલ્ગા ફ્લાઇટ કેપ્ટનને સારી રીતે ઓળખતી હતી કારણકે તેણે ફ્લાઇટ કેપ્ટનનાં પરિવારનાં સભ્યોનાં હાલચાલ પુછ્યા હતા અને સ્ટાફ પણ હેલ્ગાને સલામ કરવા આવ્યો હતો પણ તેમાંથી કોઇએ પણ ગ્રેનવિલ તરફ જોયું પણ ન હતું.ત્યારે ગ્રેનવિલને અહેસાસ થયો કે એક અબજપતિની શક્તિ શું હોય છે.ગ્રેનવિલ મ્હોં ફુલાવીને બેસી ગયો પણ હેલ્ગાએ તેના તરફ ધ્યાન જ આપ્યું ન હતું અને તે પોતાની જાતમાં જ વ્યસ્ત રહી હતી.
જ્યારે તેઓ નાઇસ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે એક મર્સિડિઝ કાર હેલ્ગાની રાહ જોઇને ઉભી હતી તેના આધેડ ઉમ્મરનાં ડ્રાઇવરે પોતાની ટોપી ઉતારીને હેલ્ગાનું અભિવાદન કર્યુ અને જવાબમાં હેલ્ગાઓ તેની સાથે હાથ મિલાવ્યા હતા અને તેની પત્ની વિશે પુૂછપરછ કરી હતી.ગ્રેનવિલ એક કઠપુતલીની જેમ ત્યાં ઉભો રહ્યો હતો.નાઇસ એરપોર્ટથી કેન્જ પહોંચતા તેમને વીસ મિનિટ લાગ્યા હતા.કાર્લટન હોટેલનો મેનેજર હેલ્ગાનાં સ્વાગત માટે ત્યાં પહેલેથી જ દરવાજા પાસે ઉભો રહ્યો હતો તેણે નીચે નમીને હેલ્ગાનું અભિવાદન કર્યુ અને ગ્રેનવિલ સામે જોઇને માથું હલાવ્યું હતું.
હેલ્ગાએ કહ્યું કે ક્રિસ તે બહુ થાકી ગઇ છે અને તે કાલે વાત કરશે...તે કોઇ જવાબ આપે તે પહેલા જ તે ત્યાંથી લિફ્ટ તરફ આગળ વધી ગઇ હતી.સવારે નાસ્તાનાં સમયે ગ્રેનવિલને એક ચિઠ્ઠી મળી હતી જેમાં લખ્યું હતું કે તે બહુ કંટાળી ગઇ છે પણ એક કામનાં કારણે તેને બહાર જવું પડે તેમ છે તે રાત્રે નવ વાગે તેને લોબીમાં મળે...
હવે ગ્રેનવિલને હેલ્ગાનો ભય લાગવા માંડ્યો હતો તેને થોડીવાર બાદ ખ્યાલ આવ્યો કે તેણે હેલ્ગાને જુઠ્ઠુૂ કહ્યું હતું કે તે જગા જોવા ક્લારિસ ગયો હતો પણ તેને તો એ ખબર જ ન હતી કે તે જગા ક્યાં છે...જો હેલ્ગાએ તેને એ જગાએ લઇ જવા કહ્યું તો તે શું કરશે આ વિચાર આવતા જ તેણે હેનરી લેગરની ઓફિસમાં ફોન લગાવ્યો.
બીજી તરફથી એક યુવતીએ જણાવ્યું કે મોન્સ્યોર લેગર તો આ સમયે ઓફિસમાં નથી તે બપોર બાદ જ પાછા ફરશે.ગ્રેનવિલે કહ્યું કે તે જો પેટરસનનો પ્રતિનિધિ છે અને પેટરસને એક જમીન અંગે મિસ્ટર લેગર સાથે વાત કરી છે શું તમે એ જણાવી શકશો કે તે જગા ક્યાં છે...
તે યુવતીએ કહ્યું કે મોન્સ્યોર લેગર હાલ તે જગા એ જ ગયા છે તે મેડમ રોલ્ફને તે જગા જોવા લઇ ગયા છે.
આ સાંભળીને ગ્રેનવિલે રિસિવર મુકી દીધુ તેના મગજમાં આરસરની એ વાત ગુંજી રહી હતી કે ક્યારેય ભૂલથી પણ એ ન વિચારતો કે તું હેલ્ગાને બેવકુફ બનાવી શકીશ..
તો ઠીક છે એ જ બરાબર છે હું એ જ કરીશ જે તે કહેશે જ્યારે હું તેના શરીરની આગને ઠંડી પાડીશ અને તેને એ વાત સમજાશે કે તે જેવી રીતે ચાહે છે તેવી રીતે તેને સંતોષ આપવામાં તે કુશળ છે ત્યારે જોઇશ કે તે શું કરે છે...ત્યાં સુધી હું પણ ભલો ભોળો બની રહીશ...
