લવ યુ યાર જસ્મીના શાહ 'સુમન' પ્રકરણ-81શ્રી કમલેશભાઈ નાણાવટીનો સોસાયટીમાં રોડ ઉપર જ બંગલો હતો. ડ્રાઈવરે બંગલા પાસે પોતાની કેબ રોકી અને લવને પૂછ્યું કે,"ભાઈ આવી ગયું, જૂઓ તો આ જ બંગલો ને..?" વિચારોમાં ખોવાયેલો લવ જાણે ચોંકી ઉઠ્યો પહેલાં તેણે ઓલાની વિન્ડોવમાંથી પોતાનું માથું બહાર કાઢ્યું અને ઘણાં વર્ષો પછી પોતાના દાદાજીના બંગલાને "નાણાવટી હાઉસ"ને એક નજર જોઈને તેને જાણે પોતાની આંખોમાં તેને ભરી લીધો અને એક મીઠું સ્માઈલ આપ્યું...અને પછી તેણે ઓલાકેબવાળાના ખભા ઉપર હાથ મૂક્યો અને તે બોલ્યો, "આ જ ભાઈ આ જ.. થેન્ક્સ તમે બહુ જલ્દીથી પહોંચાડી દીધો અને કેટલા પૈસા થયા." લવે ઓલાકેબના ડ્રાઈવરને ઓનલાઇન જ પેમેન્ટ કર્યું અને ઓલાકેબમાંથી પોતાનો સામાન કલેકટ કરતો હતો ત્યાં તેની નજર પેલી પાણીની બોટલ ઉપર પડી જે સ્ટીલની હતી અને જૂહીએ પાણી પીને ત્યાં ની ત્યાં જ છોડી દીધી હતી. બોટલ જોઈને લવ બબડ્યો, "અરે શીટ યાર, આ પાગલ છોકરી એની બોટલ અહીંયા છોડીને ચાલી ગઈ." તેના હાથમાં બોટલ જોઈને ડ્રાઈવર બોલ્યો કે, "તમે તેની હોસ્ટેલ જોઈ જ છે ને આપી આવજો ને" "યસ, ઓકે" બોલીને લવે એક હાથમાં પેલી બોટલ લીધી અને બીજા હાથમાં પોતાની બેગ લઈને તે બંગલાના સ્ટેપ્સ ચઢ્યો.લવ નાનો હતો ત્યારે એક બે વાર ઈન્ડિયા આવ્યો હતો પરંતું મોટો થયો પછી ભણવામાં એટલો બધો બિઝી થઈ ગયો હતો કે અહીં આવવાનો તેને કોઈ મેળ જ પડતો નહોતો. ભલે તે લંડનમાં રહીને મોટો થયો અને ભણ્યો ગણ્યો પરંતુ અહીંની માટીમાંથી તેનું નિર્માણ થયું હતું એટલે કુદરતી રીતે જ જાણે અહીંના માણસો સાથે તેને એટેચમેન્ટ હોય તેવું તેને સતત લાગ્યા કરતું હતું. અહીંની ધરતી જાણે તેને પોકારતી હતી. તે કાયમ પોતાની મોમ સાંવરીને અને ડેડ મીતને કહ્યા કરતો કે એકવાર મારી ડીગ્રી પૂરી થઈ જાય પછી હું ઈન્ડિયા જવાનો છું તમે મને રોકતા નહીં અને જો મને ત્યાં ગમી જશે તો હું પાછો નહીં પણ આવું. અને તેના મોમ અને ડેડ બંને હસીને તેને કહેતા કે, "સારું બેટા તને જેમ ગમે તેમ જ તું કરજે." સાંવરી ભણવાની બાબતમાં ખૂબજ સ્ટ્રીક્ટ હતી તેણે પોતાના દિકરાને માસ્ટર ઓફ બિઝનેસ એડમીનીસ્ટ્રેશન (એમ બી એ) કરાવ્યું હતું અને સ્પોર્ટ્સમાં ખૂબ આગળ પહોંચાડ્યો હતો. તે એક સારો વોલીબોલ ચેમ્પિયન હતો... તેની મોમ સાંવરી સ્ટ્રીક્ટલી તેની સાથે ગુજરાતીમાં જ વાત કરતી એટલે ગુજરાતી બોલતાં પણ તેને સારું એવું આવડતું હતું.લવે "નાણાવટી હાઉસ"નો ડોર બેલ વગાડ્યો. તેની મોટી માં બબડતાં બબડતાં ડોર ખોલવા માટે આવ્યા, "આટલી મોડી રાત્રે કોણ હશે વળી?" અને તેમણે દરવાજો ખોલ્યો અને જોયું તો..લવ.. તેમનાથી ચીસ પડાઈ ગઈ અને બોલાઈ ગયું કે, "ઑ માય ગોડ.." તેમની ચીસ સાંભળીને બેડરૂમમાં બેડ ઉપર આરામ ફરમાવી રહેલા શ્રી કમલેશભાઈ બૂમો પાડી રહ્યા હતા કે, "શું થયું અલ્પા કેમ ચીસો પાડે છે?" લવે પોતાની મોટી માંને આંગળીથી ઈશારો કરીને ચૂપ રહેવા કહ્યું અને તે બેડરૂમમાં ગયો અને બેડ પાછળથી જઈને પોતાની દાદુની આંખો તેણે હલકે હાથે દબાવીને બંધ કરી અને તેમને ગૅસ કરવા કહ્યું...