૮૦
મારા સાહિત્યકાર અમેરીકન હ્યુસ્ટનના મિત્ર સ્વ.નવિનભાઇ બેંકરે પોતાની અમેરિકાની શરુઆતની જીંદગી ન્યુયોર્કમા સબવે સ્ટેશનની બહાર છાપા વેંચીને
શરુ કરેલી આજથી ત્રીસ ચાલીસ વરસ પહેલા જ્યારે મા બાપ ભાઇ બહેનોના સંબંધો બહુ પ્રેમાળ રહેતા એકબીજા માટે કરી છૂટવાની ભાવના હતી ત્યારે જેટલા અમેરીકા ભણવા ગયા સારી નોકરીએ લાગ્યા એવા મુળ હજારો ઇંડીયનોએ પોતાના ભાઇ બહેનોની આપણા દેશની ઓછી આવક વધુ પરિશ્રમથી છૂટકારા માટે અમેરીકામા પોતે સ્થાઇ થયા સીટીઝન બન્યા કે તુરંત મા બાપ ભાઇ બહેનો ની ફાઇલો મુકી દેતા પછી પાંચેક વરસમાં અમેરીકન કોનસ્યુલેટ તરફથી કોલ આવે એટલે કાળજીપૂર્વક કરેલી તમામ માહિતી રજુ કરીને ગ્રીનકાર્ડ મળી જતા એટલે એ જમાનામાં ઉછીના પૈસા લઇ ટીકીટ કઢાવી અમેરીકા પહોંચી જતા .. પંદર દિવસ મહીને અમેરીકન જીંદગીથી વાકેફ કરીને કામે લગાડી દેતા.. ત્યારે એક લાંબી પથારીમાં ભંડકીયામા સુઇને સખત મહેનત જે મળ્યુ તે કામ કરીને સેટલ થયા હતા … સહુએ નવિનભાઇની જેમ સખત મહેનતતો કરીજ છે પણ પોતાની ખુમારી પણ ટકાવી રાખી છે ..મને તેમણે ન્યુયોર્કની કાળીબાજુ સવિસ્તાર સમજાવેલી"જો ચંદ્રકાંત,હજી આજે પણ પતરાના ભાંગીતુટી રુમમા
રહેતા ગટર ઉપર બે પથ્થર મુકેલા પતરાના સંડાસમા ભયાનક ગંદકીમા
જીવનારા કાળીયાઓની મોટી વસ્તી મુંબઇના ધારાવહીની જેમ જ કેટલાક કાળીયા ભણી ગણીને કારખાનામાં કે ઓફિસમાં કામ કરવા જાય છે એમને છેલ્લા ત્રણસો વરસની અતિ કારમી વેદનાભરી ગુલામીની વાતો એમના સંતાનોમાં પણ એક ખુન્નસ ભરી ગઇ છે... હવે જે લોક આમાંથી આડે રસ્તે ચડી ગયાતેઓ ડ્રગ લૂંટફાટ કરતા થયા .. એક તો છ ફૂટના કસાયેલા માંસલ દેહ ઉપરથી દારુ નશાખોરી કરીને સાંજે સાત પછી આખા અમેરિકાના નાનામોટા શહેરોમાં નિકળી પડે .. ગમ્મે ત્યારે મેટ્રોમાં પણ નજીક બેસી ગન દેખાડી પાકીટ પર્સ દાગીના લુટી લે .. કોઇ વચ્ચે પડે નહી .. ગોરી છોકરીઓને ઉપાડી જાય વરસો સુધી કેદ કરે રેપ કરે ડ્રગ્સના રવાડે ચડાવે ..ન્યુડીટી અને સેક્સટોઇના ચારે તરફ ન્યુયોર્કમાં સ્ટોર્સ છે આ બધુજ જોવાનું..તે ચાન્સ મળે તો બધુ જોતો રહેજે"
