Love Revenge Spin Off Season - 2 - 32 in Gujarati Fiction Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-32

Featured Books
  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

  • बन्धन प्यार का - 33

    और नरेश,हिना और मीरा स्वामी नारायण मंदिर के लिये निकल लिये थ...

  • I Hate Love - 12

    जिसे देख जानवी ,,,,एक पल के लिए डर जाती है ,,,,,क्योंकि इस व...

  • आशा की किरण - भाग 3

    अब जो ठीक समझो, करो,’’ बेटे ने कहा, ‘‘सेना के एक कप्तान से म...

Categories
Share

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-32

 લવ રિવેન્જ-2

Spin off Season-2

પ્રકરણ-32

“સ....સિદ......!” સિદ્ધાર્થે તેની તરફ જોતાં લાવણ્યા ભાંગી પડી અને રડતાં-રડતાં તેની બાંહો ફેલાવી પરાણે બોલી “બેયબી.....!”

”લાવણ્યા.....!?” સિદ્ધાર્થ હજીપણ એજરીતે ચોંકેલો હતો.  

આંખ ભીની થઇ જતાં તે  હવે બાલ્કનીમાં ઊભેલી લાવણ્યા તરફ ઉતાવળાં પગલે નાના બાળકની જેમ દોડી ગયો.

 “સિદ......! સિદ....!” લાવણ્યા હજીતો એક ડગલું આગળજ વધી હતી ત્યાંજ સિદ્ધાર્થ તેણી સુધી પહોંચી ગયો અને લાવણ્યા કઈં સમજે એ પહેલાંજ જોરથી તેણીને વળગી પડ્યો.

“લાવણ્યા....તું....! તું.....! સાચે.....!” સિદ્ધાર્થે કચકચાવીને લાવણ્યાને જકડી ઊંચકી લીધી.

“તું....તું..! ખરેખર....! લાવણ્યા મને તો...મને તો....! વિશ્વાસ નથી થતો....!” સિદ્ધાર્થે લાવણ્યાનું મોઢું તેનાં બંને હાથમાં પકડી લીધું અને ભીની આંખે બોલ્યો.

“સ....સિદ....જ...જાન....! હું....હું....!”

“લાવણ્યા....! પણ....તું...! તું...! મારાં બેડરૂમમાં કઈ રીતે આવી....!?” સિદ્ધાર્થ હજીપણ આઘાતમાં હોય એજરીતે બોલ્યો.

“બ....બાલ્કનીમાંથી....! ન....ન....નીચે મંડપ બાંધવાની સીડી પડીતી...! એનાથી...!” લાવણ્યા જાણે તદ્દન સ્વાભાવિક સ્વરમાં બોલી ગઈ.

“what….!?”સિદ્ધાર્થ ચોંકી પડ્યો અને બાલ્કનીની નીચે જોવાં લાગ્યો.

મંડપ બાંધવા ડેકોરેશનવાળા માણસોએ લોખંડની જે સીડી વાપરી હતી તે સીડી લાવણ્યાએ બાલ્કની નીચે ઉભી કરેલી હતી.

“લવ....!? શું તું પણ....!? આવો રિસ્ક લેવાય....!?” નીચે ઊભી કરેલી સીડી તરફ જોઈ સિદ્ધાર્થે ફરીવાર લાવણ્યા સામે જોઈ છણકો કરીને કહ્યું “તને કઈંક થઈ ગ્યું હોત તો...!? તું....તું...... પડી ગઈ હોતોતો....!?”  

“એ બધી વાત છ...છોડને ....! તું....તું...ઠીક છેને....!?” લાવણ્યા વ્હાલથી સિદ્ધાર્થનાં ગાલ ઉપર હાથ મૂકીને બોલી.

“ઓહ લવ....!” સિદ્ધાર્થ ભીની આંખે લાવણ્યા સામે જોઈ રહ્યો.

લાવણ્યા પણ હવે રડી પડી.

“મ્મ....મેં.....! ત….તને .....! તને...! પ્રોમિસ કરી’તીને....!”” ડૂસકાં ભરી રહેલી લાવણ્યા માંડ-માંડ બોલી રહી હતી “ત...તને મ્મ....મારી જરૂર પડે તો....તો....! હું.....! હું....! આઈશ....!”

“બ.....બહુ મિસ કરી ત...તને....!” સિદ્ધાર્થ ફરીવાર લાવણ્યાને જોરથી વળગી પડ્યો અને તેણીના ખભે માથું મૂકી ભાંગી પડ્યો “સ...સાચેજ તારી જરૂર હતી....!”

“પ... પણ....! તું....તું.....! રોવે છે શું કામ....!?” લાવણ્યાએ સિદ્ધાર્થનો ચેહરો વ્હાલથી પકડી લીધો “હું...હું...છુંતો ખરી....! અહિયાં...! ત...તારી જોડેજ છું...! આમ....આમ જોતો...ખરો....! એય...!”

            સિદ્ધાર્થ પોતાનો ચેહરો આમતેમ ફેરવી લાવણ્યાથી નજર ચૂરાવવાં લાગ્યો.

            “સિદ....! બેબી....! ક....કેમ આમ કરે  છે...!? મારી સામેતો જો...!”       

            “ન....નઈ....! મને બસ......તને... આમજ વ.....વળગી રહેવું છે....!” સિદ્ધાર્થ ફરીવાર લાવણ્યાનાં ખભે માથું ઢાળી વળગી પડ્યો અને તેણીને જકડી લીધી. તેણે ફરીવાર લાવણ્યાને સહેજ ઊંચકી લીધી.

            “ઓહ......! બેબી....!” રડતાં-રડતાં લાવણ્યા સિદ્ધાર્થની પીઠ ઉપર હાથ ફેરવી રહી.

            થોડીવાર સુધી બંને કઈંપણ બોલ્યાં વગર એમજ એકબીજાંને વળગી રહ્યાં.

            “સિદ.....!” લાવણ્યાએ સિદ્ધાર્થને આલિંગનમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કર્યો.

            “અમ્મ.....! હજુ આમજ રે’વું છે મારે....!” સિદ્ધાર્થ તોપણ લાવણ્યાને વળગી જ રહ્યો.

            અત્યાર સુધીની દોડધામથી જેટલો સ્ટ્રેસ ભેગો થયો થયો હતો એ બધો જ લાવણ્યાને વળગીને ઉતરી રહ્યો હોવાનું તેને લાગ્યું.

            ઊંડા-ઊંડા શ્વાસ ભરતાં-ભરતાં ધીરે-ધીરે તેણે લાવણ્યાની ફરતે પોતાનું આલિંગન વધુ સખત કર્યું.

            “સ...સિદ....!” લાવણ્યાએ સિદ્ધાર્થને વળગી રહીને તેની સામે જોઈને પૂછ્યું “મ....મ....મેરેજ થઈ ગ્યાં....!?”

            “હાં....! અ....! જસ્ટ હમણાંજ બધું પત્યું...!” સિદ્ધાર્થ થાક્યો હોય એમ માથું ધૂણાવીને બોલ્યો “કંટાળી જવાયું હોં યાર...!”  

            લાવણ્યાનાં પેટમાં ફાળ પડી હોય એમ તેણીની આંખમાંથી આંસુની ધાર વહીને નીચે પડી. તેનું આખું શરીર ધ્રૂજવા લાગ્યું. સિદ્ધાર્થે તે ધ્રુજારી અનુભવી.

            “મેં ત....તને ના પાડી’તીને......!” ધ્રૂજતાં-ધ્રૂજતાં લાવણ્યાએ સિદ્ધાર્થનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂક્યો “મેં....! ક...કીધું’તુંને .......! ત...તને છેતરીને બોલાવશે.....!”

            “આમાં છેતરવાંની વાત ક્યાં આઈ….!?” લાવણ્યાની વાત સમજ્યા વિના સિદ્ધાર્થ તદ્દન સ્વાભાવિક સ્વરમાં બોલ્યો “મને ખબર જ હતી.....!”

            લાવણ્યા હવે હતપ્રભ થઈ ગઈ અને સિદ્ધાર્થ સામે ચોંકીને જોઈ રહી.  

            “ત....તને ખ....ખબર હતી....!? તો...તો...મ....મને કીધું કેમ નઈ.....!?” લાવણ્યા હવે પરાણે બોલી રહી હતી.

            “પણ....! મારી કાકાની છોકરીનાં મેરેજ વિષે હું તને શું લેવાં કઉ....!?” સિદ્ધાર્થ મૂંઝાઈને બોલ્યો.

            “what….!? કાકાની છોકરી...!?” હવે લાવણ્યા મૂંઝાઈ “એટ્લે...!?”

            “એટ્લે મારી સિસ્ટર....!” સિદ્ધાર્થ સાવ નાનાં બાળકની જેમ બોલ્યો.

            “અરે એમ નઈ કે’તી....!” રડું-રડું થઈ ગયેલી લાવણ્યા સહેજ ચિડાઈ અને પછી પ્રેમથી પુછ્વાં લાગી “ત...તારાં મેરેજ.....! તારાં મેરેજ થ....થઈ ગ્યાં....!? બોલ....!?”

            “મારાં મેરેજ શું લેવાં....!?”  હવે સિદ્ધાર્થ મૂંઝાયો “મેં તને બધું કીધું’તું તો ખરાં....!”

            “તો....તો.....તારાં ઘરે મંડપ....!?” લાવણ્યા પાછળ હાથ બતાવતી હોય એમ બોલી.

            “તો અમે અંકલને બધાં જોઇન્ટ ફેમિલીમાં રઈએછે....! સિસ્ટરનાં મેરેજ હોયતો મંડપ અમારાં ઘરેજ હોયને....!” સિદ્ધાર્થ બોલ્યો “અમારાં ઘરની આગળ જગ્યા વધારે છે....! એટલે...!”

            “તો નઈ થ્યા.....! તારાં મેરેજ નઈ થ્યાને.....!?” લાવણ્યા ખુશ થઈને તેનાં ગાલ લૂંછવાં લાગી.

            “તને મારાં ઉપર ટ્રસ્ટ નઈ....!?” સિદ્ધાર્થ ઢીલું મોઢું કરીને બોલ્યો “કે એવું કઈં હોત તો હું તને કીધાં વગર આવતો રે’ત....!”

            “એવ....એવું નઈ સિદ...! બેબી.....! મારી વાતતો સાંભળ....!” લાવણ્યા હવે છોભીલી પડી હોય એમ સિદ્ધાર્થનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂકીને બોલી “ફ...ફોન ઉપર....! તારાં મ્મ....મમ્મીએ ફેરાંનું કીધુંતો....તો....! હું ડરી ગઈતી.....!”  

            સિદ્ધાર્થ નારાજ હોય એમ તેણે તેનાં બેડરૂમ તરફ મોઢું ફેરવી લીધું.

            “હું....હું...સાચે કવ છું સિદ....! હું બવ ડરી ગઈતી....! પ....પછી....! અહિયાં આઈને પણ....! તને બાલ્કનીમાં આવો તૈયાર થયેલો જોયો....! નેહાને પણ જોઈ....! સ....સ....સરસ લાગતી’તી એ....! તો....તો....!” લાવણ્યા ફરી રડી પડી. 

            “મારી સામેતો જો....! પ્લીઝ....!” લાવણ્યાએ સિદ્ધાર્થનાં ગાલે હાથ મૂકીને તેનું મોઢું પોતાની બાજું ફેરવ્યું.

સિદ્ધાર્થની આંખો ભીંજાયેલી હતી. 

            “હું....હું....સાચે બવ ડ...ડરી ગઈતી....! જાન....!” લાવણ્યાએ ભીની આંખે કહ્યું “ત...તારો ફ....ફોન પણ ન’તો લાગતો....! તે...તે.... પ્રોમિસ કરી’તી....કે....તુ...તું...મને ફોન પણ કરીશ અને મ્મ....મારાં ફોન અને મેસેજનો જ...જવાબ પણ આપીશ.....! તો...તોપણ...!”

            “હું શું કરું લવ....!?” સિદ્ધાર્થ ભીની આંખે પરેશાન સ્વરમાં બોલ્યો અને બાલ્કનીની પાળી ઉપર બેસી ગયો.  લાવણ્યા તરફ જોઈ સિદ્ધાર્થ એવાંજ ઢીલાં મોઢે બોલ્યો-

            “ હું...હું....! ફસાઈ ગ્યો તો....! પે’લ્લાં નોરતે ગરબાં રેકોર્ડ કર્યા’તાને....! તો મોબાઇલની બેટરી ડેડ થઈ ગઈતી....! પછી બરોડાં પાછાં આવતી વખતે મોબાઇલ રસ્તામાં ક્યાં પડી ગ્યો ખબરજ ના પડી....!” સહેજ અટકીને સિદ્ધાર્થ આગળ બોલ્યો “ સવારે વે’લ્લાં પાંચ વાગ્યે હું ઘેર પો’ચ્યો.....! આઈને તરતજ ડ્રૉઇંગરૂમનાં સોફામાં સૂઈ ગ્યો….! બીજા દિવસે સવારે મોબાઇલ બહુ ગોત્યો...! પણ મળ્યો નઈ....! મને એમ કે મેરેજમાં બધાં ભાણાં-ભાણિ આયાંછે તો એમાંથી કોઇકે ગેમ-બેમ રમવાં લીધો હશે....! અને એ દિવસે સવારે વે’લ્લાં જમીનનાં દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરવાં રજિસ્ટ્રાર ઓફિસમાં ટોકન લેવાં જવાનું હતું....! એટ્લે પછી મોબાઇલ ગોતવાંનું પડતું મૂકી ત્યાં ભાગ્યો....! આખો દિવસની દોડધામ પછી છેક રાત્રે કામ પત્યું....! ફરી રાત્રે મોબાઇલ ગોત્યો...! બધાંને પૂછ્યું તો કોઈને ખબર નો’તી.....!

“પછી ફાઇનલી ખબર પડી કે મોબાઇલ પડી ગ્યો….! રાત્રે લેટ થઈ ગ્યું’તું.....! તો મને નવો મોબાઇલ લેવાં જવાનો ટાઈમ નાં મળ્યો.....! પછીનાં દિવસે એટ્લે ગઈ કાલે મંડપ મૂરત, ગ્રહશાંતિ વગેરે હતું, જમીનનું કામય થોડું બાકી હતું...! એટ્લે પપ્પાંએ મોબાઇલ લેવામાં વગેરેમાં ટાઈમ વેસ્ટ કરવાની નાં પાડી...! મમ્મીનો ફોન યુઝ કરી લેવાં કીધું.....! જમીનનું કામ પતાવ્યું પછી બપોરે ખબર પડી કે મારી સિસ્ટરનાં મેરેજનાં સોનાનાં દાગીના જે સોની બનાવીને લાવાંના હતાં એમનાં વાઈફની ડેથ થઈ ગઈ....! એક બાજું ઘરમાં પ્રસંગ .....! એટ્લે સૂતક નાં લાગે એટ્લે તાત્કાલિક સોનાનાં બધાં દાગીનાં બીજેથી બનાવાં દોડધામ કરવી પડી.....! દાગીનાં લેવા માટે અમે લોકો તાબડતોબ અમદાવાદ આયાં.....! માણેકચોક......! પાછાં આવતાં રાત્રે ઘણું લેટ થઈ ગયું.....! અને આજે સવારે મામેરું હતું.....! ને એ પછી જાન આ’વાની હતી...! તોય હું બપોરે મામેરું અને જમણવાર પત્યાં પછી જેમ-તેમ કરીને નવો ફોન અને નવું સિમ લઈ આવ્યો, આખો દિવસ રાહ જોઈ ....! નવું સિમ એક્ટિવ થાય એની....! છેક હમણાં તને ફોન નો’તો કર્યો.... ત્યારે જ સિમ ચાલુ થયું’તું ....! પણ મારાં ભાણાંને મારાં નવાં ફોનમાં ગેમ રમવાની મજા પડી ગઈ... એણે બધી બેટરી ઉતારીને ફોન પાછો આપ્યો....! તો પણ તને જેમતેમ કરીને ફોન કર્યો પણ મારી સિસ્ટરનાં ફેરાંનો ટાઈમ થઈ ગ્યો’તો....! એટ્લે મમ્મી બોલાવાં આઈ..! બેટરી ડેડ થઈ ગઈ એટ્લે મારો ફોન પણ બંધ થઈ ગ્યો....! મેરેજ પત્યાં એ પછી હજી હું જસ્ટ આવીને ફોન ચર્જિંગમાં મૂકતો’તો ત્યાંજ નેહા આઈ....! અને એની બબાલ અલગથી....! શું કરતો હું....? લવ....! હું ....! હું...! કંટાળી ગ્યો’તો....! તરસી ગ્યો’તો તારો અવાજ સાંભળવા, તારી જોડે વાત કરવાં....!” 

