આઈ ઈસવીસન 1970 ના દાયકા ની વાતો છે
ગુજરાતના એક નાના શહેરમાં એક
બ્રાહ્મણ કુટુંબ રહેતું હતું. માતૃછાયા ઘરનું નામ
માંનું ઘર મોટું અને સુંદર હતું. તે ઘરમાં જમુના માં
સાથે નાનો દીકરો અને નાની વહુ રહેતા હતા.
નાની વહુને બે દિકરા હતા – એકનું નામ જીતેન હતું
અને બીજાનું નામ નિલેશ. નાની વહુ સ્વભાવથી થોડી
કડક હતી. જીતેન પહેલાં ધોરણમાં
ભણતો હતો, અને નિલેશ હજી નાનો હતો.
જમના માં દેખાવે પાતળા લાંબા કદના હતા
સફેદ વાળ આંખો પર ચશ્મા અને શ્વેતવસ્ત્ર ધારણ કરતા
દેખાવે ખૂબ ઝાંઝરમાં લાગતા હતા સમાજમાં તેમનો ખૂબ નામ હતું બધા તેમને માનની દ્રષ્ટિએ જોતા અને તેમનું માન પણ રાખતા જમનામાં કંઈ પણ એક વાર કહે તો તરત જ થઈ જતું હતું.
તેમણે પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો અને પોતાના છોકરાઓને સંઘર્ષ કરી અને આગળ લઈ આવ્યા હતા. છોકરાઓ પણ ખૂબ સારા અને સહકારી હતા તે જમનામાંનું માન રાખતા અને જે પણ કંઈ કહેતા તે કરતા જમનામાં
સરળ સ્વભાવના અને દયાળુ હતા.
તેમને શ્રદ્ધા જીવથી વાલી હતી.
જમુના માં સાથે તેમના મોટા દીકરાની દીકરી રહેતી હતી. તેનું નામ શ્રદ્ધા હતું,
શ્રદ્ધા દેખાવે સુંદર લાંબા વાળ ગોલમાલ અને કોમર્સ સ્વભાવની છતાં થોડીક તોફાન અને નાદાન હતી.
તે ત્રીજા ધોરણમાં ભણતી હતી. જમુના માં ને શ્રદ્ધા જીવથી વ્હાલી હતી. તેઓ તેનો
ખૂબ જ ખ્યાલ રાખતા.
શ્રદ્ધા જમુના માંની લાડકી હતી – તે સાથે સુતી, સાથે જમતી, અને તેને કોઈ કંઈ કહી પણ શકતું નહોતું.
શ્રદ્ધા અને જીતેન બંને શોખીન અને થોડીક તોફાની સ્વભાવના હતા. તેઓ રોજ સ્કૂલ બસમાં જતાં, કારણ કે સ્કૂલ ત્યાંથી બે-ત્રણ કિલોમીટર દૂર હતી. તેમની સાથે પાડોશની એક છોકરી મીરા પણ જતી, જે બીજા
ધોરણમાં ભણતી હતી.
એક દિવસ, સ્કૂલમાંથી આવતા જીતેન ખિસ્સામાંથી પાંચ પૈસાનો એક ખોટો સિક્કો કાઢીને શ્રદ્ધાને બતાવી ને કહે,
તારે જાદુ જોવું છે જો હું તને એક જાદુ કરીને બતાવુ
"જો, હું તને આ સિક્કો મોટો કરીને બતાવું!"શ્રદ્ધાએ આશ્ચર્યથી પૂછ્યું, "કેમ કરીને?"
જીતેને ખિસ્સામાંથી પાંચ પૈસાનો સિક્કો કાઢી
પાટા પર મૂકી દીધો અને કહ્યું, "હવે થોડી વાર વાટ જોઈએ, હમણાં ટ્રેન આવશે!"
થોડા સમય પછી, ટ્રેન પસાર થઈ, ટ્રેનના ગયા પછી
જીતેને સિક્કો ઊંચકીને બતાવ્યો,
"જુઓ, સિક્કો મોટો થઈ ગયો!"
સિક્કો દબાઈને ચપટો થઈ ગયો હતો.
