લવ યુ યાર જસ્મીના શાહ પ્રકરણ-80લવ જરા અકળાઈને જૂહીને કહી રહ્યો હતો કે, "હું બકબક બકબક કરતો હતો કે તમે?" અને પાછું બંનેનું ઝઘડવાનું ફરીથી ચાલ્યું. પાછી ઓલાવાળાએ પોતાની ઓલા રોકી દીધી અને તેણે પાછળ જોયું અને તે બોલ્યો, "સર તમારે અહીં આગળ, બેગ નહોતી મૂકવાની અહીં આગળ જ બેસવાનું હતું અને હવે તમે બંને ચૂપ રહેશો કે હું અહીંયા જ ઓલા રોકી દઉં." જૂહી થોડી ટેન્શનમાં આવી ગઈ હતી અને ચિંતા વ્યક્ત કરતાં બોલી, "ના ના જવા દો ભાઈ, આને તો શું મારે લેઈટ થઈ જશે.""એ મેડમ, બહુ બોલશો નહીં નહીંતર અહીંયા જ ઉતારી દઈશ એક તો મારી ઓલામાં બેઠા છો અને પાછી મારી ઉપર જ દાદાગીરી કરો છો?" જુહી ચૂપ થઈ ગઈ અને ઓલાએ પોતાની સ્પીડ પકડી લીધી...હવે આગળ...ઓલા કેબના ડ્રાઈવરે પોતાની કારની સ્પીડ બરાબર પકડેલી હતી અને અને ટર્ન આવતાં કાર ટર્ન કરી એટલે જૂહી એકદમથી લવની ઉપર ગબડીને પડી તેનું નાજુક શરીર લવની ઉપર ઢળેલું હતું અને લવને લગોલગ અડેલુ હતું એંસી ટકા તે લવના ખોળામાં ઢળી પડી હતી..ત્યાંથી પોતાના શરીરને ઉંચકવા માટે તેણે પોતાનો એક હાથ લવના ગળાની પાછળ નાખ્યો અને બીજા હાથેથી લવના મજબૂત બાવડાને તેણે પકડ્યું અને માંડ માંડ જાણે બરાબર બેઠી થઈ શકી...લવને તો જાણે ચારસો ચાળીસ વોલ્ટનો ઝટકો લાગ્યો હતો...અને મનમાં લડ્ડુ ફૂટ્યા હતા...જે કંઈ પણ થયું તેને તો બહુ જ ગમ્યું હતું...અજાણતાં કોઈ યુવાન સુંદરી આખેઆખી પોતાની ઉપર ઢળી પડે અને તેનું કૌમાર્ય માણવા મળે તે કોને ન ગમે..??પોતાને ગમતું ન હોય તેમ તે અણગમો વ્યક્ત કરતાં બોલ્યો કે, "શું કરો છો મેડમ..? મને તો દબાવી દીધો.."જૂહી માંડ માંડ સરખી ગોઠવાતાં ગોઠવાતાં બોલી કે, "સોરી સોરી હં.. પણ મારા વજનથી તમને કંઈ ફરક પડ્યો હોય તેવું મને લાગતું નથી.."ડ્રાઈવરે પણ પોતાના સ્ટીયરીંગ ઉપર કાબૂ મેળવ્યો અને પાછળ જોઈને જૂહી તેમજ લવને બંનેને પૂછયું કે, "મારે ઓલા ક્યાં લઈ જવાની છે મને જરા કહેશો?"જૂહી તરત જ બોલી, "હા, પહેલા યુનિવર્સિટી લઈ લો હું તમને બતાવું છું રસ્તો"લવ પણ એમ ચૂપ રહે તેમ નહોતો તે પણ બોલ્યો કે, "પહેલા મેં જે લોકેશન નાંખેલું છે ત્યાં લઈ લો.""અરે યાર મારે લેઈટ થઈ જશે તમે પહેલા યુનિવર્સિટી લઈ લો ને ભાઈ પ્લીઝ."ઓલાકેબના ડ્રાઈવરે પાછું લવને પૂછ્યું, "બોલો શું કરવાનું છે ભાઈ?""હા ભાઈ આ મેડમ કહે છે ત્યાં લઈ લો ચાલો ને, વાંધો નહીં આપણે થોડા લેઈટ ઘરે પહોંચીશું." અને ક્યારની અધ્ધર શ્વાસે બેઠેલી જૂહીને હવે હાંશ થઈ અને તેણે નિરાંતનો શ્વાસ લીધો અને પોતાની લેપટોપ બેગમાંથી પાણીની બોટલ કાઢીને તે પાણી ગટગટાવા લાગી... તેના ગોરા વાનને કારણે તેના ગળામાંથી એક એક ઘૂંટડો પાણનનો નીચે ઉતરતો જાણે લવ જોઈ રહ્યો હતો..