Dark color....marriage breakup....11 in Gujarati Moral Stories by Heena Hariyani books and stories PDF | શ્યામ રંગ....લગ્ન ભંગ....11

Featured Books
Categories
Share

શ્યામ રંગ....લગ્ન ભંગ....11

સવારની રાહનો અંત આવતા જ , જેમ સૂરજ આકાશે ચડે, બસ એમ જ બાઈક પર ચડી આરાધનાના ધરમાં ઊગી નીકળ્યો.
        આરાધના તો અનંતને એના ધરમાં આમ અચાનક જોઈ ધડીક વાર તો સ્તબ્ધ જ થઈ ગઈ.
   અરે, અનંત તુ આમ અચાનક કેવી રીતે? તે તો મને ડરાવી જ દીધી.
      આરાધના, તુ મારાથી હજુ સુધી ડરતી હોય તો તો મારી આ તારી સાથેની નાનપણની મિત્રતા પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન(?) મૂકવુ પડે.અનંતે કહ્યુ.
       અરે, એમ ડરનુ નથી કહેતી, તુ અચાનક કોઈ પણ જાણ વગર આમ વીજળીના કડાકાની જેમ આવી પડે તો હું તો ડરી જ જાઉને.
         ના, તારે મારાથી જરાય ડરવાની જરૂર નથી.જીવનના દરેક પડાવ તારો આ દોસ્ત તારી સાથે હશે, એ યાદ રાખજે અને હા, યાદ ન રહેતુ હોય તો જ્યાં લખવુ હોય ત્યા લખી પણ રાખજે.તને કદાચ ખબર જ નથી કે તારી દોસ્તી અને તુ બન્ને મારા માટે એટલા જ જરૂરી છે, જેટલા આ શરીર માટે ઓક્સિજન .
       ઓહો...હો..... અનંત આજ તુ સવારમાં સવારમાં ચા ના બદલે ફિલોસોફી પી ને આવ્યો છે કે શું?mr. ફીલોસોફર બની ગયો છો એકદમ. પણ આ ઓક્સિજન વાળી વાત મને બહુ ગમી હો.તને છે ને મને મનાવતા બહુ સારી રીતે આવડે છે. આ તારી વાતોએ તો મારો બધો ગુસ્સો શાંત કરી નાખ્યો. પણ મને એક વાત કે , તો આટલા બધા દિવસ આ ઓક્સિજન વગર કેમ રહી શક્યો બોલ?         
આરાધના અને અનંતની આ દોસ્તી વાલી નૉક - જોક ચાલુ જ રહે છે.
    આરાધના, મારી સામે જો! તને અચરજ નથી થતું કે હું આમ, સવારમાં સવારમાં તારા રૂમમાં તારી સામે ઊભો છું.
તારી સાથે.મારી આંખમાં જો....તને શું દેખાઈ છે?
        આરાધના હસતી હસતી બોલી
        'ઓક્સિજનની કમી....'
બન્ને હસી પડે છે. આ સાથે હસતા, મિત્રો ધણી વખત સાથે રડ્યા પણ હશે.સાથે ઝધડ્યા પણ હશે છતાં આજ સાથે છે કારણ કે તેઓ બન્ને મિત્રતાને જીવે છે.
        સાચ્ચી મિત્રતાની વ્યાખ્યા લોકો શુ કરે છે, તેની ચિંતા આ બન્ને મિત્રોને ન હતી, પણ અજાણતા જ એ મિત્રતાને જીવતા હતા.
    અનંત, આરાધનાને અમનની સચ્ચાઈ બતાવવા અને પોતે દેખાવમાં કાળી છે એના લીધે જેવા તેવા અને જેમ તેમ લગ્નનો નિર્ણય લેવાની જરૂર નથી , એ વાત અનંત આરાધનાને સમજાવવા જ ખાસ આજ આવ્યો હતો પણ મોટી મુંઝવણ એ જ હતી કે સીધે સીધુ અમન વિશે કાંઈ બોલાશે નહી ,નહીંતર ફરી પાછી રિસાઈ જશે.
