Fare te Farfare - 102 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 102

Featured Books
Categories
Share

ફરે તે ફરફરે - 102

૧૦૨

 

પેન્સાકોલામા આખરી સાંજે દરિયા કિનારે ફરતા હતા હું ગીત ગણગણતો હતો

“દરિયા કિનારે બંગલો રે બૈઇ જો બૈઇ " લાવણી પ્રકારનુ આ ગીત કેમ

યાદ આવ્યુ એ સમજાયુ નહી ...દરિયાને પેરેલલ સેંકડો બંગલાઓ વચ્ચેથી 

નાની નાની ગલ્લીઓમા પસાર થઇ રેતઘર બનાવતા હું અને મારો પૌત્ર

ની એ આખરી સમી સાંજ મારી આંખમા પણ ખારા પાણી ભરી ગઇ....

ઇંડીયા જવાની ઘડી પણ નજીક આવી રહી હતી .સહુ આંખ છુપાવી

રડી લેતા હતા..રાતના જમણમા ચીઝના વોનટોન અને આઇસક્રીમને ન્યાય

આપ્યો...મારા દિકરાને દરિયા કિનારે બંગલાના હજી સપના આવે છે...

“એક બંગલા બને ન્યારા..."મને  શાંત  સરોવર કે નદી કિનારો વધુ ગમે ,

પણ કોથળી કા મુહ સંકડા ક્યા કરે નર બંકડા કહી  મારી જાત ઉપર હસી લઉ

છું........

સવારે બ્રંચ કરી વહેલા નિકળ્યા..ન્યુ ઓરલિયન્સ એ અમેરિકાનુ મોટામા મોટુ

લશ્કરી બંદર છે..ત્યાં જ દુનિયાની મોટામા મોટી વોર શીપ બંધાય છે.અમારે

ન્યુ ઓરલીયન્સ રહેવાનુ નહોતુ પણ રસ્તાની સાવ નજીકમા તમને અનેક

વોરશીપ દેખાય..બહુ લાંબા બ્રીજ ઉપરથી પસાર થયા ત્યારેતો નીચે 

શીપ બનતી પણ જોઇ...હાઇવે ઉપર જમીને ફરી ગાડી ભગાવી..  આઠ નવ હજાર ફુટથી લઇને ચૌદ હજાર ફુટનો કઠીન  પ્રવાસ પુરો થયો હતો ..અમે મેદાની ઇલાકામાં આવી ગયા હતા. અહીંયા વરસાદના ઝાપટાં પડતા હતા હજી એકબાજુ સુરજ પણ તપતો હતો એટલે એ વરસાદ ઉપર પરાવર્તન કરીને રચાતા સુંદર મેઘધનુષ્ય જોઇ કોઇ કલાકારની પીંછી કામ ન કરે એવા અઢળક રંગોની ભરમાર હતી .. ક્યાંક ભૂરું સ્વચ્છ આકાશ હતું તો ક્યાંક  વરસાદ.. અમે જીંદગીમા પહેલી વખત પુર્ણ મેઘધનુષ્યનું સર્કલ જોયું એટલે બહાર નીકળી ફટાફટ ફોટા ક્લીક કર્યા.. આહાહા અદ્ભુત..!

અમે જ્યાં ગાડી ઉભી રાખી હતી તે પેટ્રોલ પંપને અડીને જેકની ચેન  હોટેલ હતી .. હોટેલનો કેમ કહેવાય કારણકે બેસવાનું તો હતું જ નહી .કેપ્ટને એનાઉન્સમેન્ટ કર્યું “ વરસાદની મોસમ છે તો ભજીયા તો બનતા હી હૈ.. 

“ પણ અંહીયા ભજીયા ? કોઇ કાઠિયાવાડીએ ખોલી છે કે શું તતો જલસો પડી જાય..” કેપ્ટને ઇશારો કર્યો “જૂઓ આ બાજુમા જે જેકની ચેઇન સોનેક છે ઇ આ જ કામ કરે છે ભજીયા ઓન્લી ..”

“હેં?ક્યા બાત કરતે હો?”

 કેપ્ટને અમને ગાડીમાં બેસાડી બાજુની જેક ચેઈનના સોનેકમાં પાર્કીંગમા ઉભી રાખી અને પોતાની બારી ખોલી .. તેના હાથ પાંસે જ એક પોલ ઉપર ડીજીટલ મેનું ક્લીક કરીને  ઓનિયન રીંગ ભજીયા  મરચાના ચીઝનાએમ  બીજી બેત્રણ વેરાયટીઓનો ઓર્ડર કરી પેમેન્ટ કરી બારી બંધ કરી બેઠા એટલે દસ મીનીટમાં ગરમ ગરમ પાર્સલ લઇને  એક રૂપકડી આવી .. ગાડીની બારી ખોલી પાર્સલ લઇ લેવાનું.. ભાગો .. રસ્તામાં સહુની ભાગબટાઈ કરવામાં આવી પછી ટીસ્યુ સાથે હરેકને ગરમ ભજીયા મળ્યાનો આનંદ  થયો બાળકો ચીઝ ભજી ઉપર તુટી પડ્યા … સહુને સાથે ગીત ગાવાનું હતુ “ સુહાના સફર ઔર યે મૌસમ હસીં હમે દર્દ હૈ હમ ખો ન જાયે કંહી” બપોર સુધીમાં વરસતા જોરદાર પવન સાથેનાં ઝાપટાંઓએ અમારી સ્પીડ તોડી નાખી હતી એટલે પ્રવાસની  આંતિમ રાત જ્યાં અમરોસામાં વિતાવવાની હતી ત્યાં હવે એમને રાત્રે માંડ પહોંચીશું.. એટલે સાંજનું જમણ ફ્રી મેક્સિકન ખાઇને ગાડી દોડાવી.. રાત્રે મોડેથી ભંગાર હોટેલમાં બહું માથાકૂટ કર્યા પછી બે રુમ મળી .. એટલા એને સહુ થાકેલાં હતા કે પથારીમાં પડ્યા કે ઘસઘસાટ સુઇ ગયા .. મુળ એમરોલામાં મારા માનસમાં વસાવેલ અમરેલીના શુરવીર ગધ્ધેસિંહ બાપુને ફરીયાદ કરી કે આપણા ગામમાં આવી હોટેલ ? બાપુને પાનો ચડાવ્યો એટલે બાપુએ ધિંગાણું કર્યુ મેં રજાઈમાં થોડા પગ આમતેમ ઉછાળ્યા પણ પછી નિદ્રદેવીએ મને સુવડાવી દીધો…

