૮૫
કિતને પ્રતિશત ભારતીય...સોરી ગુજરાતી અમેરીકા જઇ ને પાછા આવે ત્યારે
સગા મિત્રો ને કોઇ પણ વાત ચાલતી હોય તેમા વચ્ચે ડાફોરીયુ મારી "અમેરીકામા
આવુ નહી હોં કરીને વાતને ફેરવે અને ઢેનટેનેન કરતા જાહેરાત કરે"આ
હમણા હુ યુ એસ ગયો હતોને ..."એનાથી નાનો કીડો સીંગાપોર તો એનાથી
સાવ નાનો કીડો બેગકોક ની વાત ગમ્મે ત્યાંથી વચ્ચે લાવી ને ઢેનટનન
કરશે જ...ફોટા મુકશે કે દેખાડશે...જ સલમાન ખાનનો ગુજરાતીમા શો
આવવાનો છે દસ કા દમ...એ આડ વાત સાથે એક જુની વાત યાદ આવી
મારા મોટાભાઇના એક મિત્રએ નવા બુટ લીધા ,હવે બધ્ધા ને કહેવુ કેમ કે "જો
મેં નવા બુટ લીધા "એટલે પોતે જ નીચે જોયા કરતો હતો પણ ટપ્પો ન પડ્યો
એટલે સ્કુલમાં રીસેસમા બધ્ધાના પગ કચરવા મંડ્યો લેડીઝમાં એવુ નહી. ઇંડીયા પાછી પહોંચીને આખા વોટ્સઅપ ગૃપમાં એક પછી એકને બપોરે ઓલી પેલી આડી પડી હોય ત્યાં ફોન કરીને શરુ કરશે “ આ વખતે આ જેટલોગ પુરુ જ નથી થતું ગયે વખતે અમેરીકાથી આવીને બીજે દિવસે તો ઓ કે થઇ ગઇ હતી .. આ વખતે હજી દિવસે જ ઉંઘ આવેછે ને રાતના જાગો .. પણ આ વખતે બહુ મજા આવી બહુ ફર્યા આ બીજા બધા ટુરમાં પંદર નાઇટ ની સ્કીમમાં બહુ બધા છેતરાય હોં આપણે મુબઇથી બેઠા ઇ રાત દિવસ ને પાછા આવવાનો રાતદિવસ બધું આ લોકોએ ગણી લીધુ હોય પછી કૃતમાં આ વખતે ગયાનો બાપા નકરી ડોલ્ફિનો જોઇને ધરાઇ ગયા. મારા મિસ્ટરને એમાં રસ જ નહી બસ આખો દિન ડેક ઉપર ચડ્ડો પહેરીને ચારેકોર ઘૂરકતા ડાફોરીયા માર્યા કરે કેમ જાણે ગોરી બિકીનીવાળી જોઇ ન હોય .. પછી સાંજ પડે એટલે ઢીંચવાનુ ચાલુ આ વખતે તો મેં પણ ટુ પીસ બિકીની પહેરીને ડેક ઉપર મજા કરી લીધી ને ઢીંચી લીધું હાસ્તો .. હવે ઓલી ફોન ઉપર સાંભળે છે કે કથા ફેલ ગઇ એટલે “ હલ્લો તું સાંભળેછે કે સુઇ ગઇ ? એક પછી એક એમ વોટ્સએપ ગૃપની પંદર જણાની ઉંઘ બગાડીને કથા કરી સાંજ પાડીને પછી ઘોરવા બેઠી હોય ..ત્યારે વોટ્સએપની એ પંદર સખીઓ ખડખડાટ હસતી એક બીજા ને સુરભીની કથા કહેતાં મજાક ઉડાવે .હવે મને પણ ભય છે કે કોઇક આવુ તોફાન પ્રવાસની વાત કરવામા નકરે ત્યાર પહેલા 'રાણા નો ઘા ' કરીને વાત આગળ વધારુ છુ તો હે રસધોયા દંડકારણ્યમા બેઠેલા આડા પડેલાઓ ધ્યાનથી વાંચો...અમે એ પંદર દિવસના કે એક મહિનાના પ્રવાસ વાળા નહોતા. અમારે અમેરિકાના જે ખૂણે જઇએ ત્યાં આરામથી પ્રવાસ કરવાનો હતો..
