બન્ને મિત્રો ધણા દિવસના રીસામણા પછી આજ મળ્યા હતા.વાતોની વચ્ચે બન્ને મિત્રો એકબીજાની ખૂશીની ચિંતા કરી રહ્યા હતા.
"આરાધના, ખબર નહીં કેમ પણ આજ એવુ લાગી રહ્યુ છે જાણે હું અને તું આમ અચાનક મોટા થઈ ગયા હોઈએ, સમય ક્યાં જતો રહ્યો એ ખબર જ ન પડી..તારા લગ્ન થવા જઈ રહ્યા છે અને તારો તો સાસરે જવાનો સમય પણ આવી ગયો.અનંતે આરાધનાને કહ્યુ.
આરાધના યાદ છે આપણે નાના હતા ત્યારે તે ઢીંગલા અને ઢીંગલીના લગ્ન કરાવ્યા હતા અને જ્યારે તને ખબર પડી કે તારી ઢીંગલી તને છોડીને મારા ઢીંગલા સાથે સાસરે જશે ત્યારે તું તારા મમ્મીના ખોળામાં બેસીને કેટલુ રડી હતી.અને તારા મમ્મીને રડીને કહી રહી હતી કે હું કે મારી ઢીંગલી કદી સાસરે જશે જ નહીં.
અનંત અને આરાધના બન્ને બાળપણની વાતો અને યાદો યાદ કરી હસી પડ્યા અને આરાધના બોલી હા, અનંત મને બરાબર યાદ છે અને પછી મમ્મીને મે સાફ શબ્દમાં કહ્ી દીધુ હતુ કે ઢીંગલાને કહી દે કે જો મારી ઢીંગલી ગમતી હોય તો અહીં મારી ઢીંગલી સાથે આવીને રહે બાકી મારી ઢીંગલી સાસરે નહીં જાય .
આરાધના તેના મેડલ્સ ભરેલા કબાટમાં અનંતને કશુંક બતાવવાનો ઈશારો કરે છે .
અહીં આવ, અનંત....આ જો અહીં મે એ ઢીંગલા અને ઢીંગલી બન્નેને આજે પણ એકસાથે જ મારી પાસે સાચવીને રાખ્યા છે.આ બાળપણની યાદો જ મારો સાચો ખજાનો છે.આ યાદોને કઈ રીતે સાચવવી એ સાચવવા વાળા પર નિર્ભર કરે છે.હું તો મારી આ યાદોને કદી મારાથી અલગ નહી કરું.સમયની સાથે સપનાંઓ આવશે અને બદલાવ આવશે પરંતુ આ યાદોનો ખજાનો હંમેશા મારી આસપાસ જ રાખીશ.મે એ બાળપણના સમયને મારી આ યાદો સાથે સાચવીને રાખ્યો છે.
આહા....સમયને સાચવીને રાખ્યો છે! તારી આ વાતો મને ધણીવખત સમજાતી જ નથી કે તું આટલું ઊંડાણપૂર્વકનુ કઈ રીતે વિચારી લે છે.અનંત બોલ્યો.
અરે, ઈડીયટ એટલુ જ કહુ છુ કે સમયને ઓળખી અને સાચવી લેવો, ટુકુ ને ટચ....સમજ્યો.
હા, અનંત સમય તો,સપનાંઓ સેરવીને નીકળી જતો હોય છે.પણ હા, એક વાત છે કે એના માટે ખૂબ જરૂરી છે , સપનાંઓ જોવા.સમય તો સપનાની પાંખે આવે અને ઉંમર ને ઉડાડીને લઈ જાય.સમયસર સપનાંઓ પૂરા કરવા પ્રયત્નો કરવા એ આપણા હાથમાં હોય છે.નહીંતર પછી અંતે અફસોસના બકેટમાં ધૂળધાણી થઇને પડેલા , સડેલા સપનાંઓ પડ્યા મળે છે.હળાહળ અફસોસ સિવાય કઈજ બચતુ નથી, હાથમાં.
કેટલું અઘરું બોલે છે. યાર....આ તમારા જેવા સ્કોલર પર્સનની વાતો....મારા પલડે પડતી નથી.હું તો બિન્દાસ અને વર્તમાનમાં જીવવા વાળો માણસ છું....આટલુ બધુ વિચારી વિચારીને શું જીવવાનુ વળી....જીંદગી એકવખત જ જીવવા મળે છે. તુ એ પળ ને સાચવે છે અને હું એ પળને માણુ છુ.અનંતે કહ્યુ
અરે, ઈડીયટ એટલુ જ કહુ છુ કે સમયને ઓળખીને સાચવી લેવો.જીવવા માટે મારી ફીલોસોફી આટલી જ છે.ટુકુને ટચ .....સમજ્યો . આરાધનાએ કહ્યુ.
અને થોડીધણી માણી પણ લેવી....એ પણ ઉમેર એમાં પછી જો જીવવાની મજા આવે.મારી ફીલોસોફી પણ આવીજ છે, ટુકીને ટચ .....ખતમ....આ સાંભળી બન્ને હસી પડ્યા.
અનંત, તું નહી સમજી શકે, એક છોકરી હોવું અને એમાં પણ શ્યામ. આ સમાજ , આજુબાજુના લોકો કેટલા અને કેવાં- કેવાં શબ્દોના તીર છોડે છે! અને આવા લોકો બોલતા સમયે એ જરાપણ વિચારતા નથી કે શ્યામ રંગ છોકરીઓને આવા શબ્દો સાંભળી કેવુ લાગતુ હશે.
જો કે અનંત સમજતો જ હતો કે આરાધનાએ તેના આવા રૂપ- રંગને લીધે ધણુ સહ્યુ છે અને લોકોની માનસિકતા અને વલણ આવી છોકરીઓ પ્રત્યે શું હોય છે એ ખૂબ સારી રીતે સમજતો હતો.
અનંત આરાધનાને માટે જે મિશન માટે ધરેથી નિકળ્યો હતો, એ મિશન હજુ પૂરૂ તો થયુ નથી .આનંત તેની મિત્રને લઈ ક્યાં મિશનની વાત થઇ રહી છે?શુ ચાલી રહ્યુ હશે અનંતના મનમાં જાણવા માટે વાંચતા રહો...શ્યામ રંગ...લગ્ન ભંગ.....15