Antrikshni Aarpaar - 7 in Gujarati Astrology by Jaypandya Pandyajay books and stories PDF | અંતરિક્ષની આરપાર - એપિસોડ 7

Featured Books
  • THIEF BECOME A PRESEDENT - PART 5

    भाग 5 (मजेदार मोड़): एक सनकी हसीना का आगमन टिमडेबिट ने सब सच...

  • बेवफा - 44

    ### एपिसोड 44: नई सुबह की ओरसमीरा की ज़िन्दगी में सबकुछ बदल...

  • सर्वथा मौलिक चिंतन

    भूमिका मित्रों उपनिषद कहता है सर्व खल्विदं बृम्ह,सबकुछ परमात...

  • Zom-Bai - 1

    EPISODE #1Episode#1 First Blood"लेफ्ट राईट, लेफ्ट राईट लेफ्ट...

  • शोहरत का घमंड - 155

    सोमवार का दिन........अरुण वकील को जेल ले कर आ जाता है और सार...

Categories
Share

અંતરિક્ષની આરપાર - એપિસોડ 7

 કરણભાઈ દેસાઈ જૂનાગઢની બહાઉદીન કોલેજના s સિનિયર પ્રોફેસર. તેઓ સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પણ ખરા, લાબું કદ, ગૌર વર્ણ, સુડોળ ઘાટ, કપાળમાં તિલક સતત ગાયત્રી મંત્રનું સ્મરણ તેમના મનમાં શરૂ હોય.  કુળમાં બ્રામ્હણ અને સંસ્કૃતના પ્રોફેસર આમ પણ  સંસ્કૃત ભાષા તો બ્રામ્હણોની મા ગણાય. એટલે એમનામાં  ભક્તિ ભાવ તો હોય જ અને તેમની વાંકછટા પણ એવી કે સાંભળનાર સૌ કોઈ મંત્ર મુગ્ધ બની જાય. કોલેજમાં સૌના તેઓ હૃદયસ્થ હતા. પછી તે સ્ટાફ હોય કે વિદ્યાર્થી. સૌને તેમના પ્રત્યે પ્રેમ અને આદરની લાગણી હતી. દેસાઈ સાહેબ પણ સ્ટાફને પોતાના સ્વજન ગણતા તથા પ્રત્યેક  વિદ્યાર્થી તેમના માનસ સંતાન સમાન હતું. તેઓ કોલેજમાં માત્ર અભ્યાસ જ નહતા કરાવતા પણ બાળકોના આત્મજ્ઞાનમાં વધારો થાય અને બાળકો સફળ બને તેવા સકારાત્મક  પ્રયત્નો કરતા હતા.

