ડર્ક ધ પેંગ્વિનનાં નામે જાણીતી આ લુંટની ઘટનાને હાઇ પ્રોફાઇલ ગણાવાય છે.વર્ષ ૨૦૧૨નાં આરંભનાં સમયગાળામાં ત્રણ બ્રિટીશ યુવાનોએ પહેલા દારૂ ચડાવ્યો હતો અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનાં ગોલ્ડ કોસ્ટખાતેનાં સીવર્લ્ડ પર પહોંચ્યા હતા અને અહીનાં એક્વેરિયમમાં પહોંચતા પહેલા તેઓની સિક્યુરિટી ફેન્સ પર ટિંગાઇને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં રહેલી પેંગ્વિનને તેઓ ત્યાંથી ઉપાડી ગયા હતા.જો કે આ કૃત્ય કર્યુ ત્યારે તે પીધેલી હાલતમાં હતા અને બીજા દિવસે તેમનાં એપાર્ટમેન્ટમાંથી આ આ પેંગ્વિન મળી આવ્યું હતું અને તેને ત્યાંથી તે જે જગાએ હતું પાછું મોકલાયું હતું જો કે તે જયાં મળ્યું હતું તે જગાએ તે આઘાતની સ્થિતિમાં હતું કારણકે આ પ્રકારની હરકત આ પહેલા તેમની સાથે કોઇએ કરી ન હતી.જો કે રહાય જોન્સ જે આ ત્રણમાંનો એક હતો તેણે આ સમગ્ર ઘટનાને મજાક ગણાવી હતી.આ પ્રકારની લુંટ આ પહેલા ક્યારેય કોઇ દેશમાં નોંધાઇ હોવાનું જાણવા મળ્યું નથી.
૧૩૦૩માં રિચાર્ડ પુડલિકોટ લંડનમાં રહેનારો એક સીધો સાદો વ્યક્તિ હતો.જો કે તેનો સમય ખરાબ ચાલતો હતો અને તેણે તે સમયનાં યહુદી શાહુકારો પાસેથી ભારે પ્રમાણમાં નાંણા લીધા હતા.આ આખી પરિસ્થિતિમાંથી બહાર નિકળવા માટે તેણે કિંગ એડવર્ડ પહેલો લોંગશાંકનાં ખજાનાને લુંટવાની યોજના ઘડી હતી જે વેસ્ટમિન્સ્ટર એબેમાં હતો.તેણે સિક્યુરિટી અંગેની માહિતી મેળવવા માટે ચર્ચનાં ઘણાં અધિકારીઓને પોતાની સાથે ભેળવ્યા હતા અને લુંટમાંથી ભારે હિસ્સો આપવાની લાલચ તેમને આપી હતી.વર્ષ ૧૩૦૩ની શિયાળાની કાતિલ ઠંડી ધરાવતી એક રાતે રિચાર્ડ પોતાની સાથે ઘણાં સાધનો લઇને નિકળી પડ્યો હતો.આ લુંટ પહેલા તેણે આ વિસ્તારનું સુક્ષ્મ નિરીક્ષણ કર્યુ હતું અને તેણે પોતે જ્યાં પહોંચવા માંગે છે એ દિવાલની પાસે જ ઝડપથી ઉગી જાય તેવા ઝાડવાઓનાં બીજ નાંખ્યા હતા અને તેની આ યુક્તિ કામ લાગી હતી અને ત્યાં એવા ઝાડ ઉગી ગયા હતા જેના પરથી ઉપરનાં ઓરડા સુધી પહોંચી શકાય તેમ હતું.રિચાર્ડે તે જ્યાં પહોંચવા માંગતો હતો ત્યાં પહોંચતા પહેલા કેટલાક પ્રયાસો કરી જોયા હતા અને એક વખત તે એ ઓરડામાં પ્રવેશી ગયો હતો.જ્યાં પહોંચીને તેની આંખો ફાટી ગઇ હતી કારણકે તેની સામે અલીબાબાનો ખજાનો પડ્યો હતો.તે એ ઓરડામાં પુરા બે દિવસ રોકાયો હતો અને ત્યારબાદ જેટલું લઇ શકાય તેટલું તે ઉપાડી ગયો હતો.તેણે જે લુંટ ચલાવી હતી તે એ સમયનાં એક લાખ પાઉન્ડની હતી જે રક્મ આખા ઇંગ્લેન્ડની એક વર્ષની કરરૂપે પ્રાપ્ત કરાતી રકમ જેટલી હતી.રાજા તે સમયે સ્કોટલેન્ડની સામે યુદ્ધમાં વ્યસ્ત હતા અને તેમના માટે કામ કરનારા અધિકારીઓએ ત્યાંની દુકાનોમાં ભારે માત્રામાં સોનું આવ્યાની ભાળ મેળવી હતી અને તેમણે આ મામલે તરત જ કાર્યવાહી કરી હતી અને ઘણાં લોકોની અટકાયત કરીને તેમની પુછપરછ કરી હતી આ લોકોમાં રિચાર્ડ પણ હતો અને તે એકમાત્ર બંદો હતો જેણે ગુનાની કબૂલાત કરી હતી.