સિદ્ધાર્થ એકી શ્વાસે બધું બોલી ગયો.    

“ઓહ બેબી....!” લાવણ્યા રડી પડી અને બાલ્કનીની પાળી ઉપર બેઠેલાં સિદ્ધાર્થનું માથું વ્હાલથી પકડીને તેણીની છાતીમાં દબાવી દીધું અને તેની પીઠ ઉપર હાથ ફેરવવાં લાગી “શાંત થઈજા.....! શાંત થઈજા.....!”

“હું તરસી ગ્યો’તો.....! તને વળગી પડવાં....!” સિદ્ધાર્થ ગળગળા સ્વરમાં બોલ્યો.

“ક....કોઈ વાંધો નઈ...! તું...તું સ્ટ્રેસનાં લઇશ હમ્મ....!”

“સ...સોરી લવ.....! સોરી.....!” સિદ્ધાર્થે હવે ધીરે-ધીરે લાવણ્યાની ફરતે તેની પકડ વધુ કસી.

તેનાં ઊંડા શ્વાસ હવે લાવણ્યાનાં ઉરજો ઉપર અથડાવાં લાગ્યાં. લાવણ્યા પણ બધુ ભૂલીને તેનાં એ આલિંગનને માણી રહી. કેટલીક ક્ષણો એમજ વીતી.

            “ટ્રીન......ટ્રીન......ટ્રીન...!”

ત્યાંજ લાવણ્યાનાં ફોનની રિંગ વાગી.

            સિદ્ધાર્થને આલિંગનમાંથી મુક્ત કરી લાવણ્યાએ તરતજ તેનાં ડ્રેસનાં પોકેટમાંથી તેનો ફોન કાઢ્યો.

            “અંકિતાનો ફોન છે....!” કહેતાંજ લાવણ્યાએ કૉલ  રિસીવ કરી સ્પીકર ઓન કર્યું.

            “હમ્મ.....! પોપકોર્ન-બોપકોર્ન મોકલાવો હવે....! બાલ્કનીમાં મસ્ત રોમેન્ટીક મૂવી ચાલે છે....!” લાવણ્યાએ ફોન ઉપાડતાંજ અંકિતા મજાકીયાં સ્વરમાં બોલી.

            “અંકલી શું તું પણ....!” લાવણ્યાથી પરાણે હસાઈ ગયું.

            “અંકિતા પણ આઈ છે...!?” સિદ્ધાર્થે હવે બાલ્કનીની પાળી ઉપરથી ઊભાં થઈ નવાઈ પામીને પૂછ્યું.

            “હાં....! આ બાજુ જો ગાર્ડનનાં ગેટ પાસે....!” અંકિતા બોલી અને સિદ્ધાર્થ એ બાજુ ડાફોળીયાં મારતો હોય એમ જોવાં લાગ્યો.

            “ઓહો....!”  ગાર્ડનનાં ગેટ આગળ અંકિતાને જોઈ સિદ્ધાર્થ આંખો મોટી કરીને બોલ્યો.

            “ઓહો વાળાં...! મને બીક લાગે છે હવે....!” અંકિતા ફરી મજાકીયાં સ્વરમાં બોલી “જલ્દી પતાવો....! મોડું પણ થાય છે....!” 

            “તમે લોકો બરોડાં આ’યા કેવીરીતે....!?” સિદ્ધાર્થે પહેલાં ફોનનાં સ્પીકર બાજુ પછી લાવણ્યા સામે જોઈને પૂછ્યું.

            “હેલિકોપ્ટર લઈને....! બગીચાંમાં જ પાર્ક કર્યુંછે...!” અંકિતા વ્યંગ કરતાં બોલી “શું સિદ તું પણ....!? ટ્રેનમાં આયાં યાર અમે...!”

            “જબરાં એડવેન્ચર કરો છો તમે લોકો યાર....!” સિદ્ધાર્થ હવે મજાક કરતાં બોલ્યો.

            “સિદ્ધાર્થ...! પ્લીઝ યાર હવે જલ્દી કરશો.....!” અંકિતા ઉતાવળાં સ્વરમાં બોલી.

            “હાં....! હાં...! સારું...! અમે બસ આઈએ જ છે....!” એટલું કહીને સિદ્ધાર્થે લાવણ્યાનાં ફોનની સ્ક્રીન ટચ કરીને ફોન કટ કર્યો.

            “લવ...ચલ જલ્દી....!”  એટલું કહીને સિદ્ધાર્થે લાવણ્યાનો હાથ પકડ્યો અને બાલ્કનીમાંથી અંદર પોતાનાં બેડરૂમ તરફ જવાં લાગ્યો.

            “આમ ક...ક્યાં જ...જાય છે....!?” લાવણ્યા તેણીનો હાથ ખેંચતાં ઊભી રહી.

            “અરે કેમ....! નીચે જવાં અઈથી જ જવું પડશેને....!?”

            “પ...પણ....! ન....નીચે બ...બધાં બેઠાં છે....!” લાવણ્યા ધ્રુજી ગઈ “ટ...ટ્રસ્ટી સાહેબ છે...! ન...નેહા પણ હશેને....! નઈ...નઈ....! ત્યાંથી નઈ.....! હું....હું....બાલ્કનીમાંથી આઈ જઉં છું....!”

            લાવણ્યા તેનો હાથ છોડાવી બાલ્કની તરફ જવાં લાગી. 

            “અરે તું પાગલ થઈ ગઈ છે....!” સિદ્ધાર્થે લાવણ્યાનો હાથ પકડીને ફરીવાર ખેંચી “તું પડી ગઈતો.....!? નાં...નાં...તું મારી જોડેજ આઈશ બસ...!”

            “પ...પણ....સિદ....!”

            “ડોન્ટ વરી લવ....!” એકસીડન્ટ વખતે હોસ્પિટલમાં સુરેશસિંઘે જે રીતે લાવણ્યાની ઈન્સલ્ટ કરી હતી એ યાદ કરી સિદ્ધાર્થ લાવણ્યાનાં ગાલે હાથ મૂકીને વિશ્વાસભર્યા પ્રેમાળ સ્વરમાં બોલ્યો “આ વખતે તારી ઈન્સલ્ટ નઈ થવાં દઉં....! આઈ પ્રોમિસ....!”

            ભીની આંખે લાવણ્યા સિદ્ધાર્થ સામે જોઈ રહી.  

            “પ...પણ સિદ....! પ...પછી બધાં ત...તને બોલશે....! ન નેહા ...! એ...તને બધાંની વચ્ચે ટ...ટોર્ચર કરશે....! નઈ...નઈ....! નઈ આવું મારે...!” લાવણ્યા દયામણા સ્વરમાં બોલી અને માથું ધુણાવવાં લાગી.

            “તને કાયમ મારી જ ચિંતા હોય છે નઈ....!?” સિદ્ધાર્થ ભાવુક સ્વરમાં બોલ્યો.

            “પ્લીઝ....સિદ....! પ્લીઝ...! ખોટો પ્રસંગ ખરાબ થશે....! રે’વાદેને....!”

            “અરે હાં....! યાદ આયું....!” લાવણ્યા માટે લીધેલી ચણીયાચોલી યાદ આવતાં સિદ્ધાર્થ તેનાં વૉર્ડરોબ તરફ ઉતાવળાં પગલે ગયો.

            “શું થયું....!?” લાવણ્યા નવાઈ પામીને એક-બે ડગલાં આગળ વધી પછી બેડ પાસેજ ઊભી રહી ગઈ.

            સિદ્ધાર્થ હવે તેનાં વૉર્ડરોબનો દરવાજો ખોલી અંદર સંતાડીને મુકેલું ચણીયાચોલીનું ગીફ્ટ બોક્સ શોધવાં લાગ્યો.

            “તારી આંખો બંધ કરને લવ.....!” એક નજર સિદ્ધાર્થે પાછાં ફરી લાવણ્યા તરફ જોઈને કહ્યું “તારાં માટે સરપ્રાઈઝ છે....!”

            લાવણ્યાએ હળવું સ્મિત કર્યું અને આંખો બંધ કરી દીધી. વૉર્ડરોબમાંથી ગીફ્ટ બોક્સ લઈને સિદ્ધાર્થ હવે લાવણ્યા પાસે આવ્યો લાવણ્યા સામે ધરીને ઉભો રહ્યો.

            “હમ્મ....! હવે આંખો ખોલ.....!”

            લાવણ્યાએ આંખો ખોલી.

            “અરે....! મ્મ...મારાં માટે.....!” ખૂશ થઈને લાવણ્યા આંખો મોટી કરીને બોલી.

            “શું છે આમાં....!?” બેડ ઉપર બોક્સ મૂકી તેનું પેકિંગ ખોલતાં-ખોલતાં લાવણ્યાએ પૂછ્યું.

            “તું જ જોઈલે....!” સિદ્ધાર્થ મલકાઈને બોલ્યો.

            લાવણ્યાએ ઝડપથી બોક્સનું રેપર ખોલી નાંખ્યું અને બોક્સ ખોલીને અંદર જોયું.

            “wow……!” સરસ મઝાની ચણિયાચોલી જોઇને લાવણ્યાની આંખ ભિજાઈ ગઈ.

            “કેટલી પ્રિટી છે ….!” લાવણ્યા ભીની આંખે બોક્સમાં રહેલી ચણિયાચોલી ઉપર હળવેથી હાથ ફેરવીને બોલી.

            “તને ગમી....!?” સિદ્ધાર્થે પૂછ્યું “મેરેજની ખરીદી માટે બધાં લેડિઝ જોડે ગ્યો ‘તો... એ વખતે મેં તારાં માટે લઈ લીધી’તી...!”

            “બવ મસ્ત છે....!” લાવણ્યા ઊભી થઈને સિદ્ધાર્થને વળગી પડી. તે ફરીવાર ધિમાં ડૂસકે રડવાં લાગી. સિદ્ધાર્થે ફરીવાર તેણીને આલિંગનમાં જકડી લીધી.

            કેટલીક ક્ષણો સુધી બંને એમ જ વળગી રહ્યાં.

            “તું....! જલ્દી...! બાથરૂમમાં જઈને ચણિયાચોલી પે’રીલે....!” સિદ્ધાર્થે બેડ ઉપર પડેલાં બોક્સમાંથી ચણિયાચોલી લઈને લાવણ્યાનાં હાથમાં મૂકતાં કહ્યું.

            “પણ....! પણ....! બાથરૂમમાં તો ચણિયો પલળી જશે....!” લાવણ્યા દલીલ કરતાં બોલી.

            “હાં....! અ....!”

            “એક કામ કરું....! હું અહિયાંજ બદલી લઉંતો...!?” લાવણ્યા આંખો નચાવીને બોલી “તારી સામે....!? હમ્મ..હમ્મ...!”

            “તને અત્યારે મજાક સૂઝે છે નઈ....!?” સિદ્ધાર્થ પરાણે પોતાનું મલકાવાનું રોકી રાખીને બોલ્યો,

            “અરે સાચે કવ છું.....!” લાવણ્યાએ તેનાં હાથ સિદ્ધાર્થ ફરતે વીંટાળીને તેનાં હોંઠ દબાવીને કહ્યું “મને કોઈ પ્રોબ્લેમ નથી....! તું જોવેતો....!”

            “તું....! અ....!” સિદ્ધાર્થ સ્પીચલેસ થઈ ગયો અને શરમાઈને આડું જોઈ મનમાં બબડ્યો “જબરી છોકરી છે  આ તો...!”

            “ઓયે હોયે....! કેવું બ્લશ કરે છે તું તો....!” લાવણ્યાએ હવે સિદ્ધાર્થનાં ગાલ ખેંચવાં માંડયાં.

            “અરે....! બસ....!” સિદ્ધાર્થે તેનાં ગાલ છોડાવ્યાં અને બાલ્કની તરફ જવાં લાગ્યો “તું જલ્દી અહિયાં કપડાં બદલ....! હું બાલ્કનીનો દરવાજો બંધ કરીને બાલ્કનીમાં ઊભો રહું છું...!હમ્મ...!”

            “ઉફ્ફ....! તું સાવ ડોબો છે...!” લાવણ્યાએ તેનું મોઢું મચકોડયું.

            સિદ્ધાર્થ સ્મિત કરતો માથું ધૂણાવતો- ધૂણાવતો બાલ્કનીમાં જતો રહ્યો.

બાલ્કનીમાં જઈને તેણે દરવાજો બહારથી બંધ કરી દીધો.

            લાવણ્યા તેને દરવાજો બંધ કરતાં જોઈ રહી અને સ્મિત કરી રહી. કેટલીક ક્ષણો હાથમાં પકડેલી ચણિયાચોલી જોઈ રહ્યાં બાદ તે હવે કપડાં બદલવાં લાગી.

                “મને કોઈ પ્રોબ્લેમ નથી....! તું જોવેતો....!”

            બાલ્કનીમાં ઉભાં-ઉભાં સિદ્ધાર્થ વિચારી મલકાઈ રહ્યો હતો.

            “જબરી છોકરી છે ...! સહેજ પણ ડરતી નથી...!” લાવણ્યા વિષે વિચારતા-વિચારતાં સિદ્ધાર્થ સામે ગાર્ડન આગળ ઉભેલી અંકિતા સામે જોઈ રહ્યો.

            તેણીના મોબાઈલની લાઈટ ચાલું હતી. મોબાઈલની લાઈટના પ્રકાશમાં તેણીનો ચેહરો દેખાઈ રહ્યો હતો.  

            "ઠક...ઠક.....!” થોડીવાર પછી બાલ્કનીના દરવાજે ટકોરાં મારી લાવણ્યાએ કહ્યું “હું તૈયાર થઈ ગઈ....!”

            “ઓહ માય.....!” દરવાજો ખોલતાં જ સિદ્ધાર્થ ચણીયા ચોલીમાં સજેલી-ધજેલી લાવણ્યાને ઉપરથી નીચે જોઈને બોલ્યો.

            “કેવી લાગું....!?” સિદ્ધાર્થનાં ચેહરાં ઉપર સ્માઇલ જોઈને લાવણ્યા ખુશ થઈ ગઈ અને સહેજ પાછાં ખસી ગોળ-ગોળ ફરીને ચણિયાચોલી બતાવવાં લાગી.

            “એકદમ તારાં નામ જેવી....!” સિદ્ધાર્થ એવીજ સ્માઇલ કરતાં બોલ્યો “લાવણ્યમય....! સુંદર....!”

