ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
"પૂજા એ પૂજા, ક્યાં છો બેટી" સુમતિ ચૌહાણે ઊંઘમાંથી ઉઠતા પૂછ્યું.
"મમ્મી, એ તો, એ તો, ભારત જવા નીકળી ગઈ." પૂજાના ગયા પછી, 10 મિનિટ પછી સહેજ સ્વસ્થ થયેલા વિક્રમે કહ્યું.
"તે એને જવા કેમ દીધી, મેં એની સાથે વાત કરેલી કે, કાલે બપોરે આપણે બધા સાથે જશું."
"મેં એને રોકવાની બહુ કોશિશ કરી પણ એ ન માની. એની ચાકલીયા માં આવેલ 'દેશનું દૂધ' કંપની માં કંઈક પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. એ સુલઝાવવા એનું જવું જરૂરી હતું, એણે એવું કહ્યું"
"અને તે એને જવા દીધી? તારું મગજ તો ઠેકાણે છે કે નહિ વિક્રમ?" સહેજ ઊંચો અવાજ કરતા સુમતિએ કહ્યું.
"તો મોમ હું શું કરું? એને કઈ જબરજસ્તી બાંધીને તો અહીં રોકી ન શકાય ? એ સ્વતંત્ર વ્યક્તિ છે. અને આપણે વિદેશમાં છીએ. હું કઈ જબરદસ્તી ન કરી શકું?"
"તું મૂર્ખ છે વિક્રમ, પહેલા મને એવું લાગતું હતું પણ, આજે ખાતરી થઇ ગઈ છે. તારી પાસે એક્ઝિક્યુટિવ - મેનેજરોની ફોજ છે, એટલા લાખો કરોડોના પગાર તું એને આપતો હોય છે, અને આમેય પૂજા ગ્રુપ ઓફ કંપની તો ચૌહાણ એન્ટરપ્રાઇસ કરતા અડધી નથી, તું એની 9-10 કંપનીમાંથી એક એવી કંપનીનો પ્રોબ્લેમ કોઈને ત્યાં મોકલાવીને સુલઝાવી શકતો નથી?"
"પણ માં, એણે મારી મદદ લેવાની ના કહી દીધી, મેં એને આખી કંપની ખરીદવાની ઓફર કરી પણ એણે સાફ ઇન્કાર કરી દીધો, અને મને કહ્યું કે તું માત્ર 4%નો અને આખું ચૌહાણ એન્ટરપ્રાઇઝ માત્ર 17 %નું ભાગીદાર છે." વિક્રમ હવે મમી પરથી માં પર આવી ગયો હતો જેમ એ નાનો હતો ત્યારે કહેતો હતો એમ.
"એટલે જ કહું છું કે તું મૂર્ખ છે. કોઈ પણ છોકરીને ધનથી ન ખરીદી શકાય ખાસ કરીને પૂજા જેવી કે, સોનલ જેવી છોકરી, સમજ્યો? હા સોનલને તે ધનથી આકર્ષવાની કોશિશ કરી હતી, તે એને એના ઘરનાને હેરાન કરવાની ધમકી પણ આપી હતી, મને બધું કહ્યું રાજીવે." જોકે રાજીવે સુરેન્દ્રસિંહ ના અપહરણ અને પૃથ્વી પરના હુમલા વિશે નહોતું કહ્યું.
"રાજીવડાં, હું તને છોડીશ નહિ," વિક્રમ બોલ્યો.
"હવે એ બધું છોડ અને રાજીવ પૂજાને એરપોર્ટ છોડવા ગયો છે. એને ફોન લગાવ અને એને કહે કે પૂજા સાથે મારી વાત કરાવે."
xxx
"જીતુભા, હું તમારી સાથે કોઈને મોકલું?" ઉદયપુરનો મેનેજર પૂછી રહ્યો હતો. એને મોહનલાલનો હુકમ મળ્યો હતો કે જીતુભાને જોઈએએ મદદ કરવી.
"ના માત્ર એક કારની વ્યવસ્થા કરાવો બસ, અને હા મારે એકાદ કલાકમાં નીકળવું છે."
"કઈ વાંધો નહિ, હમણાં પંદર મિનિટમાં એક કાર અહીં આવી જશે. હમણાં ગઈ કાલે જ જે સર્વિસ સેન્ટર માંથી ફાઇનલ થઈને આવી છે એટલે તમને રસ્તામાં જરાય તકલીફ નહિ પડે.”
“ઓકે, પેટ્રોલની ટાંકી ફૂલ કરાવજો અને એકાદ ડબ્બામાં અલગથી 2-3 લીટર પેટ્રોલ ભરાવી ને રખાવી દેજો."
xxx
“જીતુ ક્યાં છે. તું" સુરેન્દ્ર સિંહ પૂછી રહ્યા હતા.
