Shrapit Prem - 25 in Gujarati Women Focused by anita bashal books and stories PDF | શ્રાપિત પ્રેમ - 25

Featured Books
Categories
Share

શ્રાપિત પ્રેમ - 25

રાધા અમદાવાદના બસ સ્ટેન્ડ માં ગોંડલ તરફ જવાની બસની રાહ જોઈને બેઠી હતી, તેને બેઠા બેઠા વિભા ની દીકરી આશા ની યાદ આવી જેની સાથે થોડી વખત પહેલા જ તેની મુલાકાત થઈ હતી. રાધા થોડીવાર વધારે તેની સાથે રમવા માંગતી હતી પરંતુ તેને ત્યારે ઘરે જવું પણ જરૂરી હતું. 

આશા નો ચહેરો યાદ આવતા તેની સામે તુલસીના દીકરાનો ચહેરો ઘૂમવા લાગ્યો. તેની યાદ આવ્યું કે જ્યારે તુલસી નો દીકરો સવા મહિના નો થયો હતો ત્યારે તેનું મુંડન કરવામાં આવ્યું હતું. તે જ સમયે તેનું નામ પણ રાખવામાં આવવાનું હતું પરંતુ મયંક ના ઘરેથી કોઈ પણ આવ્યું ન હતું. 

બધા પોતપોતાના ખુશીમાં હતા અને હવે તો છગનલાલ પણ તેના પૌત્ર ને હાથમાં લઈને ફરતા હતા. ક્યાંક ને ક્યાંક તેમણે પણ હવે તુલસી અને મયંકને સ્વીકારી લીધા હતા, મનહર બેન એ તો મયંકને જમાઈ રીતે પહેલા જ સ્વીકારી લીધો હતો. 

રાધા ને ગામમાં એક વિધવા નો જ દરજ્જો દેવામાં આવ્યો હતો એટલે તેને આ બધા કાર્યક્રમથી દૂર રાખવામાં આવી હતી. રાધા, બસ રૂમના અંદર ઉભા ઉભા બારીની બહારથી જ આ બધું જોઈ રહી હતી જે વાતનું એને દુઃખ પણ હતું. ત્યાં જ તેનું ધ્યાન ઉપર ગયું હતું.

મયંક બહુ ઉદાસ દેખાઈ રહ્યો હતો એટલે રાધા તેમની સાથે વાત કરવા માંગતી હતી, પરંતુ તે બધાના વચ્ચે હતો એટલે તે ત્યાં જઈ શકે તેમ ન હતી. થોડીવારમાં મયંક એ એક લાંબો શ્વાસ લીધો અને ત્યાંથી ઊભો થઈને ઘરની બહાર ચાલી ગયો. આ દ્રશ્ય જોઈને રાધા પણ તેના પાછળ પાછળ બહાર આવી ગઈ. 

" જીજાજી જીજાજી સાંભળો તો ખરી."

મયંક આગળ એક નદી હતી એ તરફ જઈ રહ્યો હતો એટલે રાધાએ તેને અવાજ દઈને રોકી દીધો. રાધા ભાગીને મયંક ના પાસે આવી અને તેની સાથે સાથે ચાલતા ચાલતા કહેવા લાગી. 

" તમે ખુશ નથી દેખાઈ રહ્યા , આ કાર્યક્રમ તો તમારા દીકરાનો જ છે ને."

મયંક એ એક ફીકી મુસ્કાન ની સાથે કહ્યું.

" એવી કઈ વાત નથી હું ખુશ છું."

મયંક ની લંબાઈ 6 ફિટ કરતાં પણ વધારે હતી એટલે તેના પર લાંબા પગેથી લાંબા લાંબા ડાફ ભરી રહ્યો હતો જ્યાં બીજી તરફ રાધા ની લંબાઈ તો મુશ્કેલથી પાંચ ફૂટના ઉપર હતી એટલે તેને મયંક ની સાથે સાથે ચાલવા માટે ભાગવું પડી રહ્યું હતું. તેને જલ્દી જલ્દી ચાલતા ચાલતા કહ્યું. 

" પણ તમારા ચહેરાથી તેઓ બિલકુલ નથી લાગતું કે તમને ખુશ છો. તમે તમારી સાળી ને સાચું ને બોલો જીજાજી?"

