Shrapit Prem - 8 in Gujarati Love Stories by anita bashal books and stories PDF | શ્રાપિત પ્રેમ - 8

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

શ્રાપિત પ્રેમ - 8

આજે ઘંટ વાગવાના પહેલા જ રાધા ને નીંદર ખુલી ગઈ હતી. તેને જલ્દીથી નહાઈને તૈયાર થવું હતું પરંતુ ઘંટ વાગવાના પહેલા જેલના દરવાજા ખુલવાના ન હતા એટલે તે પોતાના જગ્યાએ જ બેસી ગઈ.
ત્યાં સમય જોવા માટે કોઈ વ્યવસ્થા ન હતી. જેલની બહાર એક જગ્યાએ ઘડિયાળ હતી તો ખરી, પણ તે અંદરથી દેખાતી ન હતી એટલે સમયનો અંદાજો લગાડવો રાધા માટે મુશ્કેલ હતો. બેસતા બેસતા જ રાધા ને તે દિવસે યાદ આવી જ્યારે પહેલીવાર તુલસી અને મયંક તેમના ઘરમાં આવ્યા હતા.
તુલસી જ્યારે તેમના ઘરના બહાર આવી હતી ત્યારે તેણે સલવાર કમીઝ પહેર્યા હતા. તેનું પેટ ખૂબ મોટું દેખાતું હતું અને તેના લીધે તેના હાથ પગ અને ગાલ પણ ફૂલેલા દેખાઈ રહ્યા હતા. એક વાત હતી કે તેનો રંગ પહેલા કરતા પણ ઉજળી ગયો હતો અને આવી હાલતમાં પણ ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.
" મારા ઘરમાં પગ મુકવાની જરૂરત નથી, કુલટા."
મનહર બેન એ દરવાજાના વચ્ચે ઊભા રહીને તુલસીને કહ્યું હતું. તેમની આંખોમાં આંસુ હતા અને કદાચ તેમના મનમાં એવું હશે કે તે પોતાની દીકરીને ઘરના અંદર લઈ લે પરંતુ તેના લીધે ગામમાં જે બદનામી થઈ હતી તેનું શું?
" માં તુ તારી દીકરી સાથે કેવી રીતે કરી શકે છે? તારી દીકરી ગર્ભવતી છે અને આવા સમયે તો તેને ઘરના અંદર પણ નહીં આવવા દે?"
" કેમ મા બાપ કંઈ ન કરી શકે અને તેની દીકરી બધું કરી શકે? તારા ઉપર ભરોસો રાખીને મેં તને કોલેજ ભણવા મૂકી હતી. તારા બાપુજી તો ના પાડી રહ્યા હતા. મેં,,, મેં તેમને બનાવ્યા હતા અને તને જવા માટે રજા અપાવી હતી. અને તે શું કર્યું?"
રાધા તેની માંના પાછળથી આ બધું દ્રશ્ય જોઈ રહી હતી અને તેને તુલસીના ચહેરા ઉપર શરમ ના તે ભાવ પણ દેખાઈ રહ્યા હતા. મયંક તેની સાથે જ હતો પણ તે કંઈ બોલી રહ્યો ન હતો.
" લગન પહેલા આવું કામ કરતા તને શરમ ના આવી? ચાલી જા નહિતર હું તને મારી નાખીશ."
તુલસી રડવા લાગી. તે ભાગીને મનહર બેનના પાસે આવી અને તેમને બથ ભરવાનો પ્રયત્ન કરતા કહેવા લાગી.
" તમે મારી સાથે આવું ન કરી શકો આ મારું પણ ઘર છે."
મનહર બેન તુલસીને તેનાથી દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને સાથે કહી પણ રહ્યા હતા.
" મેં તને કહી દીધું ને કે ચાલી ચાલી જા અહીં થી."
મનહરબેન એ તેને જોરથી ધક્કો દઈ દીધો અને તેના લીધે તે જમીનમાં પડી ગઈ. નીચે પડતાની સાથે જ જોરથી રાડ પાડી હતી. તે ત્યા તડપવા લાગી હતી અને તેને જોઈને એવું લાગી રહ્યું હતું કે નીચે પડવાના લીધે તેના પેટમાં દર્દ થઈ રહ્યું છે.