"મારે અર્જન્ટ ચકલીયા જવાનું થયું છે. અત્યારે થોડીવારમાં હું ઉદયપુરથી નીકળીશ."
"ઠીક છે. જેવા બહેન, સોનલ અને મોહિની આવે એટલે તારી સાથે વાત કરાવીશ. તું બને એટલું જલ્દી આવજે. આ અનોપચંદના મગજમાં શું ચાલે છે એ સમજાતું નથી."
"હું તો પરમ દિવસે આવી શકીશ એવું લાગે છે, છતાં કોશિશ કરીશ કે, કાલે મોડી રાત સુધીમાં પહોંચી જાઉં, પણ મેં 2-3 જણાને ત્યાં આવવાનું કહ્યું છે. તમે કાલ બપોર સુધી સાવચેત રહેજો. હું કોશિશ કરું છું કે પૃથ્વી કાલે બપોર પહેલા ત્યાં પહોંચી જાય."
"મને કઈ એ લોકોની બીક નથી પણ અહીં બહેન, સોનલ અને મોહિની ભેગા હશે એની ચિંતા છે,"
"સહુ સારું થશે મામા કઈ ફિકર કરવાની જરૂર નથી."
xxx
"પૂજા, ક્યાં છે તું?" મોબાઈલમાં સુમતિનો અવાજ આવતો હતો, ફોન રાજીવનો હતો અને સ્પીકર પર હતો. કેમ કે, એમણે પૂજાને ફોન કર્યો પણ એણે ફોનનો જવાબ આપ્યો ન હતો.
"આંટી હું એરપોર્ટ પર પહોંચી ગઈ છું. અને ચેક ઇન નો છેલ્લો મેસેજ એનાઉન્સ થાય છે. મારે જવું પડશે."
"તું ક્યાંય જતી નથી હોસ્પિટલ પર પછી આવ, મારે તારું કામ છે. તે મારો ફોન કેમ અવોઇડ કર્યો."
"ના, આંટી એવું કઈ નથી મારો મોબાઈલ મારા પર્સમાં છે, અને હું ભાગતી કાઉન્ટર પર પહોંચવાની ઉતાવળ માં મેં સાંભળ્યું નહીં.સોરી."
"અત્યારથી તારી સાસુનું નહિ સાંભળે તો લગ્ન પછી, મારે ખરેખર તારી સાસુ થવું પડશે છોકરી, તારા પ્લેનને ઉડી જવા દે ટિકિટના પૈસા ભલે જતા.અને ફટાફટ રાજીવ સાથે અહીં હોસ્પિટલ પહોંચ."
"પણ આંટી..."
"મેં તને દીકરીની જેમ જ ઉછેરી છે પૂજા, તારી આન્ટીની આટલી વાત નહિ માને?" જો કાલે હોસ્પિટલથી મને રજા મળશે, મેં શ્રી નાથદ્વારા જવાની માનતા રાખી છે, આપણે બધા સાથે જઈશું ત્યાં દર્શન કરીશું. અને ત્યાં જ તારા અને વિક્રમના લગ્નનું એનાઉન્સમેન્ટ થશે. પછી તારે જે જગ્યાએ જવું હોય ત્યાં જજે. અને હા હવે બધા કામ જલ્દી પટાવજે મારે 15-20 દિવસમાં બેસ્ટ મુહૂર્ત જોઈને તમારા લગ્ન કરાવી દેવા છે." સુમતિ ચૌહાણ બોલતા હતા, અને એ સાંભળીને વિક્રમના હોશ ઉડી રહ્યા હતા, જયારે એના પડછાયા જેવા શેરાના ચહેરા પર કંઈક ગમગીની ફરી વળી હતી.
xxx
"મોહનલાલ જી મારે કેટલીક માહિતી ની અત્યંત જરૂર છે. તમને બે ફોન નંબર મોકલું છું. મારે એ બંને ફોન નંબર પર આપસમાં થયેલી બધી વાત જાણવી છે." જીતુભા એ કહ્યું.
"મોકલી દે. અને 2 દિવસનો સમય આપ, તું પૂછે છે તો કૈક અગત્યનું જ હશે. હું બને એટલું ઝડપથી મેળવવાની કોશિશ કરીશ."
