Shrapit Prem - 20 in Gujarati Women Focused by anita bashal books and stories PDF | શ્રાપિત પ્રેમ - 20

Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

શ્રાપિત પ્રેમ - 20

મનહર બેન ના ચિઠ્ઠીથી રાધા આખો દિવસ ઉદાસ રહી અને તે રાત્રે પણ તેને વાંચવાનું મન ન હતું એટલે તે ચૂપચાપ તેની જગ્યાએ સુતી રહી. બીજા દિવસે જ્યારે તે ઓનલાઇન ક્લાસમાં ગઈ ત્યારે તેણે તેના સરથી પાછલા દિવસની બધી વાત કરી.
તેની સામે તેના જે સર હતા તેનું ચહેરો તો દેખાતો ન હતો પરંતુ સામેથી કોઈ અવાજ આવતો ન હતો એટલે તેનો અર્થ રાધા એવો માની લીધો કે તે રાધા ની વાત ધ્યાનથી સાંભળી રહ્યા છે. પૂરી વાત ખતમ કરેલા બાદ રાધા એ પૂછ્યું.
" સર મારે તમને પેરોલ ના વિશે વાત કરવી છે. શું હું થોડા દિવસ માટે ઘરે ન જઈ શકું?"
સામેથી તેના સર નો જવાબ આવ્યો.
" પેરોલ ના પણ કંઈ નિયમ હોય છે. આપણે ગમે ત્યારે પેરોલ ન માંગી શકીએ. હું સમજુ છું કે તારી માની તબિયત વધારે ખરાબ છે પરંતુ જેલમાં આવ્યા એને હજી તો એક વર્ષ પણ નથી થયું અને પેરોલ માટે કમસેકમ તારે પાંચ વર્ષ તો જેલમાં વિતાવવા જ પડે ને."
રાધાની જેલમાં આવ્યા આવીને મુશ્કેલથી ચાર મહિના થયા હશે અને એટલી જલ્દી પેરોલ રાધા ને મળી ન શકે. રાધા ને તેની માની ચિંતા થતી હતી. કારણ કે તેનું ધ્યાન રાખવાવાળું કોઈ ન હતું એટલે તે વાતની જાણકારી આપતા તેણે પૂછ્યું.
" એ બધી વાત હું સમજુ છું પણ જો મારા મા ના તબિયતની વાત એટલે કે એનું કોઈ પ્રૂફ દેવામાં આવે તો?"
સામેથી થોડીવાર પછી જવાબ આવ્યો.
" પરંતુ તેના માટે એમબીબીએસ ડોક્ટરનો મેડિકલ સર્ટિફિકેટ જોઈશે અને તેના માટે તારે કોઈને તારી મા પાસે મોકલવું પડશે અને તારી માને હોસ્પિટલ લઈ જવું પડશે.  શું તારી કોઈ મદદ કરવા માટે તૈયાર હોઈ શકે?"
આ સવાલ સાંભળીને તેની સમજમાં ન આવ્યું કે તે શું જવાબ આપે. જેલની બહાર કોઈ એવું ન હતું કે તેની મદદ કરી શકે અને દક્ષા ને તે વારંવાર હેરાન કરવા માંગતી ન હતી કારણ કે તેના ઘરની કન્ડિશન તેને ખબર હતી. દક્ષાનો પતિ ડ્રગ એડિક્ટ હતો અને તે તેની ટ્રીટમેન્ટ કરાવી રહ્યો હતો.
દક્ષા અમદાવાદ પણ એટલા માટે જ આવી હતી અને વળી પાછું એટલા દૂર જવું તેના માટે સંભાવ ન હતું. મયંક કોમામાં હતો અને બીજું કોઈ એવું ન હતું જે તેની મદદ કરી શકે અને તુલસી તો તેની મદદ કરવાની હતી નહીં.
" સર, જેલના બહાર એવું કોઈ નથી જે મારી મદદ કરી શકે."
થોડીવાર માટે સામેથી કોઈ જવાબ ન આવ્યો એટલે રાધાને લાગ્યું કે આમાં કંઈ થઈ શકે એમ નથી ત્યાં જ સામેથી ઉત્તર આવ્યો.
" ઠીક છે હું જોઈ લઉં છું."
આખો દિવસ રાધા એ જ વિચાર કરતી રહી કે સર તેની મદદ કેવી રીતે કરશે. ક્યા ઘરને હાલત કેવી હશે તેની પણ જાણકારી રાધા ને ન હતી અને મયંક ની તબિયત વિશે પણ વિચારી કરીને તે ખૂબ જ ચિંતિત હતી. 