જો કે તેણે આ લુંટમાં પોતાના મિત્રોને બચાવવા માટે ગુનામાં તે એકલો હોવાનું કબૂલ્યું હતું.તેની આ કબૂલાત બાદ તેને ફાંસીની સજા કરાઇ હતી અને તેને માંચડે ચડાવ્યો હતો એટલું જ નહિ ત્યારબાદ કોઇ આ પ્રકારની હરકત ન કરે તે માટે તેની ચામડી ઉતરડીને વેસ્ટમિન્સ્ટર એબેનાં દરવાજા પર લગાવવામાં આવી હતી.અધિકારીઓએ ત્યારબાદ લુંટની તમામ રકમ પરત મેળવી હતી.આ લુંટની ખાસ વાત એ હતી કે લુંટ થયાનાં થોડા સમય બાદ થેમ્સ નદીમાં માછીમારી કરનારા માછીમારોની જાળમાં કેટલીક અમુલ્ય કલાકૃત્તિઓ આવી હતી.
૧૯૬૯માં રોબર્ટ સોલિસ નામનાં એક લુંટારાએ સાનફ્રાંસિસ્કોની એક લુંટ દરમિયાન સાંઇઠ વર્ષનાં સિક્યુરિટી ગાર્ડને ઠાર કર્યો હતો જેમાં તેનું મોત થયું હતું આ ગુનામાં સોલિસને સત્તર વર્ષની સજા થઇ હતી અને છેક ૧૯૯૨માં તેને પેરોલ મળી હતી.જ્યારે તે ફોલ્સોમ જેલમાં હતો ત્યારે પાંચો એગ્વિલાનાં ઉપનામે કવિતાઓ લખી હતી.જો કે આ કાવ્યો લખનારા આ કેદીનાં મગજમાં ત્યારે અલગ જ ખિચડી પાકી રહી હતી તે અહીંથી છુટ્યા બાદ એક મોટો હાથ મારવાની યોજના વિચારી રહ્યો હતો.તેણે પોતાની આ યોજનામાં સામેલ કરવા માટે વીસ વર્ષની હીથરને લલચાવાનું ચાલુ કર્યુ હતું.છુટ્યા બાદ આ જોડી મેક્સિકો પહોંચી હતી.અહી હીથરે સિક્યુરિટી કંપનીમાં નોકરી મેળવી હતી અને તે સર્કસ સર્કસ હોટેલથી લાસ વેગાસનાં કેસિનોમાં ડિલિવરીનું કામ કરતી હતી.તેને એક દિવસ જ્યારે તેનો સાથીદાર માત્ર બે મિનિટ માટે ગેરહાજર હતો ત્યારે અઢી મિલિયન ડોલરની રકમ ઉઠાવવાની તક મળી ગઇ હતી.તે આ રકમ સાથેની ટ્રક લઇને ફરાર થઇ ગઇ અને અહીંથી થોડા માઇલનાં અંતરે તેમણે જે મકાન ભાડે રાખ્યું હતું ત્યાં પહોંચી ગયા હતા.જ્યાં સોલિસ તેની રાહ જોઇ રહ્યો હતો.૧૯૯૩ની પહેલી ઓક્ટોબરે જ આ જોડીએ લુંટની કામગિરી સફળતાપુર્વક પાર પાડી હતી અને તે દિવસે જ તેઓ વેશ બદલીને વિમાન દ્વારા ડેન્વર અને ત્યાંથી માયામી પહોંચ્યા હતા.તેઓ લાંબો સમય સુધી ફરાર રહ્યાં હતા અને આ દરમિયાન તેમને એક સંતાન પણ થયું હતું.જો કે ત્યારબાદ સોલિસે આ લુંટમાંથી હિસ્સો લઇને અલગ પડવાનો નિર્ણય કર્યો હતો અને તે હીથર માટે માત્ર એક હજાર ડોલર અને તેનું બાળક છોડીને તે સુઇ રહી હતી ત્યારે જ છુમંતર થઇ ગયો હતો.૨૦૦૫માં હીથરે આત્મસમર્પણ કર્યુ હતું અને તેને જેલની સજા થઇ હતી.જો કે સોલિસ ત્યારબાદ કયારેય ઝડપાયો ન હતો અને લુંટની મોટાભાગની રકમ પણ તેની પાસે જ હતી.જ્યારે હીથરને આ લુંટ અંગે પુછપરછ કરાઇ ત્યારે તેણે કહ્યું હતું કે તે સોલિસથી વશીભૂત થઇ હતી અને તે તેને તેની સાથે લેવા માટે તેની સાથે સેક્સ મેજિકનો પણ ઉપયોગ કરતો હતો.
