The Great Robbary - 4 in Gujarati Magazine by Anwar Diwan books and stories PDF | ધ ગ્રેટ રોબરી - 4

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

ધ ગ્રેટ રોબરી - 4

વિશ્વની એ લુંટ જેના લુંટારા ઝડપાયા નથી....

હીરા અને ઝવેરાતની ચોરી એ સાધારણ ચોરોનાં બસની વાત હોતી નથી કારણકે તેમાં તેમને ખાસ્સુ ભેજુ વાપરવું પડતું હોય છે ક્યારેક તો એડવાન્સ ટેકનોલોજીનો તોડ કાઢીને તેમના કામને અંજામ આપવો પડે છે.આ કારણે જ સાહિત્યકારો પણ આ પ્રકારની કામગિરીને પોતાની રચના માટે પસંદ કરતા હોય છે.આજે આ પ્રકારની ચોરીની કેટલીક ઘટનાઓ વિશે વાત કરીશું જેણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

બેલ્જિયમનું એન્ટવર્પ તેના હીરાઓના બિઝનેશ માટે આખા જગતમાં જાણીતું છે.તેની આ ખ્યાતિ આજકાલની નથી પંદરમી સદીથી તે આ કારણે જ વિખ્યાત છે.મોટાભાગના રફ હીરા અને અડધોપરાંતના કટ હીરા એન્ટવર્પ મારફતે જ દુનિયામાં વેચાય છે.આ આખો વિસ્તાર સૌથી વધારે સુરક્ષાકર્મીઓ ધરાવે છે અને અહી દરેક એરિયા સીસીટીવી કેમેરા ધરાવે છે.આ વિસ્તારમાં એવી બેન્કો છે જ્યાં આધુનિકતમ સિક્યુરિટી ડિવાઇસ લગાવાયેલી છે.જો કે  ચોરી કરવાનું જેમનામાં ઝનુન હોય છે તે આ સુરક્ષા માપદંડોને પણ વામણા સાબિત કરી દે છે.કાર્લોસ હેકટર ફલોમેન્બોમ જે તેનું સાચુ નામ ન હતું તેણે આમરો બેન્કમાં પોતાનું ખાતું ખોલાવ્યું હતું.એક વર્ષ સુધી તે આ બેન્કની મુલાકાત લેતો રહ્યો તે દરમિયાન તેણે એક પરફેક્ટ જેન્ટલમેન હોવાની છાપ દરેક પર છોડી હતી તે જ્યારે આવતો ત્યારે સ્ટાફ માટે ચોકલેટ લાવતો હતો અને મોટાભાગે બહુ સલુકાઇથી દરેકની સાથે વર્તન કરતો હતો.તેના પર બેન્કને એટલો વિશ્વાસ પડી ગયો હતો કે તેને એક પરમેનેન્ટ ચાવી આપવામાં આવી હતી જેના વડે તે ચોવીસ કલાકમાં ગમે ત્યારે પોતાનો વોલ્ટ ખોલી શકતો હતો.૨૦૦૭માં માર્ચ મહિનામાં એક વીકેન્ડે આ અમેૅરિકન લઢણમાં અંગ્રેજી બોલનાર વ્યક્તિએ પાંચ સેફ ડિપોઝીટ બોક્સ ખોલ્યા હતા અને એકવીસ મિલિયન પાઉન્ડના ડાયમંડ લઇને રફુચક્કર થઇ ગયો હતો જ્યારે બેન્કને તેની કરતુતનો પત્તો લાગ્યો ત્યારે મોડુ થઇ ચુક્યું હતું અને મજાની વાત એ છે કે જ્યારે સ્ટાફને તેના વર્ણન અંગે પુછવામાં આવ્યું ત્યારે તેઓ તેનો કોઇ ચોક્કસ ચિતાર આપી શક્યા ન હતા આ નટરવરલાલ ત્યારબાદ ક્યારેય પોલીસના હાથે ઝડપાયો ન હતો.

