Bindu in Gujarati Short Stories by ASHVIN BHATT books and stories PDF | બિંદુ...

Featured Books
  • एक कब्र का रहस्य

    **“एक कब्र का रहस्य”** एक स्कूल का मासूम लड़का, एक रहस्यमय क...

  • Kurbaan Hua - Chapter 45

    अधूरी नफ़रत और अनचाहा खिंचावबारिश अब पूरी तरह थम चुकी थी, ले...

  • Nafrat e Ishq - Part 24

    फ्लैट की धुंधली रोशनी मानो रहस्यों की गवाही दे रही थी। दीवार...

  • हैप्पी बर्थडे!!

    आज नेहा अपने जन्मदिन पर बेहद खुश थी और चहक रही थी क्योंकि आज...

  • तेरा लाल इश्क - 11

    आशना और कृषभ गन लोड किए आगे बढ़ने ही वाले थे की पीछे से आवाज...

Categories
Share

બિંદુ...

શહેરમાં જવા નીકળેલા રામજી પટેલની નજર બસની બારીમાંથી બહાર ધરતીના સૂકા પટ ને જોઈ રહી હતી.નજર તો બસની ગતિની સાથે જ હતી પણ એમના મનની ગતિ બસ થી વધુ તેજ ઝડપે ચાલતી હતી.

 શહેર પહોંચવાને હજુ અડધો કલાકનો સમય હતો..પણ રામજી પટેલ તો મનથી શહેરમાં પહોંચી ગયા હતા ને ત્રણ દિવસ પહેલા શહેરના મેઘજી શેઠ સાથે થયેલ મુલાકાત સ્મરણ પટ પર અંકિત થઈ રહી.

ચારે તરફ દુષ્કાળના ઓળા પથરાયેલ હતા..સૂકો ચારો મેળવવા માટે મોંઘા દામ આપતા પણ મુશ્કેલી હતી..ઘાસની ગાંસડી મેળવવા સવારથી સાંજ સુધી ધાસ ડેપો પર તપ કર્યા પછી પણ ઘાસ મળે તો ઠીક..નહિતર બીજા દિવસે ફરી તપસ્યા કરવાની..આવી સ્થિતિમાં લીલો ચારો તો ક્યાંથી જોવા મળે?

રામજી પટેલ એ તેમના બે બળદ માંથી એક બળદ વેચવાનું મેઘજી શેઠ સાથે સોદો નક્કી કરેલ.એમના વિચાર મુજબ જો એક બળદ વેંચી એમાંથી બીજા બળદ નો નિર્વાહ કરી શકાય તો ખોટું નહીં..જેમ તેમ કરી આ કપરો કાળ નીકળી જાય બસ..

એટલે જ આજ શહેર ભણી પ્રયાણ કર્યું હતું

મેઘજી શેઠ સાથે અગાઉ થયેલ વાત મુજબ બળદ નો સોદો પાક્કો કર્યો અને રામજી પટેલ ગામ તરફ પાછા આવવા નીકળ્યા.

ડેલી ખોલી આંગણ માં પગ મૂકતા જ શામળા ધોળિયા ની જોડી પર નજર ગઈ પણ રામજી પટેલને આજ એક જ બળદ દેખાયો..જાણે આજ થી તેને ધોળિયો પરાયો બની ગયો હોય.

સાંજે બંને બળદ ને ચારો નીરવા ઊભા થયા.બન્ને ને ચારો આપ્યો..પણ કોણ જાણે કેમ એમનું મન તો વધુ પેલા ધોળિયા તરફ ખેંચાતું હતું..જે બે દિવસ પછી એનાથી છૂટો પડી જવાનો હતો.બે બળદ એ તો રામજી પટેલ ના ડાબા જમણા હાથ સમાન હતા..એમના મન બે દીકરા સમાન હતા.. એ જ એક હાથને આજ રામજી પટેલ એ પોતાના હાથે કાપી ને જુદો પાડી દીધો..મનમાં ગડમથલ ચાલી રહી હતી..સમાજ માં ઘણા દીકરા મોટા થાય બાપ થી અલગ થાય છે..પણ મેં તો બાપ થઈ ને દીકરાને અલગ પાડવાનું કર્યું..વિચારો ના કારણ રામજી પટેલ ના અશક્ત શરીર માં ધ્રુજારી ફેલાઈ ગઈ.

શામળાને ચારો નીરી ને પટેલ ધોળિયા ને ચારો આપવા નીચે નમ્યા અને ..ઓચિંતા કોણ જાણે ક્યાંથી પટેલના વાંસા પર બે ચાર બિંદુ..ટીપા પડ્યા.

 રામજી પટેલ એ ઊંચું ડોકું કરી નજર આકાશ તરફ કરી તો કાળા વાદળો દેખાવા શરૂ થયા હતા..કોણ જાણે અશકત શરીર માં ક્યાંથી શક્તિ સ્ફૂર્તિ પ્રગટી ને પટેલ દોડીને સામેની ટેકરી પર ચડી ગયા..પોતાની કમજોર આંખો પર હાથની છાજલી બનાવી દૂર દૂર મીટ માંડી..વાદળો તો હતા પણ..બધા..દૂર દૂર અને ઊંચા છૂટા છવાયા...એમની અનુભવી આંખો જાણી ગઈ કે આ વાદળ વરસે એવી શક્યતા નથી.. કાળા વાદળા થી બનતી આકૃતિમાં રામજી પટેલને વધુ એક દુકાળ ડોકિયું કરતો ભાસ્યો.

નિસાસો નાખતા મનોમન બોલ્યા રામજી પટેલ," હવે તો રક્ષાબંધન પણ આવી ગઈ..શ્રાવણ પણ અડધો પસાર થઈ ગયો..કદાચ કોઈ મેઘરાજાના હાથમાં રાખડી બાંધીને દર વરસે વરસવાનું વચન લઈ લે તો કેવું સારું રહે." આ દુકાળના કારમા પંજામાંથી કાયમી મુક્તિ મળે..પણ રાખડી બાંધે કોણ?

ટેકરી ઊતરતા એમનો ઉત્સાહ પણ ઓસરી ચૂક્યો હતો જે ટેકરી ચડતી વખતે હતો. ફરી આવી ધોળિયા પાસે પગ થંભી ગયા..નજર ધોળિયાની આંખો તરફ ગઈ તો...ભીનાશ હજુ પણ ઝલકતી દેખાઈ..પટેલને વાંસા પર પડેલ બિંદુ નું રહસ્ય સમજાઈ ગયું.. એ મેઘબિંદુ નહી,અશ્રુબિંદુ હતા ધોળિયાની આંખના..

રામજી પટેલ ધોળિયા ને ડોકે વળગી પડ્યા..પીઠ થપથપાવી હાથ પસવાર્યો જાણે કહેતા હોય..કાલે જ શહેર જઈ સોદો રદ્દ કરી આવીશ.ધોળિયો પણ સમજી ગયો હોય એમ ડોકું હલાવી કહી રહ્યો કે આ દુષ્કાળ સામે સાથે રહી બાથ ભીડીશું માલિક..