You will reach. in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | તું પહોંચી વળીશ

Featured Books
Categories
Share

તું પહોંચી વળીશ

જો તમે તમારા આજ સુધીનાં જીવનમાં કોઈપણની સાથે જાણી જોઈને ઈરાદા પૂર્વક કંઈ ખોટું નથી કર્યું, 

તો પછી તમારે તમારા જીવનમાં જરા સરખી પણ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. 

પરંતુ આપણો મનુષ્ય સ્વભાવ જ એવો છે કે, 

એ જે પણ કંઈ સારું ખોટું વિચારે છે, એનો મુખ્ય આધાર એ એની પર રાખતો થઈ ગયો છે કે, 

જે તે વ્યક્તિની આસપાસ બનતી સારી ખોટી બાબતોને જોઈ, એના પરથી એ પોતાના જીવન વિશે પોતાની રીતે ધારણાઓ બાંધી લે છે, કે

ફલાણા સાથે આવું થયું, ને ઢીંકણા સાથે તેવું થયું. 

ને આવું એક બે લોકો નહીં પરંતુ 

મોટાભાગના લોકો આ વિચારસરણી ધરાવતા હોય છે. 

એનું કારણ માત્ર ને માત્ર એટલું જ કે, 

જે તે વ્યક્તિ પોતે પ્રભુ પર કે પછી પોતાના પર કોઈ અજ્ઞાત ભયના ઓથાર તળે એટલા ઊંડા ઉતરી ગયા હોય છે કે, જેને કારણે તેઓ એટલી શ્રધ્ધા રાખવામાં કાચા પડે છે.

પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે પરમ કૃપાળુ પરમાત્માએ આપણને સૌને આ મનુષ્ય દેહ આપ્યો છે તો આપણા જીવનમાં આવતી તમામ સારી ખોટી બાબતો પણ  જ્યારે આપણી સામે આવે, ત્યારે એમ માનવું કે, 

એ બધી બાબતો આપણા જીવનમાં એ જોવા માટે આવે છે કે, 

આપણે એનો સામનો કેવી રીતે કરીએ છીએ ?

શું આપણે અમુક બાબતોથી ડરી જઈએ છીએ  ?

શું આપણે અમુક બાબતોનું ખોટી રીતે નિરાકરણ લાવીએ છીએ  ?

કે પછી આવે સમયે આપણે ધીરજ રાખી એ બાબતોનું સમાધાન શોધીએ છીએ  ?

બસ આ ત્રણ જ બાબતો પર આપણું આખુ ભવિષ્ય તૈયાર થતું હોય છે.

માટે જીવનમાં એક વાત હંમેશા યાદ રાખવી કે, 

જગતપિતા ક્યારેય કોઈ વ્યક્તિને એવું દુ:ખ નથી આપતા કે જે દુ:ખ ને કોઈ વ્યક્તિ પહોંચી ન વળે. 

પરંતુ ખરી તકલીફ એ છે કે, 

કોઈપણ વ્યક્તિને દુ:ખ પરેશાની તકલીફ આવું બધું ગમતું જ નથી. 

હવે આપણે જાણીએ છીએ કે આ બધામાંથી તો ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ પણ પસાર થયા જ છે,

તો એમની સામે આપણે તો એક મનુષ્ય અવતાર છીએ. 

માટે આપણે એક વાત સ્પષ્ટ પણે સમજી લેવી જોઈએ કે, 

પ્રભુ જે કરે છે તે સારા માટે 

એટલું જ નહીં પરંતુ 

પ્રભુ જે કરે છે તે સારા માટે કરે છે 

અને મારા માટે કરે છે. 

છતાંય આપણે તો એટલું જ યાદ રાખીએ છીએ કે, 

આપણી મદદ માટે જે દરવાજો હતો, એ બંધ થઈ ગયો. 

અને પછી આપણે એજ વાતને લઈને લમણે હાથ ધરી બેસી જઈએ છીએ. 

અને એ એકજ વાતનું રટણ કરતા રહીએ છીએ, ને પછી વધારે ને વધારે દુ:ખી થતાં રહીએ છીએ. 

જાણે પુરી દુનિયામાં આપણી મદદ માટે આ એકજ દરવાજો હતો. 

મારો કહેવાનો અર્થ એ છે કે, 

એવું નથી હોતું

આ નહીં

આવા તો દસ દરવાજા બંધ થાય તો પણ

આપણે એવો અભિગમ અપનાવવો જોઈએ કે,

આ દસમો દરવાજો બંધ થયો

એ કંઈ મારા માટે છેલ્લો દરવાજો ન હતો. 

કે પછી એમ વિચારવું જોઈએ કે,

હજી તો મેં ખાલી દસ દરવાજા જ ખખડાવ્યા છે, 

જો મારી માંગણી અને હું સાચા હોઈશું, તો

કોઈને કોઈ મને મદદ કરવાવાળું,

મારો હાથ પકડવાવાળું,

મને સાથ આપવા વાળું કે પછી

મને સાચો રસ્તો બતાવવા વાળું મને મળી જ રહેશે. 

આપણે ફક્ત એકજ કામ કરવાનું છે કે, 

જીવનમાં ગમે તેવા પ્રતિકૂળ સંજોગો આવે,

ગમે તેવી વિકટ પરિસ્થિતિ ઉભી થાય, કે પછી

તકલીફો અને પરેશાનીઓની આખી વણઝાર ઊભી થઈ જશે એવું લાગે ત્યારે...

આપણે જરાય ગભરાવું જોઈએ નહીં. 

આપણે જરાય થાકવું કે હારવું પણ ના જોઈએ. 

અને નિરાશ કે ઉદાસ તો ક્યારેય થવાનું જ નથી 

કેમકે...

ઇશ્વર ક્યારેય પણ 

કોઈને પણ 

એ પહોંચી ના વળે,

એવું દુ:ખ આપતાં જ નથી. 

માટે જ,

જે લોકોને ઈશ્વર પર શ્રધ્ધા હોય છે,

ને પોતાના પર પૂરો આત્મવિશ્વાસ હોય છે, 

એવા લોકો સામે જીવનમાં ગમે તેવી સમસ્યા ઉભી થાય છે, ત્યારે તેઓ પોતાને આ એકજ વાતનું આશ્વાસન આપે છે કે, 

એટલી બધી ચિંતાની કોઈ વાત નથી 

"હું પહોંચી વળીશ" 

વાચક મિત્રો 

જો તમને મારી આ આત્મ-વિશ્વાસ ભરી વાત ગમી હોય,

તો તમારા તમામ ગ્રૂપમાં સેર કરશો. 

આભાર 

શૈલેષ જોષીના પ્રણામ