નેશનલ હિસ્ટ્રીના નેશનલ મ્યુઝીયમમાં પ્રદર્શિત કરાયેલ હીરો જે ડાયમંડ હોપ તરીકે વિખ્યાત હતો તે ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન ચોરાયો હતો.આ હીરો ૧૧૨ કેરેટનો હતો અને તેનો રંગ ભૂરો હતો.આ હીરાના ઇતિહાસ પ્રમાણે તે એક સમયે હિન્દુ દેવતાની મુર્તિની આંખમાં રખાયો હતો જ્યાંથી તેને ચોરવામાં આવ્યો હતો.એક સ્ટોરી એવી પણ છે કે તે સત્તરમી સદીમાં ભારતની કોઇ હીરાની ખાણમાં નિકળ્યો હતો.આ હીરો લાંબી સફર ખેડીને ફ્રાંસના રાજવી પરિવાર પાસે આવ્યો હતો અને આખરે તે મેરી એન્ટોનિટ્ટે પાસે પહોંચ્યો હતો.૧૭૯૨ની અગિયારમી સપ્ટેમ્બરે ફ્રાંસના ક્રાંતિકારીઓએ જે લુંટ ચલાવી હતી તેમાં આ હીરો પણ ચોરાયો હતો.આ હીરો ત્યારબાદ કોઇની નજરે પડ્યો ન હતો.જો કે ૧૮૧૨માં આ જ હીરો પણ કદમાં થોડો નાનો  બ્રિટીશ બેન્કર હેન્રી ફિલિપ હોપને વેચવામાં આવ્યો હતો.જ્યારે આ હીરાની તપાસ કરાઇ ત્યારે એ વાત બહાર આવી હતી કે તે હોપ ડાયમંડનો જ ટુકડો હતો.જો કે આ હીરો મુળે કોણે ચોર્યો હતો તે ક્યારેય ખબર પડવા પામી નથી.એડવર્ડિયન જ્વેલથીફ જોસેફ ગ્રીઝાર્ડ તેના કારનામાઓને કારણે વિખ્યાત છે.તે અમીર હતો અને પોલીસને પડકાર આપવામાં તેને મજા પડતી હતી.આમ તો તેના સમયમાં જે કાયદાતંત્ર હતું તેને તેના પર હીરાઓની ચોરીઓમાં સંડોવાયેલો હોવાનો શક હતો અને તે પોતાના ખરીદારો માટે વૈભવી પાર્ટીઓ આપવા માટે જાણીતો હતો.એક પાર્ટી દરમિયાન જ્યારે મહેમાનો ભોજન લેતા હતા ત્યારે પોલીસ પણ તપાસ માટે આવી હતી જેને તેણે સ્માઇલની સાથે આવકાર આપ્યો હતો.અધિકારીઓએ આખા ઘરની તલાશ કરી હતી પણ તેમને કશું જ મળ્યું ન હતું.તેઓ ત્યાંથી ખાલી હાથે પાછા ફર્યા ત્યારે ગ્રિઝાર્ડ આવ્યો હતો અને તેણે પોતાનું સુપ પુરૂ કર્યુ અને તેના વાસણમાંથી જ તેણે હીરાઓનું ઝુમખુ બહાર કાઢ્યું હતું.તેના નામે ૧૯૧૩માં ગુલાબી હીરાઓની ચોરી પણ બોલાય છે જેની કિંમત અઢાર મિલિયન ડોલરની અંકાય છે.તેણે શેરલોક હોમ્સની નવલકથાઓની પણ ચોરી કર્યાનું કહેવાય છે.જે પર્લની ચોરી થઇ હતી તે  પર્લ પોસ્ટ દ્વારા મોકલ્યા હતા જેમાં હીરાનું પાર્સલ મેલબેગમાં મુકાયું હતું.ત્યાં આશરે ત્રણસો જેટલી મેલબેગ હતી પણ ગ્રીઝાર્ડે એ જ બેગ ખોલી હતી જેમાં મોતી હતાં.તેણે મોતી લઇને તેના સ્થાને ખાંડના ટુકડા મુકી દીધા હતા.જો કે તે સદાય પોલીસને ચકમો આપવામાં સફળ રહેતો હતો પણ તે એક દિવસ ઝડપાયો હતો.જો કે તેનો પ્રભાવ એટલો જોરદાર હતો કે જે અધિકારીએ તેને પકડ્યો હતો તેણે જ ગ્રીઝાર્ડની વહેલી મુક્તિ માટે ચળવળ ચલાવી હતી.