            ચણિયાચોલીમાં  દેખાતી લાવણ્યાની ગોરી-ગોરી ઘાટીલી કમર ઉપર સ્પર્શ કરવાનું સિદ્ધાર્થને મન થઈ આવ્યું. પહેલાં નોરતે ગરબા ગાતી લાવણ્યાની કમરે જેવુ કામણ સિદ્ધાર્થના મન ઉપર એ વખતે પાથર્યું હતું, એવુંજ કામણ અત્યારે પણ લાવણ્યાની કમર જોઈને સિદ્ધાર્થે અનુભવ્યું.  

            “અને થોડી દેસી પણ....! નઈ....!?” લાવણ્યા બોલી અને સિદ્ધાર્થનાં ગળાં ફરતે તેનાં હાથ વીંટાળી દીધાં.

            “અમ્મ...! દેસીથી યાદ આયું....!” એટલું બોલીને સિદ્ધાર્થ ડ્રેસિંગ ટેબલનાં ડ્રૉઅરમાં પાછો કઈંક ખોળવાં લાગ્યો.

            “શું શોધે છે...!?” લાવણ્યાએ પૂછ્યું.

            “એક જ મિનિટ હોં.....!”  

            “હાં....! મલી ગઈ...!” સિદ્ધાર્થ બોલ્યો અને પાછો લાવણ્યા બાજુ ફર્યો.

            “બ્લેક પેન...!?” લાવણ્યાએ સિદ્ધાર્થનાં હાથમાં બ્લેક પેન જોઈ નવાઈ પામી પૂછ્યું.

            “તે દેસી કીધુંને....! તો હવેજો....!” સિદ્ધાર્થ બોલ્યો અને પેનનું ઢાંકણું ખોલી લાવણ્યાની દાઢી પકડીને પેન વડે કઈંક દોરવાં લાગ્યો.

            લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર સિદ્ધાર્થની આંખોમાં આવી ગયેલાં એ મુગ્ધતાંનાં ભાવોને જોઈ રહી.

            “હાં....! બસ...! હવે જો....!” સિદ્ધાર્થે લાવણ્યાને તેનાં ખભેથી પકડીને મિરર તરફ ફેરવી “પ્યોર દેસી ગર્લ....! નઈ....!?”

            લાવણ્યા સ્મિત કરીને પોતાને મિરરમાં જોઈ રહી. સિદ્ધાર્થે બ્લેકપેન વડે તેણીની દાઢીનાં ભાગે ત્રણ ટપકાં બનાવી દીધાં હતાં. જેનાં લીધે લાવણ્યાનો લૂક “ગામડાંની ગોરી” જેવો લાગતો હતો.

            “જાણે ગામડાંમાં પનઘટ ઉપર માથે બેડું લઈને પાણી ભરવાં જતી કોઈ “ગોરી” હોયને એવી લાગેછે.....!” સિદ્ધાર્થ એવીજ સ્માઇલ કરતાં-કરતાં બોલ્યો.

            “આ રીતે બેડું લઈનેને....!?” લાવણ્યાએ હવે માથે બેડું મૂક્યાંની એક્શન કરીને મિરર પાસેથી ચાલતી-ચાલતી બેડ બાજુ ગઈ “આજ રીતે ચાલે બેડાંવાળી ગોરી નઈ....!?”

            સિદ્ધાર્થે ફરીવાર સ્માઇલ કરી.

            “ચાલ જલ્દી .....!” લાવણ્યાની જોડેથી હવે તે બેડરૂમનાં દરવાજા તરફ જવાં લાગ્યો.

            “સિદ.....!” લાવણ્યાએ સિદ્ધાર્થનો હાથ પકડીને પોતાની તરફ એક ઝટકાંથી ખેંચ્યો.

            “અરે....! શું થયું...!?”

            કઈંપણ બોલ્યાં વગર લાવણ્યા સિદ્ધાર્થ સામે ભીની આંખે જોઈ રહી અને તેણીનાં બંને હાથ સિદ્ધાર્થનાં હાથમાં ભેરવી દીધાં.

            “શું થયું લવ.....!?” સિદ્ધાર્થે લાવણ્યા સામે જોઈ રહેતાં પ્રેમથી પૂછ્યું.

            “બસ અત્યારનો આ ટાઈમ મન ભરીને જીવી લેવોછે.....!” સાફો પહેરેલાં સિદ્ધાર્થ સામે લાવણ્યા એજરીતે જોઈ રહીને મનમાં બબડી.

            “લવ......! શું વાત છે...! બોલને....!?” સિદ્ધાર્થે ફરી પૂછ્યું.

            “આ મારી લાઈફની સૌથી બેસ્ટ ગિફ્ટ છે.....!” લાવણ્યા ધિમાં માદક સ્વરમાં બોલી.

            “તારી ગિફ્ટ કરતાં તો સસ્તી છે....!” સિદ્ધાર્થ બોલ્યો.

            “મને તો તારી ફીલિંગ્સથી મતલબ છે....!” લાવણ્યા સિદ્ધાર્થનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂકીને બોલી “ગિફ્ટ સસ્તી હોય કે મોંઘી....! એનાથી શું ફર્ક પડે....!?”

            “લવ....! અ....!”

            “ટ્રીન....ટ્રીન....ટ્રીન....!” ત્યાંજ લાવણ્યાનો ફોન ફરીવાર રણકી ઉઠ્યો.

            “અંકિતા.....!” લાવણ્યાનો ફોન સિદ્ધાર્થ જોડે હતો. તેણે ફોનની સ્ક્રીનમાં જોઈને કહ્યું “ચલ....! ચલ....! જલદી.....! લેટ થઈ ગ્યું....!”

            સિદ્ધાર્થ હવે લાવણ્યાનો હાથ પકડીને ઝડપથી બેડરૂમનાં દરવાજા તરફ ચાલવાં લાગ્યો. જતાં-જતાં તેણે બેડની જોડેનાં ડ્રૉઅર ઉપર પડેલી કારની ચાવી ઉઠાવી લીધી.

             બેડરૂમનો દરવાજો ખોલીને સિદ્ધાર્થ લાવણ્યાને લઈ નીચે ઉતરવાની સીડીનાં પ્લેટફૉર્મ ઉપર ઊભો રહ્યો. સીડીઓ સીધી ડ્રૉઇંગરૂમમાં ઊતરતી હતી.

            લાવણ્યા ઊભી-ઊભી સિદ્ધાર્થનાં ઘરનાં વિશાળ અને ભવ્ય ડ્રૉઇંગરૂમને જોઈ રહી. ડ્રૉઇંગરૂમની છતમાં વચ્ચે વિશાળ કાંચનું ઝૂમ્મર લગાડેલું હતું. ડ્રૉઇંગરૂમમાં નીચે વચ્ચે મરૂનકલરનાં મોંઘાં સોફાં ગોઠવલાં હતાં. સોફાંની વચ્ચે કાંચનું કોફીટેબલ હતું. આખાય ડ્રૉઇંગરૂમમાં લાલ કલરની ગોલ્ડન એમ્બ્રોઈડરીની ફ્રી-હેન્ડ ડિઝાઈનવાળી કાર્પેટ બિછાવેલી હતી. આખોય ડ્રૉઇંગરૂમ કોઈ મહેલનાં હૉલની જેમ ભવ્ય રાચરચીલાંથી સજાવેલો હતો.

            ડ્રૉઇંગરૂમ આખો ખાલીજ હતો. મેરેજમાં આવેલું કોઈ મહેમાન નહોતું દેખાતું.

            “અનિરુદ્ધ તો સૂતો છે....!” સિદ્ધાર્થની નજર સોફા ઉપર પડી.

            સોફામાં રમી-રમીને થાકેલો અનિરુદ્ધ પગ લાબડાવીને સૂઈ રહ્યો હતો. ડ્રૉઇંગરૂમમાં નજર ફેરવીને આજુબાજુ ક્યાંય નીતાકાકી કે બીજું કોઈ છે કે નઈ એ સિદ્ધાર્થ જોવા લાગ્યો. 

            “એક કામ કર...!” સિદ્ધાર્થે હવે લાવણ્યા તરફ પાછાં ફરી તેણીનાં ખભે રહેલી ઓઢણી પકડી લાવણ્યાનાં માથે ઢાંકી દીધી.

            “આ પકડ....!” ઓઢણીનો એક છેડો તેણે લાવણ્યાનાં હાથમાં પકડાવ્યો “આ દાંતમાં ભરાય....!”

            લાવણ્યા ભાવુક નજરે સિદ્ધાર્થને જોઈ રહી.

            બીજો છેડો સિદ્ધાર્થે લાવણ્યાને તેણીનાં દાંતમાં ભરાવાં કહ્યો.

            “તું તો મને આજે પૂરેપુરી દેસી ગોરી બનાવીને જ રઈશ.... નઈ....!?” લાવણ્યાએ સ્મિત કર્યું અને બીજો છેડો તેનાં દાંતમાં ભરાવ્યો.

            “હવે મને લગભગ કોઈ નઈ ઓળખે....!” દાંતમાં ઓઢણીનો છેડો દબાવી રાખીને લાવણ્યા બોલી.

            સિદ્ધાર્થ હસ્યો અને ફરી લાવણ્યાનો હાથ પકડીને ઝડપથી સીડીઓ ઉતરવાં લાગ્યો.

            સીડીઓ ઉતરી ડ્રૉઇંગરૂમમાંથી બહાર જતાં-જતાં સિદ્ધાર્થના ધબકારા વધી ગયાં. ઝડપથી ચાલી તેઓ સીધાં બહાર આવી ગયાં. જાણે કોઈ મહેલમાં હોયછે એજ રીતે મુખ્ય દરવાજાની પૉર્ચથી લઈને છેક લોખંડનાં મેઈન ગેટ સુધી લાલ કલરની જાજમ બિછાવેલી હતી.  જાજમ ઉપર સિદ્ધાર્થ હવે લાવણ્યાનો હાથ પકડીને ઉતાવળાં પગલે ચાલવાં લાગ્યો.  

લાવણ્યા તેની પાછળ દોરવાતી હોય એમ જમણી બાજુ જ્યાં મંડપમાં ચોળી બાંધેલી હતી એ તરફ જોતાં-જોતાં ચાલતી રહી હતી. સિદ્ધાર્થે અછડતી નજર ચોળી બાજુ નાંખી લીધી. ચોળીની જોડે થોડીવાર પહેલાં જે “પુરુષમંડળી” બેઠી હતી, તેમાં હવે સુરેશસિંઘ અને કરણસિંઘ નહોતાં દેખાતાં.

“ક્યાંક આઘા-પાછા હશે.....!” સિદ્ધાર્થે મનમાં વિચાર્યું અને લાવણ્યાની હથેળીને વધુ મજબૂતીથી પકડી ઝડપથી ચાલવા લાગ્યો.

કમ્પાઉન્ડના લોખંડના મુખ્ય ગેટમાંથી તેઓ હવે બહાર આવી ગયાં. કમ્પાઉન્ડની બાઉન્ડરી વૉલને સમાંતર પેવમેંન્ટ ઉપર બંને ચાલવા લાગ્યાં.

પેવમેન્ટની જોડે રસ્તાની એક બાજુ લગ્નના આવનાર મહેમાનોએ પોતાની કાર લાઇનમાં પાર્ક કરેલી હતી. ઘરની જગ્યામાં મંડપ વગેરે બાંધ્યું હોવાથી સિદ્ધાર્થના ઘરની બધી ગાડીઓ અને અન્ય વ્હીકલ્સ પણ બહાર જ પાર્ક કરવામાં આવ્યાં હતાં. લાવણ્યાનો હાથ પકડીને સિદ્ધાર્થ તેણીને તેમની બીએમડબલ્યુ કાર પાસે લઈ આવ્યો.

            “ખટ......!” સિદ્ધાર્થે તેમની વ્હાઇટ કલરની બીએમડબલ્યુ કારનો દરવાજો ખોલ્યો.

            “ચલ બેસીજા....!” સિદ્ધાર્થ બોલ્યો અને કારનાં બોનેટ તરફથી કારની ડ્રાઇવિંગ સીટ તરફ જવાં લાગ્યો.

            લાવણ્યા કોઈપણ આનાકાની વગર અંદર ડ્રાઇવિંગ સીટની જોડેની સીટ ઉપર બેઠી. દાંતમાં ભરાવેલી ઓઢણીનો છેડો લાવણ્યાએ હવે કાઢી નાંખ્યો. જોકે ઓઢણી તેણે માથે જ ઓઢી રાખી.

            “એક બીજું સરપ્રાઈઝ છે તારાં માટે....!” ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી દરવાજો બંધ કરતાં સિદ્ધાર્થ મલકાઈને બોલ્યો.

            “શું.....!?” લાવણ્યા ઉત્સાહમાં આવીને બોલી “જલ્દી કે’ને...!”

            “કઈશ નઈ....! બતાઈશ.....!” સેલ મારી સિદ્ધાર્થે હવે કાર ગિયરમાં નાંખી અને કાર ડ્રાઇવ કરીને સોસાયટીનાં રોડ ઉપર જવાં દીધી.

            લાવણ્યા સ્મિત કરતી-કરતી સિદ્ધાર્થ સામે જોઈ રહી.

            ઘરનાં ખૂણા પાસેથી કાર વાળીને સિદ્ધાર્થે ગાર્ડનનાં ગેટ તરફ જ્યાં અંકિતા ઊભી હતી ત્યાં લીધી કાર તેણીની આગળ ઊભી રાખી.

            બંને કારમાંથી નીચે ઉતર્યા.

            “ઓહો તું તો પૂરેપૂરો દુલ્હેરાજા બની ગયો છે...!”  સિદ્ધાર્થને સરસ મજાની શેરવાની અને સાફો પહેરલો જોતાં અંકિતાએ વ્યંગ કરતાં કહ્યું.

            “અરે એવું કઈં નથી....!” એટલું કહીને સિદ્ધાર્થે તેનાં માથે પહેરેલો સાફો કાઢી નાંખી કારની પાછલી સીટનાં કાંચમાંથી અંદર ઘાં કર્યો.

            “અરે લાવણ્યા....! તું તો....!?” અંકિતા આંખો મોટી કરીને આશ્ચર્યપૂર્વક કારનાં બોનેટ આગળથી તેણી તરફ આવી રહેલી લાવણ્યા સામે જોઈ રહી.

            “સરસ લાગુંછુંને....!? એકદમ ગામડાંની ગોરી જેવી....!?” લાવણ્યા ઉત્સાહમાં આવી જઈને બોલી.

            “હાં પણ ચણિયાચોલી.....!?” અંકિતા હજીપણ નવાઈપૂર્વક લાવણ્યાને ઉપરથી લઈને નીચે સુધી જોઈ રહી હતી.

            “સિદ લાયો મારાં માટે....!” નાનાં બાળકની જેમ ખુશ થતી હોય એમ લાવણ્યા ગોળ-ગોળ ફરીને ચણિયાચોલી બતાવાં લાગી.

            લાવણ્યાના ચેહરા ઉપરની એ ખૂશી જોઈને સિદ્ધાર્થ મલકાઈને તેણી સામે જોઈ રહ્યો.

            “હાં....! છેતો બઉ જ મસ્ત હોં....!” અંકિતાએ સ્મિત કરીને કહ્યું પછી તે સિદ્ધાર્થ સામે જોઈને બોલી “અને તું....! ડોબાં તારો ફોન કેમ નઈ લાગતો....!?”

            “એ....! અંકિતા....! શું બોલે છે તું પણ....!” લાવણ્યા તરતજ સિદ્ધાર્થ આગળ આવી ગઈ અને અંકિતાને વઢતી હોય એમ બોલી.