બ્રાયન વેલ્સ નામનો એક પિઝા ડિલવરી કરતો યુવાનને ૨૦૦૩માં પિત્ઝા ડિલવરી માટે ઓર્ડર મળે છે જ્યારે તે જણાવેલા એડ્રેસ પર પહોંચે છે ત્યારે તેને ત્યાં પીત્ઝા લેનાર તો કોઇ મળતું નથી પણ તેને બંદુકની અણીએ ઉઠાવી લેવાય છે અને તેના ગળામાં બોમ્બ ફિટ કરેલ મેટલ કોલર પહેરાવી દેવામાં આવે છે.ત્યારબાદ તેને એક ચિઠ્ઠી પકડાવી દેવામાં આવે છે જેમાં બેંક લુટ અને અન્ય એવી જ કેટલીક કામગિરીનાં નિર્દેશ હતા.તેને કહેવાયું હતું કે જો તે ચોક્કસ ટાઇમમાં આ કામ પુરા કરશે તો બોમ્બ નહિ ફાટે નહિતર તેને મોતનો સામનો કરવો પડશે.જો કે વેલ્સને તો એક શોટગન સાથે બેંકમાં પહોંચ્યો હતો અને અઢીલાખ ડોલરની માંગ કરી હતી જો કે તેને ત્યાંથી માત્ર દસ હજાર ડોલર જ મળ્યા હતા અને તે પોલીસનાં હાથે ઝડપાઇ ગયો હતો.જો કે તેણે પોલીસને તેની ધરપકડ કરતા પહેલા બોમ્બ સ્કવોડને બોલાવવા વિનંતી કરી હતી.પોલીસે પણ તરત જ બોમ્બ સ્કવોડને બોલાવી લીધું હતું જો કે સ્કવોડ ત્રણ મિનિટ મોડું પહોચ્યું હતું અને બોમ્બ તેમનાં પહોંચતા પહેલા જ ફાટ્યો હતો અને વેલ્સનાં ચિંથરા ઉડી ગયા હતા.આ આખી ઘટનાનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ થયું હતું.આ મામલે બે લોકો કેનેથ બાર્નેસ અને માર્જોરી દેઇલ આર્મસ્ટ્રોંગને અનુક્રમે ૪૫ અને ત્રીસ વર્ષની સજા થઇ હતી.જો કે તેમણે પુછપરછમાં જણાવ્યું હતું કે વેલ્સે તેમને આ લુંટ માટે લાલચ આપી હતી અને તેણે એ બોમ્બ નકલી હોવાનું જણાવ્યું હતું.બાર્નેસે એ પણ સ્વીકાર કર્યો હતો કે તે આ લુંટમાં સામેલ એ કારણે થયો હતો કે તે દેઇલ આર્મસ્ટ્રોંગનાં પિતાની હત્યા કરાવવા માંગતો હતો કારણકે તેની પાસે અઢળક સંપત્તિ હતી.