તેણે પેરિસ ફોન કરીને આરસરને તમામ હકીકત જણાવી દીધી.
આરસરે તેને આશ્વાસન આપતા કહ્યું કે તે ચિંતા ન કરે અત્યારસુધી તો હેલ્ગા જાણી ચુકી છે કે પેટરસનની યોજના બકવાસ છે અને તું પણ એ જાણે છે અને હું પણ એ જાણું છું કે તે આ યોજનામાં નાણાં રોકવાની નથી પણ તેને તારા શરીરમાં ઇન્ટરસ્ટ છે તો તું એ જ કર જે એ કહે છેે હું આજે રાતે જ ત્યાં પહોંચીશ અને ક્લેરિશ હોટલમાં ઉતરીશ.મારી યોજના તૈયાર થઇ ગઇ છે આપણે હેલ્ગા પાસેથી વીસ લાખ લેવાનાં છે તો એ લઇને જ રહીશુ જો તે ચાલાક છે તો હું પણ તેનાથી વધારે ચાલાક છું.
આરસરને ફોન કર્યા બાદ ગ્રેનવિલ રખડપટ્ટી કરવા માટે ચાલ્યો ગયો થોડો સમય તે સ્વિમિંગ કરતો રહ્યો પણ તેનું મન ક્યાંય લાગતું ન હતું આથી તે પાછો હોટલનાં રૂમમાં આવી ગયો અને રાતનાં નવ વાગે તે હોટલની લોબીમાં પહોંચી ગયો હતો.
થોડીવાર બાદ હેલ્ગા પણ એક ખુબસુરત ડ્રેસમાં લોબીમાં પહોંચી હતી અને તે સીધી ક્રિસ પાસે ગઇ હતી અને તેને કહ્યું કે ક્રિસ મારા પેટમાં ઉંદર દોડી રહ્યાં છે ચાલ આપણે બુલડોર રેસ્ટોરન્ટ જઇએ અને તે જવાબ આપે તે પહેલા જ તે બહાર ઉભી રહેલી મર્સિડિઝમાં બેસી ગઇ અને ગ્રેનવિલ પણ તેની પાછળ પાછળ ત્યાં પહોંચી ગયો.થોડીવાર બાદ તેઓ બુલડોર રેસ્ટોરન્ટ પહોંચ્યા જ્યાં રેસ્ટોરન્ટનાં મેનેજરે હેલ્ગાનું જોરદાર સ્વાગત કર્યુ હતું અને તેમને એક એકાન્ત જગાએ લઇ ગયો હતો.
હેલ્ગાએ ગ્રેનવિલને કહ્યું કે તેના પતિ તેને આ જગાએ હંમેશા લાવતા હતા અહીનું ભોજન તો બહુ સ્વાદિષ્ઠ છે કહેતા તેણે લુઇને સંબોધતા કહ્યું કે અમને ફર્સ્ટ ક્લાસ ભોજન પીરસે અને તું વાઇન પસંદ કર કારણકે તેમાં તું એક્સપર્ટ છું.ગ્રેનવિલે વાઇનની યાદી જોવા માંડી ત્યારે હેલ્ગાએ લુઇને પુછ્યું તમારી પાસે માર્ગુક્રિસ ૨૯ છે તમને યાદ છે ને કે મારા પતિને એ વાઇન ખુબ પસંદ હતી.
માત્ર બે બોટલ બચી છે મેડમ...
તો એ લઇ આવ....
માર્ગુક્રિસ ૨૯નું નામ સાંભળીને જ ગ્રેનવિલનાં મોતિયા મરી ગયા તે વિચારવા લાગ્યો કે મે પેટરસન પાસેથી પાંચ હજાર લીધા હતા જેમાંથી એક હજાર તો ઉડી ગયા છે અને માર્ગુક્રિસની એક બોટલની કિંમત પાંચસો ફ્રાંક છે વળી આ રેસ્ટોરન્ટ પણ ઘણી મોંઘી છે. જો કે તેણે ચહેરા પર કોઇ ભાવ પ્રદર્શિત કર્યા ન હતા ત્યારે હેલ્ગાએ તેની તરફ મીટ માંડી અને કહ્યું કે બહું મજા પડશે ક્રિસ ચાલ એ કહે કે તારો સમય કેવી રીતે પસાર થયો હતો...
મે થોડો સમય સ્વિમિંગ કર્યુ ત્યારબાદ આમ તેમ રખડપટ્ટી કરી પણ આખો દિવસ તને યાદ કરીને ઉદાસ રહ્યો હતો.