            “તો શું કરું....!? આટલાં દિવસથી એકેય ફોન નઈ....! શું માંડ્યુ છે તે આ બધું....!?” અંકિતાએ પાછું સિદ્ધાર્થ સામે જોઈને ઊંચા સ્વરમાં બોલી.

            “એનો કોઈ વાંક નઈ....! તું એને કઈં ના બોલને....!” બેયની વચ્ચે ઊભેલી લાવણ્યા સિદ્ધાર્થનો બચાવ કરતાં બોલી “તને નઈ ખબર...! એ કેટલો બધો સ્ટ્રેસમાં હતો....!”

            “અરે શેનો સ્ટ્રેસમાં હતો...!?” અંકિતા હજીપણ અકળાયેલી હતી “ભાઈ તો મસ્ત લગન કરીને સુહાગરાત મનાવાં જઈ રહ્યાં’તાં.....!”

            “અંકલી...! તું શું કઈંપણ બોલી નાંખે છે યાર....!” લાવણ્યા હવે સહેજ અકળાઈ “તું વાતતો સાંભળ...!”

            “એ...એ..ક કામ કરો...!” સિદ્ધાર્થ હવે વચ્ચે બોલ્યો “તમે બેય કારમાં બેસો જલ્દી...! અંકિતા....! લાવણ્યા તને બધી વાત કે’છે...! તું કારમાં બેસ જલ્દી....! ચલ...!”

            પગ પછાડતી અંકિતા કારની પાછલી સીટનો દરવાજો ખોલી અંદર બેઠી. લાવણ્યા બોનેટ આગળથી ચાલીને આગળની સીટમાં આવીને બેઠી. સિદ્ધાર્થ પણ ડ્રાઇવિંગ સીટમાં ગોઠવાયો.

            “હવે બોલ....!” લાવણ્યાએ દરવાજો બંધ કરતાંજ અંકિતાએ એવાજ અકળાયેલાં સ્વરમાં પૂછ્યું “આપડાં અનંતકુમાર અંબાણી ક્યાં બીઝી હતાં....!? કે એક ફોન પણ ના  થયો....!”

            “તું ટોન્ટ મારવાનું બંધ કરીશ પેલ્લાં.....!” લાવણ્યા પાછું જોઈને અંકિતા સાથે વાત કરી રહી.

            અંકિતાનો ગુસ્સો જોઈને મલકાતાં-મલકાતાં સિદ્ધાર્થે કાર સ્ટાર્ટ કરીને સોસાયટીનાં પાછલાં ગેટ તરફ હંકારી મૂકી.

***

            “તો હવે સમજાયું...! તને...!?”  કારની પાછલી સીટ ઉપર બેઠેલી અંકિતાને લાવણ્યાએ સિદ્ધાર્થે કહેલી આખી વાત કહી સંભળાવ્યા પછી પૂછ્યું “સિદ કેવો ફસાઈ ગ્યો’તો....!?”

            “હમ્મ....! પણ તે કોઈ બીજાંનાં ફોન ઉપરથી લાવણ્યાને ફોન કેમ નાં કર્યો...!?” અંકિતાએ ડ્રાઇવ કરી રહેલાં સિદ્ધાર્થે પૂછ્યું.            

            “નંબર કોની જોડે લઉં....!?” સિદ્ધાર્થ કારમાં ઉપર લાગેલાં સેન્ટર મિરરમાં અંકિતા સામે જોઈને બોલ્યો “નેહા જોડે...!?”

            “હાય હાય તને તારી લવનો નંબર યાદ નઈ...!?” અંકિતાએ આશ્ચર્યથી પૂછ્યું.

            “ના....!” સિદ્ધાર્થ બોલ્યો “અને યાદ હોય...તોય હું મમ્મીના ફૉન ઉપરથી લાવણ્યાને કૉલ ના કરું...! પછી એમનો ફૉન મારી જોડે ના હોય અને મારો ફૉન કોઈ રિઝનથી ના લાગે તો અને લાવણ્યા મમ્મીના નંબર ઉપર કૉલ કરે તો...!?”

            “હમ્મ....એ તો સાચી વાત હોં....!” લાવણ્યા સામે જોઈને અંકિતાએ તેણીને ચિડાવતાં કહ્યું “એમ પણ....! આ છોકરી  તારી બાબતમાં બઉ અધિર્યાં જીવની છે....!”

            લાવણ્યાએ સામે જીભ કાઢીને ચાળા પાડ્યાં.

            “અને નેહા મેડમ તને બાલ્કનીમાં ઊભી-ઊભી શું ધમકાવતી’તી....!?” અંકિતાએ હજીપણ એવાંજ ટોન્ટવાળાં સ્વરમાં પૂછ્યું.

            “અરે એનું એવું જ છે....! છોડને....!” સિદ્ધાર્થ મોઢું બગાડીને બોલ્યો અને આગળ જોઈને કાર ચલાવાં લાગ્યો.

            “અને....! તારાં મેરેજ પણ નઈ થ્યા રાઇટ....!?” અંકિતાએ આંખો ઝીણી કરીને પૂછ્યું.

            “નાં તો કીધું યાર....!” સિદ્ધાર્થ એજરીતે બોલ્યો.

            “એટ્લે તું હજીપણ કુંવારોજ છે....! નઈ...!?” અંકિતા હવે સિદ્ધાર્થને ચિડાવાં લાગી.

            “અરે કેમ ગાંડા કાઢે છે.......!” સિદ્ધાર્થે ચિડાઈને મિરરમાં અંકિતા સામે જોયું “મેરેજ નાં થ્યા હોય...! તો કુંવારો જ હોવને...!?” 

            “અરે એટ્લે તું હજી વર્જીન જ છેને એમ ....! નેહાએ કઈં કરી તો નઈ લીધુંને તારી જોડે...!?” અંકિતા લાવણ્યા સામે જોઈને આંખ મીંચકારી અને પાછું સિદ્ધાર્થ સામે જોયું. 

            “બે આ છોકરી તો જો....!? સે’જેય શરમ નથી....!” સિદ્ધાર્થ દાંત દબાવીને પોતાનું હસવું રોકી રાખતાં બોલ્યો.

            “અંકિતા .....! તને શરમ નઈ આવતી આવું પૂછતાં....!?” લાવણ્યાએ નકલી ગુસ્સો કરી અકળાઈને  કહ્યું.

            “હાં....હાં.....હાં...!” અંકિતા સીટમાં બેઠી-બેઠી હસવાં લાગી “અરે યાર....! હું તારી જોડે આટલી મોડી રાત્રે છેક અહિયાં આવી....! તો થોડી મઝા મને પણ લેવાંદેને....!”

            સિદ્ધાર્થ હવે પરાણે હસી પડ્યો અને માથું ધૂણાવી રહ્યો.

            “આપડે આઈ ગ્યાં....!” કાર ધીમી કરી સિદ્ધાર્થે એક મોટાં ગેટમાંથી અંદર જવાં દીધી.

            “ક્યાં આયાં આપડે...!?” લાવણ્યાએ આગળ જોઈને પૂછ્યું.

            “બસ....! મેં કીધું’તુંને ....! એક બીજું સરપ્રાઈઝ....!” સિદ્ધાર્થે આંખ નચાવી અને કારને સરખી પાર્ક કરવાં લાગ્યો.

***

             સિદ્ધાર્થ બંને છોકરીઓને લઈને બરોડાંનાં સૌથી ફેમસ યુનાઈટેડ વેનાં ગરબાં બતાવાં લઈ ગયો. એક મોટાં પાર્ટીપ્લોટનાં વિશાળ ગોળાકાર મેદાનમાં ગોળ સર્કલમાં એક સાથે હજારો લોકોને ગરબા ગાતાં જોઈને લાવણ્યા અને અંકિતા આશ્ચર્યથી ખુશ થઈ ગઈ. આટલું ઓછું હોય એમ સિદ્ધાર્થે તે બંને જોડે જેમ-તેમ થોડાં ગરબા ગાયા. સિદ્ધાર્થે જોડે ગરબા ગાતાં લાવણ્યાને વધુ એક સરપ્રાઈઝ મળી ગયું અને તે ખુશ  થઈ ગઈ. મોડે સુધી ગરબા ગાઈ તેઓ પાછાં પાર્કિંગ પ્લોટ તરફ જવા લાગ્યાં.

            “સિદ....! જલ્દી હોં....! બે વાગ્યા છે....! અઢી વાગ્યાની ટ્રેન છે....!” અંકિતા બોલી.

            ત્રણેય હવે પાર્ટીપ્લોટનાં પાર્કિંગમાં સિદ્ધાર્થની કાર પાસે આવીને ઊભાં રહ્યાં.

            “હાં...હાં...! આપડે અંકિતાને સ્ટેશન ઉતારી આઈએ....!” લાવણ્યા સિદ્ધાર્થનો હાથ મજબૂતીથી પકડીને બોલી.

            “ઉતારી આઈએ એટ્લે...!?” અંકિતાએ આશ્ચર્યથી આંખો મોટી કરીને પૂછ્યું “તું કે’વાં શું માંગે છે....!?”

            લાવણ્યા નાનાં બાળકની માફક ધ્રૂજતાં-ધ્રૂજતાં સિદ્ધાર્થનાં બાવડાંની પાછળ લપાઈ ગઈ.

            “એક મિનિટ...!” સિદ્ધાર્થે અંકિતા સામે હાથ કર્યો અને પછી લાવણ્યા સામે આશ્ચર્યથી જોઈ પ્રેમથી પૂછ્યું “લવ....! શું થયું...!? કેમ આવું કે’છે....!?”

લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર એજરીતે ડરતાં-ડરતાં સિદ્ધાર્થ સામે જોઈ રહી. તેણીની આંખ હવે ભીંજાઈ ગઈ. તેણે સિદ્ધાર્થનાં હાથને વધુ મજબૂતીથી પકડી લીધો.

“લાવણ્યા....!?” અંકિતાએ પ્રશ્નસૂચક નજરે જોઈને સહેજ સખત સ્વરમાં કહ્યું.

“મ્મ.....! હું....! હું....! સ...સિદ જોડેજ રઈશ...!” લાવણ્યા ગભરાતાં- ગભરાતાં બોલી.

“વ્હોટ રબીશ લાવણ્યા....!” અંકિતા હવે ચિડાઈ “મારે સુભદ્રા આંન્ટીને શું જવાબ આપવાંનો....!?”

            “હું.....મ....મમ્મી જોડે વાત કરી લઇશ....!” લાવણ્યા હજીપણ ફફડી રહી હતી.

“સિદ્ધાર્થ....!”  અંકિતાએ હવે સિદ્ધાર્થ સામે જોયું “આને કઈંક સમજાયને.....!”

“લાવણ્યા...!” સિદ્ધાર્થે લાવણ્યાનાં ગાલે પ્રેમથી હાથ મૂકીને કહ્યું.

ધ્રૂજતી લાવણ્યાને જોઈને સિદ્ધાર્થની આંખ પણ ભીની થઈ ગઈ.

“મ...મને રે’વાંદેને....! પ્લીઝ....! ત...તારી જોડે રે’વાંદેને.....!” લાવણ્યા વચ્ચે બોલી પડી અને છેવટે ભાંગી પડી સિદ્ધાર્થને વળગી પડી.

“મારે નઈ જવું....! મ...મારે નઈ જવું....!” લાવણ્યા ડૂસકાં-ડૂસકાં ભરતી-ભરતી રડવાં લાગી.

અંકિતાની આંખ હવે ભીંજાઈ ગઈ. તેનો બધો ગુસ્સો ઓગળી ગયો.

“લવ....આમ જો....!” સિદ્ધાર્થે લાવણ્યાનાં વાળમાં પ્રેમથી હાથ ફેરવીને કહ્યું.

“નઈ..નઈ...નઈ...નઈ....મારે નઈ જવું...!” સિદ્ધાર્થની કોઈ વાત નાં સાંભળવી હોય એમ લાવણ્યા નાના બાળકની જેમ જીદ્દે ચઢી.

માંડ-માંડ લાવણ્યાને સમજાવી સિદ્ધાર્થે છેવટે અમદાવાદ જવાં મનાવી.

કારમાં બેસી તેઓ ત્યાંથી નીકળી ગયાં.  

***

“અરે....! સિદ....! સ્ટેશન તો પાછળ છૂટી ગ્યું.....!?” કાર બરોડાં રેલવે સ્ટેશનનાં આગળનાં રોડ પરથી પસાર થતાં કારની પાછલી સીટ ઉપર બેઠેલી અંકિતાએ કહ્યું.

લાવણ્યા પણ નવાઈપામીને કાર ડ્રાઇવ કરી રહેલાં સિદ્ધાર્થ સામે જોઈ રહી.

“સ્ટેશન નઈ.....!” સિદ્ધાર્થે માથું ધૂણાવ્યું અને એક નજર ઉપરનાં મિરરમાં નાંખી અંકિતા સામે જોઈને બોલ્યો “હું અમદાવાદ આઉ છું....! તમને મૂકવાં....!”

“વ્હોટ.....!?” લાવણ્યા અને અંકિતા લગભગ સાથેજ ચોંકીને બોલ્યાં.

“પણ..પણ....સિદ....! આટલું દૂર...!? તું...તું ...પાછો ક્યારે આઈશ...!?” લાવણ્યા હતપ્રભ થઈ ગઈ “નઈ...નઈ...! તું ..તું અમને સ્ટેશન જ ઉતારી દે...!”

“હાં સિદ....!” અંકિતા પણ બોલી “અમે ટ્રેનમાં આયાં’તા...તો પાછાં ટ્રેનમાં જતાં પણ રઇશું...!”

સિદ્ધાર્થે કઈંપણ બોલ્યાં વગર એક હળવું સ્મિત કર્યું અને મિરરમાં અંકિતા સામે જોયું. અંકિતા સમજી ગઈ કે સિદ્ધાર્થનો ડીસીઝન ફાઇનલ હતો. એ હવે તેમને બેયને અમદાવાદ ઉતાર્યા વગર નઈ માને.

“સિદ...! સવારે તારી સિસ્ટરની વિદાઈ પણ છેને....!?” લાવણ્યા હજીપણ સિદ્ધાર્થને મનાઈ રહી હતી.

“હમ્મ...! આઠેક વાગે....!” સિદ્ધાર્થ બોલ્યો “ત્યાં સુધીમાં હું પાછો આઈ જઈશ..!”

“પણ..પણ...! સિદ...!”

“લાવણ્યા....!” અંકિતા સ્મિત કરતાં-કરતાં વચ્ચે બોલી.

લાવણ્યાએ પાછાં ફરીને તેણી સામે જોયું.

“કોઈ ફાયદો નઈ થાય....!” અંકિતાએ એજરીતે સ્મિત કરીને મિરરમાં જોઈ રહેલાં સિદ્ધાર્થ સામે જોઇને કહ્યું.

સિદ્ધાર્થે ફરીવાર હળવું સ્મિત કર્યું અને કાર હાઇવે તરફ હંકારી દીધી.  મેઇન હાઇવે ઉપર કાર આવ્યાં પછી સિદ્ધાર્થે ઝડપથી કાર અમદાવાદ મારી મૂકી. મોડી રાત હોવાથી મોટેભાગે ટ્રાફિક ઓછો હતો.

***

“હાય હાય છોકરીઓ કેટલું મોડું કર્યું તમે બેયે....!” ઘરનાં ઓટલે ચાલતાં-ચાલતાં આવી રહેલાં સુભદ્રાબેન બોલ્યાં.

વહેલી સવારે લગભગ સાડાં ચારે સિદ્ધાર્થ તેની કારમાં લાવણ્યા અને અંકિતાને લઈને અમદાવાદ આવી પહોંચ્યો હતો. સિદ્ધાર્થે કાર લાવણ્યાનાં ઘર આગળજ ઊભી રાખી હતી. કારનો અવાજ સાંભળી સુભદ્રાબેન ઉતાવળાં પગલે તેમની તરફ આવી રહ્યાં હતાં.