સત્તરમી સદીમાં કર્નલ થોમસ બ્લડ તેના વિચિત્ર વ્યવહાર અને વર્તણુંક માટે કુખ્યાત હતો.તેણે થ્રી કિંગ્ડમ્સનાં પ્રસિદ્દ યુધ્ધ વખતે પણ પક્ષપલટો કરીને લોકોને ચોંકાવ્યા હતા.જો કે ૧૬૭૧માં તેણે રાજદ્રોહ કહેવાય તેવો એક ગુનો આચર્યો હતો.તેણે ત્યારે કિંગ ચાર્લ્સ બીજાનાં તાજનાં હીરાની ચોરી કરી હતી.આ લુંટની આખી યોજનાં તેનાં દિમાગની જ ઉપજ હતી અને તેને પાર પાડવા માટે કેટલાક લોકોને તેની સાથે કામ કરવા રાજી કર્યા હતા.પહેલા તેણે એક પાદરી તરીકે લંડન ટાવરની મુલાકાત લીધી હતી ત્યારે તેની સાથે તેની એક મહિલા સાગરિત પણ હતી જેણે તેની પત્નીની ભૂમિકા ભજવી હતી.આ દંપત્તિએ એક વૃદ્ધ પહેરેદારની સાથે દોસ્તી કરી હતી જે આ ઝવેરાતની ચોકીનું કામ કરતો હતો.તેઓ એ લુંટ પહેલા આ જગાની અનેક વખત મુલાકાત લીધી હતી.થોમસે એ પહેરેદારને વિનંતી કરી હતી કે તે તેના પરિવારનાં સભ્યોને એ હીરાઓ દેખાડે.તેઓ તેમની સાથે હથિયારો છુપાવીને લઇ ગયા હતા જ્યારે પેલો પહેરેદાર તેમને એ ખાનગી જગાએ લઇ ગયો ત્યારે થોમસે તેના પર પ્રહાર કર્યો હતો અને તેને બાંધીને તેના મોંઢામાં ડુચો મારી દીધો હતો જો કે તે સતત છુટવાનો પ્રયાસ કરતો હતો અને બરાડા પણ પાડતો હતો એ કારણે જ તેને છરી હુલાવી દેવામાં આવી હતી.બ્લડે ત્યારબાદ પોતાની પાસેનાં સાધનો વડે ત્યાનાં તાળા તોડ્યા હતા.તે તમામ ઝવેરાત લઇને ત્યાંથી નિકળી ગયો હતો જો કે એ વસ્તુ તેની બેગમાં સમાતી ન હોવાને કારણે તેણે તેના ટુકડા કરી નાંખ્યા હતા.જો કે તેઓ ત્યાંથી વધારે દુર જઇ શક્યા ન હતા.બ્લડને તેના સાગરિતો સાથે કિંગની સામે રજુ કરાયો હતો અને રાજા તેનાં આ સાહસને કારણે તેનાથી પ્રભાવિત થયો હતો અને તેણે એનો ગુનો માફ કર્યો હતો એટલું જ નહિ તેને આયર્લેન્ડમાં જમીન પણ આપી હતી.તેના સાગરિતોને પણ મુક્ત કરાયા હતા અને જે ઝવેરાત તેમણે ચોર્યુ હતું તે પણ પરત મેળવી લેવાયું હતું.
૧૯૭૨ની બાવીસમી ઓગસ્ટનાં રોજ ન્યુયોર્કનાં બ્રુકલિનની ચેઝ મેનહટન બેંકને બે સજાતિય મિત્રોએ બાનમાં લીધી હતી જેમાં એકનું નામ જહોન વોત્ઝોવીક હતું જેની ઉંમર સત્તાવીસ વર્ષની હતી જ્યારે બીજાનું નામ સાલ્વાતોર નેત્યુરિલ હતું જેની વય અઢાર વર્ષની હતી.જો કે આ લુંટમાં આમ તો ત્રીજો એક વ્યક્તિ પણ સામેલ હતો પરંતુ છેલ્લી ઘડીએ તે હિંમત હારી ગયો હતો અને ત્યાંથી પોબાર ભણી ગયો હતો.જો કે આ લુંટ માટે લુંટારાઓએ ખાસ કોઇ પ્લાનિંગ કર્યુ ન હતું આથી લુંટની માત્ર વીસ મિનિટની અંદર જ પોલીસ બેંકની બહાર પહોંચી ગઇ હતી અને ચોતરફથી ઘેરો લગાવ્યો હતો.