૧૦૪
દેશથી ઉખડી જવાનુ દર્દ તો સહુને થાય...અમે પણ અમરેલી છોડી ત્યારે
વણજારા નહોતા કે ચાલો અંહીયા અંજળ ખુટી ગયા તો બીજે ગામ... એવી આર્થિક મજબુરી હતી ..બાપુજીની શાખ વિના કારણે ખરડાઇ ગઇ હતી અને તેમને કંઇ સૂજતું નહોતું કે અમરેલીમાં એવું ક્યુ કામ એ કરી શકે ?બીજી બાજુ એમની તબિયત દર ચાર પાંચ વરસે આસમાની સુલતાની કરી નાખેતેવી હતી એટલે પરિશ્રમ કરી શકે તેમ નહોતા બીજી મોટા ભાઇને બહુ મોટી આશાથી પરદેશ મોકલી ને મનમાં એમ મિનારા ચણતા હતા કે દિકરો થોડા થોડા પૈસા મોકલશે પણ એ પોતે જ સંઘર્ષ કરતો રહ્યો.. એક ખુદ્દાર જગુભાઇ લાચાર જગુભાઇ બની ગયા હતા એટલે જે આઝાદી વખતે પોતે ફના થયાહતા તે આર્થિક બોજનીચે આઝાદીના પેન્શનર બની ગયા હતા .. નોનો રેતીનો ધંધો તેમની જ મીલના એંન્જીનીયર ફુલસીંગભાઇ સાથે મળી ચાલુ કર્યો પણ એમાંથી ટ્રેક્ટરની લોનનાં હપ્તા જ માંડ ભરાતા હતા.. હવે બધી બાજુ થી ઘેરાયેલાં જગુભાઇએ ચંદ્રકાંતને પરિસ્થિતિ સમજાવી હતી .. ચંદ્રકાંત માર્કેટીંગ મેનેજમેન્ટનુ ભણ્યા બરોડા તેમના તરફથી મુબઇની પોસ્ટ માટે ઓફર આવી હતી .. બસ એ સમયે જોયેલા સર્વ સપનાઓ મુબઇમાં આવ્યા પછી ચુરચુર થયા ત્યારે આગળ ભીંત પાછળ ધરાળનાં વમળમાં ચંદ્રકાંત અટવાયા હતા એ કારમો સંઘર્ષ અને તેમાં ઢસડાતી જીંદગી હતી ત્યારે વતનની યાદ તો બહુ આવે રોજ અમરેલીનાં સપના આવે રોજ આંખો ભીંજાય.. એ અમે પણ વતનથી ઉખડી જવાનું દર્દ ભોગવ્યું છે
જન્મભૂમિ જ્યાં બચપનથી પંદર વીસ વરસ જેમણે ગાળ્યા હોય એ ક્યારેય જન્મભૂમિ
ભુલી નથી શકતો...આપણે પુરુષો બેવતન થઇએ ત્યારે ડાયાસ્પોરા
કહીયે પણ વિચાર કરો હરેક માં કે પત્ની પણ બેવતન થઇ છે એ પણ
ડાયાસ્પોરા જ છે..એટલે જેને પુરુષો પીયર કહે છે તે તેની વતનથી
બેવતન થવાની વેદના નથી સમજતો...
મારા માટે અમરેલી છોડવુ એ આજીવિકામાટે બેબસ થઇને છોડવાનુ હતુ
એ વેદના આખી જીંદગીને કોરી ખાય છે હજી અમરેલી યાદ આવે ત્યારે
અંધારી રાતમા અમરેલી બાજુ ઓશીકુ કરીને બે આંસુ સારી લઉ છુ..
મારા દિકરાને મુંબઇથી જે કંપનીમા નોકરી મળી હતી તેમણે પુના મોકલવાની
વાત કરી ત્યારે અમે માં બાપ તેની બાજુમા બેઠા હતા.."બોલો મમ્મી ડેડી
તમે ના પાડશો તો હું પણ ના પાડી દઇશ અને મારી કંપની છોડવી પડે
“આઇ ડોન્ટ કેર "...બોલો.."
“જો આપણી બારીમાંથી આંબો દેખાય છે ? "
તેના ઉપર પંખીનો માળો દેખાય છે ? પંખી બચ્ચાને પાંખ આવે એટલે
ઉડી જાય તેનો હરખ શોક નથી કરતા ..તેમ લાગણી ઉપર કાળમીંઢ પથ્થર
મુકીને હું તને કહું છુ તું જા અને તારા મા બાપનુ નામ રોશન કર..આગળ વધ.
અમારુ સુખ અમારો બુઢાપો શીટ્ટ આઇ ડોન્ટ બિલીવ ધીસ ..તારી કેરીયર
બનાવ..ઓ કે ?"
એ વાતને પંદર વરસ થઇ ગયા અને અમેરિકા કંપનીએ મોકલવાનુ નક્કી
કર્યુ ત્યારે પણ આ જ વાત કરેલી ...જેમણે પોતાના જીગરના ટુકડાને કે
એકની એક દિકરીને કેરીયર માટે પરદેશ મોકલી હોય તેમણે બધ્ધાએ
જીગર પર કાળમીંઢ પથ્થર મુકવો પડ્યો હશે..
(ક્યારેક ભણવા ગયેલા સંતાનોએ સામેથી આઇ લાઇક ધીસ કંન્ટ્રી પણ
કર્યુ હશે ત્યારે વેદના એક સરખી મા બાપે જીરવી હશે..)
એટલે દિકરાને છોડવાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે મમ્મી ડેડીને
જે જોઇએ તે સુખ આપવામા ક્યાય કચાશ નથી રાખતો ...તેને હવે ડર
લાગે છે કે અત્યારે તો બાપા મમુડી આટલા સ્વસ્થ છે;ન રહ્યા તો ? હવે તે
નીચે બેઠો હોઉ ને ઉભો થવા ડગુમગુ થાવ ટેકો લઉ ત્યારે એકીટસે
જોઇ રહે છે છાંના છાંના બન્નેભાઇ બહેન રડી લે છે.. તેમને એ તમામ સંઘર્ષો લડીને જીત મેળવતા ડેડી દેખાય છે .. પાઇ પૈસો ભેગો કરીને બચત કરીને સ્વમાનભરી જીંદગી જીવ્યા છીએ એ યાદ કરે છે પણ કાળનું ચક્રતો ફરવાનું જ છે એ પ્રકૃતિનો નિયમ છે એ એમને કેમ સમજાવું?અમારી ધીમી પડેલી ચાલ શરીરની ઘટતી ક્ષમતા , હવે થાક લાગવો હાંફી જવું અને કહેવું કે “ભાઇ જરા ધીમે” ..એ સામે તે લાચાર નજર માંડે છે
તેની ક્યારેક આંખથી આંસુ છલકાય છે ત્યારે હસતા હસતા કહુ છુ " અમથો આ પહાડી સીનો ભગવાનથી તુટે કેમ નથી એટલે ઉપરવાળો પણ કટકે કટકે તોડે છે ..તું તારે જલસા કર . યે જીવન હૈ ઇસ જીવનકા યહી હૈ રંગરૂપ થોડે ગમ હૈ થોડી ખુશીમાં હૈ”