Shrapit Prem - 19 in Gujarati Women Focused by anita bashal books and stories PDF | શ્રાપિત પ્રેમ - 19

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

Categories
Share

શ્રાપિત પ્રેમ - 19

" રાધા, તને મળવા માટે કોઈ આવ્યું છે."

રાધા અને ડોક્ટર નેન્સી તેમના જેલ માં બેસીને વાતો કરી રહ્યા હતા અને એ કદાચ અને તેના જીવનની વાતો બતાવવાના હતા પરંતુ તેને પહેલા જ એક સિપાઈ એ આવીને કહ્યું હતું.

રાધા અપલક તે સિપાઈ તરફ જોવા લાગી કારણ કે તેને તેની વાતો ઉપર વિશ્વાસ જ આવતો ન હતો. તેને મળવા માટે કોણ આવ્યું હશે એ તેના માટે સૌથી મોટો સવાલ હતો.

" મને લાગે છે તમે ભૂલથી મને કહી દીધું છે કે કોઈ આવ્યું છે કારણ કે મને મારવા માટે કોઈ નથી આવવાનું."

" તારુ જ નામ રાધા મયંક ત્રિવેદી છે ને? જલ્દીથી ત્યાં આવી જા મારા પાસે બીજા પણ કામ છે."

તોછડાઈ ભરેલા જવાબ દીધા બાદ તે સિપાઈ ત્યાંથી ચાલી ગઈ. રાધા હજી પણ પોતાની જગ્યામાં જ બેટી હતી એટલે નેન્સી એ કહ્યું.

" તુ પહેલા જઈને જોઈ તો લે, શું ખબર કોઈ આવ્યું પણ હોય."

રાધા નેન્સી ની વાત માનીને ત્યાંથી બહાર ચાલી ગઈ અને જેલના એક એરિયામાં ગઈ જ્યાં મોટી એવી જગ્યા હતી જ્યાં એક તરફ કેદીઓ અને બીજી તરફ તેના સંબંધો રહેતા હતા અને વચ્ચે જાળીની એક દીવાલ બનાવવામાં આવી હતી.

રાધા ને અહીં આવ્યા એને લગભગ ચારેક મહિના થઈ ગયા હશે પરંતુ આ જગ્યામાં તે પહેલીવાર આવી હતી. તેને જોયું કે લાઈનથી બધા તેના સંબંધીઓની સાથે વાતો કરી રહ્યા છે અને તેમાં ઘણા એવા હતા જેને રાધા એ પહેલી વાર જોયા હતા.

આખા જેલનો આ હિસ્સો કદાચ બધા કેદીઓ માટે હશે એવું રાધા ને તે લોકોના હિસાબથી આમ પણ અહીંયા ત્રણ સેક્શન બનાવવામાં આવ્યા છે અને આ એરીયા બધા સેક્શન માટે કોમન હતો.

" રાધા."

રાધા એ આગળ આવીને જોયું તો તે તેની બહેનપણી દક્ષા હતી. દક્ષા ના લગ્ન પડધરીમાં થયા હતા અને આજે તે ઘણા મહિના બાદ મળ્યા હતા. તે રાત્રે પણ રાધા દક્ષા ને મળવા માટે જ ગઈ હતી જ્યારે,,,

" તું તો બહુ દુબળી થઈ ગઈ છે. તારી તબિયત ખરાબ છે?"

દક્ષા ના અવાજથી રાધા ને તંદ્રા તુટી અને તેને જાળી પાસે આવીને પૂછ્યું.

" દક્ષા તું અહીંયા શું કરી રહી છે? આમ અચાનક, બધુ બરાબર છે ને?"

દક્ષા ને અહીંયા જોઈને રાધા ને સૌથી પહેલા કંઈક અહીત ની આશંકા થઈ. ઉપરથી દક્ષા નો ચહેરો બહુ ઉદાસ દેખાઈ રહ્યો હતો જેનાથી તેને તેની શંકા ઉપર વધારે વિશ્વાસ થયો.

" રાધા તારી બા ની તબિયત બહુ ખરાબ છે એટલે તેમણે એક સંદેશો તારા માટે મોકલાવ્યો છે. તે આવી શકે તેમ ન હતા એટલે તેમણે મને કહ્યું હતું કે હું તને આ સંદેશો દઈ દઉં."