૧૯૮૯માં થાઇ નાગરિક ગાર્ડનર ક્રિંગક્રાઇ ટેકામોંગે સાઉદી પ્રિન્સના ઘરને નિશાન બનાવ્યું હતું તે પેલેસની દિવાલ ચડ્યો હતો અને બીજા માળની બારી સુધી પહોચ્યો હતો તેણે સ્ક્રુડ્રાઇવરની મદદથી સેફ ખોલી હતી.તે પોતાની સાથે લાવેલા વેક્યુમ ક્લિનરની ડસ્ટ બેગમાં તમામ લુંટનો માલ છુપાવ્યો હતો અને  તે માલ લઇને તે આગળના દરવાજેથી નિકળી ગયો હતો.તેણે ૯૧ કિલોનું વજન ધરાવતી એ મત્તા પોતાને દેશ થાઇલેન્ડ પાર્સલ કરી હતી.તેણે પચાસ કેરેટના મરઘીના ઇંડાની સાઇઝના હીરા ચોર્યા હતા.જો કે તેણે જે ઘરમાં ચોરી કરી હતી તે સાઉદીના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવતું હતું.મોહમ્મદ રુવાલી તપાસ માટે થાઇલેન્ડ ગયા હતા જો કે તે અન્ય ત્રણ સાઉદી ડિપ્લોમેટ સાથે ગુમ થયા હતા જેમના મૃતદેહ ગોળી મરાયેલ હાલતમાં મળ્યા હતા.જો કે આમાં ગાર્ડનરનો હાથ ન હતો.ચોરાયેલ ઘરેણા ત્યારબાદ વેચાયા હતા અને તે જાણીતા થાઇ રાજકારણીની પત્નીના ગળામાં જોવા મળ્યા હતા.સાઉદીએ થાઇલેન્ડ પર પ્રતિબંધની ધમકી આપી હતી જો કે જે ઘરેણા સાઉદીને અપાયા હતા તે મોટાભાગે નકલી હતા અને આ કારણે જ બંને દેશો વચ્ચેના સંબંધો ખાટા થઇ ગયા હતા.પેલા હીરા તો ક્યારેય પાછા મળ્યા ન હતા અને જે ગાર્ડનર પર ચોરીની શંકા હતી તેને થોડો સમય જેલની સજા કાપવી પડી હતી પણ તેની વિરૂદ્ધમાં લોકોએ ચળવળ ચલાવી હોવાને કારણે તેને છોડી મુકવો પડ્યો હતો.જો કે આજે તે બૌદ્ધ સાધુ તરીકે પોતાનું જીવન ગાળી રહ્યો છે.

૨૦૧૦ની છઠ્ઠી માર્ચે પેરિસના એવેન્યુ દ લા ઓપેરાની લિનોઇસ બ્રાંચમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો જે માટે ચોરોએ ભૂગર્ભમાં ટનલ બનાવી હતી જે વોલ્ટમાં ખુલતી હતી જ્યાં તેમણે બસ્સો જેટલા સિક્યુરિટી ડિપોઝીટ બોક્સ ખોલ્યા હતા અને લુંટ ચલાવી હતી.આમ તો જ્યારે લુંટ ચલાવાઇ ત્યારે ઇમારતમાં કામ ચાલતું હોવાને કારણે સુરક્ષાનો બંદોબસ્ત હળવો હતો.જ્યારે તેઓ લુંટ કરીને ગયા ત્યારે તેમણે ત્યાં આગ ચાંપી દીધી હતી જેના કારણે એન્ટી ફાયર સિસ્ટમ ચાલુ થઇ હતી.જો કે ચોરોએ પોતાની પાછળ કોઇ પુરાવા છોડ્યા ન હતા.કહેવાય છે કે તેમણે લગભગ છ મિલિયન પાઉન્ડની લુંટ ચલાવી હતી અને મીડિયાએ લુંટારાઓને ટર્માઇટ નામ આપ્યું હતું જે ક્યારેય પોલીસની પકડમાં આવ્યા ન હતા.ત્યારબાદ પણ આ બેંકને લુંટવાના બે પ્રયાસ થયા હતા પણ લુંટારાઓનો ઇરાદો સફળ રહ્યો ન હતો પણ તેઓ પકડાયા પણ ન હતા.૨૦૧૨ની છઠ્ઠી નવેમ્બરે લંડનની બ્રેન્ટ ક્રોસ શોપિંગ સેન્ટરમાં ત્રણ બાઇક સવારો ઘુસ્યા હતા અને ત્યાં આવેલ એક ઘરેણાની દુકાનને નિશાન બનાવી તેમણે બે મિલિયન પાઉન્ડની ઘડિયાલો અને ઘરેણાની લુંટ કરી હતી.કોઇ કશું સમજે તે પહેલા તો તેઓ લુંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા.જો કે આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.આ ઉપરાંત ઘણાં લોકોએ જે ત્યાં હાજર હતા તેમના કેમેરામાં પણ આ ઘટના કેદ થઇ હતી તેમ છતાં આ લુંટ કરનારાઓ પણ પોલીસને ચકમો આપવામાં સફળ રહ્યાં હતા.આ લુંટમાં કોઇને પણ ઇજા થઇ ન હતી જો કે એક વૃદ્ધ વ્યક્તિ ઘટનાથી આઘાત પામ્યા હતા જેને સારવાર અપાઇ હતી.