સાંભળીને હેલ્ગા ખુશ થઇ ગઇ હતી અને કહ્યું કે હું પણ ઉદાસ રહી છું પણ કાલે આપણે એકલા નહિ રહેવું પડે.
ગ્રેનવિલે પૂુછ્યુ કે તારો સમય ક્યાં પસાર થયો ....જો કે તેનો જવાબ ટાળતા હેલ્ગાએ કહ્યું કે આ વિષય પર ફરી વાત કરીશું એમ કહીને તેણે ક્રિસનાં ચહેરા પર મીટ માંડી હતી અને તે જોઇને ક્રિસ પણ થોડો સકપકી ગયો હતો અને ભોજન દરમિયાન પણ હેલ્ગાએ ક્રિસને કશું બોલવાની તક આપી ન હતી.ભોજન બાદ તેણે કહ્યું કે ચાલ ક્રિસ હવે હોટલ પર જઇએ અને તેણે બિલની ચુકવણી કરી હતી જો કે ત્યારે ક્રિસે હેલ્ગાને તે પોતે બિલ ચુકવશે તેવો આગ્રહ કર્યો હતો પણ હેલ્ગાએ તેની વાત પર ધ્યાન આપ્યું ન હતું અને બિલ ચુકવીાને તેઓ હોટલ પહોંચ્યા હતા જ્યારે તેઓ હેલ્ગાનાં રૂમમાં ગયા ત્યારે હેલ્ગા બાલ્કનીમાં ગઇ હતી અને ત્યાંથી તે સમુદ્રનો નજારો જોઇ રહી હતી ગ્રેનવિલ પણ તેની પાસે આવીને ઉભો રહી ગયો.
હેલ્ગાએ કહ્યું તેને કેન્જ બહુ ગમે છે...ક્રિસે તેની હાંમાં હા મિલાવતા કહ્યું કે હાં ખરેખર તે અદ્‌ભૂત સ્થળ છે.ત્યારબાદ હેલ્ગા બ ાલ્કનીમાં રહેલી ખુરસી પર બેઠી અને બોલી કે ક્રિસ હવે આપણે બિઝનેશની વાત કરીએ...ગ્રેનવિલે મનમાં જ કહ્યું કે કાશ આ સમયે આરસર તેની સાથે હોત..આ હેલ્ગા બહુ અનોખી છે તેની નબળાઇ છતા તે માનસિક રીતે એટલી ચતુર અને મક્કમ ઇરાદાવાળી છે તેને જોઇને મારુ મનોબળ તુટી જાય છે અને તેના મ્હોમાંથી વાત નિકળતા પહેલા તો તે તેના તળિયે પહોંચી જાય છે.આજ સુધી મારો પનારો માત્ર મુર્ખ પ્રૌઢાઓ સાથે પડયો હતો પણ આ તો સંપન્ન હોવાની સાથોસાથ બુધ્ધિમાન પણ છે.જ્યારે તે મારા સામે મીટ માંડે છે ત્યારે તેની સામે આંખ મિલાવવાનું સાહસ પણ કરી શકતો નથી.
તેની નજીક બેસતા ક્રિસે કહ્યું કે બિઝનેશની વાત...તારો આશય પેટરસનની યોજના અંગે છે.
હેલ્ગાએ તેની તરફ જોઇને સ્મિત કર્યુ અને કહ્યું કે ક્રિસ તારામાં અદ્‌ભૂત યોગ્યતા છે જેનો મને અંદાજો છે પણ પ્રોપર્ટીનો બિઝનેશ તારા બસની વાત નથી...
ક્રિસે પોતાના ગોલ્ડન સિગારેટ કેસ ખોલીને હેલ્ગા તરફ ધર્યુ હેલ્ગાએ તેમાંથી એક સિગારેટ લીધી અને ક્રિસે પણ એક સિગારેટ લીધી અને કહ્યું કે કદાચ તેનો અંદાજો સાચો છે....સાંભળીને હેલ્ગાએ માથું ઝાટકીને હાસ્ય વેર્યુ તેની સુરાહીદાર ગર્દનને જોઇને તેણે વિચાર્યુ કે પ્રૌઢ હોવા છતા તે બહું સુંદર છે.
