ક્રોધ, ગુસ્સો, નફરત
"आयुषः क्षण एकोऽपि सर्वत्नैर्न लभ्यते। नियते स वृथा येन प्रमादः सुमनहो ॥":
જીવનની એક પળ પણ તમામ કિંમતી રત્નો વડે મેળવી શકાતી નથી. તેથી તેને ઉદ્દેશ્ય વિના ખર્ચવી એ ખૂબ મોટી ભૂલ છે.
એક શિક્ષક પોતાના બાળકોને સવાલ પૂછે છે, ‘જો તમારી પાસે 86,400 રૂપિયા હોય અને કોઈ લૂંટારો 10 રૂપિયા છીનીને ભાગી જાય, તો તમે શું કરશો? શું તમે તેની પાછળ દોડીને લૂંટાયેલા 10 રૂપિયા પાછા મેળવવાનો પ્રયત્ન કરશો? કે પછી તમે તમારા બાકી રહેલા 86,390 રૂપિયાને સુરક્ષિત રાખીને તમારા માર્ગે આગળ વધશો?’
શિક્ષક ક્ષણ ઉપર બોધ આપવા માંગતા હતા. તે માટે શ્લોક નો સંદર્ભ આપતા કહ્યું.
“क्षणशः कणशश्चैव विद्यामर्थं च साधयेत्। क्षणे नष्टे कुतो विद्या कणे नष्टे कुतो धनम्॥”
દરેક ક્ષણનો ઉપયોગ શીખવામાં અને દરેક સિક્કાનો ઉપયોગ બચાવી રાખવામાં કરવો જોઈએ. ક્ષણને નાશ કરીને વિદ્યા મળી શકતી નથી અને સિક્કાઓને નાશ કરીને ધન મળી શકતું નથી.
થોડા સમય પછી.
વર્ગખંડમાં બહુમતે કહ્યું કે, ‘અમે 10 રૂપિયાની નજીવી રકમને અવગણીને બાકી રહેલા પૈસા સાથે આગળ વધીશું.’
શિક્ષકે કહ્યું: "તમારું સત્ય અને અવલોકન સાચું નથી. મેં જોયું છે કે મોટાભાગના લોકો 10 રૂપિયા પાછા મેળવવાની ચિંતામાં ચોરનો પીછો કરે છે અને પરિણામે, તેમના બાકી રહેલા 86,390 રૂપિયા પણ ગુમાવી દે છે."
શિક્ષકને જોઈને વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈને પૂછવા લાગ્યા, "સર, આ અસંભવ છે, આવું કોણ કરે છે?"
શિક્ષકે આ વાતને વિસ્તાર પૂર્વક સુભાષિત દ્વારા સમજાવ્યું.
"क्षणत्यागे कुतो विद्या कणत्यागे कुतो धनम्॥":
સમય બગાડવાથી વિદ્યા અને વસ્તુનો નાનો ભાગ પણ નાશ પામે તો ધન કેવી રીતે મળી શકે?
શિક્ષકે કહ્યું: "આ 86,400 એ ખરેખર આપણા દિવસની સેકન્ડો છે. 10 સેકન્ડની વાતને લઈને, અથવા કોઈ 10 સેકન્ડના ગુસ્સા અને નારાજગીમાં, આપણે બાકીનો આખો દિવસ વિચારવામાં, કચવાટમાં અને બળવામાં ગુજારી દઈએ છીએ અને આપણી બાકી રહેલી 86,390 સેકન્ડો પણ નાશ કરી દઈએ છીએ."
"असद आयुषः क्षण एकोऽपि सर्वत्नैर्न लभ्यते। नियते स वृथा येन प्रमादः सुमनहो ॥":
જીવનની એક પળ પણ તમામ કિંમતી રત્નો વડે મેળવી શકાતી નથી. તેથી તેને ઉદ્દેશ્ય વિના ખર્ચવી એ ખૂબ મોટી ભૂલ છે.
