એ દિવસે મિત થોડો ઉતાવળથી જ ઘરે પહોંચી ગયો અને પોતાના બેડરૂમમાં જઈને પોતાની સાંવરીને ચોંટી પડ્યો... જાણે દુન્યવી તમામ દુઃખ ભૂલવા માંગતો હોય તેમ....સાંવરી પણ તેને ચીપકી ગઈ હતી....એટલામાં મિતના ડેડી કમલેશભાઈનો ફોન આવ્યો...મિતે તેમને એક સુંદર સમાચાર આપ્યા કે, "ડેડ, કેયૂર જાનીનું એડ્રેસ મળી ગયું છે અને તેના વિશે તમામ માહિતી પણ મળી ગઈ છે. તમે ચિંતા ન કરશો આ બધો જ માલ વેચાઈ જાય તેની જ હું રાહ જોઉં છું.. પછીથી આપણે એની ઉપર લીગલ કાર્યવાહી શરૂ કરવાની છે.."અને ત્યારબાદ મીતે પોતાના ડેડના મોબાઈલના રેકોર્ડિંગ દ્વારા પોલીસ કમ્પલેઈન કરી દીધી અને કેયૂર જાનીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો અને તેને જેલની હવા ખાતો કરી દીધો.હવે સાંવરી અને મીત લંડનમાં શાંતિથી રહેતા હતા અને ત્યાંની ઓફિસ તેઓજ સંભાળતા હતા અને કમલેશભાઈ તેમજ અલ્પાબેન ઈન્ડિયામાં શાંતિથી રહેતા હતા અને ઈન્ડિયાની ઓફિસ તે સંભાળતા હતા.સમય પસાર થતો જતો હતો...મીત અને સાંવરીના અનન્ય પ્રેમનું પ્રતિક તેમનો વ્હાલસોયો લવ મોટો થતો જતો હતો....*************વીસ વર્ષ બાદ...."આ ઓલા મેં બુક કરાવી છે." જૂહી લવને કહી રહી હતી."મેડમ આ રહ્યો મારો સેલફોન તમે તેમાં જૂઓ આ ઓલા મેં બુક કરાવી છે." લવે જૂહીને કહ્યું. બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. એટલામાં ઓલાવાળો બોલ્યો કે, "બંનેનો મોબાઈલ મને બતાવો હું જોઈ લઉં" અને તેણે જોયું તો લવની વાત સાચી હતી. આ ઓલા તેણે જ બુક કરાવી હતી. અને લવની વાત સાચી સાબિત થતાં જૂહી એકદમ ઢીલી પડી ગઈ અને જાણે રડું રડું થઈ ગઈ અને તે બબડી કે મારે બહુ લેઈટ થઈ ગયું છે લાસ્ટમાં લાસ્ટ દશ વાગ્યે હોસ્ટેલનો ગેટ બંધ થઈ જશે પછી હું ક્યાં જઈશ? તેનાં આ શબ્દો લવના કાને પડ્યા એટલે તેણે જૂહીને પૂછ્યું, "તમે હોસ્ટેલમાં રહો છો?" "હા અને દશ વાગ્યા પહેલાં હું નહીં પહોંચુ તો હોસ્ટેલનો ગેટ બંધ થઈ જશે અને પછી હું ક્યાં જઈશ?""કેમ, તમારું અહીંયા કોઈ નથી રહેતું?""ના" જૂહીએ ના કહ્યું અને નકારમાં માથું ધુણાવ્યું."ઓકે તો આ ઓલા તમે લઈ જાવ"એટલામાં ઓલાવાળો બોલ્યો, "ના, એવું નહીં બને આ ઓલા તમે બુક કરાવી છે એટલે તમારે જ લેવી પડશે.""ઓહ આઈ સી. તો મેડમ તમે એક કામ કરો, તમને જો પ્રોબ્લેમ ન હોય તો આ ઓલા માં તમે પણ મારી સાથે જ આવી જાવ." જૂહીએ પોતાની સ્માર્ટ વોચમાં ટાઈમ જોયો અને તેને થયું કે, વાત તો સાચી છે. બીજી ઓલા આવે ત્યાં સુધી જો હું રાહ જોઈશ તો તો સો એ સો ટકા હોસ્ટેલનો ગેટ બંધ જ થઈ જશે અને મારે આખી રાત બહાર જ વીતાવવી પડશે તેના કરતાં તો બેટર છે કે, હું આ જ ઓલામાં આ જેન્ટલમેનની સાથે જતી રહું" અને તે કંઈપણ જવાબ આપ્યા વગર ઓલા માં અંદર બેસવા ગઈ એટલે લવે ફરીથી બૂમ પાડી, "ઓ મેડમ, વેઈટ વેઈટ પહેલાં મને બેસવા દો પછી તમે બેસો અને જેવી તે પાછળ વળી કે લવ જોડે અથડાઈ ગઈ. લવને થોડો ગુસ્સો આવ્યો એટલે તે બોલ્યો, "સ્ટુપીડ જ છે. પાછળ તો જો." "યુ સ્ટુપીડ" જૂહી પણ એમ ગાંજી જાય તેમ નહોતી તેણે લવને સામે ચોપડાવી દીધું. ઓલાવાળો ક્યારનો આ બંનેના નાટકથી અકળાયેલો હતો એટલે તે બોલ્યો, "તમારે બંનેએ આવવું છે કે હું જવું?"એટલે પહેલાં લવ ચૂપચાપ ઓલામાં બેસી ગયો અને પછી જૂહી બેસી ગઈ. જૂહીએ પોતાની લેપટોપ બેગ પાછળ ભરાવી હતી અને બીજી એક મોટી બેગ પોતાના હાથમાં લઈને તે અંદર બેઠી જે લવના પગને અથડાઈ રહી હતી એટલે લવ બોલ્યો, "આ બેગ અંદર ડેકીમાં નહીં મૂકવાની વાગે છે અહીંયા. બુધ્ધુ છે સાવ" "એય મિસ્ટર, તમે બુધ્ધુ હશો એ તો તમે બકબક બકબક કરતાં હતાં એટલે હું ભૂલી ગઈ" "હું બકબક બકબક કરતો હતો કે તમે?" અને પાછું બંનેનું ફરીથી ચાલ્યું. પાછી ઓલાવાળાએ પોતાની ઓલા રોકી દીધી અને તેણે પાછળ જોયું અને તે બોલ્યો, "સર તમારે અહીં આગળ બેગ નહોતી મૂકવાની અહીં આગળ જ બેસવાનું હતું અને હવે તમે બંને ચૂપ રહેશો કે હું અહીંયા જ ઓલા રોકી દઉં." જૂહી ચિંતા વ્યક્ત કરતાં બોલી, "ના ના જવા દો ભાઈ, આને તો શું મારે લેઈટ થઈ જશે.""એ મેડમ, બહુ બોલશો નહીં નહીંતર અહીંયા જ ઉતારી દઈશ એક તો મારી ઓલામાં બેઠા છો અને પાછી મારી ઉપર જ દાદાગીરી કરો છો?" જુહી ચૂપ થઈ ગઈ અને ઓલાએ પોતાની સ્પીડ પકડી લીધી...હવે જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...આ જુહી કોણ છે જે લવને હેરાન કરી રહી છે?જૂહી અને લવનું ડેસ્ટિનેશન એક છે કે અલગ અલગ??વધુ આગળના ભાગમાં....~ જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ 6/3/25