જ્યારે તે મને પેટરસનની યોજના અંગે જણાવ્યું હતું કે તું તેમાં ઇન્વોલ્વ છું ત્યારે મે એ અંગે જાણકારી મેળવવાનું નક્કી કર્યુ હતુ કાલે મે મારા માણસોને જો પેટરસન અંગે માહિતી મેળવવાનાં ઓર્ડર આપ્યા હતા આજ સવારે હું તે જગા જોવા ગઇ હતી હું તને એ કહેવા માંગુ છું કે મને જે વાત પેટરસન અંગે જાણવા મળી છે તે એ છે કે એ એક ઠગ છે અને ફ્રોડનાં ગુનામાં તે પાંચ વર્ષની જેલ પણ ભોગવી ચુક્યો છે તેની પાસે એટલા પણ પૈસા નથી કે તે પોતાની આજીવિકા રળી શકે તેની આ સ્કીમ માત્ર નાણાં પડાવવાની સ્કીમ છે.કલારિસમાં એ જગાએ હોલિડે કેમ્પ ઉભા કરી શકાય તેમ જ નથી કારણકે ત્યાં બે પાકી ફુટપાથ છે અને પ્રોપર્ટી ડિલર લેગર પણ એક ફ્રોડ વ્યક્તિ છે તારે એ વાતનો સ્વીકાર કરવો પડશે કે તું એક ઠગની જાળમાં ફસાઇ ગયો છું આ સાંભળીને ગ્રેનવિલ પરેશાન થઇ ગયો અને તેણે પોતાનો રૂમાલ કાઢીને મોંઢા પર આવેલો પરસેવો લુછ્યો અને કહયું કે મે તો તેને પેહલા જ કહ્યું હતું હેલ્ગા કે આ યોજનામાં કોઇ અક્કલમંદ વ્યક્તિ નાણાં રોકવા તૈયાર ન જ થાય.
મને એ વાતનો ખેદ છે કે હવે તને તારા કમિશનનાં બે ટકા નહિ મળે સારૂ એ જ છે કે તું એ પેટરસનને ભૂલી જા.
ગ્રેનવિલે ખભા ઉલાળતા કહ્યું કે જીવનમાં એવું થાય છે હેલ્ગા મને ક્યાં ખબર હતી કે પેટરસન એક ઠગ છે પણ મને લાગે છે કે તેની છેતરપિંડીનો અંત શું છે તે જોવામાં કશું બગડે તેમ નથી.મારો કહેવાનો મતલબ છે કે જો પેટરસન ખર્ચ આપવા તૈયાર છે કેમ નહિ હું સાઉદી જોઇ જ આવું...ગ્રેનવિલને હતું કે આ સાંભળીને હેલ્ગા બેચેન થઇ જશે પણ હેલ્ગા તો તેની તરફ એક સમીક્ષાત્મક નજરે જોઇ રહી હતી તે જોઇને તે અસહજ થઇ ગયો હતો..હેલ્ગાએ શુષ્કતાથી કહ્યું કે સાઉદીની વાતને તો તે ભૂલી જ જાય અને તેના માટે સારૂ એ જ છે કે તેની સલાહ પર તે અમલ કરે...
તારી શું સલાહ છે....
મારી કોર્પોરેશનમાં તારી યોગ્યતાઓનો ઉપયોગ થઇ શકે તેમ છે.
પણ હું તો ઇલેકટ્રોનિક્સનાં મામલે કશું જ જાણતો નથી.
તારે જાણવાની જરૂર પણ શું છે હું તને મારા અંગત સહાયક તરીકે કામ પર રાખીશ કહીને હેલ્ગાએ તેનો હાથ ગ્રેનવિલનાં હાથ પુર મુકી દીધો અને કહ્યું કે તને ખબર છે મારે કેટલું કામ કરવું પડે છે અને મારા પર કેટલું ભારણ છે જો તું મારી પાસે રહીશ તો મારો બોઝ અડધો થઇ જશે બોલ તારૂ શું કહેવું છે....આ સાંભળીને ગ્રેનવિલનો આત્મવિશ્વાસ પાછો જાગ્યો હતો અને તેણે તેના હાથ પર હાથ ફેરવ્યો હતો.
બારીનાં ઝરુખામાંથી આવતા સુર્યકિરણોને કારણે હેલ્ગાની આંખ ખુલી ગઇ અને તેણે ઉંડો શ્વાસ લઇને એક અંગડાઇ લીધી અને આંખો ખોલીને બેડ સાઇડ ટેબલ પર મુકેલી ઘડિયાળ તરફ જોયું જેમાં દસનો સમય દેખાતો હતો.કાલ રાત્રે જે ઉંઘ તેને આવી હતી તેવી ઉંઘ તેને આ પહેલા કયારેય આવી ન હતી.પડખું ફરીને તેણે બીજા ઓશિકા તરફ જોયું અને તેને સ્પર્શ કરી જોયો.ગ્રેનવિલ અરધી રાત્રે ત્રણ વાગ્યા બાદ તેના રૂમમાં ગયો હતો ત્યારે પણ તેનું જવાનું હેલ્ગાને ગમ્યું ન હતું પણ તે બંને એ વાતે સંમત થયા કે સવારે તો તેઓ તેમનાં રૂમમાં હોય તેવું લાગવું જોઇએ.