ટન્ ટન્ ટન્
ઘંટ વાગવાના અવાજ ના લીધે રાધા તેના પાછલા વિચારોથી બહાર આવી ગઈ. એક લેડી કોન્સ્ટેબલ આવીને બધા છેલ્લા દરવાજા ખોલી રહી હતી અને ધીરે ધીરે કરીને બધા ઊઠવા પણ લાગ્યા હતા. રાધા જલ્દી જલ્દી પોતાનું કામ કરવા લાગી કારણ કે 11 વાગે તેને ઓનલાઈન ક્લાસમાં જવાનું હતું અને તેની પહેલા પુસ્તકો અને તેનો આઈ કાર્ડ લઈને તેને કમ્પ્યુટર રૂમ શોધવાનું હતું.
જલ્દી જલ્દી પોતાનું કામ કરીને કે 10 વાગ્યે જ તે કોમલને શોધવા લાગી. કોમલની શોધીને તે જલ્દી પોતાના પુસ્તકોનું બંડલ અને બાકી જરૂરી સામાન લઈને કોમ્પ્યુટર રૂમના તરફ ચાલી ગઈ.
કોમ્પ્યુટર રૂમ તે જેલના બીજા તરફ હતું. રાધા એ જોયું કે કોમ્પ્યુટર રૂમ ઘણો મોટો બધો હતો અને તે કમ્પ્યુટર રૂમની બાજુમાં એક લાઇબ્રેરી પણ હતી. લાઇબ્રેરીમાં ઘણા બધા પુસ્તકો હતા પણ રાધાના પાસે તે જોવાનું અત્યારે સમય ન હતો એટલે તે જલ્દી જલ્દી કમ્પ્યુટરના રૂમ તરફ ચાલી ગઈ.
તે કમ્પ્યુટર રૂમમાં લાઈનસર છ કમ્પ્યુટર રાખવામાં આવ્યા હતા. જોયું કે તેના સિવાય ત્યાં હજી ત્રણ છોકરીઓ તેમના ઓનલાઈન ક્લાસ લઈ રહ્યા હતા. બધા કમ્પ્યુટર થોડી થોડી દુરી ઉપર રાખવામાં આવ્યા હતા જેનાથી તે એકબીજાને ડિસ્ટર્બ ન કરી શકે. રાધા તરફ એક કમ્પ્યુટરમાં જઈને બેસી ગઈ અને તેને સ્ટાર્ટ કરવા લાગી.
થોડીવારમાં જ તેની ઓનલાઇન ક્લાસ શરૂ થઈ ગઈ અને તે પોતાનું બધું ધ્યાન તેના ક્લાસ તરફ દેવા લાગી. એક ગાર્ડ કોમ્પ્યુટર રૂમના બહાર હતી અને એક અંદર હતી. જે ગાર્ડ અંદર હતી તે બધાના ઉપર નજર રાખી રહી હતી. અંદરની ગાઢ વારંવાર આમથી તેમ ચક્કર લગાવી રહી હતી અને ચારેય છોકરીઓ ઉપર બરાબર નજર રાખતી હતી.
બે કલાક બાદ અડધી કલાક નો રેસ્ટ ટાઈમ હતો એટલે તે સમયમાં કોમ્પ્યુટર કરીને ચારેય છોકરીઓ એકબીજાને જોવા લાગી.
" મારું નામ સાવિત્રી છે અને આનું નામ ચંપા છે અને આ છોકરી નું નામ જીજ્ઞા છે અને તારું નામ શું છે?"
સાવિત્રી નામની એક છોકરીએ પોતાનો હાથ લંબાવીને પૂછ્યું. રાધા એ પોતાનો પરિચય આપ્યો અને બધા એકબીજાની સાથે વાતો કરવા લાગ્યા. સાવિત્રી એ કોલેજમાં એક છોકરાને મારી નાખ્યો હતો કારણ કે તે છોકરા એ છૂપીને તેનો એક પ્રાઇવેટ વિડીયો રેકોર્ડ કરી લીધો હતો અને તે વીડિયોને બતાવીને તેને સાવિત્રીનું ઘણી વખત શોષણ કર્યું હતું.
જ્યારે તે પ ગર્ભવતી થઈ ગઈ ત્યારે તે છોકરાઓ સાવિત્રીના પેટમાં લાત મારીને તેના ગર્ભને અંદર જ મારી નાખ્યો હતો. તે સમયમાં તો સાવિત્રી જરા પણ તાકાત નહોતી પરંતુ એક અઠવાડિયા બાદ તેને તે છોકરાને શોધ્યું અને પુરા કોલેજમાં વચ્ચે તેને ચાકુથી મારી નાખ્યો હતો.
સાવિત્રી અંગ્રેજી ભાષામાં પોસ્ટ ગ્રેજ્યુએટ હતી અને તેનું સપનું હતું કે તે પીએચડી કરે.