"2 દિવસનો સમય નથી. હું ઉદયપુરથી ચાકલીયા ગામ જાઉં છું. મને લગભગ 5 કલાક ત્યાં પહોંચતા થશે, અત્યારે રાતના 10 વાગ્યા છે. હું વહેલી સવારે ત્રણેક વાગ્યે ત્યાં પહોંચીશ. હું ગામના કોઈ માણસને મળું એ પહેલા મારે એ જાણવું જરૂરી છે."
"પણ એ તો કેવી રીતે શક્ય બને જીતુભા?"
"તમારા માટે એ શક્ય છે, કેમ કે ચૌહાણ એન્ટરપ્રાઇઝ ની કંપની નું જ નેટવર્ક છે. ધર્મેન્દ્ર ચૌહાણ.."
"એ શક્ય નથી, કેમ કે કદાચ એ લોકોનું કઈ કારસ્તાન હોય તો?"
"પણ એમની કંપનીમાં કોઈક તો હશેને જે આપણા માટે કામ કરતું હોય?" સહેજ મુસ્કુરાઈ ને જીતુભા એ પૂછ્યું.
"તું મેં ધાર્યો હતો એનાથી વધારે હોશિયાર છે, જીતુભા. હું તને રાતના 2 વાગ્યા સુધીમાં આખો વાર્તાલાપ મોકલી શકીશ પણ તું વાંચીશ કેવી રીતે, SMS માં તો માંડ 100-200 શબ્દ આવશે. તારે કોઈ કમ્પ્યુટર પર બેસવું પડશે. અથવા મને રાતના ફોન કરવો પડશે. એક કામ કર તું ચાકલીયા ગામની સરહદે પહોંચે ત્યારે મને ફોન કરજે. ત્યાં સુધીમાં હું તને સાંભળવા જેવું બધું એડિટ કરી રાખીશ, અને પછી સંભળાવીશ."
"થેંક્યુ મોહનલાલજી, પણ તમારે ઉજાગરો થશે."
"કઈ વાંધો નહિ આજે તું છે, કાલે બીજો કોઈ હોય, મારે માટે એ નવું નથી. આમેય મને રાત્રે બહુ ઊંઘ આવતી નથી."
xxx
"આંટી, તમે મને ખોટા સપના બતાવી પાછી બોલાવી લીધી પણ, મારુ અંતર કહે છે કે મારા એ સ્વપ્નાઓ કદી પૂર્ણ થવાના નથી. શું કામ મારું દિલ ફરીથી એક વાર તોડવા માંગો છો." કહેતા પૂજાનું ડૂસકું નીકળી ગયું. એ સુમતિ ચૌહાણના પલંગના કિનારે બેઠી હતી, વિક્રમ બાજુમાં ઉભો હતો. સુમતિ ચૌહાણે એના વાંસામાં હાથ ફેરવ્યો અને કહ્યું. "દીકરી, તારા નસીબમાં જેટલી પરીક્ષા લખાઈ હતી એ પૂરી થઈ, હવેથી હું કોઈ તકલીફને તારી આજુબાજુમાં ય નહિ ફરકવા દઉ."
"પણ આંટી મારે આ વિક્રમયા, જોડે પરાણે નથી પરણવું. એ રાજીખુશીથી હા પાડે તો જ લગ્ન કરવા છે, નહીં તો હું કુંવારી જ રહીશ." લગભગ 4 મહિના પછી એણે વિક્રમને વિક્રમયા કહીને સંબોધ્યો હતો.
"તે તને કોણ અત્યારે જ એની સાથે ફેરા ફરવા નું કહે છે? એ બધું નિરાંતે સારા મુર્હતમાં થશે. અત્યારે તો મેં તને મારી કાળજી રાખવા અને મારી માનતા પુરી કરવા પછી બોલાવી છે. જો તું ગઈ કાલે સાથે ન હોત તો.."
"બસ, આંટી કઈ ન બોલતા, તમારે તો આ વિક્રમયાના છોકરાવને પરણતા જોવાના છે,"
"અને સાથે સાથે તારા પણ, એટલેકે તમારા.. હવે એક કામ કર ઓલી હોટેલ જેમાં પૃથ્વી અને પછીથી તું રોકાયા હતા, ત્યાં એક બે રૂમ બુક કરવું અને આ લોકોને (વિક્રમ, રાજીવ, શેરા) ભગાડ. મારે તારી સાથે કેટલીક અગત્યની વાત કરવી છે."
xxx
"તારી જીતુભા સાથે વાત થઈ ગઈ?" નિનાદ વિક્રમને પૂછી રહ્યો હતો.
"ના, નિનાદ, સોરી હું બહુ અટવાયેલો હતો." વિક્રમે જવાબ આપ્યો.
"વિક્રમ," નિનાદનો અવાજ જરા ઉંચો થયો.