હેલ્ગા પોતાના રેશમી વાળ પર કાંસકી ફેરવી રહી હતી અને તેના શરીરને જોઇને તેને થયું કે આ સમયે ગ્રેનવિલ તેની બાજુમાં હોવો જોઇતો હતો અને મારી સાથે સહવાસ કરતો હોત તો વાત જ કંઇ ક ઓર હોત.ત્યારબાદ પણ તે પોતાના બેડ પર હલનચલન વિના પડી રહી અને રાત્રે બંનેએ જે કામક્રિડા કરી હતી તેને યાદ કરી રહી હતી.તેને યાદ આવ્યું કે કઇ રીતે તેણે એને ઉત્તેજિત કરી હતી અને તે ચાહવા છતા પોતાના ઓર્ગેઝમને રોકી શકી ન હતી અને તેનાં મ્હોમાંથી માત્ર સિત્કારો જ નિકળતા હતા.ગ્રેનવિલ તો મારો પતિ બનશે જ તેનામાં કોઇ ઉણપ નથી તે હેન્ડસમ છે, બુદ્ધિમાન છે, યોગ્ય છે અને સેક્સમાં તો તે લાજવાબ છે...
હેલ્ગા મનોમન જ પોતાની સાથે વાત કરી રહી હતી તેણે પોતાની જાતને કહ્યું કે આખરે તે ફસાઇ ગઇને...તો શું થયું જો હું તેના પર રિઝાઇ છું તો તે પણ કેવો મારી પાછળ ઘેલો થયો હતો કેવો મને સ્પર્શ કરતો હતો.મારે એક વાતથી સાવધ રહેવું પડશે કે ગ્રેનવિલ એક અંગ્રેજ છે અને અંગ્રેજો પોતાના ઉસુલનાં પાક્કા હોય છે કે તે પોતાનાથી વધારે પૈસાદાર મહિલાની સાથે લગ્ન કરતા નથી.હું ગ્રેનવિલને ગમે તે રીતે મનાવી લઇશ પણ આ કામ કાર્લટન હોટલમાં તો થાય તેમ નથી એ માટે કોઇ શાંત જગાની જરૂર છે.કેસ્ટનગોલાનો મારો વિલા આ કામ માટે એકદમ પરફેક્ટ છે જ્યાં અમને જોનાર કોઇ નથી ત્યાં માત્ર હું અને ક્રિસ બે જ જણ હોઇશું અને ત્યાં જયારે મરજી થાય અમે એકબીજાને તૃપ્ત કરી શકીશું અને એકબીજામાં મગ્ન થઇ શકીશું.આ વિલા હરમન રોલ્ફે ખરીધ્યો હતો જે સ્વીત્ઝર્લેન્ડમાં લુગાનો શહેરની બહાર હતો જેની આસપાસ સ્વર્ગીય દૃશ્ય હતા.આ વિલામાં જ આરસરે હેલ્ગાને બ્લેકમેલ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.વિલાનો વિચાર આવતા જ હેલ્ગાએ વિચાર કર્યો કે તેની દેખભાળ માટે મારે એવા માણસની જરૂર છે જેને સ્હેજ પણ કૌતુહલ ન હોય અને ક્રિસને મારી સાથે જોઇને તે પોતાની જીભ બંધ રાખે એવો માણસ કોણ હોઇ શકે....અને ત્યારે જ હેલ્ગાનાં મનમાં હિકલનું નામ આવ્યું જેણે પુરા પંદર વર્ષ સુધી હરમનની વફાદારી સાથે સેવા કરી હતી અને તેના મૃત્યુ બાદ તે હેલ્ગા તરફ પણ એટલી જ પ્રતિબદ્ધતા સાથે કામ કરતો હતો.હેલ્ગાએ નીચે લોબીમાં ફોન કર્યો અને લોબી કલાર્કને પેરેડાઇઝ સિટીમાં તેના ઘરનો સંપર્ક કરવા જણાવ્યું અને થોડીવારમાં જ તેનો કોલ જોડાયો હતો.બીજી તરફથી કોઇએ કહ્યું કે તે હિકલ બોલે છે તમારી તબિયત તો સારી છે ને....
હું બહું ખુશ છું હિકલ હું તને એક ન્યુઝ આપવા માંગુ છું કે મને એક વ્યક્તિ સાથે પ્રેમ થઇ ગયો છે અને હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું.
