Fare te Farfare - 75 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 75

Featured Books
Categories
Share

ફરે તે ફરફરે - 75

૭૫

 

સાંજે ડુંગરા ઉતરી જંગલ છોડી જે શહેરમા આવ્યા તેનુ નામ પણ રોકી 

માઉન્ટન . માઉંટન રોકીંગ કરે ? એવો તોફાની વિસ્તાર તો આવ્યો કારણ કે “ યે હસી વાદીયાં યે ખુલ્લા આસમાં એ આર રહેમાનનું અતિ લોકપ્રિય ગીત મનમાગણગણતો હતો.. પણ આ તો સાત આઠ હજાર ફુટ ઉંચા અમારી હાઇટથી એટલે પહાડની ટોચ જોવા માથુ પકડીને ઉંચે જોવું પડે.. એવી ઘટ્ટ લીલોતરી ગાઢ જંગલ બરાબર અમારી હોટેલ પાછળ હતુ .. સામે ખળખળતી નાનકડી નદીમાં વહેતું બિલ્લોરી કાચ જેવું શુધ્ધ જળ વહેતું હતુ પેની ડૂબે ક્યાંક ગોઠણ ડૂબે એટલુ પાણીનો પ્રવાહ થોડો ધસમસતી હતો એ નદીની સામે પાર કેટલાક ગાંડા અમેરિકનોએ પહાડને અડીને બંગલા બાંધેલા હતા પણ ગાઢ લીલોતરી માં તેની આછી ઝલકજ દેખાતી હતી. આમ પણ અમેરીકામા માણસ કે કોઇનીગાડી કે બંગલા ટીકી ટીકીને જોવાની બેડ મેનર કહેવાય .એટલે આછેરી ઝાંખી કરી લેવાની .. આમ પણ આ ઉંમરે આ ટેવ હવે કેળવવી પડશે .

મુળ મુસીબત આ લોકોની છવીસ અક્ષરની ભાષા ઉપરથી નામ  આ લોકોને કેમેય મળે નહી ને નાગર ન્યાત જેવા અવનવા નામ તો આ લોકો વિચારી પણ ન શકે.. બે એકરથી મોટાં નામ હોય તો પણ કટ કરીને બે ત્રણ અક્ષરથી નાંખે આપણા કરશનભાઇ પોતે જ ક્રીસ કરી નાખે જગુભાઇ ને જેક બનાવે .. ચંદ્રકાન્ત તો કેમ ચાલે એટલે પેટનામ “ ચંદુ” અંહીયા રહુ તો ચાલે મારા દિકરા રોનકના ત્રણ અક્ષર સાલ્લા ગોદડાં બોલી નથી શકતા એટલે રોન કહે !!!આવુ ગામના નામની યે ઉપાધી.

તમને દાખલો આપીશ વોશીંગ્ટન સીટી કેટલા તો કે ચાર !હવે રાજધાનીના

નામમા આવા ડખા નિવારવા વોશિંગ્ટન ડી.સી કરવુ પડ્યુ. ડલ્લાસ ત્રણ

એવુ ગામેગામ ગલ્લીના નામના લોચા પડે..પછી આ લોકો ઝનુને ચડી પોટ્ટીનું પોટી કરીને ગલ્લીના છોકરીનાં નામ પણ પાડી દે મારા સ્યુગરલેન્ડના ધર પાછળ વીન્ડ બ્લાસ્ટ સ્ટ્રીટ છે માણસના નામમા યે લોચા પંદર વીસ નામ માંડ મળે.મારા મિત્ર રજબે મને મુસલમાનોની પણ નામની રામાયણ કરી હતી પછી આ બધી ઉપાધિને લીધે ઇંગ્લીશ ફિલસુફો કહેવા મંડ્યા "વોટ ઇઝ ધેર ઇન નેઇમ ?"