  વિદ્યાર્થી ભાઈ - બહેન પણ તેમના દ્વારા શીખવવામાં આવતી દરેક પ્રવૃત્તિને રસ પૂર્વક નિહાળતા તથા તેનું અનુકરણ પોતાના જીવનમાં કરતા હતા. તેઓ હંમેશા પોતાના વિદ્યાર્થીને એક વાત કરતા કે તમે અહીંથી જે કંઈ પણ સારી બાબતો કે તેવો  શીખો છો તેનું અનુકરણ હમેશા સદ્કાર્ય માટે કરશો. તમારી જે ઉંમર છે, અથવા એમ કહું કે તમે જે જીવનના જે પિરિયડમાંથી પસાર થઈ રહ્યા છો તે તમારા જીવનમાં કંઈક આપીને જશે અને સાથે સાથે તમને કંઈક નવું શીખવી પણ જશે. હું જાણું છું કે મારી વાતનો મર્મ તમારામાંથી ઘણાને સમજાતો હશે તો ઘણાને સમજતો નહિ હોય, પણ કંઈ વાંધો નહિ અત્યારે જે બાબત તમને સમજાતી નથી તે ભવિષ્યમાં ક્યારેક તો સમજાશે જ.  દેસાઈ સાહેબ કોલેજની ઓફિસમાં પ્રવેશ કરે છે. સામે જ પ્રિન્સિપાલ ભટ્ટ સાહેબે બેઠા હોય છે. આવો દેસાઈ સાહેબ જય શ્રી કૃષ્ણ : પ્રિન્સિપાલ બોલ્યા દેસાઈ સાહેબ - જય શ્રી કૃષ્ણ કેમ છો સાહેબ ? ભટ્ટ સાહેબ - બસ મજામાં આપ કેમ છો ? દેસાઈ સાહેબ - બસ મજામાં. ભટ્ટ સાહેબ - આપણે બધા એટલા વર્ષથી સાથે કામ કરીએ છીએ છતાં તમે અમારા કરતા ઘણા નસીબદાર છો. દેસાઈ સાહેબ - તમને કેમ એવુ લાગે છે ? કંઈ બાબત પરથી તમે અનુમાન કર્યું ?ભટ્ટ સાહેબ - જુઓને સાહેબ આપણા બધામાંથી તમે એક જ એવા વ્યક્તિ  છો કે જેમને બધા જ પ્રેમ કરે છે. વિદ્યાર્થીને પોતાના ગુરુ પ્રત્યે આદર અને માનની લાગણી હોય તે વાત તો ખરી પણ સ્ટાફ પણ તમને એટલા જ આદર સત્કાર આપે છે. બાળકો બ્રેકમાં રમવાના સ્થાને તમને શોધે છે, તમે લાઈબ્રેરીમાં હોય તો બાળકોનો મેળો ત્યાં ભરાય છે. સ્ટાફ પણ તમારી સાથે જ હોય છે,  અરે આપણી કોલેજનો પ્યુન પણ તમારા વિના ચા પીતો નથી. તમે માનશો નહિ કાલે સવારે પ્યુને અમને બધાને ચા આપી પણ તેણે ન પીધી. આપણી કોલેજના છાડબાર સાહેબ તેની પાસે ગયા અને બોલ્યા કે રવજી તે ચા ન લીધી કેમ મજા નથી ? રવજી - હા સાહેબ એવુ જ સમજી લો કે આજે મારી તબિયત ખરાબ છે. છાડબાર સાહેબ - બોલને અમારાથી કંઈ હેલ્પ થાય તો કરીએ. રવજી - ના સાહેબ આટલી ગંભીર વાત નથી. છાડબાર સાહેબ -  તો બોલને પછી શું થયું ? રવજી - આજે દેસાઈ સાહેબ આવ્યા નથી, હું રોજ તેમની સાથે જ  ચા પીતો હોઉં છું. આજે તેઓ આવ્યા નથી એટલે મને પણ ચા પીવાનું મન નથી. છાડબાર સાહેબ - આજે તેઓ રજા પર છે. રવજી - તો મારે પણ ચા પીવી નથી. અમે લોકોએ તેને કેટલો સમજાવ્યો છતાં તે ન જ સમજ્યો અને તેણે ચા પણ ન જ પીધી. દેસાઈ સાહેબ - હા એ વાત તો તમારી એકદમ સાચી છે.  આપણા સ્ટાફ અને વિદ્યાર્થીઓને મારા પ્રત્યે લાગણી  ઘણી છે. આપ સૌના પ્રેમના કારણે જ હું છું. થોડીવાર બાદ  દેસાઈ સાહેબ ઓફિસમાંથી પોતાના ક્લાસરૂમ તરફ જવા માટે નીકળ્યા હોય છે, અચાનક હોલમાં તેમને રવજી રોકી લે છે. સાહેબ  ઉભા રહો મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે.  દેસાઈ સાહેબ - હા બોલને શું વાત છે ? રવજી - સાહેબ આપણે કેન્ટીનમાં બેસીને થોડીવાર બેસીને વાત કરી શકીએ જો તમે ફ્રી હોય અને તમને અનુકૂળતા લાગે તો ? દેસાઈ સાહેબ -  હા ચાલને હું અત્યારે ફ્રી જ છું.  