Antrikshni Aarpaar - 5 in Gujarati Astrology by Jaypandya Pandyajay books and stories PDF | અંતરિક્ષની આરપાર - એપિસોડ 5

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

અંતરિક્ષની આરપાર - એપિસોડ 5

અંતરિક્ષની  આરપાર એપિસોડ - 5 આજથી લગભગ  એક સદી થી પણ પહેલા અમદાવાદ નાં ખાડિયા રાયપુર વિસ્તારમાં એક  વડનગરા નાગર ગૃહસ્થ બ્રાહ્મણ વસવાટ કરતા હતા.  તેઓ એ સમયે  ચાલતી બ્રિટિશ રેલવેમાં ક્લાર્ક તરીકે માનદ સેવા આપતા હતા. ઉંમર લગભગ 45 - 46 વર્ષ જેટલી હશે. તેઓ સ્વભાવમાં  એકદમ સરળ હતા. સફેદ ધોતી ઉપર ઝભ્ભો અને કાળો કોટ અને  ટોપી એ તેમનો પોશાક હતો. અચાનક એક દિવસ તેઓ પોતાની રેલ્વે ની ઓફીસ માં ટેબલ ઉપર બેસી ને પોતાનું ક્લાર્ક નું કાર્ય કરી રહ્યા હતા. અને ત્યાં ત્યારે તેમને હૃદય રોગ નો મોટો જીવલેણ હુમલો આવ્યો હતો, અને તેઓ પોતાની ઓફિસ માં જ ખુરસી ઉપર ઢળી પડ્યા. રેલ્વે સ્ટાફ બધો ભેગો થઈ ગયો. તાત્કાલિક ઘોડાગાડી બોલાવી અને ડોક્ટર સાહેબ ને ચેક કરવા માટે લેવા માટે માણસ મોકલ્યો. ડોક્ટર સાહેબ આવી ને ચેક કરી ને જણાવેલ કે, આ દાદા એ ગુજરી ગયા છે.ત્યાર બાદ ઓફિસ સ્ટાફ બધો દાદા ને લઈ તેમને ઘેર આવ્યા. બધી વિગત જણાવી. ઘર માં પત્ની, બે પુત્રો, એક નાનકડી દીકરી હતી. ઘર માં મોત નાં કારણે હાહાકાર મચી ગયો. આભ રડી પડે તેવું આક્રંદ ઘર માં છવાયું. એક પુત્ર એ દોણી લીધીઅને અગ્નિ સંસ્કાર માટે સૌ ગયા.અકાળે અધૂરી રહી ગયેલ જવાબદારી સાથે ભોળાનાથ દવે નાં આત્મા ને શાંતિ નાં મળી. 

ત્યાર બાદ બીજા દિવસે સવારે રેલ્વે ઓફિસ ખુલી. સૌ કર્મચારીઓ ઓફિસ માં આવવા લાગ્યા અને પોતાના ખુરસી ટેબલ ઉપર કામ ની શરૂઆત કરતા હતા.ત્યાં  તે ઓફિસ માં નિયમ મુજબ નિયમિત રીતે  જે જગ્યા એ ભોળાનાથ દવે બેસતા હતા, ત્યાં આવી ને તેઓ પોતાની ઓફીસ માં ફરી થી દેહ ધારણ કરી ને આવ્યા, મસ્ટર માં નિયમ મુજબ સહી  કરી. અને તેઓ પોતાની ઓફિસમાં બેસી પોતાનું નિયમ મુજબ નું કામ કરવા નું શરુ કર્યું. તે સમયે એક પ્યુન ઓફિસમાં પ્રવેશ કરે છે  અને તેણે ભોળાનાથ દવે ને જોયા અને આશ્ચર્ય પામે છે આ કંઈ રીતે શક્ય છે ? કે ગઈ કાલે તો આપણે આ દાદા ને સ્મશાન માં અગ્નિ સંસ્કાર આપી ને આવ્યા. તેઓ બળી ને રાખ થઈ ગયા પછી તો બધા ઘેર આવ્યા, તો તેઓ રાખ માં થી કઈ રીતે બેઠા થઈ પાછા આવ્યા??તે પોતાના સાહેબ પાસે દોડતો દોડતો જાય છે.. પટાવાળા :- સાહેબ સાહેબ ઝડપથી ઓફિસમાં ચાલો. ઓફિસર - શું થયું તું કેમ એટલો બધો ગભરાઈ ગયો છે ? પ્યુન - સર તમે મારી સાથે ઓફિસમાં આવો,  

