the crush in Gujarati Fiction Stories by Heena gopiyani books and stories PDF | એક સપનું કે શ્રાપ

Featured Books
Categories
Share

એક સપનું કે શ્રાપ

 આ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છે 

જે મેં મારા નાનપણમાં જોયેલી સત્ય ઘટના  છે.

માણસની ભૂલ થી આખો જીવન બરબાદ થઈ જાય છે 

જો જીવનમાં સમય સૂચકતા સોચ ભુજ થી કામ કરવામાં 

આવે તો જીવન સાર્થક થઈ જાય છે અને જો ભૂલ કરવામાં

આવે તો એ ભૂલ જીવન બરબાદ કરી નાખે છે

આ વાર્તા વાંચ્યા પછી તમે તમારા જીવનમાં ભૂલથી પણ

ભૂલ નહીં કરો .

પાત્રો નું નામ આ પ્રમાણે છે. 

૧,  પન્નાલાલ જે એક રસોઈયા છે

૨,  નયનાબેન પન્નાલાલ ના પત્ની છે જે એક

હાઉસવાઈફ છે     


          એક ગામડામાં પન્નાલાલ ને તેની પત્ની

નયનાબેન રહેતા હતા.પન્નાલાલ ને ખેતી માં

નુકસાન થાય છે.એટલે પન્નાલાલ સહેર માં

જઇ ને કમાણી કરવા નો વીચાર કરે છે.એક

રસોઈયા ની નોકરી માટે સહેરમા જય પહોંચે  છે.

ત્યાં એમની નાત જાત ના સગા એ જતેમને બોલાવી

લીધા હતા.એક જુના ખંઢેર ની દીવાલ

પાસે ગારમાટી  ની ઓરડીમાં રહેવા આપ્યું હતું.

પન્નાલાલ ને રસોયા ની નોકરી ફાવી ગય.

 પન્નાલાલ ના ઘરમાં  હવે ખાવા ની કમી નહોતી

લાડવા ના ડબા ભરેલા રહેતા હતા .

એક દિવસ તેમના પાડોશી એ કીધુંકે તમે હવે

ઘર ને શરખુ પાકુ ચણિ ને બે રૂમ બનાવીલો.

પન્નાલાલ અને પાડોશીઓ મળીને ખંઢેર ની

દીવાલ પડવા નુ  નક્કી કરે છે.બીજે દિવસે

સવારે વહેલા બધા લોકો દીવાલ તોડવાલાગે છે.

સાજં થતા અળધી દીવાલ નેતોડી પાડવામાં આવી.

પછી બધા લોકો એ બીજે દિવસે બાકી ની દીવાલ

તોળવાનુ નક્કી કર્યું.  તે દિવસે રાતનાં નયનાબેન ને

એક સપનું આવે છે.સપના માં એક મોટો કાળોતરો

મણીધારી નાગ દેખાય છે.નાગ નયનાબેન ને કહે છે.

"કે તૂ આ દીવાલ તોડવાની ના પાડી દેજે આ ખંઢેર ની દિવાલ માં મારોવાસ છે. '

"મારા ધરને તોડીશ નય તો હું તમને ફુલોની જેમ રાખીસ.

''તમારી ચડતી થાસે પણ તુ આદીવાલ ને તોડવા દેતી નય.'

બીજે દિવસે સવારે વહેલા ઉઠીનેબધા લોકો કામ કરતા હતા.

દીવાલ તોડતા નયનાબેન ના હાથમાં મરેલો સાપ પડે છે.

પછી તરતજ એક જણો બુમપાડી કહે છે.

'અહીં ચાર સાપ ના બચા મરેલા નીકળ્યા છે.'

બધા ધ્યાન રાખજો.નયનાબેન ને સપના ની વાત

યાદ આવે છે અને તરતજ તે મને સમજાય છે

કે આ શું થયગયુ મારા થી નયનાબેન ને અફસોસ

થાય છે.પણ શું થાય .ત્યાર પછી નયનાબેન ની

તબિયતખરાબ થઈ જાય છે.તેમને સ્વાશ નો રોગ

થઇ જાય છે .પરીસ્થીતી એવી થય જાય છે.

