અનંત તેના મિશન પર અડગ હતો.તેને માત્ર અને માત્ર આરાધનાની ખૂશીની ચિંતા હતી.અનંત એ જાણવા માંગતો હતો કે, ખરેખર આરાધના અમન વિશે કેટલુ જાણે છે.તે ધીમે ધીમે આરાધના ને વાતોમાં ઉલજાવીને આ વાત જાણવાની કોશિશ કરી રહ્યો હતો કે અમનનુ અસલ વ્યક્તિત્વ આરાધના અને તેના કુટુંબ ને ખબર છે કે નહી?આરાધનાનુ કુટુંબ ખૂબ સીધુસાદુ છે, અમન જેવો છોકરો જો આરાધનાનો પતિ બની જશે તો આરાધના અને તેના માતા પિતા અને કુટુંબીજનો હેરાન થઈ જશે.અનંત મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો.
આરાધના , થોડા દિવસમાં તારા લગ્ન થઇ એટલે તુ સાસરે જતી રહેશે અને હું વિદેશ જતો રહીશ.આપણે નાનપણથી મિત્રો છીએ , અને હવે પછી આગળ આપણા રસ્તા અલગ હશે.તારા માટે તારો પતિ પહેલ રહેશે પછી તેના માંથી સમય મળશે તો તુ મારા જેવા મિત્રને યાદ કરીશ.અનંત આરાધનાને ચિડવવાની કોશિશ કરી રહ્યો હતો.
હા,....તો તુ પણ વિદેશ જતો રહીશ અને ત્યાં જઈને તું શું કરીશ...! પેલી વિદેશી ગોરી...ગોરી છોકરીઓને તાકતો રહીશ અને જો સમય મળશે તો મારા જેવી દોસ્ત ને ક્યારેક ક્યારેક ફોન કરીને યાદ કરીશ.આરાધના પણ અનંતની ખિચાઈ કરી રહી હતી.
એ..જા..જા...આરૂ... (અનંત જ્યારે ગુસ્સામાં કે ઉદાસ હોય ત્યારે આરાધનાને આરૂ..કહીને જ બોલાવતો) હું વિદેશ કઈ આ બધુ કરવા નથી જતો હો. હું ત્યાં મારુ ભવિષ્ય સુધારવા જઈ રહ્યો છુ અને નવી નવી ટેકનોલોજીસ જાણી ટ્રેઇન થવાં જઈ રહ્યો છું.ત્યાં સિન્સિયર મેનની જેમ જોબ કરીશ અને તને યાદ કરીશ.આમ,પણ છોકરીઓ ને તાકી... તાકી...ને જોવાની અને છોકરીઓને લાઈનો મારી ફસાવાની આદત અમનને હશે.અમને આવી રીતે તાકી..તાકીને જ તને ફસાવી હશે સાચુને.અને સાંભળ હું પૂણૅ ભારતીય છોકરો છુ.મારા માટે મારી પ્રામાણિકતા જ સવૅસ્વ છે.
આરાધના , મારા માટે મારા મિત્રો જ મહત્વના છે.એનાથી આગળ હાલ પૂરતુ મે ક્યારેય વિચાર્યુ જ નથી.એમા પણ તારા જેવી ગહન વિચારસરણી ધરાવતી છોકરી જો મારી ફ્રેન્ડ હોય તો પછી જીંદગી જન્નત જ હોય.પણ હવે તો તારા લગ્ન થઇ રહ્યા છે .હું કદાચ ગમે તેટલુ તને રોકી રાખવાની કોશિશ કરીશ તો ય તું તારા સાસરે જતી જ રહીશ.બન્ને મિત્રો થોડા ભાવુક થઈ ગયા.
આરાધના, મને ખબર છે તારા લગ્ન થવા જઈ રહ્યા છે, એટલે હવે તારી સાથે મર્યાદાના દાયરામાં રહીને જ વાત કરવી પડે.અનંતે કહ્યુ
એ..મર્યાદા પુરુષોત્તમના ભક્ત, આપણી ફ્રેન્ડશીપ લાઈફ ટાઈમની ગેંરંટી અને વોરંટી વાળી છે સમજ્યો.આપણે સિક્રેટસાથી આજીવન હતા, છીએ અને હંમેશા રહીશુ.અને તુ મારી સાથે તારા મનની કોઈ વાત શેર કરવા માટે આટલું બધુ ક્યારથી વિચારવા લાગ્યો.તુ વિના સંકોચે મને કહી શકે છે. આરાધનાએ કહ્યુ.
આરૂ, તું લગ્ન કરી, અમનની પત્નિ બની અહીથી જાય એના પહેલા, મને તારી એક સાંજ આપ.
આપણા બન્ને માટે આગળનુ જીવન એકદમ અલગ- અલગ હશે.પરંતુ એ પહેલા તારો આ દોસ્ત તારી સાથે એક યાદગાર ફ્રેન્ડશીપ ડે સેલીબ્રેટ કરવા માંગે છે, ફરી એ રિવરફ્રન્ટની ખુલ્લી હવા, એ જ બાકડાં જ્યાં કોલેજ સમયે બંક મારીને બાંકડે બેસી હસી- ખુશી અને મસ્તી કરતા હતાં.એ જ તારી ફેવરીટ હોટલ પર જઈ, ફેવરેટ ફૂડ એન્ડ ડીનર.લોટ્સ ઓફ ફન, ફૂડસ એન્ડ ફોટોસ.बहुत सारी बाते और हंमेशा याद रहे एसी यादें.....दोस्तो वाली शाम, दोस्तो के नाम.
અનંતની વાત સાંભળી આરાધનાના ચહેરા પર ચમક આવી ગઈ.તેની પાસે ના પાડવાનુ કોઈ કારણ ન હતુ.તેણે તો તરત જ હા પાડી દીધી.બન્ને મિત્રો જેટલી યાદો ભેગી થાય એટલી યાદોનુ પોટલુ બાંધવા મથી રહ્યા હતા.
અનંત બસ આરાધનાને ખૂશીઓનુ 🎁 આપવા માંગતો.એક સારી તક જોઈ આરાધના સાથે અમન વિશે વાત કરશે.
વાંચક મિત્રો અનંત આરાધના સાથે અમન વિશે વાત કરવાના સતત પ્રયત્નો કરી રહ્યો છે, પરંતુ તેને એક અજીબ ડર લાગી રહ્યો છે કે ક્યાંક આરાધના હર્ટ ન થઈ જાય.બન્ને મિત્રોની કાલી ધેલી વાતો વાંચતા રહો. અનંતે મનમાં વિચારેલા મિશન પર અડગ છે, અનંતની કોશીશ અને પ્રયત્ન જાણવા વાંચતા રહો...શ્યામ રંગ.....લગ્ન ભંગ.....16