“સિદ...! આન્ટીને કઈં નાં કે’તો....! હોં...!?એમને કશું ખબર નથી...!” કારની પાછલી સીટમાંથી ઉતારવાં દરવાજો ખોલીને અંકિતા બોલી. 

“તમારાં બરોડાં એડવેન્ચર વિષેને...!?” સિદ્ધાર્થે પહેલાં અંકિતા સામે પછી લાવણ્યા સામે જોઈને ગમ્મત કરતાં કહ્યું “સારું નઈ કવ....!”

“અંદર તો આય...!” લાવણ્યા બાળક જેવું મોઢું બનાવીને બોલી.

“આઉ જ છું....! આન્ટીને મલ્યા વગર થોડો જઈશ...!” સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો અને દરવાજો ખોલી નીચે ઉતરવાં લાગ્યો.

લાવણ્યા પણ પોતાની સાઇડનો દરવાજો ખોલીને નીચે ઉતરી.

“આટલું બધું મોડું કરાય...!?”ગેટ પાસે આવી ગયેલાં સુભદ્રાબેન ચિંતાતુર ચેહરે બેયને ધમકાવતાં હોય એમ બોલ્યાં.

“સોરી આન્ટી....!” ઓટલે તેમની જોડે આવીને ઊભાં રહેતાં અંકિતા કાન પકડીને બોલી “આજે ગરબાંમાં એટલી મજા આઈ ગઈ કે ટાઈમની ખબરજ ના પડી....! પછી બધાં નાસ્તો કરવાં માણેક ચોક ગયાં...! એટ્લે વધારે મોડું થયું...!”

“અરે સિદ્ધાર્થ....!” ઓટલાંના પગથિયાં ચઢીને આવી રહેલાં સિદ્ધાર્થને જોઈને સુભદ્રાબેન આશ્ચર્યપૂર્વક બોલ્યાં “તું બરોડાંથી ક્યારે આયો...!?” 

સિદ્ધાર્થ અને લાવણ્યા બેય હવે જોડે આવીને ઊભાં રહ્યાં. અંકિતા અને લાવણ્યાએ એકબીજાંનાં મોઢાં તાકયાં. પહેલાં નોરતે સિદ્ધાર્થ બરોડાં જતો રહ્યો હતો એ વાત લાવણ્યાએ સુભદ્રાબેનને અગાઉ કહી હતી.

“થોડું કામ હતું...! એટ્લે પાછું આવવું પડ્યું....!” સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો અને લાવણ્યા સામે જોયું.

“અચ્છા....! ચલ અંદર આવ....!” સુભદ્રાબેન બોલ્યાં “કેટલાં દિવસે તને જોયો...!”

“અરે નાં...આન્ટી...! મારે પાછું નીકળવું છે... મોડું થાય છે...!”

“હાં ....! મમ્મી...! એને જવાંદે....!” લાવણ્યા બોલી અને પછી સિદ્ધાર્થ સામે ભીની આંખે જોયું “એ પાછો આવે પછી શાંતિથી બેસસે....!” 

“હાં....! ચોક્કસ...!” સિદ્ધાર્થે સ્મિત કરીને કહ્યું.

“આન્ટી...! મારું માથું સખત દુ:ખે છે...! મને તમારાં હાથની મસાલા ચ્હા પીવડાવોને..!” અંકિતા સ્મિત કરીને બોલી.

“હાં ચાલ...!” સુભદ્રાબેન તેનો ઈશારો સમજી ગયાં અને લાવણ્યા અને સિદ્ધાર્થને વાત કરવાં મળે એટ્લે પાછાં ફરીને ઘર તરફ જવાં લાગ્યાં.

“પાછો ક્યારે આઈશ...!?”તેમનાં જતાંજ લાવણ્યા સિદ્ધાર્થને વળગી પડતાં બોલી.

“અ....! લવ...! કદાચ છેલ્લાં નોરતે....!” લાવણ્યાનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂકીને સિદ્ધાર્થ ખચકાટ સાથે બોલ્યો.

“એટલું બધું...!? હજી આજે તો ચોથું નોરતુંજ છે...!?”

“ચોથું પૂરું...! પાંચમું શરું થઈ ગયું...!” સિદ્ધાર્થ સહેજ મજાકીયાં સ્વરમાં બોલ્યો.

“સિદ....! મજાક નાં કરને...!” લાવણ્યા સહેજ અકળાઈ “તો પણ ચાર દિવસ બાકી છે...!”

“આજે સિસ્ટરની વિદાઈ પતશે....! એ પછી અમારાંમાં ટ્રેડિશન હોય કે નવાં મેરેજનાં માતાજીને નૈવેધ કરવાં પડે...! ત્યાર પછી અમારે અમારી બેનને પાછી તેડી લાવવાની હોય અને થોડાં દિવસ પછી કે પછી સારું મુરત જોઈને આણું કરી મોકલવાની હોય....!” સિદ્ધાર્થ સમજાવવાં લાગ્યો “કાલે અમે લોકો એને તેડવાં જઈશું....! એટ્લે કાલે પણ મારે નઈ અવાય ....! અને હજી મેરેજ પછી જે થોડું ઘણું કામ બાકી એ પતાઈશ...! અને આઠમું નોરતું ...! અમારાં ક્ષત્રિયોનો વર્ષનો સૌથી મોટો તહેવાર.... ! આમારાં કુળદેવીને નૈવેધ કરવાનો...! એટ્લે એ દિવસે પણ નઈ....!”

“સારું....! સારું...!” સિદ્ધાર્થનો પરેશાન ચેહરો જોઈને લાવણ્યા તેને ફરીવાર વળગી પડી અને  બોલી “તું..તું...સ્ટ્રેસમાં ના આઈ જઈશ...! તું બધું કામ પતાઈને શાંતિથી આવજે....! હમ્મ...!”

“સોરી....! લવ...! મારું પ્રોમિસ નાં નિભાઈ શક્યો...!” સિદ્ધાર્થ છોભીલા ચેહરે બોલ્યો “નવરાત્રિમાં જોડે રહેવાનું...!”

“કોઈ વાંધો નઈ...! કોઈવાર સિચ્યુંએશન આપડાં કંટ્રોલમાં નાં હોયતો ....! તો...! નાં પણ નિભાઈ શકાય....!” લાવણ્યા સિદ્ધાર્થની પીઠ ઉપર હાથ ફેરવતાં બોલી “હવે તું શાંતિથી ડ્રાઇવ કાઈને બરોડાં જા...! હમ્મ...!“

“તે પણ આજે ખરેખર મને બવ સરપ્રાઈઝ આપી દીધું...!” કાર તરફ જતાં-જતાં સિદ્ધાર્થ બોલ્યો “મને તો હજીપણ બધું સપના જેવુ લાવે છે...!”

લાવણ્યા તેની સામે જોઈને હળવું હસી.

થોડીવધુ વાર વાત કરીને સિદ્ધાર્થ છેવટે કારમાં બેઠો. સેલ મારીને તેણે કારી ઘુમાવી ગેટ તરફ કરી. લાવણ્યા સામે જોઈ હળવું સ્મિત કરીને છેવટે તે ત્યાંથી નીકળી ગયો.

બરોડા જવા હાઇવે ઉપર કાર લેતાજ ફરીવાર સિદ્ધાર્થનાં મનમાં લાવણ્યાનાં વિચારો ઘેરાઈ વળ્યાં.

“ખરેખર આ છોકરી ભારે હિમ્મતવાળી છે...!” કાર ચલાવતા-ચલાવતાં સિદ્ધાર્થ મલકાઈને વિચારી રહ્યો.

અચાનક બરોડા આવી જઈને લાવણ્યાએ સિદ્ધાર્થને વધુ એકવાર ચોંકાવી દીધો હતો. બરોડા પહોંચતાં સુધી સિદ્ધાર્થને આખીય ઘટના ફરીવાર કોઈ ફિલ્મની જેમ યાદ આવી.

બાલ્કનીમાં લાવણ્યાનું આમ અચાનક આવી જવું. પોતાનું તેણી તરફ દોડી જવું. લોખંડની સીડી ઢસડી લાઈને બાલ્કનીમાં ચઢી જવું. એક છોકરી હોવા છતાં રાતના સમયે ટ્રેનમાં છેક બરોડાં આવવું.

બરોડાં આવીને પણ જે લોકો (સુરેશસિંઘ, નેહા વગેરે) તેણીને ધરાર પસંદ નહોતા કરતાં એ લોકોથી ભરેલા ઘરમાં સિદ્ધાર્થને મળવા આવવાનું જોખમ ખેડી નાંખવું. લાવણ્યાએ પોતે કેટલું મોટું સાહસ કરી નાંખ્યું એ વાતનો કદાચ તેણીને પોતાને સહેજ પણ અંદાજો નહોતો.

“હું અહિયાં જ ચણિયાચોલી બદલી લઉં...તારી સામે...!? મને કોઈ વાંધો નઈ તું મને જોવે તો....!”

સિદ્ધાર્થનાં ઘરમાં હોવાં છતાં ચણિયાચોલી બદલતી વખતે લાવણ્યા નાના બાળકો જેવી મસ્તી કરતી હતી.

            “હી...હી...પાગલ છોકરી....!” બાળક જેવી લાવણ્યાની એ હરકતો યાદ આવી જતાં સિદ્ધાર્થથી મલકાઈ જવાયું.

            આખાય રસ્તે સિદ્ધાર્થને બસ એજ યાદ આવતું રહ્યું.

            “સાચે....એનીગ્મા (ઉખાણું) છે તું....!”  વધુ એકવાર લાવણ્યાએ તેને ચોંકાવી દે તેવું સાહસ કરી નાંખી સિદ્ધાર્થને આશ્ચર્યમાં નાંખી દીધો હતો.

            “આ વખતે તો તે હદ પાર કરી નાંખી લવ...!” મલકતાં-મલકાતાં સિદ્ધાર્થ કાર ડ્રાઈવ કરી રહ્યો.

            બરોડા સુધી આજની ઘટના યાદ કરી-કરીને સિદ્ધાર્થ આશ્ચર્ય અનુભવતો રહેવાનો હતો. 

 

***

“આવતીકાલે સાતમાં નોરતે કોઈ સારું મુરત નથી ...!” પુરોહિતજી બકુલભાઈ બોલી રહ્યાં હતાં “અને પછી આઠમ-નોમના દિવસે બધાંને ઘેર-ઘેર નૈવેધ હોય...એટલે એ દિવસે મેળ ના પડે....!”

વહેલી સવારે લગભગ સાતેક વાગ્યે વૈશાલીની વિદાયની તૈયારીઓ થઇ રહી હતી. સાસરે વિદાય પછી ત્યાં માતાજીના નૈવેધ કરી વૈશાલીને પાછી પિયર તેડી લાવવા માટેનું મુરત જોવા કરણસિંઘ, સુરેશસિંઘ, વૈશાલીના પપ્પા વિક્રમસિંઘ અને અન્ય બધાં વગેરે સોફામાં બેઠાં હતાં.

“એટલે તમારે આજે વૈશાલીને પાછાં તેડી લાવવી પડે....!” બકુલભાઈ બોલ્યાં “પછી મેળ ના પડે..!”

“હમ્મ....!” કરણસિંઘે હુંકારો ભર્યો અને વિક્રમસિંઘ સામે જોયું “આજે સાસરીમાં નૈવેધ થાય...એટલે બપોર પછી પાછાં તેડી લાઈએ તો ચાલે..! પછી શાંતિથી દિવાળીએ આણું થાય...!”

“એમેય દિવાળીમાં સિદ્ધાર્થ-નેહાના લગનમાં તો વૈશાલીને આવાનું જ છે...!” સુરેશસિંઘે સુર પુરાવ્યો.

“પે’લ્લું આણું તો આવતી હોળીએ જ કરીશું..! એની ઉતાવળ નઈ...!” વિક્રમસિંઘ બોલ્યાં “વૈશાલી ક્યાં મોટી થઇ ગઈ છે..!? કૉલેજના પે’લાં વર્ષમાં જ તો છે...!”

“તો પછી લગનની ઉતાવળ શું લેવા કરી....!?” કરણસિંઘ સહેજ ચિડાઈને બોલ્યાં

“ભાઉ...ઉતાવળ તો વેવાઈને લીધે કરવી પડી...!” વિક્રમસિંહ બચાવ કરતાં હોય એમ બોલ્યાં.

“આપડા સમાજની આ જ તો પ્રોબ્લેમ છે...!” કરણસિંઘ બોલ્યાં “નાની ઉંમરમાં લગન કરાઈ દેવાના...પછી આણું કરવાની વાત આવે ત્યારે છોકરી હજી નાની છે...! કમસે કમ કાયદેસરની ઉંમર તો થાય ત્યાં સુધી તો રાહ જોવી જોઈએને...!”

થોડીવાર સુધી એજ વાતને લઈને ચર્ચા ચાલી. પછી પુરોહિત બકુલભાએ ચપળતાપૂર્વક વાત પાછી વૈશાલીને તેડી લાવવા ઉપર વાળી. છેવટે આજે વિદાય પછી સાસરે નૈવેધ પતે એ પછી બપોર પછી વૈશાલીને તેડી લાવવા ઉપર બધાં સહમત થયાં.

“હું સિદ્ધાર્થને કઈ દઉ છું....!” કરણસિંઘ બોલ્યાં “એ ગાડી લઈને આવશે....! એટલે તમારે નૈવેધ વગેરે પતે...એટલે બપોર પછી એની જોડે જ વૈશાલીને મોકલી દેવાય...!”

“પણ ભાઉ....ઉમેટા ગામ આમેય ક્યાં અહિયાંથી દૂર છે...!” સુરેશસિંઘ બોલ્યાં “સિદ્ધાર્થને થોડો આરામ કરવા દો...બઉ દોડ-દોડ કરે છે બધે....! બપોરે એને વૈશાલીને તેડવા મોકલી દેજો ...! એવું હોય ...તો અત્યારે વૈશાલીની જોડે નેહાને મોકલો...એટલે ત્યાં એને એકલું ના લાગે...!”

“હાં તો એવું કરીએ...!” કરણસિંઘ બોલ્યાં “બધાંને કો’....હવે વિદાયની તૈયારી કરે....! પછી ત્યાં જઈને નૈવેધ પણ કરવાના હશે..!”

“એની ચિંતા ના કરો ભાઉ...!” વિક્રમસિંઘ બોલ્યાં “મેં વેવાઈને કઈ રાખ્યું છે...કે અહિયાંથી વૈશાલીને વિદાય કરી ત્યાં મોકલીએ....ત્યાં સુધીમાં ત્યાં બધાંને કહીને નૈવેધની તૈયારીઓ કરાઈ રાખે....! એટલે બધું ઝડપથી પતી જાશે..!”

“હમ્મ.....સિદ્ધાર્થ ક્યાં છે...!?” કરણસિંઘે પૂછ્યું.

“એના રૂમમાં સુતો છે....!” સુરેશસિંઘ બોલ્યાં “રાતે કાર લઈને ક્યાંક ગ્યો ‘તો...પછી કદાચ મોડો આયો ‘તો...!”

“વાંધો નઈ..!” કરણસિંઘ બોલ્યાં.

****

“બાપરે.....! મોડું થઈ ગ્યું....!” બપોરે લગભગ બારેક વાગ્યે જાગ્યા પછી તૈયાર થઈને નીચે આવતાં-આવતાં સિદ્ધાર્થ બબડ્યો “વૈશાલીની વિદાય પણ થઇ ગઈ લાગે છે..!”

