૧૦૩
સવારે સાડાપાચ વાગે ઉઠીને નાહી ને સાડાછ વાગે તૈયાર થઇ ગરમ
ચા બન્નેએ પોણી પોણી પીધી ને ફ્રેશ થઇ ગયા ..ત્યાં છોકરાવ તૈયાર થઇને
આવી ગયા અને નાસ્તો કરવા ગયા...બ્રેડ બટર ગણીને આપે એવી આ
ભીખારી હોટલમા થોડુ લુસ લુસ ખાઇ ને સાત વાગે ગાડીમા બેસી ગયા.
કેપ્ટને ગુગલીના હિસાબ ની ઉપર થોડુ ઉમેરી ને જાહેરાત કરી "રાતના
નવ થી દસ વાગશે હ્યુસ્ટન પહોંચતા .." કલાક બે કલાક વરસાદ નડશે
પછી કોરૂકટ્ટ ....ન્યુ મેક્સીકો ના અમરોલા છોડીને હાઇવે પકડી લીધો હતો
આ રાજ્ય સાવ સપાટ ઘાંસીયા મેદાનો ચારે તરફ જોયા...વાદળાઓ વચ્ચે
જ્યાં પ્રકાશ પડે ત્યાં ઘાંસનો રંગ અલગ લાગે ...આછો પીળચટ્ટા રંગનો
પટ્ટો પુરો થાય ત્યાં લીલ્લો ચટક ઘાસનો પટ્ટો અલગ દેખાય .નાની નાની
ટેકરીયો પર રમતો ,ખીસકોલી જેમ ઘાસ ઉપર ઉછળતો તડકો સોનલવરણો
તડકો ,ઝરમર ઝરમર બુંદઉપર શાહી સવારી કરતો આ તડકો...આજે બહુ
વહાલો લાગે......
નાસ્તો કરવા ઉભા રહ્યા ત્યાં જીંદગીમા પહેલીવાર પુર્ણ મેઘધનુષ્ય જોઇ
ફટાફટ ફોટા પાડી લીધા .મે સાંભળ્યુ છે કે લોકો તેને બ્રહ્મ ધનુષ્ય કહે છે
પાંચ મીનીટ બસ મન ભરીને એ દ્રશ્ય માણી લીધુ...વરસાદને લીધે મારાથી
બહુ સારોફોટો ન આવ્યો...! એ ફોટો મુકુ છુ...નાસ્તો કરી સાવ ખાલી રસ્તે
ગાડી જે ભગાવી જે ભગાવી તે ગુગલ મહારાજ થોથવાઇ ગયા .." અલ્યા
આમ જ ભગવશો તો આઠવાગે તો હ્યુસ્ટન પહોંચી જશો..હલુ હલુ.."
બપોરે બે વાગે ચીપોટલેમા મસ્ત મેક્સીકન ખાઇને પાછા રમ રમ ગાડી
દોડાવતા હતા..કેપ્ટનને તાકીદ કરી હતી કે દર બે કલાકે જે રેસ્ટ એરીયા
આવે ત્યાં પીપી પોટીની છુટ્ટી આપવાની એ ચુસ્ત રીતે પાળીને સાંજે
સાડા પાંચ વાગે હ્યુસ્ટનથી એંસી માઇલ દુર રેસ્ટ એરીયામા પહોંચ્યા...
અંદર આઠફુટના માણસનુ સ્ટેચ્યુ હતુ ...ત્યા લખેલુ લખાણ વાંચી હું
આભો થઇ ગયો...ઇંડીયન માઇથોલોજી જેવા આઠ ફુટના માણસો આજે પણ
જંગલમા ક્યારેક દેખાય છે એ યતિ છે...! ને હનુમાનજી નુ બીજુ સ્વરૂપ એ
લોકો માને છે !એની રીતભાત નુ લાંબુ સંશોધન કર્યા પછીના વૈજ્ઞાનિક
પુરાવા સાથેની વાત હતી ...મારા તો રૂવાડા બેસતા નહોતા..!"હનુમાન
ચાલીસા શરૂ કરૂ?"
“ગાડીમા જે કરવુ હોય તે કરજો.”
ગાડી ભગાવતા ભગાવતા અમે સાંજના છ વાગે હ્યુસ્ટન પહોંચીને સાઉથ ઇંડિયન હોટેલમાં ભરપેટ જમી ઘરે પહોંચી ગયા… હમણાં અંહીયા ગણેશ ઉત્સવ ચાલુ થશે ત્યારે મારે અહીંના દેશી લોકોની આસ્થાની વાત કરવી છે
હજી અંહીના ગણપતિ નવરાત્રીની ને એવી નાનીમોટી વાત ચાલુ રાખીશ ...
