ભરોશો
મુલ્લા નસરુદ્દીન એક શ્રીમંત ના ઘરે નોકરી કરતો હતો. કામ હતું ઘરની કીમતી ચીજોની દેખરેખ રાખવાની.
અચાનક એક દિવસ તેણે કહ્યું, “સેઠજી, હું તમારી અહીંથી નોકરી છોડી દેવા માંગું છું. કારણ કે અહીં મને કામ કરતાં ઘણાં વર્ષો થઈ ગયાં, પણ હજી સુધી તમને મારા પર ભરોસો નથી.”
સેઠે કહ્યું, “અરે પાગલ! આવી વાત કરે છે! નસરુદ્દીન હોશમાં આવ! તિજોરીની બધી ચાવીઓ તો તને સોંપી રાખી છે. અને બીજું શું જોઈએ છે? અને કેવો ભરોસો?”
નસરુદ્દીને કહ્યું, “ખોટું ન માનશો, હુજૂર! પણ તેમાંથી એક પણ ચાવી તિજોરીમાં લાગે છે ક્યાંય? આમાં ભરોશો કેમ કરવો?”
આમ કહી મુલ્લા નસીરુદ્દીન નીકળી ગયો.
++++++++++++++++++++++++
તુલ્ય નિંદા સ્તુતિ મોની
એક એક સાહિત્ય પ્રેમી નગરની વાત છે. આ નગરમાં એક પ્રખ્યાત ચિત્રકાર રહેતો હતો. સુભાષિત માં સુંદર કહ્યું છે.
साहित्य-संगीत कलाविहीनः साक्षात्पशुः पुच्छविषाणहीनः।
तृणं न खादन्नपि जीवमानः तद्भागधेयं परमं पशूनाम् ।।
"સાહિત્ય, સંગીત અને કળાથી વંચિત મનુષ્ય એ સાક્ષાત નખ અને શિંગડા વગરના પશુ સમાન છે. અને આ પશુઓનું નસીબ છે કે તે તેમની જેમ ઘાસ નથી ખાતો."
આ ચિત્રકારને લાગ્ય કે મારા બધા ચિત્રો લોકો ખોટી વાહ વાહ કરે છે કે સાચી? આમ આખરે ચિત્રકારે એક ખૂબ જ સુંદર ચિત્ર બનાવ્યું અને તેને નગરના ચોકમાં મૂકી દીધું, અને નીચે લખ્યું કે જે કોઈને આ ચિત્રમાં જ્યાં ક્યાંય ખામી દેખાય, તે ત્યાં નિશાન લગાવી દે. આ ચિત્રની નીચે ક્યાય તેમાં પોતાનું નામ ન લખ્યું. જેથી કાઈ પણ ખામી હોય તો ખબર પડી જાય.
જ્યારે તેણે સાંજે ચિત્ર જોયું, તો તેનું આખું ચિત્ર અલગ અલગ નિશાનોથી ભરાઈ ગયું હતું. આ જોઈને તે ખૂબ દુઃખી થયો. તેને કંઈ સમજાતું નહોતું કે હવે શું કરવું. તે દુઃખી બેઠો હતો. ત્યાં જ તેનો એક મિત્ર ત્યાંથી પસાર થયો. તેણે તેના દુઃખી હોવાનું કારણ પૂછ્યું, તો ચિત્રકારે તેને આખી ઘટના કહી સંભળાવી. મારા ચિત્રની મારી સામે લોકો ખુબ વખાણ કરતાં હતા જયારે સત્ય એ હતું કે ચિત્રમાં તો ખુબ ખામી ભરેલી હતી.
મિત્રે કહ્યું, ‘તારી સામે વખાણ કરનારા પણ પૂર્ણ રીતે સાચા ન હતા કે તારા આ ચિત્રમાં ખામી કાઢનારા પણ પૂર્ણ રીતે સાચા નથી. હવે એક કામ કરો. કાલે બીજું ચિત્ર બનાવો અને તેમાં લખો કે જે કોઈને આ ચિત્રમાં જ્યાં ક્યાંય ખામી દેખાય, તે તેને સુધારી દે.’ ચિત્રકારે બીજા દિવસે એ જ કર્યું. સાંજે જ્યારે તેણે પોતાનું ચિત્ર જોયું, તો તેણે જોયું કે ચિત્ર પર કોઈએ કંઈ જ કર્યું નથી.
श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन दानेन पाणिर्न तु कङ्कणेन।
विभाति कायः करुणापराणां परोपकारैर्न तु चन्दनेन॥
"કાનમાં કુંડળ પહેરવાથી નહીં, પરંતુ સારા વિચારો સાંભળવાથી કાન શોભે છે. હાથમાં કંગન પહેરવાથી નહીં, પરંતુ દાન કરવાથી હાથ શોભે છે. પરમ દયાળુ અને સજ્જન લોકોનું શરીર ચંદનનું લેપન કરવાથી નહીં, પરંતુ પરોપકારથી નિખરે છે."
ચિત્રકારને સંસારની રીત સમજાઈ ગઈ. ખામી શોધવી, નિંદા કરવી, બુરાઈ કરવી સહેલું છે, પરંતુ તે ખામીઓને દૂર કરવી અત્યંત મુશ્કેલ છે.
तुल्यनिन्दास्तुतिर्मौनि सन्तुष्टो येन केनचित्।
अनिकेतः स्थिरमतिर्भक्तिमन्मे प्रियो नरः ॥ श्रीमद भगवद गीता
"જેના માટે નિંદા અને સ્તુતિ સમાન છે, જે મૌન છે, જે બધી રીતે સંતુષ્ટ છે, જે ગૃહહીન છે, જે સ્થિરચિત્ત છે, અને ભક્તિથી પૂર્ણ છે - એવો પુરુષ મને પ્રિય છે."
નિંદા અને સ્તુતિ, બે રંગ જીવનના,
એક ઝંઝાવાત, એક ફૂલોના સુગંધના.
નિંદા આવે તો હસીને સ્વીકારજે,
આયનામાં ખામી બતાવે, એને બરજે.
સ્તુતિ મળે તો નમ્ર રહી મન ઝૂકાવજે,
પવનની લહેરમાં નહીં, નિજ ધ્યેય રાખજે.
નિંદા શીખવે, કેવી રીતે ઉભું રહેવું,
આગમાં તપીને સોનું બની જેવું.
સ્તુતિ લાવે લાલચ, ભૂલી જવું પંથ,
એ ફૂલ છે, જેનું ઝરે છે એક શ્વાસ સંગ.
બંને છે ક્ષણિક, નથી એમાં નિરંતર,
મનનું સુકાન રાખો, નહીં ડગે કદમ ક્યારે.
નિંદા નથી શત્રુ, નથી સ્તુતિ મિત્ર સાચો,
જ્ઞાનનો દીપ બનાવે, એ જ છે બાચો.
જે નિંદાથી નમે, ને સ્તુતિથી ન ડોલે,
એનું ચિત્ત શાંત, સમુદ્ર-સા ગંભીર બોલે.
સત્યના પથે ચાલો, નિંદા-સ્તુતિ નિરર્થ,
આત્માની શોધમાં, બંને છે એક સમર્થ.
જીવન એ યાત્રા, જ્યાં બંને આવે-જાય,
જ્ઞાનની જ્યોતથી, મનનું મંદિર શોભાય.
નિંદા-સ્તુતિ નહીં, આત્માનો આધાર શોધો,
સત્ય અને પ્રેમમાં, જીવનનો સાર લોધો.