દાદુ પોતાના પૌત્રના એ મીઠાં મધુરાં સ્પર્શને ન ઓળખી શકે તેવું બને..? તરત જ ઓળખી ગયા અને તેનાં અવાજને પણ ઓળખી ગયા અને તરતજ બોલ્યા કે, "મારો લવ આવ્યો, મારો દિકરો આવ્યો, મારો જીવ આવ્યો..મારો વારસદાર આવ્યો..."લવ તેમની ઓળખ શક્તિ જોઈને ખુશ થઈ ગયો અને પોતાના દાદુને અને મોટી માંને પગે લાગ્યો. તેના દાદુ પણ પોતાની જગ્યાએથી ઉભા થઈ ગયા અને પોતાના પૌત્રને તેમણે ગળે વળગાડી લીધો અને છાતી સરસો ચાંપી લીધો... તેનું સ્ટાઉટ બોડી તેની સાડા પાંચ ફૂટની હાઈટ અને ભરાવદાર મશલ્સને કારણે જેનાથી તેની પર્સનાલિટી પડતી હતી તેને બિરદાવતાં તે બોલ્યા, "વેલકમ ટુ ઈન્ડિયા માય ડિયર સન અને હવે અહીંજ રહેવાનો છે ને તું જવાનો નથી ને..??""હા દાદુ વિચાર તો એવો જ છે." અને બંને એકબીજાની સામે જોઇને હસ્યા. અને અલ્પાબેન પોતાના પૌત્રને જાણે વર્ષો પછી જોયો હોય તેમ તેને પંપાળવા લાગ્યા અને તેને વ્હાલ કરવા લાગ્યા અને પોતાના દિકરા મીતના અને સાંવરીના ખબર અંતર પૂછવા લાગ્યા. અલ્પાબેનને થયું કે મારો દિકરો ભૂખ્યો હશે એટલે તેમણે લવને પૂછ્યું કે, "શું ખાવું છે બેટા તારે બોલ ?""મોટી મા મેં ફ્લાઈટમાં જ મેગી અને સેન્ડવીચ ખાઈ લીધા છે એટલે હવે કંઈ નહીં જોઈએ મને, પણ સવારે મારા માટે ગરમાગરમ ઉપમા બનાવજે ઓકે." "ઓકે બેટા. અને આ અત્યારના છોકરાઓને મેગી મળે એટલે બસ બીજું કંઈ ન જોઈએ એવું છે.""હવે જર્ની કરીને થાક્યો હોઈશ બેટા, જા ઉપરના બેડરૂમમાં જા અને શાંતિથી સૂઈ જા." કમલેશભાઈએ લવને કહ્યું.પરંતુ લવ તેમને કંઈક બતાવવા જઈ રહ્યો હતો "દાદુ હું તમારા માટે એક નાઈસ, પોકેટવાળું જેકેટ લાવ્યો છું અને મોટી માં તારે માટે પણ એક નાઈસ બ્લેક કલરનું સ્વેટર લાવ્યો છું." અને તેણે પોતાની બેગમાંથી તે કાઢ્યું અને દાદુને અને પોતાની મોટી માંને બતાવવા લાગ્યો. બંને ખૂબ ખુશ થઈ ગયા. લવ પોતાની બેગ લઈને ઉપર પોતાના બેડરૂમમાં ગયો અને હાથ પગ મોં ધોઈને નાઈટ ડ્રેસ પહેરીને જરા રિલેક્સ થયો અને બેડમાં આડો પડ્યો અને પોતાની મોમને મેસેજ કરવા લાગ્યો કે, "મોમ હું શાંતિથી પહોંચી ગયો છું. મારી ચિંતા કરીશ નહીં."તેણે એક ઉંડો શ્વાસ લીધો...અને એટલામાં તો તેની નજર સામે જિદ્દી, ગુસ્સાવાળી, મોં ઉપર બોલવાવાળી જૂહી આવી ગઈ અને તે બબડ્યો, "ટુમોરોવ હું એને એની બોટલ આપી આવીશ." અને તેના ચહેરા ઉપર સ્માઈલ આવી ગયું અને તે બબડ્યો, "પાગલ છોકરી.." અને એક ઉંડો શ્વાસ લઈને તે આરામ ફરમાવવા લાગ્યો બસ હવે તો સવાર પડજો વહેલી....લવને જૂહીનું નામ પણ ખબર નથી તો શું તે જૂહીને શોધી શકશે અને તેની પાણીની બોટલ તેને પરત આપી શકશે..?પોતાના વતન સાથેનું એટેચમેન્ટ લવને અહીં ઈન્ડિયા ખેંચીને લાવ્યું છે તો આગળ હવે તે ક્યાં સેટલ થવાનું વિચારે છે? જાણવા માટે વાંચતા રહો..."લવ યુ યાર" નો આગળનો ભાગ....~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 23/3/25