" રાધા તને અલ્કા મેડમ બોલાવી રહ્યા છે."
રાધા ના સમયે રસોડામાં હતી જ્યારે કોમલ એ આવીને તેને આ વાત કહી. રાધા પોતાની સાથે વાંચવાના ખિતાબો પણ લઈને ચાલી ગઈ કારણ કે તે અલ્કા મેડમ ને મળીને તરત જ કોમ્પ્યુટર રૂમમાં જવાની હતી.
" રાધા તારી ઘરે જવાની અરજી દેવી છે?"
આ સાંભળીને તેને ખૂબ આશ્ચર્ય થયું કારણ કે આ વાત હજી તેણે બીજા કોઈને કહી જ ન હતી. આ વાત તો ફક્ત રાધા અને તેના ટીચર વચ્ચે થઈ હતી, તો શું એનો અર્થ એ છે કે અલ્કા મેડમ રાધાના ટીચર ને ઓળખે છે?
" પરમ દિવસે મારી એક મિત્ર મને મળવા આવી હતી અને તેને મને કહ્યું કે મારી મા ની તબિયત વધારે ખરાબ છે અને તેની પાસે વધારે સમય નથી એટલે મારી ઈચ્છા હતી કે હું તેમને જોઈને આવી જઉ."
અલ્કા મેડમ એ તેની વાત એકદમ ધ્યાનથી સાંભળી અને પછી તેને સમજાવતા કહ્યું.
" તને ખબર છે ને કે તારી સજા કેટલા વર્ષોની છે, એમાંથી તે હજી એક વર્ષ પણ પૂરું નથી કર્યું તો તમે પેરોલ તો નહીં આપી શકાય પરંતુ હું તને ઘરમાં જઈને તારી માં ને મળવાની અનુમતિ આપી શકું પરંતુ એ પણ  તારે થોડા દિવસો માટે જવું પડશે અને પોલીસ નિરક્ષણના નીચે. આને એક રીતે તું હાઉસ રેસ્ટ કહી શકે છે પરંતુ તને વધારે રજા નહીં આપી શકાય અને એના માટે પણ સૌથી પહેલા તારે તારી માની મેડિકલ રિપોર્ટ બતાવવી પડશે. તેની સાથે એ પણ તારે બતાવવું પડશે કે તેનું ધ્યાન રાખવાવાળું કોઈ પણ નથી."
આ બધી વાતો તો રાધા ના ટીચર એ પણ તેને બતાવી દીધી હતી, તેની સમસ્યા પણ તો આ જ હતી.
" મેડમ તમને તો ખબર છે કે મારું આ દુનિયામાં મારી મા સિવાય કોઈ નથી અને જે છે એ તો,,, તેની મેડિકલ રિપોર્ટ હું કેવી રીતે મેળવી શકું?"
" એની ચિંતા તું ન કર એ બધું મેં કરી લીધું છે મને લાગે છે કે સાત દિવસના અંદર તારી માની મેડિકલ રિપોર્ટ મારા હાથમાં આવી જશે ત્યારબાદ હું તને એક અઠવાડિયાની રજા આપી શકું અને એ પણ એટલા માટે કે તું તારી માને હોસ્પિટલમાં બતાવી દે અને તારા જે ખેતર નું કામ છે તે તું કરી શકે."
અલ્કા મેડમ એવી રીતે વાત કરી રહ્યા હતા જાણે કે આ બધી વાતોને તેને ખબર હોય અને તેને આનું નિરાકરણ પણ પહેલેથી જ વિચારીને રાખી લીધું હોય. રાધા ને એનાથી કોઈ પરેશાની ન હતી તેને તો ફક્ત એક વખત તેની મા પાસે જવું હતું.
" ત્યાં જઈને તો તારી માની મદદ કેવી રીતે કરીશ?"
અલ્કા મેડમ એ રાધા ના તરફ જોઇને પ્રશ્ન પૂછ્યો તો તેણે વિચાર કરીને કહ્યું.
" મારા બાપુજી મારા માટે જમીન લીધી હતી જેની કિંમત અત્યારે સારી હશે કારણ કે તે જમીન મુખ્ય માર્ગના નજીકમાં છે. જે મુખ્ય માર્ગ શહેરથી જોડાવામાં આવ્યો છે તેના નજીકમાં જ મારા નામની જમીન છે તો મેં વિચાર કર્યો છે કે હું તેને વેચી દઉં. તેને વેચ્યા બાદ સારી એવી રકમ મારા હાથમાં આવી જશે તો થોડી રકમ બેંકમાં રાખી અને બાકીની રકમ મારા માને આપી દઉં તો કામ થઈ જશે."