ઘરનાં ડ્રોઈંગરૂમમાં ચેહલ-પેહલ થોડી ઓછી હોવાથી સિદ્ધાર્થ કિચન તરફ જવા લાગ્યો.

“જાગી ગયો...!?” કિચનની બીજી બાજુએ પૂજાઘરમાંથી બહાર આવતાં-આવતાં કરણસિંઘે સિદ્ધાર્થને જોતાજ પૂછ્યું.

“હા...અ...! વૈશાલી...!?” કરણસિંઘને જોતાજ સિદ્ધાર્થે સહેજ ખચકાટથી પૂછ્યું “વિદાય થઇ ગઈ..!?”

“હવ.....ક્યારની...!” કરણસિંઘ શાંતિથી બોલ્યાં અને ડાયનિંગ ટેબલ નીચેથી ચેયર ખેચી બેસવા લાગ્યાં.

“મારે મલવાનું રઈ ગ્યું...!” સિદ્ધાર્થ સહેજ છોભીલા સ્વરમાં બોલ્યો.

“વાંધો નઈ....! હમણાં મલી લેજે...!” કરણસિંઘ હળવા સ્વરમાં બોલ્યાં “તારે એને તેડવા જવાનું જ છે...!”

“કેમ...!? આજે જ...!?” સિદ્ધાર્થે સહેજ આશ્ચર્યથી પૂછ્યું અને કરણસિંઘની સામેની ચેયરમાં ગોઠવાયો.

ત્યાંજ કિચનમાંથી રાગિણીબેન હાથમાં જમવાની થાળી લઈને આવ્યાં અને કરણસિંઘ આગળ મૂકવા લાગ્યાં.

“બકુલભાઈએ કીધું કે વૈશાલીને તેડી લાવવા માટે આવતીકાલે સાતમા નોરતે એકેય મૂરત સારું નથી...” કરણસિંઘ બોલ્યા “પછી આઠમ-નોમના દિવસે બધાંને નૈવેધ હોય....અને પછી દશેરાએ તો બઉ દિવસો થઈ જાય....! એટલે આજે બપોરે નૈવેધ પતે એટ્લે તું વૈશાલીને તેડી આય...!”

કરણસિંઘનું જમવાનું પરોસી રાગિણીબેન પાછાં કિચનમાં જવા લાગ્યાં.

“સિદ્ધાર્થનું જમવાનું પણ કાઢી જ આપને...! પછી એ ઉમેટા જવા નીકળી જાય....!” કરણસિંઘે રાગિણીબેનને કહ્યું.

તેઓ માથું હલાવીને કિચનમાં જતાં રહ્યાં.

“લાવણ્યા....લેકચરમાં હશે....!”કાંડે બાંધેલી લાવણ્યાએ આપેલી વૉચમાં ટાઇમ જોઈને સિદ્ધાર્થ મનમાં બબડ્યો “અત્યારે વાત નઈ થાય.....!”

“ઓફિસે થોડું કામ છે....એ પતાઈને તું ઉમેટા જવા નીકળી જજે....!” કરણસિંઘ બોલ્યાં.

સિદ્ધાર્થે માથું હલાવ્યું અને રાગિણીબેન જમવાની થાળી પીરસતા જમવાનું શરૂ કર્યું.

 જમવાનું પતાવીને તે કરણસિંઘ સાથે ઓફિસે જવા નીકળી ગયો.

ઓફિસે કામ પતાઈને સિદ્ધાર્થ બરોડાથી લગભગ ઓગણત્રીસ કિલોમીટર દૂર આવેલાં ઉમેટાં ગામે વૈશાલીને તેડવા આવી ગયો.

વૈશાલી જોડે અણવર તરીકે નેહાને જોઈને સિદ્ધાર્થને આશ્ચર્ય પણ થયું હતું અને નેહાની હાજરીથી તેને ત્રાસ પણ લાગવા લાગ્યો હતો. આટલું ઓછું હોય તેમ ઉમેટાં નાનું પણ રજવાડી ગામ હોવાથી નૈવેધ પછી નવપરણિત વૈશાલીને સજોડે ફળિયાના ઓળખીતા લોકોના ઘરે ચ્હા-પાણી માટે લઈ જવાનું ચાલ્યું. જોડે-જોડે સિદ્ધાર્થે પણ તેમની સાથે ફરવું પડ્યું. ફળિયામાં દરેકના ઘરે ખાલી ફોર્મલિટી પૂરતી ગળી મધ જેવી ચ્હા પી-પીને સિદ્ધાર્થનું મોઢું ગળ્યું-ગળ્યું  થઈ ગયું. જોકે ગામની આવી નાની-નાની ફોર્મલિટી પરંપરાઓથી સિદ્ધાર્થને કોઈ પ્રોબ્લેમ નહોતી. પ્રોબ્લેમ નેહાની હાજરીથી હતી. એમાંય ઉમેટાં ગામનાં જે-જે ઘરોમાં તેઓ ચ્હા-પાણીની ફોર્મલિટી માટે ગયા એ લગભગ બધા જ પરિવારો દિવાળી વખતે થવા જનારા  સિદ્ધાર્થ-નેહાના મેરેજમાં ઈન્વાઈટેડ હતાં. આથી તેઓ જે પણ ઘરે ચ્હા-પાણી માટે જતાં બધે જ નવદંપતી વૈશાલી અને  વિવેકકુમારની સાથે-સાથે સિદ્ધાર્થ-નેહાનું પણ એજ રીતે સ્વાગત થતું અને તેમને પણ આગ્રહપૂર્વક ચ્હા-પાણી કરાવવામાં આવતાં. સિદ્ધાર્થ કંટાળી ગયો તો સામે નેહાને તો મજા આવી ગઈ. હવે વીસેક દિવસ પછી લગ્ન કર્યા બાદ સિદ્ધાર્થનાં ગામ સિંહલકોટ પણ તેણીએ સિદ્ધાર્થની પત્ની તરીકે આજરીતે બધાનાં ઘેર જવાનું થશે એવાં સપના તે જોવા લાગી.

સાંજે બધુ પત્યા પછી તેઓ છેવટે વૈશાલીને લઈને પાછાં બરોડા આવવાં નીકળી ગયાં. નેહા જોડે જ હોવાથી લાવણ્યાના કૉલ કે મેસેજનો સિદ્ધાર્થ જવાબ ના આપી શક્યો.

“આઈસક્રીમ.....મારે આઈસક્રીમ ખાવો છે....!” કારમાં પાછલી સિટમાં વૈશાલીની જોડે બેઠેલી નાનકડી છબી રસ્તામાં અમુલ પાર્લર જોતાં જ બોલી પડી.

વૈશાલીની વિદાય વખતે છબી પણ જીદ કરીને તેમની સાથે કારમાં બેસી ગઈ હતી. એમપણ પાછાં આવતી વખતે સિદ્ધાર્થ, નેહા અને વૈશાલી ત્રણ જણા થાય એથી સારું છબી સાથે ચાર જણા થાય તો સારું એમ જાણી બધાએ છબીની સાથે જવાની જીદ માની લીધી હતી.

“હાં....મારે પણ ખાવો છે....!”  આગળની સીટમાં બેઠેલી નેહા પણ કાર ચલાવી રહેલાં સિદ્ધાર્થની સામે જોઈને બોલી “ચ્હા પી-પીને મને તો એસિડિટી થઈ ગઈ છે....!”

માથું હલાવીને સિદ્ધાર્થે કાર ધીમી કરી અને એક ગાર્ડનની આગળ બનેલા અમૂલ પાર્લરની સામે રોડની આગળ ઊભી રાખી.

“મારાં ચોકલેટ કોન....!” છબી મોટેથી બોલી.

“મારાં માટે પણ....!” તેની જોડે બેઠેલી વૈશાલી પણ બોલી.

સિદ્ધાર્થે નેહા સામે ભાવવિહીન ચેહરે જોયું.

“પાઈનેપલ....!” નેહાએ સ્મિત કરીને કહ્યું.

ડ્રાઇવિંગ સીટ બાજુનો દરવાજો ખોલીને સિધ્ધાર્થ નીચે ઉતર્યો અને કારનાં બોનેટ આગળથી પસાર થઈ અમૂલ પાર્લર તરફ જવા લાગ્યો.

“ટ્રીન....ટ્રીન....ટ્રીન....!”

ત્યાંજ કારના ડેશબૉર્ડ ઉપર પડેલો સિદ્ધાર્થનો મોબાઈલ રણક્યો.

નેહાએ ફૉન હાથમાં લઈને સ્ક્રીન ઉપર નંબર જોયો.

“લાવણ્યા....!?” લાવણ્યાનો નંબર જોતાં નેહાનાં ચેહરાનાં ભાવો બદલાઈ ગયાં.

સિદ્ધાર્થનો મોબાઇલ લઈને તે તરત જ દરવાજો ખોલીને કારમાંથી બહાર આવી.   

  “હેલ્લો સિડ....! બેબી...! કેવો છે તું...!? શું કરે છે...!?” નેહાએ કૉલ રિસીવ કરતાં જ સામેથી લાવણ્યા ઉચાટભર્યા સ્વરમાં બોલી.

“તારો બેબી મારાં માટે આઈસક્રીમ લેવાં માટે ગયો છે....!”  ગુસ્સે થયેલી નેહા વેધક સ્વરમાં બોલી.

“ન....નેહા....!?” લાવણ્યા ચોંકેલા સ્વરમાં બોલી.

“તું સિદ્ધાર્થ જોડે શું કરે છે...!? એનો ફોન તું શેનો ઉપાડે છે....!?” ત્યાંજ ફોન ઉપર સામેથી અંકિતા નેહાને ધમકાવતી હોય એવાં સ્વરમાં બોલી. 

 “અંકિતા તું...!?” નેહા અંકિતાનો અવાજ ઓળખી ગઈ “સિદ્ધાર્થ મારો વુડ બી છે....! રિમેમ્બર....!? અને ખાલી એનો ફોનજ નઈ....! એ આખે આખો મારોજ છે.....! માઇન્ડ ઈંટ.....!”

“ઓહ પ્લીઝ....! સિદ્ધાર્થ જેવાં બોય્ઝ તારાં જેવાં ટોર્ચર મશીનને શું લેવાં પરણે...!?” અંકિતા ફરી એજરીતે બોલી “એ ક્યાંય નાહવાં-બાવાં ગ્યો હશે અને તે એનો ફોન ઉઠાવી લીધો...! આઈ પાછી....!”

“એમ....!?” નેહા ટોંટ મારતી હોય એમ બોલી અને સિદ્ધાર્થનો ફૉન કાને માંડી રાખી પોતાનાં મોબાઈલમાંનો ફ્રન્ટ કેમેરો ઓપન કર્યો અને અમૂલ પાર્લર ઉપર ઉભેલો સિદ્ધાર્થ કેમેરામાં દેખાય એ રીતે પોતાનો અને સિદ્ધાર્થનો ફોટો પાડી અંકિતાનાં વોટ્સઅપમાં મોકલી દીધો.

“જો તારાં મોબાઇલમાં વોટ્સએપમાં જો....!” ગુસ્સેલ સ્વરમાં નેહા બોલી.  

“શું થયું....!?” લાવણ્યાએ બેબાકળાં સ્વરમાં અંકિતાને પૂછ્યું.

“જોયો ફોટો...!?” લાવણ્યાનો સ્વર સાંભળી નેહાએ સામેથી વ્યંગ કરતાં પૂછ્યું.

અંકિતા અને લાવણ્યા કઈંપણ બોલ્યાં નહીં. તેમના મૌનથી નેહા પોસરાઈ.            

  “હજી થોડાં દિવસ રાહ જો....!” ફરીવાર નેહા વેધક સ્વરમાં બોલી “હનીમૂનનાં ફોટો પણ મોકલીશ.....!”

“અને હાં....! લાવણ્યા....! મેં તને કીધું’તુંને....! કે દૂર રે’જે એનાંથી....!?” નેહા હવે ચેતવણી આપતી હોય એવાં સ્વરમાં બોલી “હવે પછી એને ફોન-બોન નાં કરતી....! સમજી....! નઈતો તું કે’છેને....! એમ...! આ ટોર્ચર મશીન તારાં બેબીને ટોર્ચરજ કર્યા કરશે....! ગોટ ઈંટ....!?”

“હનીમૂનની વાત કરે છેને તું....!” અંકિતા હવે ઊંચા સ્વરમાં કહેવાં લાગી “ઊભી રે’….!”

કેટલીક સેકન્ડોમાંજ નેહાનાં મોબાઈલમાં અંકિતાએ વોટ્સએપમાં ફોટા અને વિડીયો મોકલ્યા. વોટ્સએપ ખુલ્લુજ હોવાથી નેહાએ તરતજ ફોટા જોયા. 

“તારું હનીમૂન થશે ત્યારની વાત ત્યારે ….!” નેહા ફોના જોઈ રહી હતી ત્યાંજ ફરીવાર અંકિતા  એજરીતે બોલી “હવે મેં જે તને મોકલ્યુંને....! એ જો....!”  

“વ્હોટ નોનસેન્સ.....!” નેહા તાડૂકી હોય એમ મોટેથી બોલી “લાવણ્યા....! તું....તું....! બરોડાં...! સિદ્ધાર્થનાં ઘરમાં....! બ...બાલ્કનીમાં....! ત.....તું...! ક્યારે....!”

અંકિતાએ મોકલેલા સિદ્ધાર્થ-લાવણ્યાનાં એકસાથે ફોટા અને વિડીયો જોઈને નેહા આઘાત પામી ગઈ. એમાંય સિદ્ધાર્થનાં બેડરૂમની બાલ્કનીમાં બંનેને જોઈને નેહા વધુ આઘાત લાગી ગયો. તેને કશું સમજાયું નથી.

“તું....તું.....વાળી......! તપેલી ગરમ થઈ ગઈને તારી....!” અંકિતા હજીપણ એજરીતે અકળાઈને બોલી રહી હતી “હવે....! બોલ...! બોલ..!?”

“તે....શું મોકલ્યું એને....!?”  સામેથી લાવણ્યા અવાજ આવ્યો “હે....! ભગવાન....! આ શું કર્યું તે....!?”

જોકે નેહા હજીપણ આઘાતપૂર્વક એજ ફોટા અને વિડીયો જોઈ રહી હતી. ત્યાંજ તેણે ભીની આંખે આઈસક્રીમ લેવા ગયેલા સિદ્ધાર્થ સામે જોયું. હાથમાં ત્રણ કોન પકડીને તે પાછો આવી રહ્યો હતો. સિદ્ધાર્થને આવતાં જોઈ નેહાએ કૉલ કટ કરી દીધો.  

પોતાનાં ફૉનમાં દેખાતા સિદ્ધાર્થ-લાવણ્યાનાં એ ફોટા સામે નેહા ગુસ્સા અને મૂંઝવણથી તાકી રહી. સિદ્ધાર્થ આવે એ પહેલા નેહા ઝડપથી પાછી કારમાં બેસી ગઈ અને સિદ્ધાર્થનો મોબાઈલ ડેશબૉર્ડ ઉપર મૂકી દીધો.

સમસમીને તે સીટમાં બેસી રહી. તેણીના મનમાં વિચારોનું ધમસાણ મચી ગયું.

****

“આજે ગરબાબાંમાં નથી જવાનું....!?”  પ્લેટફૉર્મ સાફ ફરી રહેલાં સુભદ્રાબેને વિચારોમાં ખોવાઈને જમવાની પ્લેટો સાફ કરી રહેલી લાવણ્યાને પૂછ્યું.

ઘરે આવીને લાવણ્યા થોડુંઘણું જમી હતી અને ઘરકામમાં તેનાં મમ્મીની મદદ કરી રહી હતી.