રાધાની બા એટલે કે મનહરબેન, છગનલાલ ના ગયા બાદ તેમની તબિયત હંમેશા નરમ ગરમ રહેતી હતી એ વાતની જાણકારી પહેલેથી જ રાધા ને હતી, તેમને શું થયું હશે તેનો વિચાર કરતા તેણે પૂછ્યું.

" શું સંદેશો છે બાનો?"

દક્ષા એ તરત તેના હાથમાં પકડીને રાખેલી એક ચીઠ્ઠી રાધાને દેવા માટે બહાર કાઢી. એની પહેલા કે તેથી આગળ વધારતી ત્યાં ઉભેલી એક સિપાઈએ તે ચિઠ્ઠી ને પોતાના હાથમાં લીધી અને તેને ખોલીને સરખી રીતે જોયું.

દક્ષા ને કદાચ આ વાત સારી ન લાગી પરંતુ તેણે કંઈ કહ્યું નહિ જ્યાં બીજી તરફ રાધા ને ખબર હતી કે આ તેનું કામ છે એટલે તેણે પણ કંઈ ન કહ્યું. જેલમાં કેદીઓને હાલની વસ્તુ દેવાની મનાઈ હતી એટલે સિપાઈ શું છે તેની તપાસ કરી રહી હતી.

જ્યારે એ પાકું થઈ ગયું કે તે નોર્મલ ચીઠ્ઠી છે ત્યારે સિપાઈ એ તે ચિઠ્ઠીને રાધા ના હાથમાં આપી દીધી. રાધા એક મીઠી બોલી લીધી અને વાંચવા લાગી.

" મારી દીકરી રાધા, મારી તબિયત ઠીક છે અને તું તારી તબિયતનું ધ્યાન રાખજે. ખેતરની હાલત ખરાબ થઈ ગઈ છે કારણ કે તારા બાપુના ગયા હતા હું ત્યાં કામ કરતી હતી પણ હવે મારાથી પણ તે નથી થતું. આપણે ચાર ગાયો માંથી એક મરી ગઈ અને બાકી ત્રણ ને મારે વેચી દેવી પડી. પૈસાની તંગી થઈ ગઈ હતી.

એ બધી વાતો કરવા માટે મેં તને સંદેશો નથી મોકલાવ્યો. મારે તને કહેવું હતું કે, મને પાકો વિશ્વાસ છે કે જે આરોપ તારા ઉપર લગાડવામાં આવ્યું છે તે ખોટો છે. મયંક કુમાર ની તબિયત પહેલા કરતા વધારે ખરાબ થઈ ગઈ છે અને મને એવું સાંભળવામાં આવ્યું છે કે તેઓ કોમામાં ચાલ્યા ગયા છે."

આ સાંભળીને બધાને આંખોમાં આંસુ આવી એક બાજુ તેની માની અને તેના ઘરની હાલત ખરાબ હતી બીજી તરફ મયંક કોમામાં હતો. રાધા અહીંયા બેસીને તે બધી વાતનો અફસોસ કરવા સિવાય બીજું કંઈ કરી શકે તેમ ન હતી. 

" મેં વિચાર કર્યો હતો કે આ ખેતર અને ઘર વેચી લઈશ અને વૃદ્ધાશ્રમમાં ચાલી જઈશ પરંતુ તુલસી મને ખેતર વેચવા દેવાની ના પાડી દીધી. મેં તને સંદેશો એટલા માટે મોકલાવું છે કે મને નથી લાગતું કે મારા પાસે હવે વધારે સમય છે એટલે મારી ઈચ્છા છે કે મારી ચિતા ને અગ્નિ તું આપે.

તને ખબર છે, જ્યારે તુલસીના બાદ મેં તને જન્મ આપ્યો હતો ત્યારે બધા લોકો કહેતા હતા કે દીકરો હોય તો તે ચિતાને અગ્નિ આપે અને મા બાપની અવગતિ ન થાય, પરંતુ તારા બાપુ એમા માનતા ન હતા. માણસને ગતી અને અવગતિ તેના કર્મ ઉપર હોય છે ના કે તેના સંતાનો ઉપર.

તારા બાપુના સમય માં તો મયંકકુમાર એ અગ્નિ આપી હતી પરંતુ હવે તે આવી શકે તેમ નથી એટલે મારી ઈચ્છા છે કે તું જેવું કર જેનાથી મારી અવગતિ ન થાય.

જ્યારે મને ખબર પડી કે દક્ષા અમદાવાદ જવાની છે તો મેં તેને વિનંતી કરી કે તે તારા પાસે પણ આવે. છેલ્લે છેલ્લે બસ એટલું જ કહેવા માગું છું કે મને તારા પર પાકો ભરોસો છે અને એ પણ કીધું જલદી જેલમાંથી બહાર આવી જઈશ અને તેના માટે તારે જ  કંઈ કરવું પડશે.