અલ્કા મેડમ એ વિચાર કરીને કહ્યું.
" તારા બાપુજીની જમીન બહુ ઉપજાઉ છે એવું મેં સાંભળ્યું છે, તું એ જમીન કોઈને અવેજમાં કેમ નથી દઈ દેતી જેનાથી તમને સારું વેતન મારી રહેશે."
રાધા ના બાપુ એટલે કે છગનલાલ જે જમીન પર ખેતી કરતા હતા ત્યાં પાણીની વ્યવસ્થા સારી હતી અને સાથે ત્યાં કૂવો અને બોરવેલ ની પણ વ્યવસ્થા હતી. ત્યાં જમીન સારી હતી એટલે તે લોકોને પૈસાની તંગી ક્યારેય પણ પડી ન હતી.
રાધા એ જ્યારે મેડમની વાત ઉપર વિચાર કર્યો તો તેને લાગ્યું કે ક્યાંક ને ક્યાંક અલ્કા મેડમ ની વાત બરાબર છે. જો તે તેની જમીન વેચી દેશે તો તેને લગભગ 10 થી 15 લાખનો ફાયદો થશે પણ એની રકમ ક્યારેક ને ક્યારેક તો ખતમ થઈ જવાની છે અને ત્યારબાદ તેની માનું શું?
તેની જમીન જો બીજાને પાડવા માટે દઈ દે તો તેની રકમ હર મહિને તેની માના હાથમાં આવી જશે અને તેની શરત એ પણ રાખશે કે બે ટાઈમ નું જમવાનું તે લોકોને તરફથી માં ના પાસે પહોંચવું જોઈએ તો તેની માં એ બહાને ખાઈ પણ લેશે.
" શું થયું તું શું વિચાર કરી રહી છે? બહુ લાંબો વિચાર ન કરજે. તું નજીકમાં જોઈ લેજે કોઈ એવું હોય છે ખેતર કામ કરી શકે તો, તારી માનો સથવારો થઈ જશે. હું તને વધારે રજા તો નહીં આપી શકું પરંતુ એક અઠવાડિયું ઠીક રહેશે?"
તેને પહોંચવામાં કદાચ આઠ કલાક લાગી જશે અને ત્યાં જઈને સૌથી પહેલા તેને તેની માની દવાખાનામાં બતાવી પડશે અને પછી જમીનના માટે કોઈ એવા માણસો શોધવા પડશે જે ત્યાં ખેતી કામ કરે અને સાથે તેની માને જમવાનું ભથ્થું પણ આપે. તે મયંકને પણ એક વખત જોવા માંગતી હતી પણ તેને ખબર હતી કે તે એવું નહીં કરી શકે.
આ બધું કરવામાં તેને અઠવાડિયા કરતા વધારે સમય લાગી જશે પણ, તેને એ પણ ખબર હતી કે અઠવાડિયા થી વધારે સમય તેના પાસે નહીં હોય. ગામમાં બધા તેને શું સમજતા હશે તેની પણ તેને જાણકારી ન હતી છતાં પણ તે એક અઠવાડિયાનો રિસ્ક લેવા માટે તૈયાર હતી.
" ઠીક છે મેડમ હું એક અઠવાડિયામાં પાછી આવી જઈશ."
" રાધા હું તને હજી કહું છું કે હું ફક્ત પ્રયત્ન કરીશ. જો બધા રિપોર્ટ આગળ મોકલીશ અને તે શું કહે છે એના ઉપર છે નહીં તો એવી કોઈ ગેરંટી નથી કે તને પેરોલ પર રજા મળશે જ."
રાધા ને ખબર હતી કે તેની હજી એક વર્ષ પણ નથી થયું અને આટલી જલ્દી તેને પેરોલ ઉપર રજા મળવાની નથી. છતાં પણ તે પ્રાર્થના કર્યા સિવાય કંઈ પણ કરી શકે તેમ ન હતી. બસ ભગવાનને એ જ પ્રાર્થના હતી કે તેને એક વખત તેની મા પાસે જવા દે, કારણ કે દક્ષાની વાતો ઉપરથી તેને એ સમજાઈ ગયું હતું કે તેની મા પાસે હવે વધારે સમય નથી.