“હમ્મ…..!? શું....!?” લાવણ્યા જાણે વિચારોમાંથી બહાર આવી હોય એમ બોલી.

“એમ કઉ છું કે આજે ગરબાંમાં નથી જવાનું....!?”  સુભદ્રાબેન ફરી બોલ્યાં.

“નાં...! આજે કોઈને મેળ નથી પડે એવો.....!” લાવણ્યાએ ટૂંકો જવાબ આપ્યો.

સુભદ્રાબેન પાછાં પોતાનાં કામમાં લાગી ગયાં.

“તું હજીપણ નારાજ છેને.....!?” લાવણ્યાએ છેવટે સુભદ્રાબેનને પૂછી લીધું.

કઈં બોલ્યાં વગર સુભદ્રાબેન તેમનું કામ કરી રહ્યાં. બરોડાવાળી વાત જાણ્યા પછી તેઓ લાવણ્યાથી નારાજ હતા.

“સોરી મમ્મી......! હું ડરી ગઈ’તી.....!” લાવણ્યાએ તરતજ પાછળથી સુભદ્રાબેનને આલિંગન આપી દીધું. સુભદ્રાબેનની પીઠ ઉપર માથું મૂકીને લાવણ્યા ડૂસકાં ભરવાં લાગી.

સુભદ્રાબેનની આંખ ભીંજાઈ ગઈ. છતાં તેમણે કઈંપણ બોલવાનું ટાળ્યું.

***

“ખટ.....!” કારનો દરવાજો ખોલીને પાછલી સીટમાંથી વૈશાલી અને છબી નીચે ઉતર્યા.

કારની બહાર નીકળતાજ છબી દોડાદોડ ઘર તરફ દોડી ગઈ. વૈશાલીને વધાવવા વૈશાલીના મમ્મી વંદનાબેન થાળી લઈને ઘરનાં મુખ્ય દરવાજે ઊભાં હતાં. રાગિણીબેન અને ઘરનાં અન્ય લેડિઝ પણ ઊભાં હતાં.

“મારે વાત કરવી છે....!” કાર પાર્ક કરવા માટે નેહા ઉતરે એની સિદ્ધાર્થ રાહ જોઈ રહ્યો હતો ત્યાંજ નેહા કારનો દરવાજો ખોલતાં કઠોર સ્વરમાં બોલી “થોડીવાર પછી અગાશી પર આય...!”

એટલું બોલીને નેહા કારનો દરવાજો ખોલીને ચાલી ગઈ.

નેહાને જતાં સિદ્ધાર્થ જોઈ રહ્યો અને શું વાત હશે એ વિષે વિચારી રહ્યો.

***

“એ રખડેલ છેક અઈયાં આઈ ગઈ....!?” પોતાના મોબાઈલમાં અંકિતાએ મોકલેલા ફોટા બતાવી નેહા સિદ્ધાર્થ સાથે ઝઘડી રહી હતી.

            “તને....તને...શરમ નઈ આવતી....!?” નેહા રડમસ આંખે “આપડા મેરેજ છે....! અને તું...!”

            “નેહા....!” સિદ્ધાર્થ હથેળી કરીને બોલ્યો “તને લાવણ્યાની ફીલિંગ ખબર જ છે મારા માટે....! તો આટલી ઓવર રીએક્ટ કરવાની ક્યાં જરૂર છે....!?”

            “લાવણ્યાની ફીલિંગ તો ખબર છે....! પણ તને શું ફીલિંગ છે.....!?” ઈચ્છવા છતાં નેહા એ પૂછી ના શકી અને મનમાં બબડી.

            “અને હું તને દસ વખત કઈ ચૂક્યો છું....!” સિદ્ધાર્થ બોલ્યો “તને પ્રોબ્લેમ હોય.....તો તારી આ રિવેન્જ ગેમ બંધ કરીદે....!”

            “લૂક સિદ્ધાર્થ....!” નેહા સહેજ ઊંચા સ્વરમાં ધમકી આપતી હોય એમ બોલી “એ હરામી આપડા ઘેર સુધી પો’ચી જાય....એ તો હું કદી સહન નઈ કરી શકું....!”

            “તો તારે શું કરવું છે....!?” સિદ્ધાર્થ પણ ચિડાઇ ગયો.

            બંને વચ્ચે પાછો ઝઘડો શરૂ થઈ ગયો.

            “હું કઈં ના જાણું....!”  કેટલીયવારની બોલાચાલી પછી નેહા બોલી “મારે જવાબ જોઈએ...એ અહિયાં આઈ જ કેવી રીતે....!?”

            “તે એની જોડે વાત કરીને પૂછ્યું નઈ....!?” સિદ્ધાર્થ એજ રીતે બોલ્યો.

            “તું વાત ઘુમાવે છે કેમ....!?” નેહા વધારે ચિડાઈ ગઈ “સીધે-સીધુ કે’તો કેમ નઈ.....!?”

            “તું શું સાંભળવા માંગે છે...!? કે મે એને અહિયાં બોલાઈ ‘તી...!?” સિદ્ધાર્થ પણ સામું એજ રીતે બોલ્યો “ગ્રો અપ નેહા....! લાવણ્યા અહિયાં આઈ...ત્યાં સુધી મારો મોબાઈલ પણ ન’તો ચાલુ ....તો હવે તું તારી આ ફાલતુ માથાકૂટ બંધ કર....!”

               એટલું કહીને સિદ્ધાર્થ પાછું ફરીને જવા લાગ્યો.

             “હું સુરેશમામાને કઈ દઇશ....!” જઈ રહેલાં સિદ્ધાર્થને ધમકી આપતી હોય એમ નેહા બોલી.

            “ફોટા અને વિડીયો બતાવાનું ભૂલતી નઈ ....!” સિદ્ધાર્થે પાછું જોઈને કઠોર સ્વરમાં નેહાની ધમકીનો જવાબ આપતા કહ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો.

            સીડીઓ ઉતરીને તે નીચે જતો રહ્યો. સમસમી ગયેલી નેહા ત્યાંજ ઊભી રહી ગઈ.

****

            ઘરે નીકળી ત્રાસેલો સિદ્ધાર્થ એન્ફિલ્ડ લઈને GP ટી-સ્ટૉલ આવી ગયો. રાતના લગભગ આઠ વાગ્યા હોવા છતાંય અહિયાં સારી એવી ભીડ હતી. છતાંય નેહાના ઝઘડાને લીધે ત્રાસેલો સિદ્ધાર્થ એકલતા અનુભવી રહ્યો હતો. ચ્હા પીધા પછી પણ સિદ્ધાર્થનું મૂડ સારું ના થયું. ઊલટાનો તે વધુ સ્ટ્રેસ અનુભવી રહ્યો હતો.

            “લાવણ્યા જોડે પણ આખો દિવસ વાત ના થઈ...!” એનીફિલ્ડની સીટ ઉપર બેઠાં-બેઠાં સિદ્ધાર્થ કાંડે બાંધેલી વોચ સામે જોઈને બબડ્યો “ખબર નઈ...ફોટા જોઈને નેહાએ લાવણ્યાને શું નું શું કઈ દીધું હશે...!”

            લાવણ્યાને કૉલ કરવાની ઈચ્છા થઈ આવતા સિદ્ધાર્થે તેણીનો નંબર કૉન્ટૅક્ટ લિસ્ટમાં કાઢવા માંડ્યો.

            “સિદ....સિદ્ધાર્થ....!” ત્યાંજ એને ગઈકાલે બાલ્કનીમાં ઊભેલી લાવણ્યાનું દ્રશ્ય યાદ આવી ગયું.

            “એણે જબરી સરપ્રાઈઝ આપી ‘તી....!” સિદ્ધાર્થ મલકાઈને બબડ્યો.

            કઈંક વિચાર આવી જતાં સિદ્ધાર્થે પોતાનો મોબાઈલ લોક કર્યો અને જીન્સના ખિસ્સામાં મૂકી બાઇકની સીટ ઉપરથી નીચે ઉતર્યો અને ઇગ્નિશનમાં ભરાવેલી ચાવી ફેરવી સીટ ઉપર પાછો બેઠો.

            “વ્રૂમ.... વ્રૂમ....!” બાઇક ચાલુ કરીને સિદ્ધાર્થે એક્સિલેટર ફેરવી દીધું.

            “હવે હું પણ એને સરપ્રાઈઝ આપી દઉં....!” મલકાતા-મલકાતા સિદ્ધાર્થ બબડ્યો અને અમદાવાદ જવા બાઇક મારી મૂક્યું.

****

“ખબર નઈ નેહાએ આપડા ફોટાં જોયાં પછી તને કેટલો ટોર્ચર કર્યો હશે....!” બેડ ઉપર ઊંઘે-ઊંઘે લાવણ્યા તેનાં ફોનમાં સિદ્ધાર્થનાં ઘરે બાલ્કનીમાં પાડેલાં બંનેનાં ફોટાં વગેરે જોતાં-જોતાં મનમાં બબડી.

સિદ્ધાર્થનો ફોટો જોતાં-જોતાં લાવણ્યાએ બેડમાં પડખું ફેરવ્યું. રાતનાં લગભગ બાર વાગ્યા હતાં. લાવણ્યાનાં ઘરની પાછળ સોસાયટીનાં કોમન પ્લૉટમાં ચાલી રહેલાં ગરબાંનું મ્યુઝિક લાવણ્યાને સંભળાઈ રહ્યું હતું.

ક્યાંય સુધી પડખાં ફેરવતી લાવણ્યાની આંખ સિદ્ધાર્થ વિષે વિચારીને ભીંજાઈ ગઈ. સિદ્ધાર્થ વિષે વિચારતાં-વિચારતાં લાવણ્યાની આંખ છેવટે ઘેરાવાં લાગી.

“ટ્રીન.....ટ્રીન.......ટ્રીન.....!”  લાવણ્યાનાં ફોનની રિંગ વાગી.

“અત્યારે કોણ....!?” અધકચરી ઊંઘમાંથી ઊઠીને લાવણ્યાએ બેડ ઉપર ઊંધો મૂકેલો તેનો મોબાઇલ સીધો કર્યો અને સ્ક્રીન ઉપર નંબર જોયો. 

“સિદ.....!” સ્ક્રીન ઉપર સિદ્ધાર્થનો નંબર જોઈને લાવણ્યા મોટેથી બોલી પડી અને ઝડપથી બેડ ઉપર બેઠી થઈ સિદ્ધાર્થનો કૉલ રિસીવ કરી લીધો.

“સિદ.....! બેબી....! તું...! તું....! કેવો છે....!?” લાવણ્યા ઉચાટભર્યા સ્વરમાં બોલી પડી.

“લવ....! તારો અવાજ બરાબર નથી સંભળાતો....!” સામેથી સિદ્ધાર્થ બોલ્યો.

“હેલ્લો....! હાં....! હવે સંભળાયો....!”  લાવણ્યા બેડ ઉપરથી ઊઠીને રૂમમાં આમતેમ ફરવાં લાગી.

“નાં....! હજી બરાબર નઈ સંભળાતો....! અવાજ કપાય છે તારો....!”

“ઓહો....! એક મિનિટ......! હું બાલ્કનીમાં જતી રવ.....!” ઉતાવળાં પગલે લાવણ્યા તેનાં બેડરૂમની બાલ્કનીનો દરવાજો ખોલીને બહાર આવી ગઈ.

“હાં......! હવે સંભળાયો...!?” બાલ્કનીમાં આવીને લાવણ્યા બોલી.

“નાં.....! પણ  દેખાયો.....!” સિદ્ધાર્થે મજાક કરતાં કહ્યું.     

“હમ્મ....!? દેખાયો એટ્લે....!?” લાવણ્યાને નવાઈ લાગી.

“નીચે જો.....! ઓટલાં ઉપર....!” સિદ્ધાર્થ એવાજ રમતિયાળ સ્મિત સાથે બોલ્યો.

બાલ્કનીમાં ઊભેલી લાવણ્યાએ તરતજ તેનાં ઘરના ઓટલે નજર નાંખી.

“સિદ્ધાર્થ......!?” ઓટલાં ઉપર સિદ્ધાર્થને ઉભેલો જોઈને લાવણ્યાથી સહેજ મોટેથી બૂમ પડાઈ ગઈ. 

લાવણ્યા તરતજ પાછી ફરી અને બાલ્કનીમાંથી દોડી તેનાં બેડરૂમમાં અને બેડરૂમમાંથી બહાર નીકળી સીડીઓ ઉતરીને ડ્રૉઇંગરૂમમાં આવી ગઈ. ડ્રૉઇંગરૂમમાં આવી ઘરનો મુખ્ય દરવાજો ઝડપથી ખોલીને લાવણ્યા સિદ્ધાર્થ તરફ દોડી ગઈ.  

તેનાં સુધી પહોંચતાં સુધીમાંતો લાવણ્યા રડી પડી અને ઉછળીને સિદ્ધાર્થને વળગી પડી.

“અરે.....! હા...હા....! આટલી બધી એકસાઈટમેંન્ટ....!? સવારે જ તો મળ્યાં’તાં......!?” સિદ્ધાર્થે લાવણ્યાની પીઠ પસવારીને કહ્યું.

“તારી જોડે ગમે તેટલો ટાઈમ સ્પેન્ડ કરું.....! જીવ જ નઈ ધરાતો.....!”  આવેગપૂર્વક સિદ્ધાર્થનાં વાળમાં હાથ ફેરવતાં લાવણ્યા બોલી “તારી જોડે વાત કરવી’તી....! પણ ....! ક્યાંક નેહા જોડે હોય અને મારો કૉલ જોઈલે..! તો....તો...! તને ટોર્ચર કરેને...! એટ્લે મ્મ....! મેં  ફોન નાં કર્યો...!”

“હાં....! એટ્લેજ તો હું પણ નાં કરી શક્યો....! એ બલા આખો દિવસ કોઈને કોઈ બા’ને મારી આગળ-પાછળજ ફર્યા કરે છે.....!એમાંય આપડાં બેયનાં ઓલાં ફોટાં જોઈને તો ખાસ....!”

“સિદ.....! મેં....! એ ફોટાં ….!”

“શ્શ્શ.....!” સિદ્ધાર્થે લાવણ્યાનાં હોંઠ ઉપર તેની આંગળીઓ મૂકી દીધી “કઈં નાં બોલ....! ફોટાં બવ જ મસ્ત હતાં....! અને અંકિતાએ જે કર્યું એ બરાબરજ હતું.....! હમ્મ…!”

ભીની આંખે લાવણ્યા નવાઈપૂર્વક સિદ્ધાર્થ સામે જોઈ રહી. તેની આંખો લાવણ્યા માટે પ્રેમથી ભરાયેલી હતી.   

 “મને તો તારી ચિંતા થતી હતી....! નેહાએ ફોટાં જોઈને ખબર નઈ તને શું કીધું હોય....!” સિદ્ધાર્થ ચિંતાતુર ચેહરે લાવણ્યાનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂકીને બોલ્યો “મારાંથી રે’વાયું નઈ....! તો આઈ ગ્યો....!”

“ઓહ બેબી....! તે તો મને મસ્ત સરપ્રાઈઝ આપી દીધી....!” લાવણ્યા સિદ્ધાર્થનાં ગાલ ખેંચીને બોલી.

“હમ્મ...! પણ અહિયાં ક્યાંય સીડી પડેલી નો’તી....! નઈતો હું પણ તારી જેમ બાલ્કનીમાં ચઢીને આવી જાત.....!”

“નાં હવે.....! પડી જવાય તો....!?”

