" રાધા, તારા પાસે હવે જીવવા માટે કાંઈ નથી. જેલમાં રહીને આવી રીતે યુવા કરતાં આ ઝેર ખાઈ લે અને મોતને વહાલું કર,,, તારા પવિત્ર પ્રેમને શ્રાપિત પ્રેમ બનાવી દઈશ,,"
રાધાની આંખ ખુલી ગઈ. તુલસીના આ શબ્દો વારંવાર તેના કાનમાં હથોડા ની જેમ પડતા હતા. જ્યારે પણ તેને આ બધા શબ્દો યાદ આવતા હતા તેનું મન કડવું થઈ જતું હતું. તુલસીના આ શબ્દો તેના માટે જીવા દોરી જવા હતા.
રાધા એક બસમાં ચારો તરફ જોઈએ તો બસમાં ડ્રાઈવર ને છોડી ને બધા સૂઈ ગયા હતા. તેને પોતાના મોબાઈલ ફોન કાર્યો અને સમય જોયું તો રાતના 09:00 વાગ્યા હતા તેને ગામમાં પહોંચવામાં હજી થોડી વાર હતી લગભગ તેને પહોંચવામાં બે થી ત્રણ કલાક થઈ જવાના હતા.
નવ વાગ્યે જ બધા આવી રીતે સૂઈ રહ્યા હતા. કોઈ એવો માણસ જાગતો દેખાતો ન હતો, કદાચ બધા જ થાકી ગયા હશે. તેનું ધ્યાન સામે બેઠેલા ડ્રાઇવરના તરફ ગયું જે ગીત ગણગણતો બસ ચલાવી રહ્યો હતો, બાકી બધા બસમાં બેસેલા માણસો સૂઈ ગયા હતા.
ચાલુ બસમાં બધા એક ડ્રાઇવર ઉપર વિશ્વાસ રાખીને સૂઈ ગયા હતા જ્યારે જીવનની ગાડી ચલાવવા માટે કોઈ માણસ બીજા કોઈ ઉપર વિશ્વાસ નથી કરતો. શું ખરેખર કોઈએ બીજા ઉપર આટલો વિશ્વાસ કરવો જોઈએ? તેને પણ આ ભૂલ કરી દીધી હતી હવે બીજી વાર તે આવી ભૂલ કરવા માંગતી ન હતી.
" ચીકુ, ચલ બેટા જલ્દીથી આટલું દૂધ પી લે."
રાધા, ચીકુ એટલે કે કમલ, રાધા અને મયંક ના દીકરાને દૂધ પીવડાવી રહી હતી. બપોર નો સમય હતો એવા સમયે રાધા ના બાપુજી એટલે કે છગનલાલ એ આવીને રાધા ને એક શુભ સમાચાર આપતા કહ્યું.
" રાધા, ગામની બહાર મેં તારા નામની એક જમીન લઈ લીધી છે, હવે જો મને કાંઈ થઈ જાય ને તો તારી ચિંતા કરવાની જરૂરત નહીં રહે."
રાધાએ ચીકુ ને દૂધ પીવડાવતા પીવડાવતા જ છગનલાલ ના તરફ જોઈને કહ્યું.
" બાપુજી આવી વાતો કેમ કરો છો? તમને કાંઈ નથી થવાનું અને જમીન લેવાની શું જરૂરત હતી?"
" મેં સાંભળ્યું છે કે આવતા ૫ વર્ષમાં જ્યાં મોટું હાઇવે બનવાનું છે, આગળ જતા એ જમીન બહુ મોટા ભાવમાં વેચાશે ત્યારે એ પૈસા તારા કામમાં આવી જશે ને. મેં તો વિચાર કર્યો છે કે તારા પણ લગ્ન કરી દઉં."
રાધા જાણતી હતી કે તેના મા અને બાપુજી રાધાના વિશે હંમેશા ચિંતા રહેતા હોય છે કારણ કે ગામમાં તો તેનાથી કોઈ લગ્ન કરવાનું ન હતું અને બહાર તે લોકો કોઈના ઉપર વિશ્વાસ જ કરતા ન હતા. એવામાં જો છગનલાલ અને મનહર બેન ને કંઈ થઈ જાય તો પછી રાધા નું આગળ જતાં શું થશે?