લુંટારાઓ પણ તેમણે જેને બાનમાં લીધા હતા તે બેંક કર્મચારીઓની સામે પોતાના નામથી જ બોલાવતા હતા.તેમણે હાથમોંજા પણ પહેર્યા ન હતા અને ચહેરા પર કોઇ માસ્ક પણ લગાવ્યા ન હતા.જો કે તેમણે સત્તર કલાક સુધી બેંકમાં લોકોને બાનમાં રાખ્યા હતા અને જોતજોતામાંતે મીડિયા સેલિબ્રિટી બની ગયા હતા.વોત્ઝવિક બહાર પોલીસની સાથે વાતચીત કરતો હતો.બહાર લોકોની ભીડ જમા થઇ ગઇ હતી અને તે આ લોકોને પ્રોત્સાહન આપવાનું કામ કરતી હતી.વોત્ઝવિકે તેમને ત્યાંથી સુરક્ષિત નિકળવા માટે વિમાનની માંગ કરી હતી.પોલીસે તેમની સાથે ચાલાકી કરી હતી અને ત્યારે નેત્યુરિલ જેલમાં જવા માંગતો નહિ હોવાને કારણે તેણે પોલીસનો સામનો કર્યો હતો જેમાં તે ઠાર થયો હતો અને વોત્ઝવિક પોલીસનાં હાથમાં ઝડપાયો હતો.તેને વીસ વર્ષની સજા થઇ હતી.જ્યારે વોત્ઝવિકની પુછપરછ કરાઇ ત્યારે તેણે જણાવ્યું હતું કે તેના સાથીદારની સેક્સ ચેન્જ સર્જરી માટે તેમને પૈસાની જરૂર હતી.આ ઘટનાએ ત્યારે ખાસ્સો ઉહાપોહ મચાવ્યો હતો અને ગે રાઇટ કાર્યકરો એ ત્યારે ખાસ્સા દેખાવો કર્યા હતા.તેણે એ પણ જણાવ્યું હતું કે ગોડફાધર ફિલ્મ જોઇને તેમને લુંટનો આઇડિયા આવ્યો હતો.મજાની વાત એ છે કે ગોડફાધરમાં કામ કરનાર અલ પચીનોએ જ આ ઘટના પરથી બનેલ ફિલ્મ ડોગ ડે આફટરનુનમાં અભિનય આપ્યો હતો.
૧૯૬૬માં ફુટબોલ વર્લ્ડ કપ વિજેતાને જુલ્સ રિમેટ ટ્રોફી આપવાની હતી જે ઇંગ્લેન્ડમાં યોજાયો હતો.જો કે વર્લ્ડ કપ ચાલુ થવાનાં એક વર્ષ પહેલા વેસ્ટમિન્સ્ટર સેન્ટ્રલ હોલ ખાતે તેનું પ્રદર્શન રખાયું હતું.જો કે આ પ્રદર્શનની એક શરત એ હતી કે તેની સુરક્ષામાં કોઇ ચુક ન થવી જોઇએ.તેના માટે ૩૦૦૦૦ પાઉન્ડનો વીમો પણ કરાયો હતો.જ્યારે પ્રદર્શન રખાયું ત્યારે સુરક્ષાની વ્યવસ્થા જડબેસલાક હતી.ચોવીસ કલાક સુરક્ષા કર્મચારીઓ અને સાદા કપડામાં અધિકારીઓ તેના પર નજર રાખતા હતા.જ્યાં ટ્રોફી રખાઇ હતી તેના પર પણ ચોવીસ કલાક નજર રાખવામાં આવતી હતી.જો કે બપોરનાં સમયે થોડો સમય માટે જ તેની સુરક્ષાની વ્યવસ્થા થોડી ઢીલી પડી હતી ત્યારે સુરક્ષા કર્મચારીઓ એક બીજાની જગા લેવા માટે સ્થાનની અદલાબદલી કરતા હતા.જ્યારે નવા સુરક્ષા કર્મચારીઓ ત્યાં પહોંચ્યા તો તેમણે જોયું કે ટ્રોફી તેના સ્થાને ન હતી.ડિસ્પ્લે કેસને બળજબરીપુર્વક ખોલાયું હોવાનું જણાતું હતું.પાછળનો દરવાજો પણ ખુલ્લો હતો.જો કે ટ્રોફી ગુમ થવાનાં થોડા સમય બાદ જ તપાસ તેજ કરાઇ હતી પણ પોલીસને કોઇ સગડ હાથ લાગ્યા ન હતા.