શ્રદ્ધાને એ જોઈ અને આચાર્ય થાય છે અને એ ખુશ પણ થાય છે કે આટલો નાનો સિક્કો કેટલો મોટો થઈ ગયો
શ્રદ્ધા અને જીતેન હસતા કરતા પાછા ઘરે જાય છે
એ ઘટના પછી, થોડા દિવસ બાદ જ્યારે ત્રણે મિત્રો ફરી સ્કૂલમાંથી ઘરે આવી રહ્યા હતા, ત્યારે શ્રદ્ધાએ મીરાને પૂછ્યું, "તારી પાસે પાંચ પૈસાનો સિક્કો છે?"
મીરાએ પોતાના બેગમાંથી કાઢીને પાંચ પૈસાનો સિક્કો બતાવ્યો.
શ્રદ્ધાએ કહ્યું, "તુ મને આપ, હું તેને મોટો કરી દઉં!"
શ્રદ્ધા અને જીતેને મીરાનો સિક્કો લઈને પાછો પાટા પર મૂકી દીધો. થોડા સમયમાં ટ્રેન આવી અને સિક્કો ફરી દબાઈને ચપટો થઈ ગયો.
જીતેને દબાયેલો સિક્કો શ્રદ્ધાના આપ્યો અને શ્રદ્ધાએ
તે સિક્કો મીરાના હાથમાં મૂકી દીધો
જેવો મીરાએ દબાયેલો સિક્કો જોયો,
તે રડવા લાગી અને રડતા રડતા બોલી...
"મારો સિક્કો પાછો જોઈએ!"તે બોલી.
( તેને ડર લાગ્યો કે મમ્મી જાણશે તો માર પડશે ).
શ્રદ્ધા અને જીતેન તેને સમજાવતા રહ્યા,
(મીરા ઘરે કંઈ ન કહે તે માટે તેને ખૂબ સમજાવ્યું પણ મીરા કંઈ સમજે તેવી નહોતી)
"ઘરે કંઈ કહેશી નહીં!"પણ મીરાએ ઘરે જઈને મમ્મીને બધું કહી દીધું.
મીરાની મમ્મી ફરિયાદ કરવા તો ન આવી, પણ મીરાને જમુના માં પાસે મોકલી દીધી,
"જા, શ્રદ્ધાની દાદીને બધું કહી દે!"
મીરા ઘરમાં આવી, રડતી-રડતી શ્રદ્ધાની કાકીને પાટા પર દબાયેલો સિક્કો બતાવ્યો અને આખી વાત કહી.
શ્રદ્ધાની કાકી ખૂબ ગુસ્સે થઈ ગઈ.
"બસ છોડી અને તમે પાટા ઉપર
એટલા માટે ત્રણે તોફાન કરવા જતા?"
ત્રણેયમાંથી કોઈને કંઈક થઈ ગયું હોત તો મનમાં તે ચિંતા સાથે તે બોલી.
અને પછી પ્રસાદ ખાધો
શ્રદ્ધા અને જીતેન બંનેને એક-એક થપ્પડ મળી! પછી કાકી જમુના માંને બધું કહી આવી.
જમુના માંએ પણ બંને બાળકોને ઠપકો આપ્યો,
"તમને રોજ ચાલીને સ્કૂલ જવુ ન જવું પડે,
એટલે હું તમને દરરોજ પાંચ પૈસા આપું છું,
અને તમે એમની આવી હાલત કરો છો!"
ગરીબના છોકરાઓને પૈસા હોતા નથી એટલે તે લોકો બિચારા હાલી અને કેટલા કિલોમીટર સુધી જાય છે અને તમને પૈસાની કદર નથી તમે તે પૈસાને રમત માટે થઈ અને ગાડીના પાટા ઉપર મૂકી અને ચપટો કરીને નાખો છો એ પાંચ પૈસામાં કોક નાનકડા બાળકની એક સમયની ભૂખ મટી જાય છે પણ તમને બંનેને નહીં સમજાય.
દિવસ પૂરો થવા આવ્યો, અને જીતેન-શ્રદ્ધાને હવે સમજાયું કે ભલે પાંચ પૈસાની કિંમત બહુ ન હોય, પણ આ મજાક ફરી કરવી નહીં!
કથા સંદેશઆ કથા એ દર્શાવે છે કે બાળકોએ નાદાનપણા અને રમતમાં કંઈક એવું કરી નાખવું જોઈએ નહીં, જે ખતરનાક સાબિત થઈ શકે. મોટા લોકો એ સાવધાની રાખવી જોઈએ , કારણ કે બાળકો કેટલું સમજતા નથી.
તે લોકો માટે બધી વસ્તુ રમત જ હોય છે.