એ વ્યક્તિ તમારે યોગ્ય હશે મેડમ...
હિકલ તે ખુબ જ અદ્‌ભૂત છે અને મને તારી બહુ જરૂરિયાત છે.
તમે હુકમ કરો મેડમ....
તું એમ કર કે કેસ્ટનગનોલા વિલા પહોંચ મે તારા માટે વિમાનની ટિકીટ બુક કરાવી દીધી છે...
કંઇ વાંધો નહિ મેડમ હું પરમદિવસે સાડા દસ વાગે સવારે જિનેવા પહોંચી જઇશ...
થેંકયુ વેરી મચ હિકલ...કહીને હેલ્ગાએ ફોન મુકી દીધો...
હવે મારે એક નવી કારની વ્યવસ્થા કરવી પડશે.હેલ્ગાએ તરત જ લુગાનોમાં રોલ્સ રોયસ એજન્ટને ફોન લગાવ્યો અને પોતાનો પરિચય આપ્યા બાદ જણાવ્યું કે તેને એક રોલ્સરોય જોઇએ છે.
અમે હાલમાં જ એક રોલ્સરોયને છોડાવી છે મેડમ તેનો રંગ લાલ છે અને આ ગાડી બહુ સુંદર છે.
હેલ્ગાએ કહ્યું કે તેને પણ એ જ ગાડી જોઇએ છે તે પરમદિવસે સાડા દસ વાગે જિનેવા પહોંચશે ત્યાં સુધી મને તે કાર મળી જવપીા જોઇએ આ દરમિયાન તમે લુગાનોમાં મારા વિલા મેનેજર ટ્રેસલનો સંપર્ક કરજો જે તમને કારની કિંમત ચુકવી દેશે...
તમે નિશ્ચિંત રહો મેડમ જ્યારે તમે જિનેવા એરપોર્ટ પર પહોંચશો ત્યારે કાર ત્યાં તમારી પ્રતિક્ષામાં ઉભી હશે...
હરમન રોલ્ફનાં નાણાંની જાદુઇ ચાવી તેનો કમાલ બતાવી રહી હતી.
ક્રિસ ....કેટલું મન કરે છે કે તું અત્યારે અહી હોત અને મને તારા બાહુપાશમાં ભીંસી હોત...હવે માત્ર બે દિવસની વાત છે ત્યારબાદ તો આપણે બધાની નજરોથી દુર કેસ્ટગનોલામાં હોઇશું જ્યાં હિકલ આપણો હુકમ બજાવવા હાજર હશે....
ધીરજ રાખ ક્રિસ સ્થિતિ આપણને અનુકુળ છે આરસરે શાંત સ્વરે જણાવ્યું અત્યારે ગ્રેનવિલ અને આરસર એક ફટીચર રેસ્ટોરન્ટમાં સામસામે બેઠા હતા....
તું તો તેમ જ કહીશ....ગ્રેનવિલનો ગુસ્સો ફાટી પડ્યો હતો...મારે તેની સાથે રહેવું પડે છે તેના જેવી ઓરત મે આજ સુધી જોઇ નથી તે માદા કરોળિયા જેવી છે જે પોતાનાં નરનું ભક્ષણ કરી જાય છે...
યાર ગરમ કેમ થાય છે...આરસરે પણ તીવ્ર સ્વરે કહ્યું.... આ કામ થતા જ દસ દસ લાખ આપણાં બંનેનાં ભાગે આવશે અને કશુંક મેળવવા માટે કંઇક ગુમાવવું પણ પડે છે..તું તારૂ કામ બહું સારી રીતે કરી રહ્યો છું બસ થોડી કસર રહી ગઇ છે.
ગ્રેનવિલે આગ ઝરતી નજરે આરસરને જોતા પુછ્યુ કઇ કમી રહી ગઇ છે....
તું હેલ્ગાનાં મનમાં એ વાત ધરબી દે કે તું તેની સાથે લગ્ન કરવા માંગે છે....
લગ્ન કરુવા માંગું છું અને એ પણ હેલ્ગાની સાથે....હેલ્ગા પર ભાર મુકતા તેણે આરસરને પુછ્યું....
અરે યાર મારા કહેવાનો અર્થ એ છે કે તારે તેને એ મનમાં ઉતારવાની જરૂર છે કે તું તેની સાથે લગ્ન કરવા માંગે છે....
હું તારો અર્થ સમજ્યો નહિ...