“હાં તો અમે પણ એજ સમજાવતાં’તાં તમને મેડમ....!” સિદ્ધાર્થે ફરીવાર લાવણ્યાની કમરમાં તેનાં બંને હાથ ભેરવી દીધાં અને તેણીને પોતાની નજીક ખેંચી લીધી.

કેટલીક ક્ષણો બંને એકબીજાંની સામે જોઈ રહ્યાં.

“અમ્મ.....! મ...મારી જોડે આઈશ....! રિવરફ્રન્ટ.....!?” થોડીવાર પછી ખચકાટ સાથે સિદ્ધાર્થે નાનાં બાળકની જેમ મોઢું બનાવીને પૂછ્યું.

“Aww….! તું આટલો ઈનોસંન્ટ ફેસ બનાવીને પૂછે તો કોણ ના પાડે....!?” લાવણ્યા ફરીવાર સિદ્ધાર્થના ગાલ ખેંચીને બોલી “ચલ જલ્દી.....!”

લાવણ્યા સિદ્ધાર્થનો હાથ પકડીને કમ્પાઉન્ડના ગેટ તરફ ચાલવાં લાગી.

“અરે પણ....આન્ટીને તો પૂછવાં દે.....!” સિદ્ધાર્થે લાવણ્યાનો હાથ ખેંચ્યો “અને તું આ જ કપડાંમાં આઈશ.....!?”

લાવણ્યાએ પહેરેલાં નાઈટડ્રેસ તરફ હાથ કરીને સિદ્ધાર્થ બોલ્યો. 

“અરે હાં નઈ.....!” લાવણ્યા પોતાની તરફ જોઈને બોલી “ચલ …..! હું કપડાં બદલી લઉ ત્યાં સુધી તું સોફાંમાં બેસજે.....!”

લાવણ્યા સિદ્ધાર્થનો હાથ પકડીને તેને અંદર ખેંચી ગઈ.

“મમ્મી....! મમ્મી....! જો કોણ આયું....!?” લાવણ્યાએ સુભદ્રાબેનના બેડરૂમ તરફ જોઈને બૂમ પાડી.

“આટલી રાત્રે કોણ છે બેટાં.....!?” સુભદ્રાબેન આંખ ચોળતાં-ચોળતાં તેમનાં રૂમમાંથી બહાર આવ્યાં “ઓહ.....! આતો......! સિદ છે.......!”

સિદ્ધાર્થને જોતાંજ સુભદ્રાબેનના ચેહરાંનાં ભાવો બદલાઈ ગયાં.

“આન્ટી.....! મજામાં....!?” એટલું કહેતાંજ સિદ્ધાર્થ સુભદ્રાબેનને હળવેથી વળગી પડ્યો.

જવાબમાં સુભદ્રાબેને માત્ર ઔપચારિકતા ખાતર સિદ્ધાર્થની પીઠ ઉપર હાથ મૂક્યો.

“તું બેસ .....! હું ચ્હા બનાવી લાવું.....!” સુભદ્રાબેન ઠંડા નીરસ સ્વરમાં બોલ્યાં અને કિચન તરફ જવાં લાગ્યાં.

“અરે....! નાં મમ્મી.....!” લાવણ્યા તેમને ટોકતાં બોલી “એક્ચ્યુલી.....! અ......!” લાવણ્યાએ ખચકાઈને સિદ્ધાર્થ સામે જોયું.

“આન્ટી...! અ....! જો ત...તમે પરમીશન આપોતો .....! અ....! મારે લાવણ્યાને લઈ જવી’તી....! આઈ મીન....! બા’ર જવું’તું....! એને લઈને.....!”

“પણ બેટાં....! આટલાં મોડાં તો.....!?અ ....!” સુભદ્રાબેને લાવણ્યા સામે જોયું.

“મમ્મી....! અમે જલ્દી પ....પાછાં આઈ જઈશું બસ.....!” લાવણ્યા નાનાં બાળક જેવુ મોઢું બનાવીને બોલી “પ્લીઝ..... જવાંદેને.....!”

સુભદ્રાબેન થોડીવાર સુધી લાવણ્યા સામે જોઈ રહ્યાં પછી ધીરેથી ડોકી હલાવીને “હાં” પાડી.

“થેંક્યું આન્ટી.....!” સિદ્ધાર્થે સ્મિત કરીને કહ્યું.

સુભદ્રાબેને ફરીવાર એવુંજ ઔપચારિક સ્મિત કર્યું અને કિચન તરફ જતાં રહ્યાં.

“હું આવું......! ચેન્જ કરીને.......!” લાવણ્યા સ્મિત કરીને ઉપર તેનાં બેડરૂમમાં દોડી ગઈ.

સિદ્ધાર્થ સોફાંમાં બેસીને લાવણ્યાની વેઈટ કરવાં લાગ્યો.

“શું થયું હશે....!?”  કિચન બાજુ જોઈને સિદ્ધાર્થ સુભદ્રાબેનના બદલાયેલા વર્તન વિષે વિચારી રહ્યો.

***

“તું બેઠીને બરાબર....!?” બાઇકની બેકસીટ ઉપર બેઠેલી લાવણ્યાને સિદ્ધાર્થે પૂછ્યું.

કમ્પાઉન્ડનાં ગેટ આગળ પાર્ક કરેલી બાઇકને સિદ્ધાર્થે સેલ માર્યો.

“મમ્મી.....! હું જલ્દી આવું છું હોં.....!” લાવણ્યાએ ગેટનાં પગથિયે ઉભેલાં સુભદ્રાબેનને જોઈને કહ્યું.

સુભદ્રાબેને એજરીતે નીરસ ચેહરે ડોકું હલાવી દીધું અને સિદ્ધાર્થ સામે જોયું. સિદ્ધાર્થે પણ તેમની તરફ જોયું. તેમનાં ચેહરા ઉપર નારાજગીનાં ભાવ સ્પષ્ટ દેખાતાં હતાં.

સિદ્ધાર્થે છેવટે એક્સિલેટર આપી બાઇક ચલાવી દીધું. બાઇકનાં સ્ટિયરિંગ ઉપર લાગેલાં સાઈડ મિરરમાં સિદ્ધાર્થે સુભદ્રાબેનને પગથિયે ઉભેલાં જોયાં.

“આન્ટીનું બિહેવિયર બદલાયેલું લાગે છે...!” સિદ્ધાર્થ મિરરમાં જોઈને લાવણ્યાને કહેવાં લાગ્યો “મારાંથી નારાજ હોય એવું લાગે છે..!”

            “હમ્મ......! પણ તારાંથી નઈ મારાંથી નારાજ છે....!” લાવણ્યા સિદ્ધાર્થની નજીક સરકી અને તેને ચીપકીને બેસતાં બોલી “બરોડાંવાળી વાતને લઈને......!”

            “ઓહ....!”

            “ડોન્ટ વરી જાન......!” લાવણ્યા બોલી અને સિદ્ધાર્થ ફરતે તેનું આલિંગન એકદમ સખત કરી દીધું “હું મમ્મીને મનાવી લઇશ.....! હમ્મ....!”

***

            “ફોટાં જ...જોઈને નેહા તને જેમ-ફાવે એમ બોલીને....!?” લાવણ્યાએ ચિંતાતુર નજરે સિદ્ધાર્થ સામે જોઈને પૂછ્યું.

            બંને રિવર ફ્રન્ટ આવી ગયાં હતાં. બાઇકને ડબલ સ્ટેન્ડ કરીને સિદ્ધાર્થ બાઇકના ટેકે ઊભો હતો અને લાવણ્યા તેની સામે.

            સિદ્ધાર્થ કઈંપણ બોલ્યાં વગર તેણી સામે જોઈ રહ્યો.

            “એણે ત....તારાં ઘરે....! બધાંને આપડાં ફોટાં બતાઈ દીધાંને....!?” લાવણ્યાએ પૂછ્યું.

            “હાં.....! એને ઝઘડવાં માટે બા’નું જોઈતું’તું....! ‘ને મલી ગ્યું.....!”

            “મેં અંકિતાને ના પાડી’તી.....! તો પણ એને....!”

            “કોઈ વાંધો નઈ લવ.....! અને એમ પણ.....! અંકિતાએ ફોટાં મોકલીને બરાબરજ કર્યું....! દર વખતે એ તને ટોર્ચર કરતી’તી.... જેમફાવે એમ બોલીને....! પણ એ ફોટાં જોઈ-જોઈને હવે એ પોતે ટોર્ચર થઈ રહી છે....! સો....! ડોન્ટ વરી....! જે થયું એ બરાબરજ થયું છે....! હમ્મ.....!”

            “પણ.....! પણ....! તારાં અંકલ....!? એ તને બ...બોલ્યાં હશે.....!?એ....!”

            “જવાદેને તું એ બધી વાત.....!” સિદ્ધાર્થે માથું ધૂણાવ્યું અને લાવણ્યાને કમરમાંથી પકડી લઈ પાછાં ફરીને ડબલ સ્ટેન્ડ કરેલાં બાઇકની સીટ ઉપર બેસાડી દીધી.

            લાવણ્યાને આશ્ચર્ય થયું. અને તે કઈં બોલે પહેલાંજ સિદ્ધાર્થે નીચાં નમીને લાવણ્યાનાં ઉરજોનાં ઊભાર ઉપર માથું મૂકી દીધું અને કચકચાવીને તેણીને આલિંગનમાં જકડી લીધી.

            “ખબર નઈ ભગવાને તને કેમ આવી બનાઇ છે....!?” સિદ્ધાર્થ એમજ વળગી રહીને બોલ્યો “તને આમ વળગતા જ  બધો થાક ઉતરી જાય છે......!”

            લાવણ્યાની આંખ ભીંજાઈ ગઈ. તે સિદ્ધાર્થની પીઠ ઉપર વ્હાલથી હાથ ફેરવવાં લાગી.

            સિદ્ધાર્થે હવે તેનું આલિંગન સહેજ વધુ સખત કરતાં લાવણ્યાથી ઊંહકારો ભરાઈ ગયો. તેણીની આંખ વધુ ભીંજાઈ ગઈ.

            “કોઈ વાત શેયર કરવી હોય......! તો બોલને જાન......!” લાવણ્યાએ હળવેથી સિદ્ધાર્થના કાન ઉપર બાઇટ કરીને કહ્યું.

            “ના....! એવું કઈં નઈ.....!” સિદ્ધાર્થ તેણી સામે જોઈને બોલ્યો “તમે લોકો આજે ગરબાં ગાવાં નો’તાં ગ્યાં......!?”

            “કોઈનું મૂડજ નો’તું.....!”

            “હમ્મ....!” સિદ્ધાર્થે હવે લાવણ્યાની આંગળીઓમાં પોતાની આંગળીઓ ભેરવી દીધી અને પાછો લાવણ્યાને વળગી પડ્યો.  

            લાવણ્યાના કપડામાંથી આવતી એ સુગંધ કેટલીક ક્ષણો માણતા રહી સિદ્ધાર્થ લાવણ્યાની પીઠ ઉપર હળવેથી હાથ ફેરવી રહ્યો. લાવણ્યાની ગરદન ઉપર તેની સ્કીનના સ્પર્શથી સિદ્ધાર્થને અજબ મુગ્ધતા અનુભવાઈ અને અજાણતાં જ તેણે લાવણ્યાનાં ગાલ પાસે હળવેથી બાઇટ કરી. 

            “અરે......!?” લાવણ્યાને હવે  વધુ આશ્ચર્ય થયું.

            “સોરી....! અ....! ખબર નઈ....મારાંથી કેમનું....!” સિદ્ધાર્થ છોભીલો પડ્યો હોય એમ થોથવાઈને બોલ્યો.

            “અરે ....જાન....! હું એમ નઈ કે....!”

            “નઈ નઈ.....! I’m sorry……! મારો એવો કોઈ હક નઈ તારાં ઉપર....! તે હજી એવો કોઈ હક નઈ આપ્યો.....! એટ્લે મારે એવું નો’તું કરવું જોઈતું....!” સિદ્ધાર્થ માથું ધૂણાવવાં લાગ્યો.

            “સિદ.....! જાન....!” લાવણ્યાએ સિદ્ધાર્થનો ચેહરો વ્હાલથી તેનાં બંને હાથમાં પકડી લીધો અને તેની આંખોમાં જોઈને બોલી “કેટલાંક હક આપવાંનાં નાં હોય....! બસ લઈ લેવાંનાં હોય....! જતાવી લેવાંનાં હોય....! હમ્મ...!”

            “પણ લવ મારી એંગેજ....!”

            “સિદ....! આજે આપડે જોડે છીએ....!” લાવણ્યા ભીંજાયેલી આંખે ભારપૂર્વક બોલી “બીજું બધું ભૂલીજા.....! બધું ભૂલીજા.....! જાન......!”

            સિદ્ધાર્થની આંખ પણ ભીંજાઈ ગઈ. છેવટે તે ફરીવાર લાવણ્યાને વળગી પડ્યો.

            “કેટલાંક હક આપવાંનાં નાં હોય....! બસ લઈ લેવાંનાં હોય....! જતાવી લેવાંનાં હોય....! હમ્મ...!”

            લાવણ્યાનું એ વાક્ય સિદ્ધાર્થના કાનમાં ગુંજી રહ્યું.

***

            “હવે ક્યારે પાછો આઈશ...!?” બાઇક ઉપરથી ઉતરીને લાવણ્યાએ સ્ટિયરિંગ પાસે ઊભાં રહીને પૂછ્યું.

            રિવરફ્રન્ટ ઉપર લગભગ દોઢ-બે કલ્લાક ગાળ્યા પછી સિદ્ધાર્થ તેણીને ઘરે ઉતારવાં આવ્યો હતો અને બરોડાં પાછો જઈ રહ્યો હતો.

            “અમ્મ....! નવમાં નોરતે.....!”

            “હાય...હાય....! આટલાં બધાં દિવસ....!?” લાવણ્યા નાનાં બાળકની જેમ મોઢું ઢીલું કરીને બોલી.

            “અરે કેમ....! આજે છઠ્ઠું નોરતું થઈ ગ્યું....!” સિદ્ધાર્થ બોલ્યો “કાલે સાતમું…..! પછી આઠમું અને પછી નવમું.....!”

            “હજીતો આખું છઠ્ઠું નોરતું બાકી.....! પછી સાતમું....! આઠમું.....! સિડ તને લાગે ….! પણ મારાંથી દિવસો નઈ નીકળતાં....!” લાવણ્યા ફરીવાર મોઢું બનાવી સિદ્ધાર્થને વળગી પડી.

            “અચ્છા બાબા...! હું આઠમાં નોરતે રાત્રે નૈવેધનું પતે એટ્લે રાત્રેજ આવતો રઈશ બસ....!” સિદ્ધાર્થ બોલ્યો.

            “પાકું....!?”

            “હાં….! પાકું.....! હવે જાઉં....!? રાતનાં બે વાગી ગ્યાં છે....!”

            “બાય......!” લાવણ્યા ઢીલું મોઢું કરીને બોલી.

            સિદ્ધાર્થે સ્મિત કર્યું અને “બાય” કહીને બાઇકનો સેલ માર્યો અને બાઇક બરોડા જવા મારી મૂક્યું.

            આખા રસ્તે તે હવે એક જ વાત વિષે વિચાર્યા કરવાનો હતો કે લાવણ્યાને તેણે જે રીતે હળવું “બાઇટ” કર્યું એ અજાણતાં જ થયું હતું કે તેણે જાણી જોઈને “થવા” દીધું હતું. જે “હક” લઈ લેવાની લાવણ્યા વાત કરતી હતી, શું એ હક લેવા તરફ તેણે એક ડગલું માંડી દીધું હતું...!?

 

■■■

“સિદ્ધાર્થ”

instagram@siddharth_01082014