વસ્તુઓને અવગણો. એવું ન થાય કે થોડી પળોનો ગુસ્સો અને નકારાત્મકતા
તમારાથી તમારા આખા દિવસની તાજગી અને સુંદરતા છીનવી લે.
++++++++++++++++++++++++
સાવચેતી – અગમચેતી
સામાન્ય ઘરની બધાને લાગુ પડે તેવી આ વાત છે.
વાત એક ઉંદરની છે.
આ ઉંદર એક કસાઈના ઘરમાં બખોલ બનાવીને રહેતો હતો. એક દિવસ ઉંદરે જોયું કે કસાઈ અને તેની પત્ની એક થેલીમાંથી કંઈક કાઢી રહ્યાં છે. ઉંદરે વિચાર્યું કે કદાચ કંઈક ખાવાનું હશે. ઉત્સુકતાથી જોતાં તેને ખબર પડી કે તે એક ઉંદર પકડવાની ઉંદરદાની હતી. નેને પોતાના પર આવેલી આફતને ઓળખી ગયો. પણ તેને થયું આ વાત મારા મિત્રોને પણ કરવી જોઈએ. આ જે યજમાન મારક છે તે તારક નથી.
પરિસ્થિતિની ગંભીરતા જોઈ પોતાના પશુ સૃષ્ટી ના બધા લોકોને કહેવા તે પાછલા ભાગમાં ગયો અને કબૂતરને આ વાત કહી કે ઘરમાં ઉંદરદાની આવી છે. કબૂતરે મજાક ઉડાવતાં કહ્યું, "મને શું? તેમાં ઉંદર ફસાય, મારે શું તેમાં ફસાવું છે?"
નિરાશ ઉંદર મરઘીને આ વાત કહેવા ગયો. મરઘીએ ઠેકડી ઉડાવતાં કહ્યું, "જા ભાઈ, આ મારી સમસ્યા નથી."
હતાશ ઉંદર વાડામાં ગયો અને બકરાને આ વાત કહી. બકરો તો હસતાં-હસતાં લોટપોટ થઈ ગયો. ઉંદરદાની માં પોતે કેવી રીતે ફસાશે?
બધા પશુ ને એમજ હતું કે આ ઉંદર માટે છે. એ વાત ભૂલી ગયા કે આ કસાઈ નું ઘર છે. જે આ કસાઈ ગાય ને રોટલી આપશે એજ માણસ ગાય ને રોટલી સાથે ખાશે.
જે માણસ કરેલો પ્રેમ ભૂલી જાય તેના ઘેર એક રાત પણ રોકાવું જોઈએ નહિ.
એ જ રાત્રે ઉંદરદાનીમાં "ખટાક"નો અવાજ થયો. તેમાં એક ઝેરી સાપ ફસાઈ ગયો હતો. અંધારામાં તેની પૂંછડીને ઉંદર સમજીને કસાઈની પત્નીએ તેને બહાર કાઢ્યો, અને સાપે તેને ડંખ માર્યો. તબિયત બગડતાં કસાઈએ વૈદ્યને બોલાવ્યો. વૈદ્યે કબૂતરનું સૂપ પીવડાવવાની સલાહ આપી.
હવે કબૂતર પતેલીમાં ઉકળી રહ્યું હતું. કબુતર તેનું પાપ ભોગવી રહ્યું હતું.
આ સમાચાર સાંભળીને કસાઈના ઘણા સગાં-વહાલાં મળવા આવી પહોંચ્યા. તેમના ભોજનની વ્યવસ્થા માટે બીજા દિવસે મરઘીને કાપવામાં આવી. થોડા દિવસો પછી કસાઈની પત્ની સાજી થઈ ગઈ. આનંદમાં વેપારીએ પોતાના શુભચિંતકો માટે એક દાવતનું આયોજન કર્યું, અને તેમાં બકરાને કાપવામાં આવ્યો.
ઉંદર તો ઘણો દૂર નાસી ગયો હતો… ખૂબ દૂર…પણ મિત્રો તમે સત્ય ની નજદીક પહોચ્યા છો?