૭૯
એડીસન…કથા
મુળ વાત એમ હતી કે બાય રોડ ચાર દિવસની ટ્રીપમા પીઝા ને પાસ્તા
બાકી બચેતો ચીપ્સ એવુ બધુ ખાઇને થાકી ગયા ત્યારે "રોમ મા રસ પુરી
પેરીસમાં પાત્રાની જાહેરાત મારા મનમાંથી હટતી નહોતી એમા એડીસનની
હોટેલથી નજીક આવુ બધુ જોઇ અંજાઇ ગયા હતા ..."રોનક બોર્ડમા
ગુજરાતીમા લખ્યુ છે જો..ચુરમાના લાડવા ઢોકળા ભજીયા...ચાલ ઉપાડીયે
તારી મમ્મી ખુશ ...થઇ જશે ..."
અમે અંદર પહોચ્યા એટલે કાંઉટર ઉપર કાનમા ઠોળીયા પહેરેલા કડેધડે
માજી ઇંગ્લીશમા બોલ્યા વેલકમ..મે ગુજરાતીમા જવાબ આપ્યો જય
શ્રી કૃષ્ણ" હવે સમય કેટલો બદલાઈ ગયો છે કે આખા દેશમાં ખાવાના ધંધામાં મોનોપોલી ધરાવતા ભાઇ લોકોને ચારે બાજુ ધક્કા લાગ્યા જ છે.. બાકી હતું તે ચારેકોર ફુડ બ્લોગરીયા રીલ બનાવીને મુક્યા જ કરે કે તમને અંદાજ ન આવે એવી ક્રાંતિ આકાર લઇ રહી છે.. પુરા પ્રોફેશનલ લોકો હવે આ ધંધામાં પડી રહ્યા છે .. મોદીજી ખોબલે ખોબલે ખોબલે આવા ઇંડીયામાં સ્ટાર્ટઅપને પૈસા આપીને ઉભા કર્યા છે . એમના ધંધા ધમધમાટ ચાલે છે … બાકી અમેરિકામાં કલ્યાણરાજ છેજ નહીં એટલે સરકારી ફદિયુંએ ન મળે… કોઇ વખત વાવાઝોડું આવે અને મકાન ફોફલા એટલે હવામાં ઉડી જાય ડૂબી જાય પણ સરકાર નહીં મોટા મુડીપતીઓ ભુખ્યાને ભોજન આપે બસ.. બાકી ધરનો ઇન્સ્યુરન્સ હોય તો પૈસા ઇન્સ્યુરન્સ વાળા આપે સરકાર ઓહોહો કર્યા કરે…એટલેજ અમેરીકામા ડગલે પગલે ઇન્સ્યુરન્સ ની બોલબાલા..આપણા પૈસે આપણે ફોડી લેવાનું … આવા પોતાના ફુડ કાર્ટ કે શોપ હલાલ શોપ હૈદ્રાબાદી નોનવેજ બિરયાનીની બહુ ડીમાન્ડ.. આપણે એડીસનમા માજી સાથે વાત કરતા હતા …
“લે તમે તો ગુજરાતી છો આવો ભાઇ આવો ફરવાઆવ્યા હશો કેમ ?”
હા અમે તો દેશમાં રહીએ છીએ પણ આ દિકરો વહુ અંહીયા રહે છે..”
તે સોકરાને લીલ્લુ કાર્ડ મળ્યુ કે નઇ?”