આ ચોરી થયાનાં એક દિવસ બાદ ફુટબોલ એસોસિયેશનનાં ચેરમેન પર ફોન આવ્યો હતો તેમની પાસેથી ખંડણીની રકમ માંગવામાં આવી હતી.ફોન કરનારે પોતાની ઓળખ જેક્સન તરીકે આપી હતી જેણે ધમકી આપી હતી કે જો પોલીસને જાણ કરવામાં આવશે તો ટ્રોફી ભંગારમાં મોકલી દેવાશે.જો કે તેમ છતાં ચેરમેને પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે સ્ટીંગ ઓપરેશનને પાર પાડ્યું હતું.જો કે ટ્રોફી મળી ન હતી પણ જેકસન પોલીસનાં હાથમાં સપડાઇ ગયો હતો.તેણે જો કે પોલીસને જણાવ્યુ હતું કે તે આ ચોરીમાં સામેલ નથી તે તો માત્ર વચેટિયો છે.આ ચોરીનાં એક અઠવાડિયા બાદ ડેવિડ કોર્બેટ નામનો વ્યક્તિ પોતાના કુતરા સાથે ફરવા નિકળ્યો હતો ત્યારે તેને એક બ્રાઉન પાર્સલ મળ્યું હતું જેમાં પેલી ટ્રોફી હતી.કોર્બેટે ટ્રોફી નજીકનાં પોલીસ સ્ટેશને પહોંચાડી હતી અને તેને ઇનામરૂપે ૬૦૦૦ પાઉન્ડ અપાયા હતા.જ્યારે ઇંગ્લેન્ડની ટીમે ફુટબોલ વર્લ્ડકપમાં વિજય મેળવ્યો ત્યારે તેને એ વિજેતા ટીમ સાથે પણ મુલાકાતનો મોકો અપાયો હતો.આ ચોરીની ઘટના બાદ એસોસિએસનને સબક મળ્યો હતો અને તેમણે કપની એક નકલ તૈયાર કરી હતી અને તેને જ પ્રદર્શન માટે મુકવામાં આવતી હતી.જે પિકલ નામનાં કુતરાને આ ટ્રોફી મળી હતી તે પણ ત્યારબાદ સેલિબ્રિટી બની ગયો હતો અને ઘણી ફિલ્મો અને શોમાં તે ચમક્યો હતો.
એડવર્ડ મંચ નામનાં કલાકાર દ્વારા બનાવાયેલ ધ સ્ક્રીમ નામનાં ચિત્રનાં ચાર વર્ઝન હયાત છે.જો કે આ ચિત્ર ચોરોનું પણ એટલું જ ફેવરિટ છે કારણકે તેને ચોરવાનાં ઘણાં પ્રયાસો થયા છે.૧૯૯૪માં ચોરોની એક ગેંગ સીડી વડે ચડીને એ બારી સુધી પહોંચી ગઇ હતી જ્યાં આ ચિત્ર લગાવેલું હતું.પોલિસની ઉત્તમ કામગિરીને કારણે આ ચિત્ર મ્યુઝિયમમાં પાછુ આવ્યું હતું.૨૦૦૪માં એક અન્ય ગેંગે મંચ મ્ચુઝિયમમાં મુકેલા અન્ય એક વર્ઝનની ચોરી કરી હતી.પહેલા જ્યારે ચોરી થઇ ત્યારથી અલગ રીતે જ ગેંગનાં સભ્યો માસ્ક પહેરીને હાથમાં પિસ્તોલ લઇને આ ચિત્રને લુંટીને ફરાર થઇ ગયા હતા અને બે વર્ષ સુધી પોલીસને આ ચિત્રો અંગે કોઇ માહિતી મળી ન હતી ત્યાર અફવા ફેલાઇ હતી કે પુરાવાઓનો નાશ કરવા માટે તે ચિત્રોને બાળી દેવાયા હશે.જો કે ૨૦૦૬માં આ ચિત્રો થોડા નુકસાન સાથે પાછા મળ્યા હતા.આ ગુના હેઠળ છ લોકોને પકડવામાં આવ્યા હતા અને તેમને સજા કરાઇ હતી.ત્યારબાદ મંચ મ્યુઝિયમની સિક્યુરિટી વધારે જડબેસલાક કરી દેવાઇ હતી.૧૯૯૪માં જ્યારે ચોરોએ ચોરી કરી ત્યારે તેમણે ત્યાં ચિઠ્ઠી હતી જેમાં લખ્યું હતું કે આટલી કંગાળ સિક્યુરિટી માટે થેક્યું.