નેધરલેન્ડના હોગ ખાતેના એક મ્યુઝીયમમાં જુદા જુદા સ્થળેથી લવાયેલ કિંમતી ઘરેણા, હીરા અને અન્ય કિંમતી વસ્તુઓ પ્રદર્શિત કરાઇ હતી.જેની રક્ષા માટે સુરક્ષાની ઉચ્ચ પ્રકારની સગવડો કરાઇ હતી.ચોવીસ કલાક ગાર્ડ ખડેપગે રહેતા હતા આ ઉપરાંત સર્વેલન્સ કેમેરા પણ નજર રાખતા હતા.ઇન્ફ્રારેડ સેન્સર્સ પણ લગાવાયેલા હતા અને સૌથી મજબૂત કાચ લગાવાયેલા હતા.જો કે આટલા મજબૂત પગલા લેવાયા હતા તે છતાં ચોરોએ બારી તોડીને તમામ સુરક્ષાની સિસ્ટમને ચકમો આપીને તે ચોરી કરીને રફુચક્કર થઇ ગયા હતા.ત્યાં હાજર રહેલા ગાર્ડને પણ કોઇ ભનક લાગી ન હતી.તેઓએ ૨૮માંથી છ કેબિનેટ તોડી હતી અને લગભગ પાંચ મિલિયન ડોલરની કિંમતી વસ્તુઓ લઇ ફરાર થઇ ગયા હતા.તેમણે એવી તે કઇ ટ્રીક લગાડી હતી કે સિસ્ટમ કામ લાગી ન હતી તે હજી સુધી સમજી શકાયું નથી કારણકે તે લુંટારાઓ આજે પણ હાથ લાગ્યા નથી.