આરસરે તેને સમજાવતા કહ્યું કે હેલ્ગા એક એકાકી ઔરત છે અને તે તારા પર રિઝી ગઇ છે અને એકવાર તેને એ વિશ્વાસ બેસી જાય કે તું તેની સાથે લગ્ન કરવા ઇચ્છુક છું તો તે તારી ચંગુલમાંથી ક્યારેય નહિ છટકી શકે...ગ્રેનવિલે આરસરને પહેલા જણાવ્યું હતું કે હેલ્ગા તેને બે વીક માટે તેની સાથે કેસ્ટગનોલા લઇ જવા માંગે છે અને આ સાંભળીને આરસર રાજી થઇ ગયો હતો...
તેનાથી ઉત્તમ કશું જ ન હોઇ શકે કે તે તને તેની સાથે લઇ જવા માંગે છે એટલે જ હું કહું છું કે બધી પરિસ્થિતિ આપણને અનુકુળ છે કહીને આરસરે ધ્યાનથી તેના તરફ જોઇને પુછ્યું કે હેલ્ગાએ તને થોડા પૈસા તો આપ્યા જ હશે....
હાં જબરજસ્તી આપ્યા હતા કે હું સારા કપડા ખરીદી શકું...
કપડાની જરૂર તો તને પડશે જ પણ મને એ સમજાતું નથી કે તું ગભરાયેલો કેમ છું આખરે તું પ્રોફેશ્નલ જિગોલો છૂું અને ધનવાન પ્રૌઢાઓની કામાગ્નિને શાંત કરવી એ તારો ધંધો છે જો કે છોડ એ વાતને અને એ કહે કે હેલ્ગાએ તેને કેટલા પૈસા આપ્યા હતા...
એક લાખ....
આરસરે પ્રસંશાત્મક ભાવે માથું હલાવ્યું અને કહ્યું કે હેલ્ગામાં એ ખાસિયત છે કે તે પોતાના પ્રેમીઓ માટે બહું ઉદાર છે આખરે અબ જો પતિ છે કહીને આરસરે ગ્રેનવિલ સામે તીખી નજરે જોઇને કહ્યું કે મારી યોજનાને અમલી બનાવવા મારે થોડા પૈસાની જરૂર પડશે હેલ્ગા પાસેથી મળેલી રકમમાંથી મને પચાસ હજાર આપ....
તું જ્યારે પણ મળે છે ત્યારે માત્ર તારી યોજનાની રટ લગાવે છે પણ તે આજ સુધી મને તારી યોજના અંગે કશું જ જણાવ્યું નથી...
આરસરે ખુરસી પર પીઠ ટેકવતા કહ્યું કે ધીરજ રાખ કહું છું....આજથી ત્રણ દિવસ બાદ જ્યારે તું હેલ્ગાનાં મનમાં તું તેની સાથે લગ્ન કરવા માંગે છે એ વાત ઉતારી દઇશ અને તેની સાથે સેક્સ કરીને તેને નિઢાલ કરી દઇશ ત્યારે કેસ્ટગનોલા વિલામાં તારા અપહરણની યોજના અમલમાં મુકીશું અને તને સલામત રાખવાની કિંમત રૂપે વીસ લાખની રકમ માંગવામાં આવશે...
ગ્રેનવિલે તેની સામે મ્હોં ફાડીને જોતો જ રહી ગયો....
મારૂ અપહરણ કરાશે તારી મતિ મારી ગઇ છે કે શું....
તારૂ અપહરણ નકલી હશે પણ જે રકમ માંગવામાં આવશે તે અસલ હશે હું હેલ્ગાને સારી રીતે ઓળખું છું તું પરિસ્થિતિને હેલ્ગાની નજરે જો તેની પાસે નામ છે...નાણાં છે....જોરદાર બિઝનેશ છે...પણ તેમ છતાં તેનાં જીવનમાં બે ઉપણ છે એક તો પ્રેમની અને એક તેની દેખરેખ રાખી શકે તેવા પુરૂષની જે તેની શારીરિક જરૂરતને પુરી શકે અને આ બંને ઉપણ તારા દ્વારા પુરી થાય છે ત્યારે જો તેના મનમાં તું એ વાત ઉતારીશ કે તું તેની સાથે લગ્ન કરવા માંગે છે ત્યારે તેનો આનંદ ચરમસીમાએ પહોંચી જશે અને એ સમયે જ તારૂ અપહરણ થશે અને તેને એ ખાતરી આપવામાં આવશે કે જો તે તેની ખુશી પાછી મેળવવા ઇચ્છતી હોય તો તેની કિંમત વીસ લાખ રૂપિયા છે તો તેની ખુશી માટે તે વીસ લાખ રૂપિયા આપવા માટે તૈયાર થઇ જશે....તેની પાસે અઢળક દૌલત છે અને વીસ લાખ તેના માટે કોઇ મોટી વાત નથી.તેમાં અરધા તારા અને અરધા મારા....બોલ કેવી યોજના છે....