થોડીવાર બાદ બંને કેન્ટીનમાં આવે છે. દેસાઈ સાહેબ -  બોલને ભાઈ શું વાત છે ? રવજી - સાહેબ તમારે  છાડબાર સાહેબ સાથે કેવા સંબંધો છે ? દેસાઈ સાહેબ - કેમ શું થયું ? રવજી - કાલે તેઓ ભટ્ટ સાહેબની ઓફિસમાં બેઠા હતા ત્યારે તમારા નામની ખટપટ કરતા હતા. દેસાઈ સાહેબ - શું કહેતા હતા ? રવજી - છાડબાર સાહેબ કહેતા હતા કે પ્રૉ. દેસાઈ દેખાવમાં જેવા લાગે છે તેવા છે નહીં. તેઓ માત્ર દેખાવમાં જ લાગણી વાળા લાગે છે પણ તેઓ જેવા દેખાય છે એટલા સીધા કે  લાગણી વાળા નથી. એમાં ભટ્ટ સાહેબ અને સ્ટાફના બધા જ લોકોએ  હકારમાં માથું હલાવ્યુ હતું. તમે બધા સાથે જેટલાં લાગણીથી રહો છો એટલા બધા લાગણીશીલ નથી. દેસાઈ સાહેબ -  તું મારા પ્રત્યે આટલી આત્મીયતા દાખવે છે એ માટે થેંક્યુ. તારી વાત સાચી છે પણ જો આજના સમયમાં તમે જેવી ભાવના બીજા પ્રત્યે દાખવો છો  એટલી તમારા પ્રત્યે કોઈ દાખવે જ એવી અપેક્ષા રાખવી વ્યર્થ છે. તે આ બાબતે મારું ઘ્યાન દોર્યું અને તું મારા માટે આટલું વિચારે છે  તે માટે તારો ફરીથી આભાર. રવજી - એમાં કંઈ નહિ સાહેબ પણ તમે ચેતીને ચાલજો.  દેસાઈ સાહેબ - હા ચોક્કસ. પછી દેસાઈ સાહેબ પોતાના ઘરે જવા માટે નીકળે છે. થોડીવાર બાદ તેઓ ઘરે આવે છે. તેમના ઘર વિશે તો શું કહેવું કોલેજની નજીકમાં જ તેમનો વિશાળ બંગલો હતો. બહાર મોટુ બોર્ડ હતું જેના પર " ગાયત્રી ભવન " લખ્યું હતું. અંદર ગાર્ડન, સ્વિમિંગ પુલ , વિશાળ પાર્કિંગ  જેવી ભવ્ય સુવિધા હતી.  બંગલાની અંદર પણ સુંદર પેન્ટિંગ સુંદર મંદિર જેમા ગાયત્રી માતાની ભવ્ય પ્રતિમા હતી. તેમના પરિવારમાં દેસાઈ સાહેબ પોતે તેમના પત્ની કામિની બહેન અને એમનો એકનો એક દીકરો રૂદ્ર હતા. રૂદ્ર 23 વર્ષનો હતો.  તે એન્જીનીયરિંગમાં માસ્ટર ડિગ્રી કરતો હતો. ભણવામાં ખુબ હોશિયાર હતો. કામિની બહેન  હાઉસ વાઈફ હતા. દેસાઈ સાહેબ ઘરમાં પ્રવેશ કરે છે. આવી ગયા તમે ? કોકિલા બહેન બોલ્યા.દેસાઈ સાહેબ - હા હા તો તમે ફ્રેશ થઈને  આવી જાવ હું જમવાનું તૈયાર કરું છું. દેસાઈ સાહેબ - ઠીક છે. પછી બધા જમવા બેસે છે. દેસાઈ સાહેબને મનમાં ગભરામણ થતી હતી. જાણે તેમને કંઈક બનવાનું છે એવી સૂચના કોઈ આપતું હોય એવુ લાગતું હતું.  કોકિલા બહેન - શું થયું ? દેસાઈ સાહેબ - ના કંઈ નહિ. પછી બધા પોતાના રૂમમાં જતા રહે છે. દેસાઈ સાહેબ આખી રાત સુઈ શકયા  ન  હતા. સવારે  તેઓ પોતાના નિયમ મુજબ કોલેજ જાય છે પણ તેમનું મન આજે સ્થિર ન હતું. ત્યાં પણ બધાએ પૂછ્યું તો તેમણે કહ્યું કશું જ નથી. અચાનક  તેમના મોબાઈલ પર એક કોલ આવે છે, તેઓ જુએ છે તો તે કામિની બહેનનો હોય છે. તેઓ કોલ રિસીવ કરે છે. પણ ફોન પર અવાજ સાંભળતા જ ફોન તેમના હાથમાંથી પડી જાય છે તેઓ ઝડપથી ઘરે આવે છે. દેસાઈ સાહેબનો પુત્ર રૂદ્ર બેભાન અવસ્થામાં હોય છે. તેઓ અને  કોકિલા બહેન રૂદ્રને નજીકની હોસ્પિટલમાં લઈ જાય છે. ડોક્ટરને બધી વાત કરે છે, ડોક્ટર તેનું ચેકઅપ કરે છે. દેસાઈ સાહેબ - બોલોને ડોક્ટર શું થયું છે મારા દીકરા ને ? ડોક્ટર - તમારા દીકરાને કાર્ડિયાક એરેસ્ટ થયું છે. સોરી પણ તે હવે આપણી વચ્ચે નથી. આ સાંભળી માતા - પિતાનું હ્રદય દ્રવી ઉઠે છે.  તેઓના જીવનમાં એક સન્નાટો છવાઈ જાય છે. પોસ્ટમાર્ટમની પ્રક્રિયા બાદ  રૂદ્રના પાર્થિવ દેહને ઘરે લાવે છે.  બધા સગા સંબંધીઓને આ દુઃખદ ઘટનાની જાણ કરે છે.  સાંજે તેઓ બધા સગા સંબંધીઓ સાથે ભારે હ્રદય અને ભીની આંખે પોતાના દીકરાને વિદાય આપે છે. આજથી 60 -  70 વર્ષ પહેલાની આ સત્ય ઘટના છે. નોંધ - આ એપિસોડમાં દર્શાવેલ સ્થળ, કાળ, વાતાવરણ,  પાત્ર બધુ જ કાલ્પનિક  છે. આલેખન - જય પંડયા કથાબીજ - શાસ્ત્રી શ્રી પ્રૉ. હેમેન્દ્રભાઈ પ્રમોદચંદ્ર ત્રિવેદી 12- A શ્રીહરિ  જશરાજ નગર,  તપોવન પાર્ક,  ગીર ગઢડા રોડ બાયપાસ પાસે ઉના - 362530