"હું બસ10 મિનિટમાં ફ્રી થઈ ફોન કરું છું."
"વિક્રમ, તું દોસ્ત છો, તે એક વાર મને મદદ કરી હતી, તને ખબર છે કે મેં તારા માટે શું દાવ પર લગાવ્યું છે એની?"
"નિનાદ, થેંક્યુ, માત્ર 10 મિનિટ વધુ, મને ખબર છે કે તે તને ખબર હોવા છતાં, તારી જ કંપનીમાં હુમલો થવા દીધો, પણ આપણા નસીબ ખરાબ હતા, આપણે ધાર્યું એ ન થયું અને બિચારો તારો માણસ."
"ક્રિસ્ટોફર, એ બિચારો તો પૃથ્વીના બોલાવવાથી ત્યાં ગયો હતો"
"હા, પણ મને એ નથી સમજાતું કે, આ લાસ્ટ મિનિટ હુમલો કરનાર ટીમ કઈ રીતે બદલાઈ ગઈ." વિક્રમે કહ્યું.
"એ બધું તું ઝડપથી શોર્ટઆઉટ કરીને ફટાફટ જીતુભા સાથે વાત કર, મને ન્યુઝ મળ્યા છે કે, પૃથ્વીએ તને દુબઈમાં પરચો બતાવ્યો કેએ કેટલો કેપેબલ છે."
"હા એ વાત સાચી છે. જો કે ત્યારે મને નહોતી ખબર, પણ પછી પૂજા એ કહ્યું ત્યારે મને સમજાયું. ચાલ હું ફોન કટ કરું છું, રાજીવ અને શેરા મારી રાહ જુવે છે."
"કઈ જરૂરત પડે મદદની તો 'વલ્ડ હબ' માં 'કટિંગ એન્ડ ફિટિંગ' સ્ટોરના માલિક ભગવાન ભાઈને અથવા 'ભારત સેક્શન'ના ઈશ્વર ભાઈને મળજે. પણ જો તું જીતુભાને કન્વે કરી લઈશ તો પછી કઈ જરૂર નહીં પડે.
"ઓકે, ચાલ મુકુ છું." કહી વિક્રમે કોલ કટ કર્યો અને હોસ્પિટલના બાથરૂમમાંથી બહાર આવ્યો. શેરા, અને રાજીવ એની રાહ જોઈને લોબીમાં ઉભા હતા.
xxx
ઉદયપુર શહેરની બહાર નીકળીને જીતુભા એ કારની સ્પીડ વધારી અને ડેશબોર્ડ માં રહેલા ટેપરેકોડર ને ચાલુ કર્યું. પહેલેથી જ અંદર ભરાવેલ કેસેટ માંથી અનાયાસે જીતુભાની ગમતી ગઝલ વાગવા લાગી.
"मेरी मंज़िल है कहाँ, मेरा ठिकाना है कहाँ, सुबह तक तुझसे बिछड़ कर मुझे जाना है कहाँ
सोचने के लिए एक रात का मौका दे दे, हम तेरे शहर.... આ ગઝલ સાંભળતા જ જીતુભા મોહિનીની યાદ માં ખોવાવા લાગ્યો. એણે મનોમન વિચાર્યું કે બસ આજની રાત જો ધાર્યું કાર્ય પાર પડી જાય તો કાલે રાત સુધીમાં મોહિનીની મુલાકાત અવશ્ય થશે. મોહિનીની યાદ આવતા જ એનું મગજ ફ્રેશ થવા લાગ્યું. ક્યારનીય લાગેલી સિગારેટની તલબ જાણે ગઝલ સાંભળીને બુઝાઈ ગઈ, એ ટેપરેકોર્ડરની સાથે ગઝલ ગણગણવા લાગ્યો. એ જ વખતે એણે ડેશબોર્ડ પર મુકેલા એના ફોનમાં રિંગ વાગી, જીતુભાએ ફોન હાથમાં લીધો. ડિસ્પ્લે પર એક અજાણ્યો નંબર ફ્લીક થયો હતો. એણે કારને રોડની એક સાઈડ લીધી, અને થોભાવી. એ ફોનનો આન્સર દેવા જ જતો હતો કે એ જ વખતે ડેશબોર્ડ પર રાખેલો મંગળ સિંહના ફોનમાં રિંગ વાગી. એણેએ ફોન હાથમાં લીધો અને સ્ક્રીન પર જોયું તો શેરાનો ફોન આવી રહ્યો હતો. જીતુભા વિમાસણમાં મુકાયો કે પહેલા કયો ફોન ઉંચકવો?
ક્રમશ:
આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ - સૂચનો અવશ્ય મોકલજો.