     અનંત મનમાં વિચારતો જ હતો, ત્યાં તેની નજર આરાધનાએ અલગ અલગ કોમ્પિટિશન માં પૂરો કબાટ ભરીને જીતેલા ટ્રોફી અને શિલ્ડ પર પડી.
              અરે, આરાધના અહીં આવતો આ આટલુ બધુ આ કબાટમાં શું સજાવીને રાખ્યુ છે,કહે તો મને!!  
    અરે, તને બધા વિષે ખબર જ છે. છતા ચાલ તને યાદ અપાવુ.આ જો હું હાયર સ્કુલીંગ પૂરૂ કર્યુ ત્યારે હુ ક્લાસ ફર્સ્ટ હતી,મને આ ટ્રોફી ત્યારે મળી હતી.અને આ સ્ટાર વાળી ટ્રોફી છે એ મે જ્યારે સિટી સિંગિગ કોમ્પિટિશન જીતી હતી ત્યારની છે.અને અહી આવ આ જે બે ખેલૈયા વાળી ટ્રોફી દેખાય છે એમા એક છે એ લાસ્ટ ટુ યર બિફોર હું ઓપન ગરબા કોમ્પિટિશનમાં માસ્ટર પ્રિન્સેસ બની હતી ત્યારની ટ્રોફી છે. અને જો આ બીજી ખેલૈયા વાળી ટ્રોફી છે એ હુ આ વર્ષ એ જ ગરબા કોમ્પિટિશનમાં એઝ અ જજ ગઈ હતી , ત્યારે મને આ ટ્રોફીથી નવાજવામા આવી હતી.આરાધના એ કહ્યુ.
હા, આરાધના તારો ગરબા માટેનો પ્રેમ તું ગરબા રમતી હોય ત્યારે દેખાઈ જ આવે છે.
મે તને ઘણીવાર રમતા જોઈ છે.એમ, થાય કે તને જોયે જ રાખુ.
        આરાધના તું ખરેખર કેટલી ટેલેન્ટેડ છે.
અરે, આ પેન વાળી ટ્રોફી ક્યારે મળી? એ તો તે મને કહ્યુ જ નહી.અનંતના પ્રશ્નો ચાલુ જ હતા.
      અરે, તુ ભૂલી ગયો લાગે છે.આ ટ્રોફી તો મે એક આર્ટીકલ કોમ્પિટિશન હતી, તેમાં મારા લેખનને ફર્સ્ટ પ્રાઈઝ મળેલી.
 ઓહો, શું સબ્જેક્ટ હતો એ આર્ટીકલનો એ કહે તો!
 હા..મને બરાબર યાદ છે.એ આર્ટીકલનો સબ્જેક્ટ હતો
      "એકવીસમી સદીની નારી". આરાધનાએ જવાબ આપ્યો.
     વાહ.....તો હવે આ કબાટ ભરીને જીત્યુ તો છે, તો અત્યારે બધુ છોડી દઈ, ઠપ્પ થઈને કેમ બેઠી છો? અનંતે પૂછ્યુ.
     અરે, અમનને ગરબાનો કે મ્યુઝિકનો અવાજ એ બધો ધોંધાટ અને દેકારો લાગે છે.આ બધુ એને નિરર્થક લાગે છે.
   એટલે તે બધુ છોડી દીધુ એમ? અમને પુછ્યુ
      હા, આરાધના એ જવાબ આપ્યો.
   એટલે તુ, અત્યારથી જ કહ્યાગરી પત્નિ બનવાની પ્રેક્ટિસ કરતી લાગે છે કેમ?
          તો... તો આ કબાટ ભરી જે ટ્રોફી અને શિલ્ડ જીત્યા છે એ તો કચરામાં જ જાશે ને કેમ? 
હવે ,અમારે આવી એકવીસમી સદીની નારી જોવાની ...! 
   અનંતના શબ્દોમાં નારાજગી વર્તાઈ રહી હતી.
મિત્રો, અનંત જે આરાધનાને સમજાવવા માંગતો હતો, તે સમજાવવામાં તે સફળ રહ્યો હશે કે નહી !
 શું અમન આરાધનાને આગળ જતા ખુશ રાખી શકશે?
 શું અમન જ આરાધનાની રાઈટ ચોઈસ હશે?
   ઘણા બધા પ્રશ્નો છે આ મિત્રતામાં જેના જવાબ પણ આગળ જ મળશે.
    તો આગળ વાંચતા રહો અને અનંત - આરાધનાની મિત્રતાના ટ્વિસ્ટ એન્ડ ટનૅ વાંચતા રહો......શ્યામ રંગ....લગ્ન ભંગ......12