Premtrushna - 10 in Gujarati Love Stories by Rupal Jadav books and stories PDF | પ્રેમતૃષ્ણા - ભાગ 10

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પ્રેમતૃષ્ણા - ભાગ 10

“ ત્યાં એ છોકરી ...? “ ખુશી એ સામે પ્રશ્ન કર્યો .

“ ત્યાં એ છોકરી ડો.મલ્હોત્રા ના સાથે બેસી ને લેપટોપ મા કામ કરી રહી હતી “ ભૂમિ બોલી .

“ તો એમાં શું ... “ ખુશી એ પૂછ્યું .

“ એ લેપટોપ ડો.મલ્હોત્રા નું હતું અને એ લેપટોપ મા કોલેજ ની બધી મેટેરિઆ મેડીકા ના ડિપાર્ટમેન્ટ ની ઇન્ફોર્મેશન હતી અને બધા થી મોટી વાત તો એ કે તે લેપટોપ ખોલવા માટે તેણી એ ડો.મલ્હોત્રા ને પાસવર્ડ પણ ના પૂછ્યો અને પોતે જ સીધો પાસવર્ડ નાખી લેપટોપ ખોલી ને કામ કરવા બેસી ગઈ બોલ “ ભૂમિ બધી વાત કહી રહી ....

“ એવુ તે કોણ હશે ભાઈ જે ડો.મલ્હોત્રા ના આટલું નજીક હોઇ “ ખુશી વિચારી રહી .

“ કોને ખબર “ ભૂમિ બોલી .

“ એક કામ કરજે ભૂમિ , તું અમને આપણે કાલે કોલેજ જઈએ ત્યારે જો એ છોકરી દેખાઈ તો અમને બતાવજે “ આનંદી બોલી .

“ હા “ ભૂમિ બોલી .

“ બીજું કાંઈ ત્તો નથી થયું ને " ખુશી એ પૂછ્યું .

“ ના બીજું તો કાઈ નઈ પણ હા જતા જતા મને ડો. મલ્હોત્રાએ કંઇક કહ્યું જે મારા હ્રદય ને સ્પર્શી ગયું “ ભૂમિ બોલી .

“ શું કહ્યું ડો.મલ્હોત્રા એ " આનંદી કૂદી .

“ એમણે મે માફી માંગી પછી મને એક વાત કહી કે ..... “ ભૂમિ બોલી રહી 

“ કે ...... “ આનંદી એ પૂછ્યું .

“ કે તારી નાનકડી ભૂલ હતી જેના લીધે આવડું મોટું થયું તો પણ મે મોટું મન રાખીને તને માફ કરી દીધી કેમ કે આ ભૂલ સુધારી શકાય તેવી હતી પણ બેટા હંમેશા યાદ રાખજે કે કોઈ દિવસ એવડી મોટી ભૂલ ના કરતી કે જે તું ધારી ને પણ સુધારી ના શકે કે એના અનુસંધાન માં કાઈ કરી પણ ના શકે અને તેનો પછતાવો તને આખી જિંદગી ભર રહી જાઈ  " 

ભૂમિ બોલી રહી .

“ એ વાત તો સાચી હાં ભૂમિ ડો .મલ્હોત્રા આમ ભલે કેટલા પણ કડક હોઇ પણ આમ સાવ સમજદાર અને સરળ સ્વભાવ ના માણસ છે “ ખુશી બોલી 

“ અને સાથે સાથે હેન્ડસમ પણ “ આનંદી મશ્કરી કરી રહી .

“ હા હા કેમ નઈ “ ખુશી બોલી .

“ નઈ પણ ખુશી આનંદી ની વાત સાચી તો છે હો હેન્ડસમ તો છે હો સર .... “ ભૂમિ એ મસ્તી કરી .

“ એ જ ને , સર ની ઉંમર આટલી કાઈ નઈ હોઇ નઈ ભૂમિ  “ આનંદી એ ભૂમિ ને હળવાશ માં પીઠ પર ટપલી મારી .

ખુશી આ બંને ની મસ્તી જોઈ રહી .

“ અરે બેશરમો , સર ની દીકરી આપણા કરતા મોટી છે શું તમે બંને ... “ ખુશી બંને ને તકિયો મારતા બોલી .

“ હે ..... પણ સર એટલા ઉંમર ના લાગતા નથી હો “ ભૂમિ બોલી .

“ મેઇન્ટન કર્યું છે સરે સારું એવું એટલે “ આનંદી હસી રહી .

 

“ પણ સર ના વાઇફ બહુ જ ભાગ્યશાળી હશે કે જેમને ડો.મલ્હોત્રા જેવા પતિ મળ્યા . “ ભૂમિ બોલી .

“ આપણે જ થોડા મોડા ધરતી પર આવ્યા નઈ “ આનંદી ભૂમિ ને ઠોહો મારતા બોલી .

“ અરે નિર્લજ્જો થોડી તો શરમ કરો સર છે આપણા . પિતા સમાન છે “ ખુશી ચિડાતા બોલી .

“ અરે દેવી ખુશેન્દ્રી, અમે મજાક કરીએ છીએ આપ આટલા ક્રોધિત ના થાઓ પ્રિયે “ ભૂમિ ખુશી ને વધુ ચીડવતા બોલી .

