ફરે તે ફરફરે - ૬૪
મુળ લેક હેમિંગ્ટન જવાનુ ,મોડા પડવાથી ઉડી ગયુ હતુ .પ્રવાસની બધ્ધી
હોટેલો બુક થઇ ગઇ હોય એટલે "સાંજ સુધી રોકાઇ જાઇએ "એવુ કંઇ થયુ
નહી બઢે ચલો ઓ ભારતીય બઢે ચલો ના નારા લાગી ગયા...ભારતીએ
પણ હસતા હસતા ટાપસી પુરી...બે કલાક પછી માથેરાન જેવા હિલસ્ટેશન
નામે હોટ સ્પ્રીંગગામે પહોચી ગયા . બહુ સુઘડ સુંદર ટેકરીઓની હારમાળા વચ્ચે ઉપર નીચે ચડતા ઉતરતા હોટેલ પહોંચી ગયા.રમેશ પારેખનુ ઢાળ ઉતરતી ટેકરીયો
ને બદલે જુવાનીયા કેપ્ટન સાથે ઢાળ ચડતી ટેકરીયો નો પ્રવાસ યાદગાર
બની ગયો, એની વાત પણ આજે કરીશ.
“આ ચંદ્રકાંતને લઇને ક્યાય જવુ એટલે મારે ઉપાધીનો પાર નહી (નાનપણથી
સાંભળતો આવ્યો છુ ..)બસમા બેસે એટલે એને ઉલ્ટી ચાલુ થઇ જાય..ડીઝલની
વાસની જબ્બર એલર્જી છે તો છે ..આડાબેસો કે ઉંધા બેસવાનુ કે બેવડવળીને હોય તોય ઉલટી... ઉબકા આવે જ આવે.. માથું ચક્કર ફરે એટલે ઓવામાઇન સાથે જ રાખવાની જમવાનુ નહી..આવી પ્રકૃતિના બાપાના ઘરવાળા સાવ ઉંધા..કંઇ ન થાય બસમાં પહેલી સીટ હોય તોય મજા ને પાછલી સીટ હોય તોય મજા .. મુળ એનું કારણ શું ? એ દસ બાર વરસની હતી ત્યારથી ઘરથી દુર હોસ્ટેલમારહીને ભણી એટલે દર દર દસ પંદર દિવસે બસ પકડીને ગામ જાય ત્યારે એ જમાનાની એસ ટી બસમાં બધી કાચની બારીઓ સીટ બધુખડભડ થતુહોય બાકી હોય તો ડીઝલ એંજિનની બસ ચલાવતા ‘ બાપુ’ઓ ખજાક ખજાક ... આંચકા આપતા બસને રમરમાવે એમાં ઘરવાળાને આદત પડી ગઇ પણ બાપા તો ઘરમાં જ મોટા થયા સાઇકલ વીર .. ક્યારે ઘોડાગાડી સવારી પણ ભાગ્યમાં બસ ઓછી આવી …મુંબઇ પહોંચ્યા ત્યારે બસ મુસાફરી પોસાતી નહોતી પણ લોકલ ટ્રેનમાં બાપાએ જીંદગીના ચાલીસ વરસ કાઢેલા.. એટલે વાંધો ન આવ્યો પણ ભાગ્ય કેવું કે સ્કુટર જીંદગીભર નથી છુટ્યુ અને ગાડીનો ઘંઘો જ કર્યો એટલે રોજ ગાડીઓ ચલાવવી પડે..! લોકો ચમચમતી ગાડીની લાલસા કરે બાપાને પચાસ વરસ પછી ગાડી ચલાવવાનો મોહભંગ થઇ ગયો ..બીજાની ભુલથી નવી નક્કોર ગાડીની દહાણુરોડ ઉપર વરસતા વરસાદમાં ટિક સાથે હેડ ટુ હેડ ડેશ થઇને ડ્રાઇવરી કરતા નવી ગાડીનાં માલીકનો નાનોભાઇનાં પેટમાં સ્ટીયરીંગ ધુસી ગયુ બાપાથી ત્રણ ઇંચ દુર ટ્રકનું બંપર આવી ગયુ એવો મોતનો સામનો થયો ત્યારથી ગાડીએ મોત સામાન ક્યારે બની જાય એ કહેવાય નહી .. એને લીધે બાપા જ આગળ બેસે અને દિકરાને સતત ઓવર સ્પીડીંગની નાપાડે .. કંન્ન્ટ્રોલ કરાવે .. ભગવાન પણ ઉંધા ચત્તા જ ગોઠવે એની ફરીયાદ કોને કરવી ? હજી મજા તો એ છે કે જો પેટ્રોલ ગાડી ને આગળની સીટ મળે તો ચડાવો ઉતારો ગોળ ફેરવો કોઇ પ્રોબ્લેમ નહી..! આ બધું પ્રવાસની મૌજ ગણી ઢાળ ઉતરતી ટેકરીઓનું રમેશ પારેખનું ગીત ચંદ્રકાંત ગણગણતા હતા … સંધ્યાનીલાલી આકાશમાં છવાયેલીહતી … આછો હળવો ઠંડા પવનની લહેરખી સહુને તાજગી બક્ષીગઇ…
મારુ પ્રકૃતિ પુરાણ બંધ કરીને અમારી હવે અમારી કઠણાય શરુ થવાની હતી ...ક્યાંક મેક્સીકન તો ક્યાંક સ્પેનિશ ફુડ મળવાનુ હતુ .
હોટસ્પ્રીંગમા "ટાકોમામા"મા રાત્રી ભોજન લીધુ ત્યારે ગાડી કેપ્ટને આંખ
સામે રાખી હતી...મે ઇંક્વાયરી વાળી આંખ કરી પુછ્યુ ત્યારે તેણે કહ્યુ
“જમીને પાછા આવો ત્યાં સામાન ભરેલી ગાડીનો સામાન ગુમ થઇ જાય
એવા બનાવ અહીંયા કોમન છે! ગાડી ન લઇ જાય એ ફિક્સ"
અમારા પેટમા પડેલુ ચુથાવા લાગ્યુ" હેં આપણે ગુંડાના ગામમા આવ્યા છીએ
કે શું ?"માર્યા ઠાર .. આતો બહારવટીયા જેવુ થયુભાઇ.. રોબર રોબર.! મારાથી ગભરાટમાં સહેજ મોટેથી બોલાઇ ગયુ.. એટલે કેપ્ટને મને શીસકારો કરી ચિપનો ઇશારો કર્યો.. કેમ જાણે કોઇ રોબર સાંભળીને ગન સાથે પ્રગટ થવાનો હોય..!
“ડેડીઆ આરકાન્સા સ્ટેટ છે આખા અમેરિકામા સાવ લુખ્ખામા લુખુ સ્ટેટ..જંગલ
એની લખલુટ સંપત્તી બાકી રસ્તા રીપેર કરવાના પૈસાની સરકાર પોતે લોન લે બોલો !
“આપણે ચેનવાળુ તાળુ ઇંડીયાથી લાવ્યા હત તો સારુ થાત"મે મત રજુ
કર્યો પણ સામુહિક રીતે મારો બોઇકોટ કરવામા આવ્યો . જમીને અમે રુમમા સામાન
ગોઠવી અને સુવા માટે પ્રયત્ન કરતા હતા ત્યારે પેટમા સલાડ ભાત
અને ટાકો પાડ્યા હતા કે રમતા હતા તે નક્કી નહી .