જૂહીએ પોતાના મોબાઈલમાં પોતાનું લોકેશન નાંખી દીધું હતું અને વીસ મિનિટમાં તો તે ત્યાં પહોંચી પણ ગઈ તેણે પહેલા હોસ્ટેલના ગેટ સામે નજર કરી જે ખુલ્લો હતો એટલે તેની મોટાભાગની ચિંતા તો ત્યાં જ દૂર થઈ ગઈ. હોસ્ટેલના ગેટ પાસે ગાડી અટકી...તે પોતાનો સામાન લઈને નીચે ઉતરી અને તેણે લવને થેન્કયુ કહ્યું અને સાથે એમ પણ કહ્યું કે, "આજે જો તમે મારી હેલ્પ ન કરી હોત તો આખી રાત મારે બહાર જ વિતાવવી પડત અને તે મારે માટે મુશ્કેલ બની જાત પણ હવે હું નિશ્ચિંત છું અને લો આ પૈસા જે થતાં હોય તે કાપી લો." એમ બોલીને તેણે લવની સામે 500/ રૂપિયાની કડકડતી નોટ ધરી."ઓ મેડમ, આ તમારી કડકડતી નોટ તમારી પાસે જ રાખો. આ તો તમારી હેલ્પ કરવાના ઈરાદાથી તમને અહીં સુધી ઝેલ્યા છે બાકી હું આ રીતે કદી કોઈને બેસાડતો જ નથી.""ઓકે, ન લેવા હોય તો કંઈ વાંધો નહીં." તેમ બોલીને તેણે પોતાની 500/ રૂપિયાની નોટ પોતાના પર્સમાં પાછી મૂકી દીધીઅને તે પોતાનો સામાન લઈને નીચે ઉતરી ગઈ. લવ તેને અંદર જતી જોઈ રહ્યો.જૂહીને ઉતારીને લવે ઓલાકેબ પોતાના ઘર તરફ લેવડાવી રસ્તામાં તે વિચારી રહ્યો હતો કે, "મારા દાદુ શું કરતા હશે.. મને આમ અચાનક જોઈને ચોંકી ઉઠશે અને મારી મોટી માં, તે તો મને જોઈને પાગલ જ થઈ જશે હું તેને ઉંચકી લઈશ. તેઓ ક્યારના મને ઈન્ડિયા બોલાવતા હતા પણ આ ડીગ્રી અને સાથે ડેડનો બિઝનેસ ને બધું મેનેજ કરવું અઘરું થઈ જાય છે પણ આ વખતે તો હું ડેડને કહીને જ આવ્યો છું કે, થ્રી મન્થ તો હું ઈન્ડિયામાં રહેવાનો જ છું અને જો વધારે ગમશે તો વધારે પણ રહી જઈશ. અહીંની માટીની સુગંધ, અહીંના માણસોનો પ્રેભ અને લાગણી, એકે એક ફેસ્ટિવલ નું સેલિબ્રેશન...ઑહ નો...આઈ લવ ઇટ...આ બધું યુરોપના દેશોમાં ક્યાં જોવા મળે છે? ખબર નહિ મને આ બધું કેમ આકર્ષે છે તે..?? યુરોપના દેશોમાં ફક્ત ભૌતિક સુખ અને સમૃદ્ધિ મળી રહે બાકી પ્રેમ અને લાગણી અને ભાઈચારાની જે ફીલીંગ્સ છે તે મેળવવા તો તમારે ઈન્ડિયા જ આવવું પડે...વિચારોની વણથંભી વણઝાર લવના મનમાં ચાલી રહી હતી અને ઓલાકેબના ડ્રાઈવરે જાણે અચાનક તેને ઉંડા વિચારોમાંથી બહાર લાવવા પ્રયત્ન કર્યો હોય તેમ તેને ઢંઢોળ્યો. "ભાઈ આવી ગયું, જૂઓ તો આ જ બંગલોને?"અને લવ ઈન્ડિયા પ્રત્યેના પોતાના અહોભાવમાંથી જાણે પરાણે ખેંચાઈને બહાર આવ્યો અને વિન્ડો માંથી બહાર પોતાનું માથું કાઢીને તેણે પોતાના દાદુના ઘરને જાણે હરખભેર પોતાના મનમાં વધાવી લીધું....ક્રમશ:~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 15/3/25