“ ચાલો હવે સૂઈ જાઓ કાલે કોલેજ પણ જવાનું છે “ ખુશી બોલી .

આમ ત્રણેય બહેનપણીઓ સૂઈ ગઈ .

બીજા દિવસે ત્રણેય કોલેજ પર આવી અને લેકચર રૂમ માં જ જતી રહી .

“ પેલી છોકરી દેખાણી નહિ આજ “ ભૂમિ બોલી .

“ અરે દેખાઈ જશે કોલેજ ની જ હશે તો ક્યાં જશે દેખાઈ જશે દેખાઈ જશે “ આનંદી બોલી .

“ તમે બંને તમારું પુરાણ બંધ કરો અને લેક્ચર માં ધ્યાન દયો “ ખુશી બોલી .

બધા લેક્ચર પૂરા થઈ ગયા હોઇ છે ત્યાં જ લેક્ચર રૂમ માં પિયુન આવે છે 

“ પ્રિન્સિપાલ સર નો ઓર્ડર છે બધા લોકો કોમન હોલ માં આવી જાઓ “ પિયુન બોલ્યો .

બધા લોકો કોમન હોલ માં જઈ બેસે છે .

પ્રિન્સિપાલ સર કોમન હોલ માં આવે છે .

“ ગુડ ઈવનીંગ સ્ટુડન્ટ્સ , આજે મારે કંઈક જાહેરાત કરવી છે એટલા માટે જ તમને બધા ને અહી બોલાવ્યા છે “ પ્રિન્સિપાલ એ માઈક હાથ માં લીધું .

ડૉ.મલ્હોત્રા ને બીજા બાકી બધા શિક્ષકો આવી ને બેઠા .

“ તો દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આપણે આપણી કોલેજ શ્રી જે જે શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પીટલ નો વાર્ષિક ઉત્સવ એટલે કે તમારી નવી જનરેશન ની ભાષા માં કહું તો એન્યુઅલ ડે સેલિબ્રેટ કરવાનો છે જે આવતા એક અઠવાડિયા પછી છે આમ આપણી કોલેજ ને 75 વર્ષ પૂરા થાય છે તો બધા સ્ટુડન્ટે તે દિવસે હાજર રહેવાનું છે “ પ્રિન્સિપાલ બોલી રહ્યા .

“ વાહ યાર ચાલો આપણે પણ એ બહાને બધું એન્જોય કરવા મળશે “ ભૂમિ બોલી .

“ પણ આ લોકો એન્યુઅલ ડે સેલિબ્રેટ કરવાના છે તો તેની તૈયારીઓ તો હજુ થઈ નથી ને “ ખુશી બોલી .

“ અરે એ તો કરી લેશે ને એ લોકો આવડો મોટો ફંકશન ક્યાં ... “ આનંદી બોલી રહી ત્યાં જ અચાનક પ્રિન્સિપાલ એ માઈક માં એનાંઉન્સ કર્યું .

“ અને આ ફંક્શન ના ડેકોરેશન અને બીજા બધી જવાબદારી હુ મિસ અવની ને સોંપું છું . અવની બેટા ઉપર સ્ટેજ પર આવ તો “ પ્રિન્સિપાલ સર બોલ્યા .

બધા એ મળી ને પાછળ જોયું .

ત્યાં ભૂમિ એ પણ જોયું કે આ તો એ જ છોકરી છે .

બધા સીટ વચ્ચે ના કોરિડોર માંથી અવની આવી રહી હતી . 

ખંભા સુધી ના વાળ અને એક દમ સરળ પણ સુદ્ઢ કપડાં થી સજ્જ .ચેહરા પર હળવું સ્મિત અને આંખો માં ઉજાસ એ સફેદ ડૉક્ટર નો લેબ કોટ અને  હાથ માં ની ઘડિયાળ કાંટા ના સમય સાથે કદમ થી કદમ મેળવતી એ છોકરી બધા ની વચ્ચે થી સ્ટેજ તરફ જતી હતી .

“ આનંદી , એય ..... આનંદી આ એ જ છોકરી છે જેની હુ તને વાત કરી રહી હતી . “ 

“ કોણ પેલી કાલે જેનું તું કહેતી હતી એ “ આનંદી બોલી .

“ તું ઓળખે છે આને ? “ ભૂમિ એ પૂછ્યું .

“ અરે હુ નઈ આને તો આખીય કોલેજ ઓળખે છે “ આનંદી બોલી .

“ કેમ કોણ છે આ “ ભૂમિ એ પૂછ્યું .

“ આ તો ......... “ ખુશી બોલવા જઈ રહી ત્યાં જ પ્રિન્સિપાલ બોલ્યા.

ભૂમિ અને બધા એ સ્ટેજ તરફ જોયું .

અવની સ્ટેજ પર પહોંચી ગઈ હતી .

“ તો આપણા કોલેજ ના એન્યુઅલ ડે સેલિબ્રેશન ની તમામ જવાદારીઓ હુ ડો .અવની મલ્હોત્રા ને સોંપું છુ . “ પ્રિન્સિપાલ એ એનાઉન્સ કર્યું .

“ ડૉ .અવની મલ્હોત્રા ..... !!! “

ભૂમિ એ પ્રશ્નાર્થો ભરી નજરે ખુશી સામે જોયું .....