લુખ્ખી હોટેલના લુખ્ખા મેનુમાં કોફી હતી  એને બ્રેડ બટર ગણીને દરેકને બે એમ આપી તે “ જે મળ્યું તે ધટક પી ગયા” અને અમારાં આખરી પડાવ તરફ ગાડી ભગાવી.. રસ્તમા રેસ્ટરૂમમા પ્રવાસ વખતે અટકી પડતા અંતે અમે હ્યુસ્ટનથી ૧૬૦ માઇલ દુર લિકનનાં પુતળા સુધી પહોંચી ગયા.. અંહીયા રેસ્ટરુમ સાથે ત્યાંની કાઉંટીએ એક નાનકડુ મ્યુઝિયમ પણ આ એરીયાના મહીમાં  દર્શાવતું હતુ.. ઓહોહો

ફરે તે ફરફરે-૧૦૩.

સાંજે ચારવાગે હ્યુસ્ટનના રસ્તે પહોંચ્યા ત્યારે આપણે જેમ લાંબા પ્રવાસ

પછી ઘરે પહોંચીયે તેવો હાશકારો થયો...હોટેલમા સાઉથ ઇંડીયન જમીને

ઘરે પહોંચ્યા ત્યારે સાજના પાંચ થયા હતા..

એક બાજુ ફરે તે ફરફરેનાં  ૧૦૨ નાના પીસ ડાયરેક્ટ ગુજરાતીમાં 

આઇપેડની મદદથી યાદ કરી લખ્યાનો આનંદ છે જેમા લગભગ એડીટ નથી કર્યુ કે 

નથી વિચારીને લખ્યુ એ માં સરસ્વતિની કૃપા...

ઇંડીયા જવા નિકળ્યો ત્યારે હ્યુસ્ટનના અનેક મિત્રોની યાદ છલકતી હતી.

સહુથી વધારે પક્ષીની જેમ પાંખ આવે એને ગગન આપીયે એમ દિકરા વહુને

છ વરસથી પરદેશ મોકલીને જે બન્ને બાજુએ ઝુરાપો વેઠ્યો છે એ અશબ્દ

છે.નાના પૌત્રને જોઇને જે છાતી ગજગજ(સેન્ટીમીટર)ફુલે તે અમે તેની

આંખમા જોતા હતા "દાદા કે દાદીના હાથ પકડી રમતા હસતા અમારે

આજે મુકીને જવાનુ હતુ....ફરે તે ફરફરે ની ફેફુદરડી ફરીને મૌજ કરીને એક અવિસ્મરણીય  પ્રવાસ કર્યો તેનો અદ્ભુત આનંદ છે ત્યારે અંહિયા યુ એસનો વિશાળ બંગલોજેને અંહીયા લોકો હાઉસ કહે જેમા આગળ નાનકડો બગીચો પછી સાઇડમાં એક બે બંધ ગેરેજ હોય  પછી એ હાઉસની એન્ટ્રી થાય ત્યાં સરસ પેટીયો બનાવેલો છે .. આ પેટીયો એટલે મંડપ સમજવો.. ત્યાં બહાર ગેસગ્રીલ અમારી રાહ જૂએ છે ત્યાં આઠ દસ ઇંચની  જાકભાતના કલરની ગરોળી અમને વેલકમ કરે છે.. વહુરાણીની ચીસ સાથે દિકરાએ નાના ડાળખાંથી ઠપઠપાવીને એ મહારાણીઓને ભગાવી .. આજ રાત્રે આ બેકયાર્ડમાં સાપને ચાન્સ મળશે તો સરસ ભોજન મળશે એમ હું બબડતો હતો  સ્વીમિંગપુલ અમને આવકાર આપતો હતો .. ત્યારે એક બંગલા બના હૈ આલા .. જલોટાજીનુ ભજન યાદ આવી ગયુ તો ફરી એક ઉદાસી ઘેરી વળી.. સબ ઠાઠ પડા રહે જાયેગા … આ અમારા ઘરનું માનસી ચિત્રણ ચાલતું હતુ .. 

  ફરીથી ફરે તે ફરફરે કહીને કલમ સોરી આઇપેડને વિરામ આપતા પહેલાં થોડા યાદગીરીની તસ્વીરો  પ્રસંગો મુકીશ  કારણકે અમે પેન્ટાકોલા છોડીને હ્યુસ્ટન આવવાના રસ્તે એક શહેરમાં છેલ્લો પડાવ કરીશું