મેં  જે દ્રશ્ય જોયું છે  તે તમે જોશો તો તમે પણ સ્તબ્ધ થઈ જશો. ઓફિસર -  પણ  થયું છે શું એ તો બોલ ? પ્યુન - હું બોલી નહિ શકું તમે પોતે જ રૂબરૂ આવી અને જોઇ લો. ઓફિસર-  તું  પહોંચ મારે હેડ ઓફિસે એક ફાઈલ તૈયાર કરી અને મોકલવાની છે એટલે હું એ કામ પતાવી પછી આવુ છું. પ્યુન - સર હું તમને વિનંતિ કરું છું કે તમે પહેલા મારી સાથે ઓફિસમાં આવો અને એ દ્રશ્ય જુઓ તમારું મગજ કામ નહિ કરે. સ્ટેશન માસ્ટર - એવુ તો શું છે કે તું મારી પાછળ જ પડી ગયો ? પ્યુન - સાહેબ મહેરબાની કરી તમે મારી સાથે આવો તો ખરા... સ્ટેશન માસ્ટર  - ઠીક છે. ચાલ શું છે તે જોઈએ.. ઓફિસર  એટલે સ્ટેશન માસ્ટર સાહેબ પ્યુન સાથે ઓફિસમાં દાખલ થાય છે. તે પણ જે દ્રશ્ય જુએ છે તે જોઈને અવાક બની જાય છે. આ કંઈ રીતે શક્ય જ છે ? આ વ્યક્તિ ભોળાનાથ દવે હવે કંઈ રીતે અહીં હાજર છે ???ઓફિસર બોલ્યા.

 પ્યુન - કેમ સાહેબ ?? મેં તમને કહ્યું 'તું ને કે તમે પણ જોશો તો તમારું મગજ નહિ ચાલે. ઓફિસર એક નજરે આ દ્રશ્ય જોયા જ કરે છે. એક વ્યક્તિ પોતાના ટેબલ પર બેસી કામ કરતા હતા.કદાચ કોઈને એમ લાગતું હોય  કે આ તો સામાન્ય વાત છે પણ નહીં .તે સ્ટેશન માસ્ટર બિચારા પરસેવાથી નાહી લે છે, તે પ્યુન ને વારંવાર એક જ પ્રશ્ન પૂછે છે કે આ  કંઈ રીતે શક્ય બને ? પ્યુન - મને પણ એ જ સમજાતું નથી. 

ઓફિસર - હું હેડ ઓફિસે તાર કરું છું. પ્યુન - ઠીક છે. 

