Companion (poem) in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | સાથી ( કવિતા )

Featured Books
  • ओ मेरे हमसफर - 12

    (रिया अपनी बहन प्रिया को उसका प्रेम—कुणाल—देने के लिए त्याग...

  • Chetak: The King's Shadow - 1

    अरावली की पहाड़ियों पर वह सुबह कुछ अलग थी। हलकी गुलाबी धूप ध...

  • त्रिशा... - 8

    "अच्छा????" मैनें उसे देखकर मुस्कुराते हुए कहा। "हां तो अब ब...

  • Kurbaan Hua - Chapter 42

    खोई हुई संजना और लवली के खयालसंजना के अचानक गायब हो जाने से...

  • श्री गुरु नानक देव जी - 7

    इस यात्रा का पहला पड़ाव उन्होंने सैदपुर, जिसे अब ऐमनाबाद कहा...

Categories
Share

સાથી ( કવિતા )

આત્મા વિશ્વાસથી ભરપુર કવિતા 

સાથી - આજથી હું મારી સાથે જોડાયો છું 

હું જ્યારે સૌનો હતો 

ત્યારે મારું કોણ હતું  ?

એની ખબર મને ના પડી 

પરંતુ 

જ્યારે ચારે બાજુથી અથડાતા કુટાતા 

હું બધી જગ્યાએ પાછો પડ્યો

એકલો પડ્યો, 

ત્યારે આમ 

અચાનક 

મને એક સાચો સાથી મળ્યો 

એક એવો સાથી 

કે જેને 

આજ સુધી હું નહીં મળીને 

એનાથી દૂર ભાગીને 

એને નહીં ઓળખી ને 

એનું નહીં માનીને 

હું હંમેશા એને નજર અંદાજ કરતો રહયો 

છતાંય...છતાંય 

એતો અઢળક ધીરજ રાખીને પણ 

આજ સુધી મારી રાહ જોતો રહ્યો 

કેમકે 

એને તો ખબર જ હતી કે...

અરે ખબર શું  ? 

એને તો પહેલેથી જ પૂરેપૂરો વિશ્વાસ હતો કે, 

આજે નહીં તો કાલે 

મને એના વિના નહીં ચાલે 

એ સાથી તો 

હજીએ મારી રાહ જોવા તૈયાર હતો 

અને પાછી રાહ પણ કેવી  ?

એ સાથી તો મારા છેલ્લા શ્વાસ સુધી મારી રાહ જોવા તૈયાર હતો 

હવે આવો સાથી મારી સાથે હોવા છતાંય...

આમ જોવા જઈએ તો 

હું પણ ક્યાં એટલો આસાનીથી એના હાથમાં આવવાનો હતો 

પરંતુ...

પરંતુ આતો એવા લોકોનો ઉપકાર હતો મારી ઉપર કે 

જે લોકોએ કાયમ માટે મને અવગણ્યો હતો 

જે લોકોએ આજ સુધી જ્યાં ને ત્યાં 

મને ઉતારી પાડયો હતો 

મારા ગમે તેટલું સારું કરવા છતાં 

જેમણે મારી કીમત ના સમજી 

અને ઉપરથી એ બધા લોકોએ તો 

પોતપોતાની જરૂરીયાત મુજબ 

મારો ભરપૂર ઉપયોગ કર્યો હતો 

એટલે 

આજે હું બધી બાજુએથી પૂરેપૂરો થાકીને 

જ્યાં ને ત્યાંથી વારંવાર હારીને 

ઘણી બધી વાર પછડાઈ ને 

પછી મને ખબર પડી કે, 

આજ સુધી હું એ બધા લોકોને ઓળખવાની 

જે ભૂલ કરતો હતો, અસલમાં 

એજ મારા જીવનમાં

મારી મોટામાં મોટી ભૂલ હતી

કેમકે 

આજ સુધી જ્યાં જ્યાં મારે વિશ્વાસ રાખવાનો હતો, 

ત્યાં ત્યાં મેં જાતેજ દૂરી બનાવી હતી 

ને જ્યાં હું બરાબરનો પછડાવાનો હતો 

પછતાવાનો હતો ત્યાં મેં દોટ મૂકી હતી 

એટલે...

આમાં ભૂલ બીજા કોઈની નહીં

પરંતુ 

એમાં ભૂલ માત્ર ને માત્ર મારી જ હતી 

કેમકે 

આજ સુધી હું એ જાણી જ ના શક્યો કે, 

જે લોકો મને એમના દિલમાં ઉતરવા માટે 

મને જે રસ્તો આપતા હતા, 

અસલમાં એતો એમના સ્વાર્થની બારી માત્ર હતી 

પરંતુ 

આજે મારા સાચા સાથીએ મને જગાડયો છે 

એટલે 

આજથી જ

આ બે રંગી લોકોના બધા જ રંગ મૂકી દઉં છું 

કેમકે મને આજે જે સાથી મળ્યો છે 

એની ઉપર મને એટલો વિશ્વાસ આવી ગયો છે કે, 

હવે પછીની મારી જિંદગીની પ્રત્યેક ક્ષણ 

ખુશીયોથી ભરપૂર હશે 

કેમકે હવે મને સમજાયું કે, 

મારો એ જુનો ને સાચો સાથી ખરેખર 

કોહિનૂર છે 

દોસ્તો 

મારો એ જુનો ને સાચો સાથી 

બીજો કોઈ નહીં, પરંતુ...

"હું જ છું" 

આજે મેં મને શોધી લીધો છે 

આજે મેં મને ઓળખી લીધો છે 

એટલે 

ભલે આજ સુધી મારા જીવનનો ખૂબ મોટો અને કિંમતી સમય વેડફાયો હોય 

ભલે આજ સુધી હું જ્યાં ને ત્યાં પછતાયો કે પછડાયો હોઉં 

પણ હવે...

હવે મારી સાથે એવું નહીં થાય 

કેમકે 

"આજથી હું મારી સાથે જોડાયો છું" 

વાચક મિત્રો 

તમને મારી આ કવિતા કેવી લાગી એ તમારા અમૂલ્ય પ્રતિભાવ આપી મને જણાવશો, અને તમારા મિત્ર વર્તુળમાં સેર જરૂર કરશો. 

ધન્યવાદ 

શૈલેષ જોષીના પ્રણામ 

ખાસ નોંધ - હમણાં થોડા ઘણા સમયથી હું Matrubharti પર એક્ટીવ ન હતો, એનું કારણ કે હું બે સ્ટોરી પર કામ કરી રહ્યો હતો. 

બીજું ખાસ એ કહેવાનું કે, 

Matrubharti પર મારી કવિતાઓ ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ ઉપલબ્ધ છે, અને ખૂબ સારી એવી વખણાઈ પણ છે, તો જો તમારે વાંચવાની બાકી રહી ગઈ હોય તો તમે જરૂરથી વાંચશો, અને તમારા અમૂલ્ય પ્રતિભાવ પણ આપશો, જેથી કરીને મારો વધારે ને વધારે સારું લખવાનો ઉત્સાહ બેવડાતો રહે. 

વિવિધ વિષયોનો રસથાળ તમને મારા લખાણમાં માણવા મળશે, જેમકે 

સામાજિક, ક્રાઈમ, થ્રિલર રમૂજ અને એ પણ દરેકે દરેક ઉંમરના વ્યક્તિઓને ગમી જાય, એવા પારિવારિક તાણા વાણા સાથેની એકજ બેઠકમાં વાંચી લેવાનું મન થઈ જાય એટલું રસપ્રદ વાંચન તમને એમાં મળી રહેશે. 

આભાર સહ 

શૈલેષ જોશી