વલ્ડવનના અઠાણુમે માળે દૈવી કૃપાથી મળેલા એક દેશી સજ્જનને આટોપી
અમે નવાણુમે માળે સીડીથી ઉપર ગયા ત્યારે રાતના આઠ વાગી ગયા
હતા...પણ આખો ખીચોખીચ ભરેલા હોલમા અંધારુ હતુ ..એક રણકતા
અવાજે ઝીણી ઝીણી એલઇડી લાઇટો વચ્ચે સરાંઉડ સાઉંડમા શરુ કર્યુ
“વોટ વલ્ડ વન એન્ડ વ્હાય યુ આર ઓન ટોપ ઓફ ઇટ ..."પછીતો
અહીથી દેખાતો ભવ્ય નઝારો તમને ન્યુયોર્કમા પણ ક્યાંય નહી મળે...
અહીથી તમને ન્યુયોર્ક ન્યુ જર્સી ફીલાડેલ્ફીયા હડસન નદી બુકલીન બ્રીજ
એન્ડ વોટ નોટ ? મને આ નજારો દેખાય છે તમને? ધીરે ધીરે સ્ક્રીન ઉપર
ચડતા ગયા અને ચારે તરફ ન્યુયોર્ક ઝળહળ દેખાવા લાગ્યુ ત્યારે
ડોલર વસુલ થઇ ગયા ...પહેલા આખી ફિલ્મ ડોલર વસુલ કરવા જોવાની પછી થિયેટરની લોબીમાં કાચમાંથી એ જ ભવ્ય શહેરની ઝાંખી કરવાની હતી ..
જેણે બંબઇ રાતકી બાહોમે ન જોયુ હોય તેણે નાઇટ ઇન ન્યુયોર્ક જોવુ જોઇએ
સહુસેલ્ફીઓ ફટાફટ ફોટા અને કેપ્ટને દરેક એરીયા ધ્યાનથી દેખાડ્યા
“ભાઇ ભાઇ તેં તો ધોળી આંખે તારા દેખાડ્યા વાહ "મજા આવી ગઇ..
.....
પાછા અઠાણુમે માળે આવી કાફેટેરીયા નાસ્તો કરવા બેઠા ત્યારે અમારી પાછળ એક સીંધી કપ્પલ બેઠુ હતુ કાફેટેરીયામા નાસ્તો કરતા સાંઇ બોલ્યા "આ કી ચેન એરીંગ ટી શર્ટ કેપ મારા બેટા પાંચ ને દસ ડોલરમાં વેંચે છે એવા સેમ ટુ સેમ બસો રુપીયામા અમે
સુરતમા વેંચીયે પણ ઇ મુંબઇવાળા બે હજારમાં અહીયાથી લેશે પણ સુરતમા
પચા વધુ ન આપે હાવ હડફા ઘેલીયા છેઆ લોકો..."
મેં પાછળ જોયું એટલે સીંધી માડુ ચમક્યો .. શરમાયો પછી હાથ હલાવ્યો “ ઇંડીયન ?આર યુ ? “
“ હા ,યસ પ્યોર ઇંડીયન .. પ્યોર ગુજરાતી સુરતથી થોડા આગળ “પછી નાસ્તો પુરો કરી હું એને ભેટી પડ્યો "એ હું જ છું મુંબઇગરો છું “ હવે મને ડર લાગતો હતો કે કોઇ ચીનો ચપટો ન મળે તો સારું કારણ કે એણે જ આવા કી ચેન વીસ રુપીયામાં ઇંડીયામાં ધબેડ્યા હોય છે ..!