મિલાનમાં આવેલ ધ દામિની શોરૂમમાં વિશ્વની મોંઘામાં મોંઘી જવેલરીનું પ્રદર્શન કરાતું હતું.જો કે ૨૦૦૮નાં ફેબ્રુઆરી મહિનામાં ચોરોએ જમનની નીચે સુરંગ ખોદી હતી જે પાસેની ઇમારતમાંથી નિકળી હતી.આ ઇમારતમાં ત્યારે બાંધકામ ચાલતું હોવાને કારણે તે ખાલી હતી.આ સુરંગમાંથી સાત લોકો આવ્યા હતા અને દુકાનમાં કાર્યરત કર્મચારીઓને બાંધીને વીસ મિલિયન ડોલરની જવેલરી મિનિટોમાં લઇને રફુચક્કર થઇ ગયા હતા.તેઓ પોતાની સાથે કોઇ હથિયાર લાવ્યા ન હતા તે પોલીસની વર્દીમાં હતા.તેઓ તે જ ટનલ મારફતે ભાગી છુટ્યા હતા.ત્યાં બાંધકામ ચાલતું હોવાને કારણે તેઓએ તેની આડમાં પોતાનું ટનલ ખોદવાનું કામ કર્યુ હતું.આ ટનલ ખોદવાનું કામ એક મહિનો ચાલ્યું હતું.આ ચોરો અને તેમણે ચોરેલી જ્વેલરી બંને પોલીસના હાથમાં આવ્યા ન હતા.જો કે આ ઘટનાને કારણે દામિનીને ઘણુ નુકસાન પહોંચ્યું હતું પણ તેની પબ્લિસિટીને કારણે તેમના વ્યવસાયમાં ખાસ્સો વધારો થયો હતો જે કારણે તે નુકસાન સરભર થઇ શક્યું હતું.૨૦૦૫ની પચ્ચીસમી ફેબ્રુઆરીએ આમ્સ્ટરડેમ ખાતે આવેલા શિફોલ એરપોર્ટના ઉચ્ચ સુરક્ષા ધરાવતા વિસ્તારમાં ડચ એરલાઇન કેએલએમનો યુનિફોર્મ પહેરેલા બે લોકોએ પ્રવેશ કર્યો હતો.તેમણે લગેજ ટ્રક પર કબજો જમાવ્યો હતો જેમાં હીરા લાદેલા હતા જે એન્ટવર્પની ફલાઇટમાં રવાના કરવાનાં હતા.તેમણે લગેજ સ્ટાફને બાંધ્યો હતો અને ટ્રક લઇને નિકળી ગયા હતા.આમ તો આ ટ્રકમાં હીરા હોવાની વાત ખુબ જ ગુપ્ત રખાઇ હતી પણ તેમ છતાં તે ચોરોને ખબર હતી તેઓ ૭૨ મિલિયનની લુંટ કરીને ફરાર થઇ ગયા હતા.આમ તો ૨૦૧૭માં આ લુંટ મામલે સાત લોકોને પકડવામાં આવ્યા હતા પણ કોઇનાં પર પણ ચાર્જ લગાવાયો નથી.૨૦૧૩માં બ્રસેલ્સ એરપોર્ટ પર પણ પચાસ મિલિયન ડોલરની હીરાની ચોરી થઇ હતી.

ધ કાર્લટન કેન્નસ હોટલમાં આલ્ફ્રેડ હિચકોકની જાણીતી ફિલ્મ ટુ કેચ અ થિફનું શુટિંગ થયું હતું અને વક્રતા એ છે કે ૨૦૧૩ની જુલાઇમાં એક ચોરે ૧૩૦ મિલિયન ડોલરની ચોરીને અંજામ આપ્યો હતો.જો કે સ્ટાફે તપાસ દરમિયાન વિશ્વાસપુર્વક જણાવ્યું હતું કે તે વખતે ટેરેસનો દરવાજો બંધ હતો તેમ છતાં ચોરે ત્યાંથી પ્રવેશ મેળવ્યો હતો.આ હોટેલમાં તે દરમિયાન લેવિવની ઝવેલરીનું પ્રદર્શન રખાયું હતું જ્યાં માસ્ક પહેરેલ ચોર જેને ખબર હતી કે પ્રદર્શન ક્યાં છે તે ત્યાં પહોચ્યો ત્યારે ત્યાં માત્ર ત્રણ ગાર્ડ જ હાજર હતા જેમને ગન બતાવી તેણે ઘરેણા પોતાની પાસે રહેલ બ્રિફકેસમાં ભર્યા હતા આ કામમાં માત્ર સાંઇઠ સેકન્ડનો સમય લાગ્યો હતો.આ ગુનો ત્યારે સમગ્ર વિશ્વમાં તરખાટ મચાવનાર પિન્ક પેન્થર ગેંગના સભ્યો દ્વારા આચરાયો હોવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું.આ ચોરી થઇ તેના ત્રણ દિવસ પહેલા જ પિન્ક પેન્થર ગેંગનો નેતા મિલાન પોપરિક્સમાંથી નાસી છુટવામાં સફળ રહ્યો હતો.માત્ર બે મહિનામાં જ આ ત્રીજો વ્યક્તિ હતો જે જેલમાંથી ભાગી છુટ્યો હતો.