આપણી સંસ્કૃતિને જેટલા જતનથી પ્રદેશમાં રહેતા આપણા સ્વજનો જાળવે છે એટલા તો હવે આપણે પણ નથી જાળવતા.. પહેલા સમરું ગણપતિ દેવા વિઘન લેજો હરી ..
મારા સંગીતનાં શોખનું બાળ મરણ થયું હતું .. ત્યારે અમારા સંગીતના ગુરુ ધ્રુવ કાકા એ હાર્મોનિયમ કેમ પકડવાનું કેમ ધમણ દબાવીને કોને કાળી કહેવાય , આપણા કંઠ સાથે કઇ કાળી મેચ થાય છે પછી સા રે ગ મ શરુ કરાવ્યુ
“ ધ્રુવદાદા હું તો ડાબોડી છુ જન્મથી તો મારે આ ધમણ કેમ પકડવી કયા હાથે એ કહો પછી આ હાર્મોનિયમ કેમ રાખવું એ કહો..”
એક ક્ષણ ધ્રુવદાદા હલી ગયા મોઢામાંથી હૈ નિકળી ગયુ .. પછી ડાબોડીએ કેમ વગાડવું તે શીખવ્યું હતું.. પછી થોડા દિવસો પછી નોટેશન લખાવ્યા .. જેમ સંગીતકારો વાયોલિનવાળા સામે પાટીયા રાખે એમ અમારે એ નોટબુક સામે હારોનીયમ ઉપર મૂકીને ગાવાનું હતુ … “ પ્રથમ સૌથી પુજા તમારી મંગળ મુહૂર્ત વાળા રે ગજાનન..”
એ ગણપતિની અંહીયા બહુ ભાવ પુર્વક ગણેશ ચતુર્થી ઉજવે.. શનિવાર રવિવારે જ આ પ્રોગ્રામ થાય ત્યારે સૌથી પહેલાં મંદિરમાંથી કે ગુજરાતી સ્ટોરમાંથી ગણપતિની માટીની મૂર્તિઓ લઇ પછી ગાડીમાં બેસી ઘરે આવી જાય ત્યારે ના ઢોલ તાળા જીજે ઘોંઘાટ બધું સાવ શાંતિથી થાય કોઇ પાડોશીને ખબર પણ ન પડે પછી ધરે સરસ સજાવટ કરી હોય ત્યાં ગણરાયને પધરાવી જાતજાતનાં લાડુ ધરી પછી ભક્તીપુર્વક આરતી સહુ સાથે ગાય ત્યારે સહુ મંજીરા ખંજરી કોઇક ઢોલક વગાડે અને પછી જેમને બોલાવ્યાં હોય એ સહુ પોતાને ત્યાંથી પ્રસાદ લઇ આવ્યાં હોય તે ધરે પછી સહુ પ્રસાદ આરોગે પછી મ્યુઝિક સીસ્ટમ ઉપર પંજાબી કે એવા ગીતો મુકાયા હોય તેનાં ઉપર બધા નાચે ક્યાંક ગરબા કરે .. પછી જમવાનું હોય .. તમામ સભ્યો દરેક કામ કરે કોઇ પીરસે તો કોઇ ભોજન ગરમ કરે અને જમ્યા પછી સૌ ક્લીનીંગ કરીને પછીજ જવાનું વધારાનો પ્રસાદ ભોજન ના બોક્સ સાથે લઇ જાય.. પોતાનાં બેકયાર્ડમાં નાનકડો ખાડો જાતે કરીને તેમાં જ બાપાનું વિસર્જન કરે.. કોઇ ટબમાં કરી એ માટી આખાય ગાર્ડનમાં છાંટી દે આવું જ નવરાત્રીમાં થાય ..
બોલો હવે ગણપતિ બાપા અંહીયા રાજી થાય કે નકરા વલ્ગર ડીજે ગીતો સાથે છાકટાં થઇ આખો રોડ રોકીનેરાત્રે કાનફાડી નાંખે તેવા અવાજે મંડપમાં ગીતો વગાડવા કાયદાની ઐસીતૈસી કરવી , બાળકોને પરીક્ષા હોય વૃધ્ધો બિમાર લોકોની કોઇ પરવા નહી..આમાં ભક્તિ ક્યાં આવી ? જબરદસ્તીથી ફંડફાળા કરવા એ વધારાનું કુલક્ષણ. આપણા દેશી લોકોની આવી સાચા ભક્તિભાવનાથી હું ગદગદીત થયો હતો…