મયંક ઉભો રહી ગયો જેના લીધે રાધા એ એક જગ્યાએ ઊભા રહીને લાંબા લાંબા શ્વાસો લેવાનો ચાલુ કરી દીધું કારણ કે તે જલ્દી જલ્દી ચાલીને થાકી ગઈ હતી. તેણે રાધા ના તરફ જોઈને કહ્યું.

" સૌથી પહેલી વાત તો એ તો તું ગમે જીજાજી બોલવાનું છોડી દે."

" જીજાજી ને બોલું તો શું બોલું? તમે મારા બહેનના વર છો."

મયંક એ રાધા ના માથામાં ટપલી મારીને કહ્યું.

" અરે એ જ, જે મારું નામ છે, મયંક."

વાત કરતા કરતા તે લોકો એક નદીના નજીક પહોંચી ગયા હતા જે તે ગામના વચ્ચે વહી રહી હતી. રાધા મયંક ના ચહેરાના તરફ જઈ રહી હતી એટલે મયંક નદીના કિનારે બેસી ગયો અને તેણે કહ્યું.

" જો હું તને મારા મનની બધી વાત કરું છું અને તું પણ કરે છે, એનો અર્થ કે આપણે બંને મિત્ર થયા. હવે દોસ્તીના વચ્ચે સંબંધોનું શું કામ એટલે હું તને રાધા કહીને બોલાવીશ જે હું તને બોલાવું જ છું, તું મને મયંક કહીને બોલાવજે."

રાધા મયંક ની સામે આવીને બેસી ગઈ અને કહ્યું. 

" ઠીક છે પણ બધાના વચ્ચે નહીં."

મયંક એ હકારમાં માથું હલાવ્યું. રાધા એ તરત જ તેના મનનો સવાલ પૂછી લીધો. 

" અચ્છા તો મયંક, હવે બતાવો કે તમે આટલા ઉદાસ કેમ છો?"

મયંક એ એક લાંબો શ્વાસ લીધો અને કહ્યું.

" હું લગભગ દસ વર્ષનો હતો જ્યારે મારા બા અને બાપુજીનું મૃત્યુ થઈ ગયું હતું. અમે લોકો વડોદરાના ડભોઇ ગામમાં રહેતા હતા. ગામ બહુ મોટું ન હતું પણ બહુ નાનું પણ ન હતું. હું અને મોટાભાઈ હંમેશા ડભોઇના કિલ્લામાં ફરવા જતા હતા. એક દિવસ અમે બંને ભાઈ બે-ચાર મિત્રોને ટોળકી લઇને કિલ્લો જોવા ગયા હતા ત્યારે એક માણસ ભાગીને આવ્યો અને કહ્યું કે મારા બા અને બાપુજી નું એક્સિડન્ટ થઈ ગયું અને એકસીડન્ટ એટલું જોરદાર હતું કે બંનેનું મૃત્યુ રસ્તા ઉપર જ થઈ ગયું હતું."

મયંક નો ચહેરો રડમસ થઈ ગયો હતો પરંતુ તેને પોતાના આંખોના અંદર આંસુને છુપાવીને રાખ્યા હતા. તેણે ફરીથી એક લાંબો શ્વાસ લીધો અને કહ્યું.

" એ સમયે મારી ઉંમર 10 વર્ષની હતી અને મારા મોટા ભાઈ ની ઉંમર 16 વર્ષની હતી. અમારો પરિવાર બહુ મોટો ન હતો અને દૂરના સંબંધીઓની સાથે અમારી કોઇ સાંઠ ગાંઠ પણ ન હતી. અમે બંને ભાઈ એકલા થઈ ગયા હતા એટલે આજુબાજુના લોકોએ મળીને મારા મોટાભાઈ ના લગ્ન કરી દીધા.

મારા ભાઈને પત્ની એટલે કે મારા ભાભી પણ 16 વરસના જ હતા છતાં પણ તેમણે આખા ઘરની સંભાળી લીધું હતું. એ સમયે તો બસ મારા ભાઈ ભાભી અને હું જ હતા. શરૂઆતમાં તો બધું સરસ ચાલતું હતું પણ ધીરે ધીરે ભાભીનો વર્તાવ બદલવા લાગ્યો. હવે એટલે કે લગભગ ચાર થી પાંચ વર્ષ બાદ તેમણે મારો તિરસ્કાર કરવાનું શરૂ કરી દીધું."