જેલમાં આવી જવાના બાદ તેને લાગ્યું હતું કે તે હવે કંઈ નહીં કરી શકે પરંતુ અલ્કા મેડમ એ તેનું બહુ સાથ આપ્યો હતો અને તે અત્યારે પીએચડી ના માટે જ આગળ ભણતર કરી રહી હતી.
બીજી છોકરી ચંપા, તેના લગન 16 વર્ષના ઉંમરમાં જ તેના મા બાપે કરાવી દીધા હતા. લગન કહેવું તેના માટે મુશ્કેલ હતું કારણ કે તેને તો પૈસા દઈને વેચવામાં આવી હતી. તેના બદલે તેના મા બાપને પાંચ લાખ રૂપિયા મળ્યા હતા. ચંપા નો પતિ રોજ તેની સાથે બળાત્કાર કરતો હતો અને તેને આખા ઘરનું કામ કરાવતો હતો.
તેની સામે તે બીજી છોકરીઓની સાથે સંબંધ બનાવતો હતો અને ચંપા કંઈ જ કરી શકે તેમ ન હતી. એક વખત તેની સાસુ ચંપા ને જીવતી બાળવાનો પ્રયત્ન કર્યો હતો એ સમયે પોતાને બચાવવા માટે રસોડાની લોઢીને તેની સાસુના માથામાં મારી હતી.
તેની સાસુ નું માથું ફાટી ગયું હતું ને તે જ જગ્યાએ તેનું મૃત્યુ થઈ ગયું હતું. તેના પતિ અને તેના સસરાએ ચંપા ને ૧૫ વર્ષ માટે જેલના અંદર બંધ કરાવી દીધી હતી. હકીકત તો એ હતી કે ચંપા એ પોતાના બચાવના માટે તેની સાસુને મારી હતી પરંતુ કેસ આખો ઉલટાવી દીધો હતો કે પૈસા ના લાલચમાં આવીને તેની સાસુનું ખૂન કરી નાંખ્યું છે.
ચંપા દસમા ધોરણમાં હતી જ્યારે તેના લગ્ન થઈ ગયા હતા અને તેના રિઝલ્ટમાં ૯૦ ટકા મળ્યા હતા. તેને કમ્પ્યુટરમાં બહુ શોખ હતો એટલે અલ્કા એ તેને કમ્પ્યુટર ક્લાસમાં જોઈન કરાવી દીધી હતી. ચંપા ધ્યાન દઈને પોતાનું ભણતર કરી રહી હતી જેનાથી અહીંયાથી છૂટ્યા બાદ તે બહાર જઈને નોકરી કરી શકે.
જીજ્ઞા 27 વર્ષની એક યુવતી હતી જેના લગ્ન 20 વર્ષની ઉંમરમાં જ થઈ ગયા હતા. તેનો પતિ દારૂડિયો હતો અને તેને દરરોજ મારતો હતો. તે હંમેશા તેના ઉપર શંકા કરતો હતો અને તેની દીકરીને બીજા કોઈની દીકરી છે એવું જ કહેતો હતો.
એક દિવસ દારૂ ના નાસાના તે જીજ્ઞાની દીકરીને મારવા જઈ રહ્યો હતો અને પોતાની દીકરીને બચાવવા માટે થઈને જીજ્ઞાએ તેના પતિને દસ્તા થી મારી નાખ્યો હતો. તેની દીકરીને જિજ્ઞાની માં સંભાળી રહી હતી અને તે અહીંયા ૧૨ વર્ષના માટે અંદર થઈ ગઈ હતી.
અલ્કા એ જિજ્ઞાની હોમ સાયન્સમાં દાખલો લેવડાવી દીધો હતો. જીજ્ઞાને અહીંયા આવ્યા ત્રણ વર્ષ થઈ ગયા હતા અને હવે થોડા મહિના બાદ તેનો કોર્સ પૂરો થઈ જવાનો હતો. તે ખૂબ જ સારું કામ કરી રહી હતી અને અલ્કાએ તેને જલ્દી છોડાવવાની અપીલ પણ કરી દીધી હતી.
જીજ્ઞા બે ત્રણ વર્ષમાં અહીંયા થી છૂટી જશે એવું અલ્કા નું કહેવું હતું. રાધાને લાગ્યું કે અહીંયા લગભગ બધાની વાર્તા એક જેવી જ છે. બધા પોતાના ઘરના કે બહારના લોકોથી પિડાયેલા છે અને પોતાના બચાવવા માટે તેમણે આ પગલું લીધું છે.