ફરે તે ફરફરે - ૬૭
હું મારા ધરવાળા સાથે આંખ મિલાવવાનો પ્રયત્ન કરતો હતો કેટલા વરસો પછી થોડા રુમાની હો જાય ચંદ્રકાંત, થોડી પ્રેમની વાતો કરીએ થોડો કરીશુ પ્રેમ કરીશુ આવા બધા ખ્યાલોમાં ઘરવાળા સામે ટગર ટગર જોતો હતો ...ત્યાં એમણે
મારી સામે પોતાની નાની મારા કરતાં અર્ધી સાઇઝની આંખો મોટી આંખ કરી ."તને કંઇ ખબર પડે છે ? કંઇ ભાન છે? શું કરે છે ? અમેરિકામા બિલકુલ એલાવ્ડ નથી "
“હેં?"
“કોઇની સામે આમ ટગર ટગર ઘુરકીને જોયા કરવાનુ એલાવડ નથી . રોનક કહેતો હતો નો સ્ટારવીંગ એવુ કંઇક પછી પાછો તારો ભરોસો નહી ક્યાંક આંખથી ઇશારો કરી નાંખ તો જેલમાં જવું પડે .”
“અરે વહાલી હું તો તને કેટલા વરસો પછી પ્રેમભરી નજરે જોતો હતો .. મને થતું હતું કે એકાદ પ્રેમરચના લખાઇ જાય તો મજા પડી જાય ..આમાં મારો દિકરો ને અમેરીકન કાયદા ક્યા આવી ગ્યા છેક જેલમાં પુરવાની બીક બતાડવા માંડી ..પણ હું તો તારી સાથે આંખ મિલાવવાનો અટલા વરસે ફરીથી પ્રયત્ન કરતો હતો બસ”
“ઓહ..મને એમ કે તું આપણી પાછળ જે જોડકુ મસ્તી કરે છે તે જુવે છે . “
હવે તને જેલમાં પુરવા જેવી વાત કરી .. આવી રીતે તેં ક્યારે ઇ જોડકાને છાનું છાનું જોઇ લીધુ બોલ.. પોતે મોટી શરીફ બને છે પણ આવી કોઇની પ્રેમચેષ્ટા જોવાય ? એ માનસીક ગુન્હો તો બને જ છે ..”
“ વાહ ગુરુ માન ગયે .. આખી વાતને ઘુમાવીને મને જ ગુન્હેગાર બનાવી દીધી . ચંદ્રકાંત તું પોતે જ કહે છે કે સ્ત્રીને ત્રીજી આંખ હોય જે પાછળ પણ ફરતી જ હોય એટલે તમને બધા બાઘડા પુરુષોને ખબરપત્રી ન પડે એમ અમે તિરછી નજરે જોઇ લઇએ બાકી આપણી તો એકબીજાની નજર મળવી બાકી જ ક્યાં છે ? તને યાદ છે
“મારા ભોળા દિલનો હાઇ રે શિકાર કરીને ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર
કરીને ..ભોલે ..અબ વો દિન નહી રહે..ગુડગુડ ગોથે મત ખીલાવ..નૈયા
પાર નહી લગેગી..."પાછળના જોડકાની વાતમા ઘરવાળીએ મને ભેરવી દીધો..
“આ લોકો ગોગલ્સ પહેરીને ક્યારના આપણને તાકી રહ્યા છે કે આ ડોસો
ડોસીને હજી પ્યાર કરે છે ..." મેં વળતો ફટકો માર્યો...
“તને કેમ ખબર ?"
“હમણા એણે મને ઇશારો કર્યો કીપ ઇટ અપ નો ..!"
“તારી વરસો જુની ઘીસીપીટી ટેકનીકને બદલે...લે થોડુ ડ્રાઇફ્રુટ ખાઇશ તો
નવા સારા વિચારો આવશે..."