" કેમ એવું અચાનક શું તે થઈ ગયું હતું?"

રાધા ના પ્રશ્ન ઉપર મયંક એ  કહ્યું.

" મારા ભાભીના માસીની એક દીકરી હતી તેનું નામ લગભગ,,, સીમા હતું. મારા ભાભી એમ કહેતા હતા કે હું તેની સાથે લગ્ન કરી લઉં, પણ મારે ભાઈની જેમ લગ્ન કરીને બેસવું ન હતું. મારે તો આગળ ભણવું હતું એટલે મેં લગ્નની ના પાડી દીધી. બસ મારા ભાભી ને એ વાતનું બહુ ખોટું લાગ્યું અને તેમણે વર્તાવ બદલાવી દીધો."

" તો તમને તમારા ભાઈની યાદ આવી રહી છે?"

મયંક એ ખળખળ વહેતા પાણીના તરફ જોયું અને કહ્યું.

" ફક્ત ભાઈની જ નહીં મને મારા માતા-પિતાની પણ યાદ આવી રહી છે. જો એ હોત તો આજે બહુ ખુશ થયા હોત. મારા મોટા ભાઈને કોઈ સંતાનો નથી એટલે તેમને પણ આ કાર્યક્રમ જોઈને ખૂબ સારું લાગ્યું હોત."

રાધા ને મયંક ની વાત સાંભળીને બહુ દુઃખ થયું કારણ કે શુભ પ્રસંગોમાં હંમેશા આપણા આપણી સાથે હોય તો એ ખુશી બમણી થઈ જતી હોય છે. રાધા એ મયંકના તરફ જોઈને પૂછ્યું.

" તમે તમારા લગ્નની ખબર મોટાભાઈ ભાભી ને ના આપી?"

" આપી હતી. ભાઈની સાથે તો મેં સંતાઈને બે વખત વાત પણ કરી લીધી છે. ભાઈ, ભાભીની સામે કાંઈ નથી કહેતા પણ તેઓએ મને કહ્યું છે કે તેઓ બહુ ખુશ છે અને જ્યારે મેં કીધું હતું કે તુલસી મા બનવાની છે તો એ સાંભળીને તો તે બહુ જ ખુશ થયા હતા. મારી ઈચ્છા હતી કે તેઓ પણ અહીં આવે પરંતુ ભાભીના બીક ના લીધે તેમણે ના પાડી દીધી."

રાધા ને આ સાંભળીને બહુ નવાઈ લાગી કે મોટાભાઈ એના ભાભી થી એટલા ડરે છે કે તે નાના ભાઈના શુભ પ્રસંગોમાં પણ ન આવ્યા. મયંક નો ચહેરો ઉદાસીના લીધે સાવ ઉતરી ગયો હતો જેને જોઈને રાધા ને બહુ ખરાબ લાગ્યું. જ્યારે રાધા ને શું થઈ ગયું હતું એની તો એને પણ ખબર નથી પણ જે પોતાના જગ્યાએથી ઊભી થઈ અને મયંક ને એના છાતીએ લગાડી લીધો હતો. 

મયંક એ પણ પોતાના બંને હાથોથી રાધાને છોડથી પકડી લીધી હતી. રાધાને પણ એ વાતનું દુઃખ હતું કે તે તેની મોટી બહેનના પ્રસંગમાં ત્યાં હોવા છતાં પણ જઈ શકે ન હતી. તો પછી મને કેટલું દુઃખ થતું હશે, વિચાર કરીને જ રાધાએ તેને ઘરેથી લગાડ્યો હતો જેનાથી તે બંનેનું દુઃખ થોડું ઓછું થાય. 

" પીપ પીપ પીપ,,"

અચાનક બસ ના અવાજ ના લીધે રાધા નું ધ્યાન તૂટી રાધા એ જોયું તો ગોંડલની બસ આવી ગઈ હતી એટલે તે જલ્દીથી બસમાં જઈને એક જગ્યાએ બેસી ગઈ. હવે તેને તેના ગામમાં જવાનું હતું અને ત્યાં જઈને ગામના લોકો તેની સાથે

કેવું વર્તન કરશે તેની તેને ખબર ન હતી.