અનંત અને તેના પપ્પા વચ્ચે આજથી પહેલા ક્યારેય આવી બાબતે વાતો થઈ જ ન હતી.અનંત આજે ખૂબ ભાવૂક હતો.
        હવે,અનંતની આંખની અને અવાજ ની ભીનાશ અનંત ના પપ્પાથી હવે છૂપી ન હતી.
                 પપ્પા,  એક- બે દિવસમાં તો આરાધનાની સગાઈ અમન સાથે થઈ જશે.મને ખૂબ જ દુઃખ થઈ રહ્યુ છે કે આરાધના જેવી ડાહ્યી અને હોશિયાર છોકરી,એ પણ મારી બેસ્ટ ફ્રેન્ડ, અમન જેવા બકવાસ અને થડૅ ક્લાસ છોકરા સાથે  લગ્ન કરશે તો તેની જીંદગી બરબાદ થઇ જશે.અને એ મને જરા પણ ગમશે નહી.અને આરાધના ય કમાલ છે, તેના શ્યામ રંગને લીધે ,બીજો કોઈ સારો છોકરો તેને પસંદ જ કરશે નહીં, એવી મનમાં ગાંઠ બાંધીને બેઠી છે.અને ખબર નહી ક્યાંથી આ અમન નામના નમૂનાને શોધી લાવી છે,અને હવે બે દિવસમાં સગાઈ ને પછી લગ્ન. પોતાની બરબાદી પોતાની જાતે જ નોતરી રહી છે.અનંત મોંઢા પર ગુસ્સાના ભાવ સાથે બોલી રહ્યો હતો.
          બેટા, હમણા થોડા દિવસથી તારી અને તારી બેસ્ટ  ફ્રેન્ડ આરાધના વચ્ચે જે પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે, તે અમારી આંખથી પણ છૂપા નથી.તું આરાધનાની ભલાઈ જ ઈચ્છી રહ્યો છે અને તુ સપનામાં પણ એના માટે ખરાબ ન વિચારી શકે એની ખબર અમને છે જ.
   બેટા, આરાધના ભોળી છે, એને અમનની ખરેખર હકીકત ની ખબર જ નથી.એટલે એ તને એનો દુશ્મન સમજી બેઠી છે. પણ, તું  તો બધુ જ જાણે છે ને.તારે તારી દોસ્ત ને આવી રીતે મુશ્કેલીમાં  પડવા ન દેવી જોઈએ. અનંતના પપ્પા અનંતને ધીરજપૂર્વક સમજાવી રહ્યા હતા.
   અને હા, અનંત આજે તારી આંખમાં આરાધના માટે આ આસું શા માટે આવ્યા? એનો જવાબ તુ મને નહી આપે તો ચાલશે પણ એક વખત તારા દિલ ને આ જવાબ જરૂર આપજે.
      જવાબ જે પણ હોય,  પણ તારા દિલનો આ સાદ સાંભળજે દિકરા. કારણ એ જવાબ જ તારી અને આરાધનાની દોસ્તીનો  સાચો અરીસો હશે.માટે હજી એકવાર વિચાર કરી લેજે બેટા,
 અનંત ને તેના પપ્પાની આવી ભારેભરખમ શબ્દો વાળી વાત સમજાતી નથી, એ વાતને નજરઅંદાજ ન કરી,માત્ર શબ્દો કાને ધર્યા હોય એ રીતે અનંત તેના પપ્પાને ઉતાવળથી  okay 👍  કહી ફટાફટ  સીડીએ થી નીચે જતો જતો તેના પપ્પાને  કહેતો જાય છે.
     અરે, પપ્પા કાલે સવારે વહેલા ઊઠી મારે એક મિશન પર જવાનુ છે. મારી બેસ્ટ ફ્રેન્ડ ની સગાઈ થવા જઈ રહી છે. તેની તૈયારીઓ કરવા માટે તેના ઘરે જવાનુ છે.
   એ રિસાઈ ગઈ છે  તો શું થયુ! મારી દોસ્ત ને હુ નહી હસાવુ  , હુ નહી મનાવુ તો બીજુ કોણ મનાવશે? આરાધના ને હું સમજાવીશ  કે , તે અમન સાથેના તેનાઆ સંબંધનો શા માટે વિરોધ કરી રહ્યો છે, હુ સમજાવીશ કે તેનો આ સંબંધ એકદિવસ તેના માટે સજારૂપ બની જશે. 
             હું એને સમજાવીશ કે , ' આરાધના તે તારા ચામડીના શ્યામ રંગને લીધે , તે તારા જીવનમાં ધણુ સહન કર્યુ છે , 
       શરીરની ત્વચાનો રંગ , કદી માણસ કે વ્યકિતની ઓળખાણ ન હોય શકે.અનંતની આ વાતો સાંભળી અનંત ના પપ્પા અનંત સામે મલકાયા.અને કહ્યુ
                Best of luck 👍 બેટા.તુ અને આરાધના એક વખત એકબીજા સાથે વાતચીત કરતા થઈ જશો પછી બધા પ્રશ્ન ના હલ મળશે.
   મિત્રો,  અનંત ની વાત તો સાચી છે, કે ચામડીની કાળાશ ને દીધે આરાધના એવુ માનીને લગ્ન કરવા જઈ રહી છે, કે જો અમન તેને છોડી દેશે તો પછી, બીજુ કોઈ તેની સાથે લગ્ન નહી કરે આ આરાધનાની એક માત્ર લધુતાગ્રંથી છે.પણ હવે આરાધન ને અનંત  કઈ રીતે આ વાત સમજાવશે?  તમારૈ પણ જાણવુ હોય તો વાંચતા રહો શ્યામ રંગ...લગ્ન ભંગ..... ભાગ .....10
,