ઓફિસર હેડ ઓફિસે તાર કરે છે,  ત્યાં કોઈ સિનિયર અધિકારી ને તે તાર મળે છે .આ તાર માં જણાવેલ કે સર , હું અમદાવાદ રેલવે  સ્ટેશન થી વાત કરું છું. તમે તાત્કાલિક તમારી ઓફિસર ટીમ સાથે અમારી ઓફિસ પર આવી શકશો. અમે બધા ડરી ગયા છે..તાર માં સેન્ટ્રલ ઓફિસ નાં સિનિયર અધિકારી પૂછે છે - શું થયું ? શું પ્રશ્ન છે ? વાત તો કરો... તાર માં ઓફિસર - સર માફ કરશો પણ તાર પર આ વિશે વાત થઈ શકે એમ નથી. જો તમે રૂબરૂ તમારી ટીમ સાથે અહીં આવો તો સારું...    સાથે કર્મચારી રેકોર્ડ રજીસ્ટર પણ લાવવા વિનંતિ. ઓફિસરની વિનંતી પર સિનિયર અધિકારી મુંબઈથી અમદાવાદ આવે છે. કર્મચારી રેકોર્ડ રજીસ્ટર પણ પોતાની સાથે લઈને આવે છે. સેન્ટ્રલ ઓફિસ નાં સિનિયર અધિકારી ઓફિસે સવારે 8:00 વાગ્યે દાખલ થાય છે. ત્યાંના સ્થાનિક કર્મચારીઓ તેમનું અભિવાદન કરી બધી જ વાત કરે છે. સેન્ટ્રલ ઓફિસ નાં સિનિયર અધિકારી કાર્યાલય ઓફિસમાં પ્રવેશ કરે છે તે પણ આ જ દ્રશ્ય જુએ છે. એક વ્યક્તિ પોતાના ટેબલ પર બેસી કામ કરી રહ્યા હતા. તેમણે સ્ટેશન માસ્ટર ને કહ્યું :-  આમાં તમે શું હેરાન થાઓ છો? આ એક સામાન્ય વ્યક્તિ પોતાનું કામ કરે છે તેમાં તમે કંઈ રીતે કહો છો કે  તમને ડર લાગે છે.તેમણે તમને હેરાન કર્યા ? તમારું કોઈ કામ બગાડ્યું ? બ્રાન્ચ ઓફિસર - નહીં. સિનિયર અધિકારી -  તો પછી શું તમે અમને અહીં બોલાવ્યા છે ? મારી સાથે હું 10 વ્યક્તિની એક ટીમ લાવ્યો છું.  તમેં આ માટે અમને મુંબઈથી અમદાવાદ બોલાવ્યા છે ?  તમને એ વાતનો જરાય અંદાજો છે કે મુખ્ય હેડ ક્વાર્ટર માં થી અધિકારીઓ બીજી જગ્યાએ જાય એટલે ત્યાં કેટલું કામ અટકે ? સ્ટેશન ઓફિસર - સોરી ! પણ આ વ્યક્તિના અગ્નિ સંસ્કારમાં અમે સ્ટાફના તમામ લોકો ગયા હતા. તેઓ થોડા દિવસ પહેલા અવસાન પામ્યા છે. તેમને ચાલુ સર્વિસ પર ફરજ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ અવસાન પામ્યા હતા. છતાં દરરોજ તેઓ અહીં કંઈ રીતે આવી શકે ? સરકારી રજીસ્ટર પર જે વ્યક્તિ મૃત્યુ પામ્યા ની નોંધ છે તે મર્યા બાદ સતત એક અઠવાડિયા સુધી રોજ નોકરી પર આવે અને મસ્ટર માં સહી કરે તેને તમે સામાન્ય ઘટના ગણો છો ? આ સાંભળી સિનિયર અધિકારી ડઘાઈ જાય છે શું વાત કરો છો તમે ? આ કંઈ રીતે બને ? મને માનવામાં નથી આવતું. બ્રાન્ચ ઓફિસર -  હા પણ આ જ સત્ય છે.  તમારે ઓફિસમાં કોઈ પાસે ખાતરી કરવી હોય તો કરી શકો છો. આ બધુ જ સાંભળી સિનિયર અધિકારીના "મોતિયા મરી જાય છે. "  છતાંય  સિનિયર અધિકારી હિંમત રાખી પેલા ક્લાર્ક પાસે જાય છે અને વાત કરે છે. સિનિયર અધિકારી -  તમે તો મહિના અગાઉ મૃત્યુ પામ્યા છો, પછી શા માટે અહીં આવી કામ કરો છો ? હવે તમે અહી કામ નિયમ મુજબ નાં કરી શકો.ભોળાનાથ દવે  - હું બે અઠવાડિયા પહેલા મૃત્યુ પામ્યો છું મારા ઘરે મારી પત્ની અને નાના બાળકો છે.  તેમનું ગુજરાન કંઈ રીતે ચાલે ? મારા મૃત્યુ બાદ મારા ઘર ની આવક બંધ છે ,તો હું અહીં આવુ અને કામ કરું તો તેમનું ગુજરાન મારા પગારમાંથી થઈ શકે. હું તો મારી ફરજ રોજ આવી ને બજાવીશ. પ્રેત યોની ને  નિયમ શું લાગુ પડે ???હવે બ્રિટિશ રેલ્વે નાં અધિકારી ને થયું કે જીવતા જાગતા માણસ ની જોડે માથાકૂટ કરી શકાય...પણ આ તો ભૂત પ્રેત ની દુનિયા નો અગોચર શરીર વગર નો જીવ..એટલે લાંબી વાતચીત કર્યા વગર ભોળાનાથ દવે સામે થી ઉભા થયા. અંગ્રેજી રિવાજ મુજબ તેમણે પોતાનો હાથ લંબાવ્યો અને દાદા એ પણ હાથ લંબાવ્યો...અંગ્રેજ અધિકારી ને પહેલા તો હાથ માં હાથ હોવા છતાં કશું પોતાના હાથ માં અનુભવાતું નથી તેમ લાગ્યું. 