લીલ્લુ કાર્ડ એટલે ગ્રીન કાર્ડ.. આ અમારા ગામના દસબાર જણા બરોબરનાં હલવાયા છે.. મેક્સીકોની વાડ કુદીને આવી તો ગયા બિચારા આંયા બોબીડા( પોલીસ) બહુ આંટા મારતા હોય તે ઇ ને જોઈ ને બિચારા ફફડી જાય.. .. વાડી ઘર વેચીને બીચારા લાખો રૂપિયા દઈ ને આવ્યા હોય ઇની આપણને દયા આવી જાય હોં.. શું અંહીયા ભાળી ગ્યા છે કંઇ ખબર નથી પડતી .. આ અમે તો ત્રીહ વર્ષ પેલા આવ્યા ત્યારે અંહીયા કોઇ ભોજીયોભા નો’તો ફરકતો તે મારા મામાએ ફાઇલુ બનાવીને આઇના કરી દીધી પછી તગેડી મુક્યા .. જાવ કમાવ ને જીવો.. આ સ્વાર્થી કામે અંહીયા સહુને લાગવું પડે હોં .. કથામાં વિરામ આવ્યો એટલે મેં ચુરમાંના લાડવાને જોવાં માગ્યાં.. થોડા કઠ્ઠણ થઇ ગયેલાં..એટલે ચાલાક માડી બોલ્યા.. ઇ તો ઓલા માઇક્રોવેવમાં મુકીને નરમ કરી નાખવાના અંહીયા ટાઢ કેવી છે હેં?”
“કાકી આ ચુરમાના લાડવા તાજા છે ? શું ભાવ?"
“આજે જ બનાવેલા છે ( સાવ ખોટું આસાનીથી માજી બોલ્યા) ચોખ્ખા ઘી ના છે હો ..."
“અહીયા ભેંશુ તો છે નહી તબેલા નથી તો નહી તો ચોખ્ખુ ઘી ક્યાંથી આવે ?"
“એ ઓલુ મેસાણાનુ સાગર ને અમુલ તો જોવે ઇટલુ મળે હો “
“અચ્છા ભાવ તો ક્યો...એક પાઉડના દસ ડોલર"
(હવે બ્રિટીશરોએ અમેરીકનોને કીલો અને ગ્રામ લીટર શીખવાડ્યા જ નહી
એટલે જ્યાં જાવ ત્યાં પાઉંડનો હિસાબ કરવાનો...)વળી અમારા તરફથી આંકડા લાગ્યા.. આમ તો સાતસો રૂપિયાના ભજીયા ઢોકળા થાય પણ ઇંટ ઇઝ ઓ કે .. લઇ લો ડેડી.. એમ વાત કરતા કરતા ચુરમાના લાડવા ઢોકળા ને ભજીયા એક એક પાઉંડ
બંધાવતા હતા તે ડોશીએ એક ઢોકળુ ને એક ભજીયુ વધારે આપ્યુ ત્યારે
અચાનક મહામોહીમ એમના વહુરાણી આ બધુ જોતા જ હોટલમા પ્રવેશ્યા...
“કેમ બધુ મફત આવે છે? પાઉંડ એટલે પાઉંડ" દેશના દેશના કરી એમ દાન નહી કરવાનુ..એક ભજીયા કે ઢોકળું કેટલા રૂપિયામાં પડે ખબર છેને ?”અમે પેની પેની કરીને આ દુકાન લીધી છે તેના ઉપર કેટલી લોન છે ખબર છે ? હપ્તા ભરીને તમારા દિકરા હું દિકરી બધા ટુટી મરીયે છીએ..તમને ખબર નથી ?
“ ધર્મા સવારથી આ સાંઇઠ વરસે કામ બધુ હુ કરુ ઢસરડા હુ કરુ ને દાદાગીરી તુ કરે એમ ? તો મને દેશમાં લીલા લહેર હતી તોય આંબલા આંબલી બતાડીને મારાભાઇની મહેરબાનીથી આ તમે અંહીયા આવ્યા છો ઇ ભુલી ગ્યા ?માડી ભડક્યા.
પછી તો અમે નિકળ્યા ત્યાં સુધી મ્યુઝીક ચાલુ રહ્યુ....મન આનંદમા આવી
ગયુ હાશ એક વસે ગુજરાતી ત્યા સદાકાળ ગુજરાત...