Fare te Farfare - 60 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 60

Featured Books
Categories
Share

ફરે તે ફરફરે - 60

ફરે તે ફરફરે - ૬૦

 

વહેલી સવારે  અલરોસાની હોટેલમા નાસ્તા કરી સામાન ગાડીમા મુકી ચેક

આઉટ કર્યુ ત્યારે આઠ વાગ્યા હતા.. ગુગલકુમારી આજે મીઠા અવાજે અમને ઠપકો આપતી હોય કે "શું અટલા વહેલા વહેલા દોડો છો જરાક તો જીવને જપ રાખો..."એવુ મને લાગ્યુ.વીસેક મીનીટના ડ્રાઇવ પછી  ચેકપોસ્ટ આવી મીલીટરી ના જવાને કડક

પુછપરછ પછી કડક સુચના આપી ..."નો લેફ્ટ નો રાઇટ નો સ્ટોપ નથીંગ

ઓકે ગો સ્ટ્રેટ...એન્ડ નો સ્પીડીંગ ઓનલી સ્પીડ  યુ ગો  ૩૦ માઇલ્સ...

મિલિટરી ઓપરેશન ઇઝ ગોઇંગ ઓન..." એક તો કડદમજી જેવા છ ફુટ ઉપરનાં કડક ચહેરાને જોઇને જી જી થઇ જાય બીજું હાથમાં ઓટોમેટીક ગન…! મારાથી ધીરેથી અવાજ થઇ ગયો” રોનક ભાગ નહીતર આ સૈનિક ટાયર ઉપર ભડકો કરશે તો બસો ચાલીસ ડોલરની વાટ લાગશે “

“ યસ  સર. થેંક્સ હેવ એ નાઇસ ડે”

ગો ડોન્ટ સ્ટોપ” ગાડી ત્રીસ માઇલની ઝડપે આગોતરી વધતી હતી.

સવાર સવારમા ગરમાટો આવી ગયો અને પુછડી દબાવી ડાહ્યા ડમરા થઇ

ગાડી આગળ વધારી ."ભાઇ  હવે તો અંદર તો લેફ્ટ રાઇટ જોવાઇને ?  કાચ ખોલવાની યે ના પાડી છે પણ બંધ કાચ સાથે સહુ ગાડીની બારી ઉપર ટીંગાઈ ગયા"

ગાડીમે સન્નાટા ફેલ ગયા ...બાપાએ લેફટમા  એટેમીક રીસર્ચ સેન્ટર 

દેખાડ્યુ... જો રોનક આ મોટુ બોર્ડ જો ..વિશાળ કોમ્પલેક્સ ના   બાજુમાથી પસાર થયા "આ આનો લોચો આપણને નડ્યો..."એક માઇલની લિમિટ પુરી થઇ અને ગાડી ગીચ જંગલમાંથી રસ્તા ઉપર સરસરાટ દોડતી હતી .રસ્તાની એક બાજુ સાઇકલ વીર 

વીરાંગનાઓ  ફુલ સ્પીડમા સાઇકલો ચલાવતા હતા... હસતા હસતા ઢાળ ચડતા હતા . મને બચપનનીસાઇકલ સવારી યાદ આવી ગઇ પણ ત્યારે આવી સ્પોટ્સ બાઇક  ઇંડીયામા બનતી નહોતી .. અમારે બર પંદર વરસે ચલાવવી હોય તો અઢારીયુ છોકરીઓ માટે પણ અઢારીયુ અને ઉંચી છોકરી છોકરાવ માટે વીસયુ  સાઇકલ આવતી હતી.. બસ પછી ઉંચા છોકરાવ માટે બાવીસયુ નો ભડકમદાર છ ફુટીયા માટે ચોવીસીયુ આવતી હતી .. મારા માટે આ ચેલેંજ હતી એટલે બાવીસયુ સાઇકલ લીધી હતી અને પગ પહોંચાડવા થોડુ વાંકુચુકુ થવુ પડતુ હતુ પણ પછી સાઇકલ એવી ફાવી ગઇ કે સુમસામ અમારા બંગલા બાજુનો કલેક્ટર બંગલા રોડ આવે અટલે હાથ ઉંચા કરીને સાઇકલનાખેલ કરતો હતો પણ ઢાળ ચડવામાં બહુ ભારે પડતુ અને ઉતરવામાં બ્રેક બરાબર પકડી દબાવી રાખતાં હતા .. પણ આ જુવાનીયાવની ઓટો મેટીક ગીયર વાળી સાઇકલ સરસરાટઉપર ચડતી હતી ને ઢાળ ઉતરતી વખતે ગીયર બદલીને સ્પીડ કંન્ટ્રોલ કરતા હતા ..