દાદા હાસ્ય કરી બોલ્યાં - સાહેબ, આ મારો છાંયા દેહ છે, આપ સૌ ની જેમ પંચમહાભૂત નો બનેલો નથી. અમારી યોની માં ત્રણ તત્વો હોય છે : અગ્નિ તત્વ, વાયુ તત્વ અને તેજ તત્વ...પૃથ્વી એટલે કે માટી અને જળ એટલે પાણી લોહી તત્વ અમારા માં હોતું નથી . આથી આપને હું અમારા રિવાજ મુજબ 🙏🙏કરું છું...અંગ્રેજ અધિકારી ચકિત થઇ ગયા અને જોયું કે ભોળાનાથ દવે 🙏🙏 કરી રહ્યા છે. તેમનું ચેતા તંત્ર ની ગતિ અટકી ગઈ. પોતાના જીવન માં પ્રથમ વાર એક પ્રેત નો સ્પર્શ પરોક્ષ રીતે થયો હતો. અને તે ઠંડો લાગ્યો હતો.ત્યાર બાદ  બ્રિટિશ રેલ્વે નાં  સિનિયર અધિકારી વિચાર કરે છે.  તે બીજા દિવસે મુંબઈ આવી પોતાના ઉપરના અધિકારીને બધી વાત કરે છે.

ઘણા વિચાર વિમર્શ બાદ તેમના પરિવારને  માસિક મદદ સ્વરૂપે અમુક પૈસા આપવાની જોગવાઈ કરવામાં આવી. આ રીતે દર મહિને શ્રી ભોળાનાથ દવે નાં પરિવાર ને આર્થિક મદદ મળતી શરૂ થઇ હતી.આ એક પ્રકાર નું પેન્શન શરૂ થયું એથી  તેમના પરિવારમાં ઘર માં સૌ કોઈ ને નવાઈ લાગી. પણ આ ઓફિસમાં તેમના પાડોશી સાથે નોકરી કરતા હતા. તેમણે બધી જ વાત આ વ્યક્તિના પત્નીને કરી.  તેમના પત્નીને પણ થોડીવાર માટે માનવામાં આવતું ન હતું. દાદા નોકરી કરવા માટે હજુ પણ આવતા હતા.