અમેરિકા જ્યારે ગ્રેટ ડિપ્રેશનનો સામનો કરી રહ્યું હતું ત્યારે ટેક્સાસમાં માર્શલ રેટલિફ નામનો ચોર બેંક લુંટારા તરીકે કુખ્યાત બન્યો હતો.લાંબો સમય સુધી જેલમાં રહ્યાં બાદ આખરે જ્યારે તેનો છુટકારો થયો ત્યારે તે બેરોજગાર બની ગયો હતો અને તેને પૈસાની સખત જરૂર વર્તાતી હતી અને આ કારણે જ તેણે બેંકને લુંટવાનું નક્કી કર્યુ હતું.જો કે તેના હોમટાઉન સિસ્કોમાં તો તેનો ચહેરો જાણીતો હતો આથી તેને અહી તો ઓળખાઇ જવાનો ભય હતો.જો કે તેમ છતાં તેણે ત્રણ લોકોને પોતાનાં કામમાં સાથ આપવા માટે રાજી કર્યા હતા.તેમણે યોજના ઘડી હતી કે તેઓ લુંટ કરવા માટે સાન્તા કલોઝનાં ડ્રેસનો ઉપયોગ કરશે.તેમણે લુંટ માટે ત્રેવીસમી ડિસેમ્બરનો દિવસ નક્કી કર્યો હતો આ દિવસો એવા હતા જ્યારે લોકો સાન્તા કલોઝનાં ડ્રેસને સામાન્ય ગણે છે.જ્યારે તેણે લુંટનું નક્કી કર્યુ ત્યારે તેણે પોતાની સાથે કેટલાક બાળકો લીધા હતા તેમને લઇને તે બેંકમાં ગયો હતો.તેની સાથે તેના સાથીદારો પણ બેંકમાં પહોંચ્યા હતા અને તેમણે પોતાની પાસે રહેલ હથિયારો બહાર કાઢ્યા હતા અને સ્ટાફને જમીન પર સુઇ જવાનો આદેશ આપ્યો હતો.ત્યારબાદ બેંકનાં મેનેજરને તેઓ પોતાની સાથે લઇ ગયા હતા સેફ તથા વોલ્ટ ખોલાવ્યો હતો.તેઓ દોઢ લાખ ડોલરની રકમ લઇને નિકળ્યા હતા.તેઓ જ્યારે બેંકમાં હતા ત્યારે જ એક મહિલા ગભરાઇ ગઇ હતી અને ચીસો પાડતા પાડતા જ બહાર નિકળી ગઇ હતી.આ કારણે જ પોલિસને લુંટ અંગેની જાણકારી મળી હતી અને તેઓ બેંકની આસપાસ ગોઠવાઇ ગયા હતા.જો કે લુંટારાઓએ બે નાની છોકરીઓને બાનમાં લીધી હતી અને ચાર લુંટારા એક કારમાં ફરાર થવાનો પ્રયાસ કરતા હતા ત્યારે જ ગોળીબાર થયો હતો જેમાં બે પોલિસ અધિકારીઓ મોતને ભેટ્યા હતા અને એક લુંટારૂ પણ જીવલેણ રીતે ઘવાયો હતો અને તે મોતને ભેટ્યો હતો.લુંટારાઓ ફરાર થઇ ગયા અને ત્યારબાદ સૌથી મોટી તપાસની કામગિરીનો આરંભ થયો હતો જે ત્યાર પહેલા ટેક્સાસમાં કયારેય કરાઇ ન હતી.જોકે અન્ય એક શુટઆઉટ દરમિયાન ભાગી ગયેલા ત્રણ લુંટારાઓ ઘવાયા હતા અને એકને ફાંસી અપાઇ હતી જ્યારે અન્યને આજીવન કારાવાસની સજા સંભળાવાઇ હતી.રેટલિફને મોતની સજા કરાઇ હતી પણ તેણે પોતાની સજા વિરૂદ્ધ અપીલ કરી હતી જ્યારે આ વાત બહાર ગઇ ત્યારે લોકોનો રોષ ભડકી ઉઠ્યો હતો અને એક બહુ મોટુ ટોળુ તે જ્યાં બંધ હતો ત્યાં પહોંચી ગયું હતુ અને તેને પોલીસ સ્ટેશનમાંથી બહાર ખેંચી લાવીને ટેલિફોનનાં બે થાંભલાની વચ્ચે જ લટકાવી દીધો હતો તેણે ત્યારે લોકો પાસે દયાની આજીજી કરી હતી પણ ટોળાએ તેના પર કોઇ ધ્યાન આપ્યું ન હતું.૨૦૦૯માં પણ એક અન્ય બેંકને લુંટવામાં આવી હતી અને ત્યાં પણ લુંટારાઓ સાન્તા કલોઝનાં વેશમાં આવ્યા હતા.