બરાબર નવમા દસ મીનીટ બાકી હતી ત્યારે અમે   નેોશનલ પાર્કમાં એન્ટ્રી કરી લીધી ને

મશીનને પુછ્યુ કે  કિધર પૈસા ભરનેકા ?વ્હેર?

મશીન બોલ્યુ ગો ટુ ટુરીસ્ટ સેંટર  મને કાને કાચુ એટલે એમ સમજ્યો 

“ગો ટુ હેલ"

“આ શું બોલે છે આગળ હેલ છે કે હેવન ?"

“ડેડી આપણે ત્યાં જઇને જોઇએ તો ખબર પડે ને ? તમે બધા હવે બારી

બહાર જોયે રાખો કદાચ ભાલુ કે હરણા જોવા મળી જાય ."

અમે ટુરીસ્ટ સેંટર બહાર ગાડી પાર્ક કરી .અંદર જાણવા મળ્યુ કે ૧૦૦ 

ડોલરમા આખા અમેરિકાના તમામ નેશનલપાર્કની ફ્રી એન્ટ્રી  એક વરસ માટે

મળે નહીતર માથા દિઠ લાવો ચાલીસ ડોલર ...વાણીયાના દિકરાએ આ 

ટુરમાં જ નફો રળતા થઇ જશુ એમ સમાવ્યુ ને ધડ કરતા પૈસા આપી દીધા..

“ઇટ ઇઝ વેરી ગુડ.. પાસ ગાડીનો છે એટલે માણસ ગમ્મે તેટલા હોય ઇ 

બોનસ ડેડી" બાપાનાં બાપાને આવા ચાન્સ અમરેલીમા મળ્યા નહોતા એટલે એમણે ઘુમાવીને યાદ રખાવેલુ કે જો બે પૈસામાં પતે તો ચાર પૈસા શું કામ વાપરવાનાં ? આપણે તો શૂન્યમાંથી સર્જન કરવાનું છે … સમયનું ચક્ર હવે બદલાઇ ગયુ હતુ એટલે દિકરો આવા વિચાર કરી શકતો હતો અનેસો ડોલરનું ડીલ વિચારીને કરી શકતો હતો એ જ્યારથી બાપાને સમજાયુ ત્યારથી દિકરાને વધાવીને બાપા પોતાની છાતી ફુલાવતા હતા એટલે ઇંડીયન વોરન બફેટ ડેડીએ  દિકરાને બિરદાવ્યો...

.........

હવે  જે જોવા માટે અમે આવ્યા હતા તે મુળ નેટીવો ઉર્ફે રેડ ઇંડીયનો ની મોટી એક જમાનામા વસાહતો હતી .એ લોકો ચાર પાંચ હજાર ફુટ ઉંચા ચારે તરફ ડુંગરાઓ વચ્ચે રહેતા હતા 

તેમના અવશેષો સમાન આ નગરમા ગીરી કંદરામા બનાવેલી ગુફા નગરી,

કુવા  સૈનિકોના  અલગ જાતના ઘર હથીયારો તીર કામઠા વાસણો આભુષણો અમારી

સામે મોજુદ હતા ... શા માટે એ લોકો આવી ઉંચી ગુફામાં રહેતા હતા તેનુ કારણ પણ સમજાયુ હતુ કે રીંછ દીપડા કદાચ એવાજ બીજા જંગલી પ્રાણીઓ રાતના વિચરતા હોય તે માણસને ટારગેટ બનાવે જ એટલે એ પહોંચી ન શકે તેવી ગુફાઓમાં રહેતા હતા . અદ્ભૂત…એક સ્નેપ ત્યાર પછીની સંસ્કૃતિ સ્પેનિશ નો મુક્યો હતો  હવે અંહી ગુફા 

નગરીનો મુકુ છું...