બાદમાં તેમના દવે પરિવાર દ્વારા આ ભોળાનાથ દવે ના મોક્ષ માટે નારાયણ બલીની વિધિ ચાણોદ માં  કરાવવામાં આવી હતી.અને તેઓ નો મોક્ષ સદગતિ થઈ અને તેઓ પછી ઓફિસ માં આવતા ત્યાર બાદ બંધ થયા હતા .ખાસ નોંધવા જેવી બાબત એ છે કે એ સમયમાં પેન્શન યોજના ન હતી.  

1894 - 1904 આસપાસના દસકામાં  બનેલી આ સત્ય ઘટના છે. આ ઘટનાના મુખ્ય પાત્ર રેલવે ક્લાર્ક શ્રી ભોળાનાથભાઈ દવે  જેઓ ચાલુ ફરજ પર અવસાન પામ્યા હતા.  તેમના બે લગ્ન થયા હતા. તેમના પ્રથમ પત્નીથી થયેલ પુત્રનું નામ કેદારનાથભાઈ તથા બીજા પત્ની ઈશ્વરબાથી થયેલા સંતાનોમાં પુત્ર સાકરલાલ અને પુત્રી ઇન્દ્રાવતી બેન આ ઇન્દ્રાવતી બેનના લગ્ન શ્રી પેટલાદ નાં સત્યેશ્વર દુગેશ્વરજી ત્રિવેદી સાથે થયા.  તેમના ઘરે પુત્ર શ્રી પ્રમોદચંદ્રભાઈ ત્રિવેદીનો જન્મ થયો. અને શ્રી પ્રમોદચંદ્ર સત્યેશ્વર  ત્રિવેદી એ આ સત્ય ઘટના નાં લેખક શ્રી હેમેન્દ્રભાઈ ત્રિવેદીના પિતા થાય.  અહીં  જે પ્રસંગ / ઘટનાનું આલેખન કરવામાં આવ્યું છે. તેના મુખ્ય પાત્ર શ્રી ભોળાનાથ ભાઈ દવે  શ્રી હેમેન્દ્રભાઈ પ્રમોદ ચંદ્ર ત્રિવેદીના દાદા શ્રી સત્યેશ્વર ભાઈ ના સસરા છે. અને આ સમગ્ર ઘટના ની વાત શ્રી ભોળાનાથ દવે નાં પુત્રી સ્વ. શ્રીમતી ઇન્દ્રાવતી બેન સત્યેશ્વર ત્રિવેદી એટલે કે મારા દાદીમા એ પોતે અમોને કહી હતી. 🙏🙏આ સત્ય ઘટના છે માનસ પટ પર રચેલિ કાલ્પનિક રચના નથી.  વર્ષો પહેલા બ્રિટિશ સરકારના ચોપડે નોંધાયેલી અને અમદાવાદ , ખાડિયા  રાયપુર વિસ્તારની આ સત્ય ઘટના છે.  કોઈને ખાતરી માટે તપાસ કરવાની ઈચ્છા હોય તો કરી શકે છે. "અંતરિક્ષની આરપાર" કોલમના મુખ્ય એડિટર શાસ્ત્રી શ્રી પ્રૉ. હેમેન્દ્રભાઈ ત્રિવેદી છે.  જેમના જ સંબંધીઓ સાથે સંકળાયેલી આ ઘટના છે.

 કથાબીજ- શાસ્ત્રી શ્રી પ્રૉ. હેમેન્દ્રભાઈ પ્રમોદચંદ્ર ત્રિવેદી શ્રી સર્વેશ્વર ગણેશ જ્યોતિષ સંશોધન અને માર્ગદર્શન સેવા કેન્દ્ર ઉના 12 -  A  શ્રી હરિ તપોવન પાર્ક,  ગીર ગઢડા રોડ બાયપાસ પાસે ઉના -362560જી.- ગીર સોમનાથ 

આલેખન - જય એ. પંડ્યા                

 વડવિયાળા