એડીસનથી સ્ટેશન સામે અમે કારપાર્કમા ગાડી મુકી અને મેટ્રોમાં ન્યુયોર્કની સફરે ઉપડ્યા બસ પહેલા તો આપણી લોકલ ટ્રેન જેવી લાગી પછીહવે આપણે ત્યાં દરેક મોટા શહેરમાં મેટ્રો એ લોકોને ટક્કર મારે એવી સુંદર ફરે છે એ કંપેલ કરતો હતો ત્યારે ટ્રેનમા "એ રમેશ આંહીયા આવને ક્યાં ગોથા ખાઇ છે "સાભળી હું
ચકળવકળ જોતો રહી ગયો ...ઓહોહો અટલી બધી દેશી ગુજરાતી ફ્લેવર ?પણ
બાકીના ગોરીયા માત્ર વાંચવામા મશગુલ....(કોઇના કાનમા ઇયર ફોન નહી
કોઇ ફોનમા ચેટ કે વિડીયા જોતા જોવા ન મળ્યા ને ઇંડીયામા ચાર
રસ્તે સિગ્નલ ક્રોસ કરતા પણ આવી ખરાબ આદત નછોડતા માટે ખાસ )
થોડીવારે માર્ક કર્યુ કે કોર્નરની બેંચ ઉપર અમારી સામે બેઠાછે એનો ચહેરો જાણીતો લાગ્યો ...યાદશક્તિ માટે આજે પણ પત્નીજ મેરા એક સહારા..."મને તો લાગે છે તારા ફેસબુક ફ્રેન્ડ છે...યસ......ઇલીયાસ શેખ.."
ઇલીયાસના કાન મારી જેમ દગો નથી દેતા તેણે હાથ હલાવ્યો !"હા ભાભી
હું ઇલીયાસ જ છું તમે ચંદ્રકાંત સંધવી ?આ મારા મિત્ર મુકુંદ સંપટ...જોવો
આવુ છે ઇંડીયામા મળ્યા નહી તો અહીંયા મળ્યા !..."
અમે ફરવા નિકળ્યા છીયે...તમે?મારા મનમા એકજ પ્રશ્ન ઘોળાતો હતો આ
આ સાલુ લેખકડા કઇ રીતે રીતે અમેરીકા આવતા હશે ? પણ હવે અમેરીકામાં આપણા ઇંડીયન લોકોએ છેલ્લા વીસ પચીસ વરસોથી નવો એન્ટટેઇનમેન્ટનો ધંધો કરીનેલાખો ડોલર બનાવ્યા છે .. એ લોકો આપણા અમેરિકામાં રહેતા માલદાર લોકોને ડાયરા કવિ સંમેલન સીંગરો ગઢવીઓ ચારણો ઉંચામાઇલા મોટીવેશનલોને જાળમાં ફસાવે .. આમાં બેય બાજુ વીનવીન થાય આવવાજવાની ટિકિટ બાકી જે તે શહેરમાં પ્રોગ્રામ ગોઠવી તે શહેરનાં યજમાનને ઘરે ભંડકીયા( બેઝમેન્ટ ગેરેજ) માં મફત રહે લેખક તો કોઇ કમાતા પહેલા પાંચસો હજાર કોલમ રાઇટીંગના મળે પણ એક વાર અમેરિકામાં ગયો હતોનું લેબલ લાગે એટલે ભાઇ બહેનનાં ભાવ વધી જાય .. હવે બાવા બાપુઓ પણ આ ધંધે ગોઠવાય ગયાં છે ...(મે મારી ઉપરથી અનુમાન કર્યુ હતુ) ઇલીયાસે પોતાની વાત શરુ કરી હું પહેલા વિપ્રોમા હતો...મેનેજર હતો... હવે કોલેજમાં પ્રોફેસર પણ છુ હોં..આ ગુજરાતી સંમેલન માં મને ટીકીટ મોકલી બોલાવ્યા ભાઇ..મારાથી ઓહ નિકળી ગયુ...લેખકનો લેંઘો ઝબ્બો અલોપ થઇ ગયા.ઇલિયાસે અમારી સાથે સેલ્ફી લીધી ત્યારે વલ્ડ ટ્રેડ સેંટર ઉર્ફે
વલ્ડવન સેંટર નુ સ્ટોપ આવી ગયુ....હતુ