jivan prerak vaato bhaag 09-10 in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | જીવન પ્રેરક વાતો - ભાગ 09 - 10

Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

જીવન પ્રેરક વાતો - ભાગ 09 - 10

શિક્ષકનું મહત્ત્વ: ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકની ભૂમિકા - 09

 


ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકને મહાન સ્થાન આપવામાં આવ્યું છે. ‘શિક્ષક’ શબ્દ પોતે જ જાણવાની અને શીખવાની પ્રક્રિયાને દર્શાવે છે. ભારતીય પરંપરામાં ગુરુ-શિષ્ય પરંપરા પ્રસિદ્ધ છે, જેમાં ગુરુને માતાપિતા જેટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. મનુસ્મૃતિમાં પણ ગુરુને ભગવાનની સમકક્ષ માનવામાં આવ્યા છે.

 


શિક્ષક માત્ર શિક્ષણ આપે છે, એ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓને જીવનના મૂળભૂત સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યો પણ શીખવે છે. ભಗવદ ગીતામાં કૃષ્ણ ભગવાનને એક આદર્શ ગુરુ તરીકે દર્શાવવામાં આવ્યા છે, જેમણે પોતાની શિષ્ય અર્જુનને જીવવાની સાચી દિશા બતાવી હતી.

 


શિક્ષક અને ભારતીય સંસ્કૃતિ: ભારતીય સંસ્કૃતિમાં, શિક્ષકનું મહત્વ અનેક ગ્રંથોમાં અને ગ્રંથો દ્વારા બોધવામાં આવ્યું છે. "ગુરુ બિન જ્ઞાન નહીં" કહેવત દર્શાવે છે કે શિક્ષક વિના જ્ઞાન મેળવવું અશક્ય છે. ભારતીય શાસ્ત્રો મુજબ, શિક્ષકનો આદર કરવો એ આપણા ધરમનો ભાગ છે.

 


આજના શિક્ષકની ભૂમિકા: આજના સમયમાં પણ શિક્ષકની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. શિક્ષકો બાળકોને માત્ર પાઠ્યપુસ્તકનું જ જ્ઞાન નથી આપતા, પરંતુ તેમને આધુનિક દુનિયામાં ટકીને રહેવા માટેના કૌશલ્ય પણ શીખવે છે. શિક્ષકોએ માત્ર શિક્ષણ જ નહીં, પણ વિદ્યાર્થીઓના ચરિત્ર ઘડતરમાં પણ મહત્ત્વનો ફાળો આપવો જોઈએ.

 


નિષ્કર્ષ: સંપૂર્ણ રીતે નિહાળીએ તો શિક્ષકને ભારતીય સંસ્કૃતિમાં એક પવિત્ર અને અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે. આજના સમયમાં, શિક્ષકોની જવાબદારી વધુ વધી ગઈ છે, અને સમાજને સજાગ, નૈતિક અને જાણકારીપૂર્વકના નાગરિકો આપવામાં તેમનો મહત્વનો હિસ્સો છે.

 

---------

 

રાજકીય યોજના - ભાગ ૧૦ 

 

તે એક જંગલમાં સિંહ રહેતો હતો. જવાન હતો ત્યારે રાજા હતો અને ઘરડો થયો એટલે એ લાચાર હતો.

 લાચારીમાં પણ ક્યારેય પણ એણે ઘાસ ખાવાનો વિચાર શુદ્ધ નહોતો કર્યો. મરી જઈશ પણ હું ઘાસ નહીં ખાઉ આ એનું સ્વાભિમાન હતું. રાજનીતિના લોકો અને શ્રમ જેવી લોકો મહેનતથી જીવે છે.

 તેણે સંદેશો મોકલાવી અને શિયાળ ને બોલાવ્યો. કહ્યું જો શિયાળ આખો જીવન તે મારુ વધેલું ભોજન ખાધું છે. મારી પાસે એક યોજના છે જેથી હવે તને વધેલું ભોજન ખાવું નહીં પડે. અને તને ભોજનમાં સીધો 50% નો હિસ્સો આપીશ. આ સાંભળી શિયાળ રાજીનું રેડ થઈ ગયું. 

 યોજના પ્રમાણે શિયાળ ને ફક્ત કોઈ પ્રાણીને સિંહ સુધી કપટથી લઈ આવવાનું હતું. બાકી સિંહે કામ તમામ કર્યા પછી બંનેનો 50 50 ટકાનો હિસ્સો હતો.

 


 શિયાળ કબુલ થયો અને શિકાર શોધતો શોધતો થાકી ગયો. કોઈપણ પ્રાણી તેની વાતોમાં ફસાવવા તૈયાર નહોતા. ભૂત ને પીપળા મળી જાય તેમ આખરે તેને ગધેડો મળી ગયો. કે તારે રોજની ખાવાની ઝંઝટ શોધવાની મિટાવી દઉં એવું મારી પાસે એક યોજના છે. જો તું મારો સાથ આપે તો તને એ જગ્યા પર લઈ ચાલુ. પછી આપણને બંનેને જીવન ભરની નિરાંત રહેશે. 

 ગધેડો એટલું ન સમજ્યો કે હું તો શાકાહારી છું અને શિયાળ માંસાહારી છે તો એ કેવી રીતે શક્ય બને. કે બંનેનું ભોજન એક જ જગ્યાએ જીવન પર પ્રાપ્ત થઈ શકે?

 


 જે માણસ વિચારતો નથી એની હંમેશા દુર્ગતિ થાય છે. તે શિયાળની સાથે ચાલી નીકળ્યો. ચોક્કસ જગા પર લઈ જતા જ્યાં સિંહ છુપાયેલો હતો. સિંહ ઓચિંતાનો હુમલો કરી અને ગધેડાને મારી નાખ્યો. 

 


 હવે શિયાળ ને લાગ્યું કે સિંહ પોતાના વચન પ્રમાણે 50% નો હિસ્સો આપશે. પણ સિંહે તો મોટાભાગનો શિકાર ખાઈ કરી અને વધેલું શિયાળ ને આપ્યું. 

 


 શિયાળ કરી પણ શું શકે પણ મનોમન રઘવાઈ ગયું. તેને થયું આના કરતા તો હું પોતે જાતે શિકાર કરી લઉં. એમ વિચારી અને પછી બીજા ગધેડાને શોધવા લાગ્યો. સિંહની જેમ ગધેડા ઉપર પાછળથી હુમલો કર્યો. ગધેડો સાવચેત હતો એણે પોતાના પાછલા બે પગથી શિયાળના મોઢા ઉપર જોરદાર લાત મારી. પોતાના આગળના ચાર દાંત ભંગાવીને જોરદાર ત્યાંથી શિયાળ ત્યાંથી ભાગ્યું. 

 


 અને ફરી પાછો સિંહની સેવામાં હાજર થઈ ગયો. 

 


 એક સત્ય વાત કહું સિંહ ક્યારે પણ શિયાળ નો શિકાર નથી કરતો. કારણ શિયાળનું લોહી ખૂબ જ ગંધાતું હોય છે. જે પ્રાણી બીજાના ટુકડા ઉપર જીવે છે તેનું લોહી હંમેશા ગંધાતું જ હોય છે.

 


 હર્ષદ આસોડિયા ક.

8369123935

 


This thesis highlights the deep respect for teachers in Indian culture, linking their role in shaping not only academic knowledge but also ethical and cultural values.