Fare te Farfare - 56 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 56

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

ફરે તે ફરફરે - 56

ફરે તે ફરફરે - ૫૬

 

મેક્સીકનોની મુળ ભાષા કઇ એ મને ખબર નથી ,નથી અમેરીકનો સમજી 

શક્યા એટલે આપણે ત્યાં જેમ રોહિંગ્યા મુસલમાનોએ જેમ ધુસણખોરી

કરી પછી  એ લોકો અંદર અંદર એની ભાષામા વાત કરે એટલે આપણે

આપણે નહોતા સમજ્યા એમ આ મેક્સીકનો આજે પણ અમેરીકામા

અંદર અંદર વાત કરે ત્યારે સ્પેનિશ નહી પણ પોતાની નેટીવ ભાષામા

વાત કરે છે એ અમેરિકનો નથી ઉકેલી શક્યા.. એ લોકોને એની બહુ પડી પણ નથી કારણકે બહુ આંદોલનો કરી લાખો હબસીઓના બલિદાન પછી તેમને આઝાદી મળી છે એટલે હવે સેક્ન્ડ તો સેક્ન્ડ સીટીઝન બની ટેસથી જીવે છે પણ આ મેક્સીકનો તો બીચારા ચોરટાની જેમ વાડ જંગલ નદીઓ પાર કરીને આવ્યા છે તેમને ભાગે ન તો સીટીઝનશીપ મળી એટલે સાવ સસ્તાભાવે આ ગોરીયાવને મજૂર મળી ગયા છે. એટલે એ મોકલા બિચારાં મળી ગયા છે . પણ એમની વાનગીનો ચટકો અમેરિકનોને એવો લાગ્યો છે કે વાત ન પુછો.

એમતો બોલચાલની ગુપ્તભાષામાં અમારા પરજીયા સોની મિત્રો  સોનાની વાત કરતા કરતા "ભેગ" કેટલો છે અને હજુ કેટલો કરવાનો તેને માટે અણી કણી તણી જાનબાઇ

રુપબાઇ ...બોલે ધરાક બિચારો કોક પીધા કરે પણ હરામ બરોબર જો કંઇ 

સમજાય તો...આવું જ અમારા મારવાડી મિત્રોએ આંગડીયામા રુકો મોકલે

(રુકો એટલે આપણે હુંડી સમજવાનુ એ લોકો હવાલા કહે) તો મારે કલકત્તા

ના મારવાડીના પૈસા નો રુકો ચાલીસ વરસ પહેલા આવેલો..."આવેલ

શીગવીને એક ઘાઘરો એક ચોળી આપોસે "

મે અંહીની પાર્ટીને પુછ્યુ કે "આ ઘાઘરો ? આ ચોળી ?"

“આ લોકો બોલે બહુ ઓછુ "ભાયા મારે પચી દેવાના સે સહી કરો"

......

પણ બોલચાલની જાહેર મેક્સીકોની ભાષા સ્પેનીશ આજે અમેરીકાની

ઓફિશીયલ સેકન્ડ લેંગવેજ છે .જમવામા જગલો ને કુટવામા ભગલો 

એવો અમેરીકામા આ લોકો નો ઘાટ છે બિચારા થઇને  મેકલા ટુટી મરે

ને અમેરિકનો જલસા કરે ન વોટીંગ રાઇટ ન એકાઉંટ ખુલે ન લાઇસન્સ

મળે કંઇ નહિ તોય લહેરથી જીવે...અત્યારે સવારથી નિકળ્યા ત્યારની

ઘરના નાસ્તા ડીશો  ખલી થવામાં છે.... મને ઝોકા આવે છે

અમારે સાંતાફેય જવાનુ છે અત્યારે અમે સાંતારોસા પહોચ્યા છીએ ખબર

નથી આગળ સાંતાલોચા આવશે કે સાંતાખોટા ....

એકબાજુ મેક્સીકન શૈલીના મકાનો વધતા જાય છે ને બીજી બાજુ ભુખ વધતી

જાય છે મે વિનય પુર્વક કેપ્ટનને પુછ્યુ "હે પરાક્રમી ઉત્તમ પુત્ર કહે

આ સાંતાના ચકરમાંથી મુક્ત થઇ ક્યારે અમે સંતાસીંહ બંતાસીંહને ક્યારે મળીશુ?"

“હે પરમ પિતા આપ ભુખના સ્મરણો ના કરો હજી બે કલાક ની વાર છે"

મે બારી બહાર નજર દોડાવવી ચાલુ કરી .ચારે તરફ મેદાનોની વચ્ચે

વિશાળ કદની વિન્ડમીલો  લાગેલી હતી અને તેની ચાલીસ ચાલીસ ફુટ

લાંબી પાંખો ને ગોળ ફરતી જોવાનો નયનરમ્ય લહાવો લેતો હતો...વચ્ચે

વચ્ચે નાના નાના ઓઇલના કુવામાંથી કાચુ સોનુ નિકળતુ હતુ નાની રીફાઇનરી

ની આગ ઓકતી ચીમનીઓ નજરે ચડતી હતી ...

એક બાજુ  જમ્યા વગર માણ ન વળે તેમ  મન ભોજનની કલ્પનામા રાચતુ 

હતુ તો રસ્તામા ગુડ નાઇટ અનેરીક હસબંડ ગામ પસાર થયા...

અચાનક એક ગામના નામના વાંચી રુવાડા ઉભા થઇ ગયા "અમરેલો"

અમરેલીના બાપુ ગધ્ધેસીંહેજીએ અમરવેલડી ગામ વસાવ્યુ હતુ તેને

અમારા સુરિ(ભણેલા સાક્ષરો પુર્વજોને કહે તે નામ)ઓ એ અમરેલી કરી

નાખેલુ જે મરે જ નહી ....સુરતી લાલાઓનુ સુરત સોનાની મુરતમાથી

“પિટ્ટલ"એટલે પિતળ થઇ ગયુ એટલે "ડાનટ"બગડી અને  એક ગામનુ

નામ અમરોલી કરી નાખ્યુ ત્યારે અમારા ગધ્ધેસિંહબાપુ તલવાર તાણી

લડવા જવાના હતા ત્યારે ચતુર વાણીયો ચંદ્રમોહને  બાપુ ને રીઝવ્યા

“બાપુ આપણે તો ખુશ થવાનુ કે આપણાં ડંકા સુરત સુધી વાગે છે ને

તો ઓવારી જવુ હોય તો ઇનામ અકરામમા દેવુ હોય તો અમરોલી દઇ દેવાનુ "

બાપુ બોલ્યા "ધન છે વાણીયા ધન તારી જનેતાને.જા આજ થી ઇવડુ

ઇ અમરોલી તમારૂ.લઇ આવો પિતળનુ પતરુ ને લખાવો લેખ હું

રાજ મોહર મારી દઉં"

હવે અમેરિકાનુ અમરેલો? ગાડી ઉભી રાખ.મારે હમણા અનશનની ફેશન

ચાલે છે તે અત્યારે જ અનશન ઉપર ઉતરવુ પડશે"

“તો હમણાં પાંચ મિનીટમા લીટલ પંજાબ પહોચી જઇશુ તેની ભીની ભીની

ખુશ્બુ આવે છે ...શું કરુ?"

“ચાલો પહેલા સરદારજીની ઉપર તુટી પડો..."

“ડેડી ભુખ વધારે લાગી ગઇ છે બીજૂ કંઇ નથી હમણા બધુ શાંત થઇ જશે"