“હવે મારા ભાગે ડ્રાઇફ્રુટ જ છે તાજા ફ્રુટ તો જો પાછોળ છે જબરા શરમ વગરના છે હવે જો વધારે આગળ વધશે તો આપણે એમને પ્પ્રેમમા ગુલતાન થવા જગ્યા બદલવી પડશે .. આમ પણ આ બાંકડા ઉપર તડકો વધવા માંડ્યો છે .પણ જો ડાફોરીયા ન મરાય ,ન તારી સાથે આંખ મિલાવી શકુ તો લે મારા ફોનમા સરસ ગઝલો છે ચાલ બેસીને થોડુ રડી લઇએ..."
તું હોઝલ લખવા વાળો તને વળી રડવાનો વિચાર કેમ આવ્યો ? તુ તો હર ફિક્રકો
ધુંએમે ઉડાતા ચલા ગયા વાળો છે ચાલ આપણે પૈલી ગઝલ ગાઇએ "ચાલ
મળીયે કોઇ પણ કારણ વિના...રાખીયે સંબંધ..."
આ છોકરાવ ત્રણ કલાક નિકળી ગઇ પણ આ રેતીમા સ્કી કરવા ધોમધખતા તાપમા શું સવાદ લેતા હશે? નાના છોકરાવ એમાં નાની ટબૂડી સોનબાઇ આવા તડકામાં બિચારી સાવ કાળી પડી ગઇ હશે … ન પાણી ન પીપી કંઇ યાદ નહી આવતું હોય ?
ચિંતામા રઘવાટમા રેતીમાં દુરથી કોઇને આવતા જોઇએ એટલે "જો આપણી મંડોળી વાળા આવતા લાગે છે"કર્યા કર્યુ ને રેતીના દરિયા નજીક એક બેંચ ખાલી થઇ એટલે
ત્યાં બેસી ગયા ..અમારી સામે નાની પગથાર પછી ઇતિહાસના લખાણો વાળા
બોર્ડ લોકો હોંશથી વાચતા હતા.
થોડી વારે માથામા છાલીયા જેવી ગોળ સફેદ ટોપી પહેરેલી,લાંબા આબા પહેરેલી નન નુ ટોળુ નિકળ્યુ...લાંબા મોઢા તેમની ટોપી ઉપરથી ઇટાલીયન હોવાની ચાડી ખાતા હતી...જીંદગીને ખારુ રણ સમજીને નન બનેલી શું અંહી શોધતી હશે ? મને ઇંડીયાના કેટલાક જૈન મિત્રો યાદ આવી ગ્યા .. મુબઇની દરેક હોટેલમાં ગુજરાતીઓના ટોળાઓ ફરતા હોય પણ આવા ગ્રાહકોમાં જૈન લોકો જૈન સમોસા જૈન વડા જૈન પાંવભાજી આમ આવી ડીમાન્ડ કરતા હોય છે મારા મિત્ર રોહિત જે પોતાને પાક્કો જૈન કહે તેને એક વખત બધાની વચ્ચે ઉધેડી નાખ્યો..
“એલા રોહિતા શું જૈન જૈન કરે છે તમારે માટે શરીરનું ખાવાનું કોઇ મહત્વ જ નથી એટલે તારે જૈન પાંવભાજી જૈન પીઝા શેના ખાવાના ભાઇ ? તારે તો દાળ ભાત રોટલી જે મળ્યુ થાળીમાં તેને ભેગુ કરી ને ખાઇ જવાનુ હોય પછી પ્લેટમાં પાણી નાખી એ પી જવાનુ હોય એને હોટેલમાં લવારી કરે છે જૈન જૈન .. તંબુરો તારો જૈન “
આવુ જ આ નન માટે હોય તો તેને વળી ટાપટીપ કરીને ફરવાનું? એવુ વિચારતો હતો.
આગળ એક નાના છોડ ઉપર પતંગીયા ને મધમાખીઓના ટોળા જોઇ અમેરિકનો ઝુમ લેંસથી ફોટા લેતા હતા .અચાનક એ ટોળામાથી ચારેય જણ પ્રગટ થયા..
રણમા જાણે ઝરો ફુટ્યો...સાથે સાથે બાપાનો ગુસ્સો ફુટ્યો ....