બેટા મેં પહેલા પણ તને કહ્યું હતું અને હજી પણ કહું છું કે બીજા પર ભરોસો રાખીને નહીં બેસવાનું, મુસીબત ના સમયે આપણી હિંમત જ આપણો સાથ આપતી હોય છે બીજા તો સૌથી પહેલા ભાગી જાય છે. તારે પણ તારી હિંમત ઉપર વિશ્વાસ રાખવો પડશે બીજા પર નહીં.  

હું તારા માટે કંઈ કરી નહીં શકી અને હજી પણ એમ જ છું. મને વિશ્વાસ છે કે તુ મને માફ કરી દઈશ તારી અભાગી માં."

ચિઠ્ઠી વાંચ્યા બાદ રાધા થોડી વખત તો ચિઠ્ઠીને જ ઘરે લગાવી ને રડવા લાગી. રાધા ને તેની માની ચિંતા થતી હતી કે આવા સમયમાં તેની સાથે કોઈ નથી. તેને સમજાતું નહોતું કે તુલસીને રાધા થી બદલો લેવો હતો. પરંતુ એમાં તેની માનો શું વાંક?

" દક્ષા શું તુલસી બેન માને દેખરેખ કરવા નથી આવતા?"

રડવાનું જેમ તેમ શાંત કરીને રાધા એ દક્ષા ને પૂછ્યું. તેને ખબર હતી કે મરવા માટે વધારે સમય નથી એટલે તે જલ્દી જલ્દી પોતાના સવાલ પૂછી લેવા માંગતી હતી. દક્ષા એ દુખી અવાજમાં કહ્યું.

" આમ તો મને બહુ ખબર નથી, પણ જ્યારે હું માં ના ઘરે ગઈ હતી ત્યારે તેમણે કીધું હતું કે ફક્ત બે વાર આવી છે. એક વખત જ્યારે તું જેલમાં આવી હતી ને તેની ખબર દેવા માટે અને બીજી વખત હમણાં લગભગ દસ દિવસ પહેલાં, કાકી એ પોતાની જમીન વેચવા માટે કાઢી હતી ને ત્યારે તુલસી આવી હતી અને તેને કીધું હતું કે જમીન વેચવાની કોઈ જરૂરત નથી કારણકે જમીનમાં તેનો હક છે."

દક્ષાએ લાંબો શ્વાસ લીધો અને પછી કહ્યું.

" કાકી મને બોલાવી હતી ત્યારે મેં તેમને જોયા હતા. એકદમ હાડપિંજર જેવા દેખાઈ રહ્યા હતા. આખુ શરીર દુબળું થઈ ગયું છે અને પલંગ માટે ઊઠવાની તાકાત પણ ન હતી તેમની. એ તો આપણા આજુબાજુ વાળા લોકો બહુ સારા છે દરરોજ સવાર સાંજ જમવાનું આપી જાય છે પરંતુ તે તો બરાબર જમતા પણ નથી."

દક્ષાએ રાધા ના તરફ જોઈને પ્રેમથી કહ્યું.

" રાધા મને પણ ભરોસો છે કે તે કંઈ ખોટું નહીં કર્યું હોય. તને મારી કંઈ પણ જરૂરત પડે તો મને કહેજે આ ચિઠ્ઠીના પાછળ મેં મારો નંબર લખી દીધો છે."

સમય પૂરો થઈ જવાના લીધે દક્ષા ને ત્યાંથી જવું પડ્યું અને રાધા તે ચિઠ્ઠીને ગળે વળગાડીને તેના જેલમાં લગભગ આખો દિવસ એમને એમ બેઠી રહી. તેને તુલસી પર ખુબ ગુસ્સો આવી રહ્યો હતો કારણ કે તે પોતાની સગી માં પર આવું કેવી રીતે કરી શકતી હતી?

જે કંઈ પણ થયું હતું તેમાં તેની માનો તો કંઈ વાંક ન હતો. તુલસીના આવા વર્તનથી રાધાએ જે નિર્ણય લીધો હતો હવે તે વધારે મક્કમ થઈ ગયો હતો. તેને વિચાર કરી લીધો હતો કે તુલસીએ જે કંઈ

પણ કર્યું છે તેની સજા તેને મળવી જ જોઈએ.