ઓહ ગોડ ...ગ્રેનવિલ વિસ્મિત હતો તેણે પુછ્યું કે માની લે કે તે પોલીસમાં રિપોર્ટ કરશે તો....
એ વાતની હું ગેરંટી આપું છું કે તે ક્યારેય પોલીસ પાસે નહિ જાય હું તેને સારી રીતે જાણું છું તે પોલીસમાં રિપોર્ટ નહિ કરે તે તેને પાછો મેળવવા માટે નાણાં આપી દેશે....
તે જ્યારે પૈસા આપી દેશે ત્યારે....
ત્યારે આપણે બંને સ્વીત્ઝર્લેન્ડ છોડીને ચાલ્યા જઇશું અને જ્યારે તું પાછો નહિ ફરે ત્યારે તેને એ સમજાઇ જશે કે તેને ઉલ્લુ બનાવવામાં આવી હતી તો તે ચુપ રહેશે તેનો ઘમંડ તેને એ વાતની મંજુરી નહિ આપે કે તે એ વાતનો સ્વીકાર કરે કે તેને કોઇ ઉલ્લુ બ નાવી ગયું છે....
હેલ્ગા આ પૈસા કોને અને કેવી રીતે આપશે...
આ સારો સવાલ છે...મારી અને હેલ્ગાની દુશ્મની જુની છે હું તેને મળવા જઇશ અને તેને જણાવીશ કે વીસ લાખ આપ્યા બાદ તારો છુટકારો થશે તો તે તરત જ તૈયાર થઇ જશે.એક સ્વિસ બેંકમાં મારૂ એકાઉન્ટ છે હું તેને કહીશ કે એ એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરી દે ત્યારબાદ હું તને તારા દસ લાખ આપી દઇશ...
મારૂ અપહરણ કોણ કરશે....
તેની વ્યવસ્થા મે કરી લીધી છે હવે તું એમ કર કે પચાસ હજાર મને આપી દે હું એક કલાકમાં જિનેવા પહોંચવા માંગું છું...
થોડા સંકોચ બાદ ગ્રેનવિલે પોતાના ખિસ્સામાંથી નોટોની થોકડી કાઢી અને તેમાંથી પચાસ હજાર આરસરને આપ્યા...
આરસરે સ્મિત સાથે ગ્રેનવિલને કહ્યું કે જિનેવાથી હું લુગાનો જઇશ જ્યાં હું હોટલ દા સ્વિસમાં રોકાઇશ તું મારો ત્યાં કોન્ટેકટ કરજે.તારું કામ એ છે કે તારે હેલ્ગાનાં મનમાં એ વાત ઠસાવી દેવાની છે કે તેના વિના તે જીવતો રહી શકે તેમ નથી...બસ બાકીનુું કામ મારા પર છોડી દે...રહી વાત અપહરણની તો તે નાણાં ઓકાવવા માટેની એક છેતરપિંડી જ હશે જ્યારે તારૂ અપહરણ થાય ત્યારે તેમનો સામનો કરજે તને તારા વિલાથી મારી પાસે લાવીને છોડી દેવાશે અને જ્યાં સુધી હેલ્ગા પાસેથી નાણાં નહિ મળે તું મારી સાથે જ રહીશ.....
જેક મને બીક લાગે છે મે હેરાફેરી તો બહુ કરી છે પણ આજ સુધી કોઇ ક્રાઇમ મે કર્યો નથી...
ક્રાઇમ તો ત્યારે સાબિત થાય જ્યારે વાત પોલીસ પાસે જાય જો વાત પોલીસ પાસે જવાની જ નથી તો ક્રાઇમ કેવી રીતે કહેવાય અને એ વાત વિચાર કે જ્યારે દસ લાખ હાથમાં આવશે અને હંમેશ માટે મુર્ખ પ્રૌઢાઓથી તારો છુટકારો થશે....આ દરમિયાન હેલ્ગા સાથે જોરદાર સહવાસ કર જેટલી તે તારા માટે ઉત્કંઠિત થશે તેટલી સરળતાથી નાણાં મળશે....
ગ્રેનવિલ કશું બોલ્યો નહિ માત્ર એક ઉંડો શ્વાસ તેણે લીધો હતો...
તો ઠીક છે ક્યારે મારૂ અપહરણ થશે....
હેલ્ગા સાથે તેના વિલામાં પહોચ્યાનાં ત્રણ દિવસ બાદ...આ દરમિયાન હું તને એકવાર મળીશ અને અપહરણ અંગેની પુરી યોજના તને જણાવીશ..કહીને આરસર ત્યાંથી બહાર નિકળી ગયો...