અમારી હોટેલનુ નામ .... પાર્ક હતુ એ પણ નદી કિનારે બન્ને બાજુ

 સરસ મજાની કેબીનો બનાવેલી . અમારી કેબીન બરાબર નદી સામે.ખળખળ વહેતા 

પાણીના નિતાત કલરવ સાંભળતા રહો ..હોટેલ મેનેજર છોકરીએ

આવતા વેત સુચના આપી " બહાર પાર્ક કરેલી ગાડીમા ખાવાનુ કંઇ રાખતા નહી રોજ રીંછ રાત્રે ચક્કર મારે છે ,તેને જો ખબર પડી તો ગાડીના ભુક્કા કાઢી નાખશે...!"

 કેબીનમાં બે રુમ સરસ ડેકોર કરેલા અમારા સ્યુટનુ નામ ટાઇટેનિક હતુ અને આખી 

દિવાલો ફીશનેટ તેમા મોટી લાકડાની ફીશ દિવાદાંડી લેમ્પ ઇવન ટીપોઇ પણ

હોડીના શેઇપની હતી સરસ કિચન ટુકમા પુરી સગવડો હતી..

ડ્રોઇંગરુમની બાજૂમાં ડેક હતો તેની સાઇડમા જાકુસી ટબ હતુ ...અમે હજુ

આઠ હજારે ફુટે જ હતા .નદી પાછળ પહાડોના પડછંદા દેખાતા હતા

સાઇડમા પહાડ ઉપર જતી કેબલ કાર હતી .એક પણ પીલર વગર

અજાયબ અમેરીકનોએ સાંઇઠ વરસ પહેલા બાંધી હતી .નીચે થી સીધ્ધા 

ઉપર ...! સસલાઓ અમારા રૂમ પાંસે રમતા હતા રાત્રે રાજમાનુ છેલ્લુ પેકેટ

બચેલા ખાખરાના ટુકડા ભાત ખાઇને ઓડકાર્યા...

વહેલી સવારે છોકરાવ જાકુસીમા પડ્યા અમે બહાર નદી કિનારે રોક એન્ડ

રોલ ચેરમા બે જણા બેઠા..હતા.મે ઘરવાળાને કહ્યુ"આપણો પાયો મજબુતતો કહેવાય,

આવા ચૌદહજાર ફુટે ઠકડા મારી આવ્યા તું શુ કહે છે ? "

“ગરવ કીયો સોઇ નર હાર્યો સીયારામ જી " 

“તારી વાતતો સાચી છે ભગવાનની કૃપા ને દિકરા વહુની માવજતે આપણા ઘોડા દોડ્યા નહિતર આપણે આ બધે ઠેકાણે જઇ શકીયે ?"

અમારી સામેના સ્યુટવાળા સાવ ખખડી ગયેલા ડોસા ડોસી તેમની દિકરી

સાથે નદીમા માછલા પકવા ડગુમગુ થતા આવ્યા..અમેરિકાના રિવાજ પ્રમાણે બધ્ધા

હલો હાય તો કરે જ..એ પ્રમાણે એમણે પણ કર્યુ ને પાછુ પુછ્યુ "એંજોઇંગ ?"

યા યા કર્યુ . 

આજે આમ આરામ નો દિવસ હતો એટલે રોકી માઉન્ટન ગામમા ફરવા 

નિકળ્યા ત્યારે મોટા અવાજે ઇંગ્લીશ રોકએન્ડ રોલ જેવા પગ થીરકવા જ મંડે તેવા ગીત ગાતું બેંડ રસ્તા ઉપર નિકળ્યું..”એલા વરઘોડો નિકળ્યો લાગે છે !"મસ્ત મજાના બેંડવાજા વાગતા હતા નાનકડીગલ્લી બ્લોક કરીને મોટે મોટેથી ગાતા નાચતા વગાડતા લોકોને જોઇને ઘડીભર ઇર્ષા થઇ ..કેટલો જલસો કરે છે !" આપણી જેવી હાઇવોય આ લોકો ન કરે બાકી શું એમને મુસીબત નહી આવતી હોય ? એવી મુસીબતો વિષમ વાતાવરણ વચ્ચે પણ એ લોકો જીંદગી મસ્તીથી જીવે.