" તું એક કામ કરજો આજે સાંજે જમીન જોઈને આવી જજે બહુ સરસ જમીન છે. પૂજાઓ પણ બહુ છે અને તે પાણીને પણ વ્યવસ્થા એક સુંદર કૂવો છે અને,,,"
" બાપુજી તમને ખબર છે કે મને ખેતીમાં જરા પણ રસ નથી."
" અરે પણ એક વખત જોઈને તો આવી જજે."
રાધા સમજી ગઈ હતી કે તેના બાપુજી માનવાના નથી એટલે વાતને ત્યાં જ ખતમ કરવા માટે તેને કહી દીધું કે તે સાંજે જઈને આવી જશે. સાંજે વખતે એકલી ગામની બહાર તે ખેતરને જોવા જઈ રહી હતી ત્યારે મયંક એ તેને રોકીને પૂછ્યું.
" અરે રાધા તું ક્યાં જાય છે?"
" અરે બાપુજી એક જમીન લઈને રાખી છે મારા માટે, બસ એ જોવા જ જઈ રહી હતી. તમારે પણ આવવું છે?"
મયંક એ રાધા ના પાસે આવીને સ્માઈલ કરીને કહ્યું.
" તને ખબર છે તને દેખાડવા માટે મારા પાસે એક વસ્તુ છે."
" શું છે મને બતાવો ને."
કોરોના ના લીધે ગામમાં આમ તો કરફ્યુ જ હતું પણ ત્યાં કરફ્યુ જેવું કંઈ દેખાતું ન હતું. શહેરોમાં જ્યાં ઘરની બહાર નીકળવાનું સંભોગ હતો ત્યાં ગામમાં લોકો આરામથી એકબીજાના ઘરે પણ જતા હતા અને બહાર ફરતા પણ હતા. બસ એ વાતનું ધ્યાન રાખવામાં આવતું હતું કે જ્યારે પોલીસની ગાડી આવે ત્યારે ઘરની અંદર ભાગી જવાનું.
ગામમાં બધા લોકો આરામથી રહી રહ્યા હતા, કોઈને કોઈ વાતની ચિંતા ન હતી. છતાં પણ સેફ્ટીના માટે ગામની બહાર એક બોર્ડ લગાવી દેવામાં આવી હતી જેનાથી કોઈને ગામની બહાર જવાની મનાઈ હતી તેની સાથે કોઈને ગામની અંદર આવવાની પણ મનાઈ હતી એક રીતે ગામ બહારની દુનિયા થી સંપર્ક વિહોણું થઈ ગયું હતું. જોકે સાવધાની ના લીધે બસ બધા લોકો માસ્ક લગાડીને ફરતા હતા એ પણ નાકના નીચે.
વાતો કરતા કરતા તે લોકો ગામની બહાર આવી ગયા હતા. ગામની બહાર એક સરખી જમીન હતી જેમાંથી એક જમીનનો ટુકડો છગન લાલ એ રાધાના માટે ખરીદી લીધો હતો.
" જમીન તો સારી લાગે છે."
" તમે ક્યારેય ખેતી કરી પણ છે?"
" અરે મેં નથી કર્યું પણ ખેતી કરતા જોયા તો છે મારા ભાઈને."
મયંક જમીને જરૂર હતી ક્યારેક તે નીચે બેસીને માટીને ચેક કરી રહ્યો હતો તો ક્યારેક ત્યાં લાગેલા મોટા બધા કૂવાને જઈ રહ્યો હતો કે તેમાં પાણી છે કે નહીં પરંતુ અંધારાને લીધે એ જાણવું મુશ્કેલ હતું.
" આમાં તો પાણી દેખાતું જ નથી કેવી રીતે ખબર પડશે કે આમાં પાણી છે કે નહીં? લાગે છે ટોર્ચ ચાલુ કરીને જોવું પડશે."
મયંક ની વાત ઉપર રાધાએ હસતા હસતા કહ્યું.
" કૂવાના આટલા ઊંડાણમાં તમારા ટોર્ચ નો અજવાળું નથી પહોંચવાનો તેના માટે તમારે પથ્થર બાંધીને તેમાં નાખવો પડશે અને જેટલા સુધીની તમારું દોરડું ભીનું થશે એટલું જ આમાં પાણી હશે. તમે તો ગામડાના વિશે કંઈ ખબર નથી."