શ્રેગર નામના એક ઘોડાની વાત એક સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે મીડિયામાં ચમકી હતી.શ્રેગર આઇરિશ અશ્વ હતો અને રેસમાં તેની સફળતાનો ડંકો વાગતો હતો.જો કે આયરલેન્ડનાં બેલીમેની સ્ટડમાંથી આ ઘોડાની ચોરી થઇ હતી.આ ચોરીની ઘટનાએ મીડિયામાં ખાસ્સો ઉહાપોહ મચાવ્યો હતો.પ્રિન્ટ મીડિયા ઉપરાંત ટેલિવિઝનમાં પણ આ ચોરીની ઘટનાએ ચર્ચા જગાવી હતી અને ઘણી ડોક્યુમેન્ટ્રી તેના પર બની હતી.જો કે તેમ છતાં શ્રેગર ત્યારબાદ ક્યારેય મળ્યો ન હતો.૧૯૮૩માં એક ધુમ્મસભરી સાંજે રહસ્યમય કારમાં સ્ટડ ખાતે એક હોર્સ બોક્સ લાવવામાં આવે છે જ્યાં શ્રેગરને રખાયો હતો.ત્યાં હાજર રહેલ જેમ્સ ફિત્ઝરાલ્ડ જે શ્રેગરની દેખરેખ રાખતો હતો તેણે આ કારનું બારણું ખખડાવ્યું હતું અને થોડા સમય બાદ ફિત્ઝરાલ્ડનાં માથામાં જોરદાર ઘા મારવામાં આવે છે જેના કારણે તે બેહોશ થઇ જાય છે.ત્યારબાદ છ લોકો જેમણે માસ્ક પહેર્યા હતા તે ઘરમાં જાય છે અને અન્ય લોકોને ત્યાંથી લઇ આવે છે.તેઓ એકબીજાને કોડનેમથી જ બોલાવતા હતા.ત્યારબાદ ફિત્ઝરાલ્ડને અસ્તબલમાં લઇ જાય છે અને શ્રેગરની ઓળખ માટે ફરજ પાડે છે અને તેની મદદ વડે જ શ્રેગરને તેઓ હોર્સ બોક્સમાં લઇ જાય છે.ત્યારબાદ શ્રેગરને કોઇએ જોયો ન હતો.પોલીસે ત્યારબાદ તેના સગડ શોધવા માટે ખાસ્સી મહેનત કરી હતી પણ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો.લુંટારાઓએ લુંટ માટે જોરદાર પ્લાનિંગ કર્યુ હતું અને તેમણે પોતાની પાછળ કોઇપણ સુરાગ મુક્યા ન હતા.ચોરોએ ખાનગીમાં ઘણાં લોકોનો આ ઘોડાને વેચવા માટે સંપર્ક કર્યો હતો પણ કોઇએ તેને લેવાની તૈયારી બતાવી ન હતી અને ચોરોએ પણ ત્યારબાદ તેના માટે કોઇ પ્રયાસ કર્યો ન હતો હવે તો એ જ માનવામાં આવે છે કે ચોરોએ પુરાવાનો નાશ કરવા માટે શ્રેગરને મોતને ઘાટ ઉતારી દીધો હશે.જો કે તેઓ પોલીસનાં હાથમાં ક્યારેય આવ્યા ન હતા.જો કે આઇઆરએ નામનાં આતંકવાદી સંગઠનનાં એક સભ્યએ આ ઘોડાને ઉઠાવવાનું કામ એમના સંગઠન દ્વારા ખાસ મકસદ માટે કરાયુ હોવાનો દાવો કરાયો હતો તેણે કહ્યું હતું કે જ્યારે તેની ખંડણી ન મળી ત્યારે ગેંગનાં સભ્યોએ તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.