કે મોટા દીકરા હર્ષવર્ધન નું ભણવાનું છોડીને નોકરીમાં

લાગી જવું પડે છે.પરીસ્થીતી બગડતી જાય છે.

નાનો દીકરો ભણવામાં એટલો હોશિયાર નથી 

હોતો છતાંય હર્ષવર્ધન મહેનત કરી મજૂરી કરી

અને પૈસા કમાય અને નાના ભાઈને ભણાવે છે

હવે નયનાબેન મંદીરે રોજ સવારે

બેસવા જાય છે.કોય શિધો ,કપડા, લોટ કે પૈસા

આપે તે ઘરે લઈ આવતા.

પરિસ્થિતિ એવી થઈ જાય છે પન્નાલાલ

પથારી વાત થઈ જાય છે અને તેને ટીબીનો

રોગ થઈ જાય છે.

પરિસ્થિતિ ખરાબ હોવાથી હર્ષવર્ધન કોઈ દીકરી 

આપવા તૈયાર ન હતું.

પણ પાડોશમાં રહેતા તેમના સગા ઘનશ્યામભાઈ

તે મોભાદાર અને પ્રતિષ્ઠિત માણસ હોવાથી

તેમના કહેવા પર ગામડાની એક છોકરી સાથે

તેમના લગ્ન થઈ જાય છે.

હર્ષવર્ધનના જીવનમાં ખુશીઓ આવે છે પણ તે

પણ થોડીક વાર માટે.

નયનાબેન નો સ્વભાવ બહુ ખરાબ હોય છે તે

બિલકુલ સારા સાસુ નથી હોતા ઘરમાં રોજ

ઝઘડા થવા લાગે છે.

ગામડેથી આવેલી પારકી દીકરીને દુઃખી જોઈ

અને બાજુમાં રહેતા તેમના સગા ઘનશ્યામભાઈ 

તેમને કહે છે

વહુ ને એટલો બધો ત્રાસ આપશો તો દીકરો વહુ

નોખા રહેવા લાગશે તમે દુઃખી થઈ જશો એકલા

 રહેવું પડશે પણ તે માઇના નહીં 

એ શ્રાપ જ હતો જે  તેમની મતી ફેરવી નાખે છે.

પછી સમય એવો આવે છે

નયનાબેન ને ઘર મૂકવું પડે છે

છોકરાઓ ઘરની બહાર કાઢી મૂકે છે

નયનાબેન ને ઘરની છાપરા નીચે રહેવું પડે છે 

ખાવાનું બારે દઈ દેતા બાર ખાઈ લે અને નાવું હોય 

તો બારે સાર્વજનિક નળમાં સવારમાં વહેલા નાઇ

લેતા બાથરૂમ પણ વાપરવા ન મળતું .

બબે દીકરા હોવા છતાંય નયનાબેન નું જીવન 

બહુ દુઃખમાં પસાર થાય છે અને છેવટે દુઃખ

ભોગવતા ભોગવતા નયનાબેન નું મૃત્યુ થઈ જાય છે

મરણના પાંચ દિવસ પછી ઓસરી માં ગંધ ફેલાઈ જાય છે 

તો પાડોશના લોકો જોવા આવે છે તો ખબર પડે છે

નયનાબેન તો મરી ગયા છે.

સગા દીકરા અને વહુ નયનાબેન ને અગ્નિદાહ દેવા

માંગતા નથી સરકારી એમ્બ્યુલન્સ ને ફોન કરી

અને કહે છે અહીં લાવારીસ લાશ પડી છે તેમને

આવીને લઈ જાવ પાંચ દિવસ થી ગંધાય છે.

એ વાત સાંભળી પાડોશમાં રહેતા ઘનશ્યામભાઈ 

થી રહેવાતું નથી અને કહે છે હજી હું જીવતો બેઠો છું

મારી બેન ને અગ્નિદાદે શું તમારા જેવા કપાતર

છોકરાઓની જરૂરત નથી .

નયનાબેન પોતાના દીકરાઓના હાથેથી

મુખાગની પણ પામી શકતા નથી.

જીવન ની કૃરતા તો જુઓ

માણસની એ ચૂક કે પછી એક

ભુલ આખી જિંદગી નો અભીસાપબની જાય છે.

                       સમાપ્ત 


Heena gopiyani

The story book, ☘️

Read my more story        ☘️