" હાં તો શું થયું? અચ્છા એ બધી વાતો તારે એ વસ્તુ જોવી હતી ને જે મારી પાસે હતી, જો મારા પાસે શું છે."
રાધા એ ઉત્સુકતાથી મયંક ના હાથના તરફ જોયું. મયંક ના હાથમાં જુના ફોટોગ્રાફ હતા. ફોટોગ્રાફ ને જોઈને જ રાધા સમજી ગઈ કે તે શું છે એટલે તેણે તરત જ ચીસ પાડીને કહ્યું.
" મયંક એને પાછો નાખી દો, બિલકુલ એને હાથમાં ન લેતા."
" આ કોઈ નાનકડી છોકરી નો ફોટો છે જેણે, કપડાં નથી પહેર્યા."
તે ફોટો ને હાથમાં લઈને જોરથી હસવા લાગ્યો અને રાધા એ ગુસ્સાથી જોરથી કહ્યું.
" તે વખતે હું ફક્ત બે વર્ષની હતી, હવે તે ફોટો મને પાછા આપી દો, નહિતર સારું નહીં થાય."
રાધા એ મયંક ના હાથમાંથી તે ફોટો લેવાનો પ્રયત્ન કર્યો, પણ રાધાની લંબાઈ વધારે જ ઓછી હતી. તેણે પોતાનો હાથ ઉપર કરી દીધો હતો જેનાથી રાધા તે ફોટોગ્રાફ ને લઈ શકે તેમ ન હતી. ફોટોગ્રાફ સુધી હાથ પહોંચાડવા માટે રાધા જંપ કરી રહી હતી.
થોડીવાર પછી જ્યારે તે અપલક નેત્રે તેની તરફ જોઈ રહ્યો હતો. રાધા ને સમજાયું નહીં કે તેના તરફ આવી રીતે શા માટે જરૂરી છે ત્યાં જ તેનું ધ્યાન તેના શરીર ઉપર ગયું. વારંવાર જમ્પ મારવા ના લીધે તેનો દુપટ્ટો નીચે જમીનમાં પડી ગયો હતો અને તેના લીધે તેના સુડોળ વક્ષસ્થળ દેખાઈ રહ્યા હતા.
રાધા એ તરત જ પોતાનો દુપટ્ટો ઉઠાવી લીધો અને તેનાથી પોતાનું શરીર ઢાંકીને પાછળ ફરીને ઉભી રહી ગઈ. જ્યારે રાધા ઊભી થઈ ગઈ ત્યારે મયંક નું મગજ કામ કરવા લાગ્યું અને તેને સમજાયું કે તે શું કરી રહ્યો હતો.
" સોરી,,, હું તો,,,બસ,,,"
રાધા લાંબા શ્વાસો લઈ રહી હતી, એવું પહેલી વાર થયું હતું જેનાથી તેના હૃદયના ધબકારા આટલા વધી ગયા હતા. તે વખતે રાધાની ઉંમર ફક્ત ૧૬ વર્ષની હતી, આ ઉંમર માં કોઈના તરફ આકર્ષણ થવું એ એક સ્વાભાવિક વાત હતી અને એ વ્યક્તિ છું તેની બહેનનો વર હોય તો એવો સ્વભાવિક થઈ જાય છે.
રાધા કેટલી વાર સુધી એમ જ ઊભી રહી અને જ્યારે તેણે પાછું વળીને જોયું તો ત્યાં મયંક ન હતો. રાધા ના બધા ફોટોગ્રાફ નીચે જમીનમાં પડેલા હતા અને મયંક ત્યાંથી ચાલ્યો ગયો હતો. રાધા તેના મનમાં અસહજ લાગણી અનુભવી રહી હતી તેને સમજાતું ન હતું કે તેની સાથે શું થઈ રહ્યું છે.
આ બધી ઘટનાઓ આજથી સવા બે વર્ષ પહેલાની વાત હતી અને રાધા અત્યારે એ જ ખેતરની સામે ઉભી હતી. રાધા ના ખેતર નો તે પહેલો અનુભવ હતો અને અત્યારે રાધા બીજીવાર ત્યાં આવી હતી ત્યારે સાવ એકલી હતી. બસ તેને છોડીને આગળ નીકળી ગઈ હતી અને હવે તને એકલા તેના ગામના અંદર જવાનું હતું.