Premtrushna - 2 in Gujarati Love Stories by Rupal Jadav books and stories PDF | પ્રેમતૃષ્ણા - ભાગ 2

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

પ્રેમતૃષ્ણા - ભાગ 2

ખુશી આ બધા વિચારો માં જ હતી ત્યાં અચાનક ....

“ ચાલો ખુશી મેડમ આપણે કોલેજ પહોંચી ગયા “ ભૂમિ સ્કૂટર ને બ્રેક મારતા બોલી .

ખુશી એ થોડી આજુ બાજુ માં નજર કરી તો ત્યાં ઉપર શ્રી જે જે શાહ મેડિકલ કોલેજ નું બોર્ડ મારેલું હતું .

“ હાશ ....... કોલેજ તો પહોંચી ગયા “ ખુશી એ સ્કૂટર પર જ હાશકારો લીધો .

“ હા , હાશકારો પછી લેજો ખુશી મેડમ “ ભૂમિ બોલી .

“ હા , એક કામ કર તું આ સ્કૂટર અહી પાર્કિંગ એરિયા છે આગળ ની બાજુ ત્યાં પાર્ક કરી દે “ ખુશી એ પાર્કિંગ એરિયા તરફ ભૂમિ ને ઈશારો કરતા કહ્યું .

“  જી રાણી સા જો આજ્ઞા તો હવે કૃપા કરીને સ્કૂટર પર થી ઉતારવાની તસ્દી લેશો આપ શ્રી તો હુ આ સ્કૂટર રૂપી આપ શ્રી ના રથ ને વાહન સંગ્રહ કક્ષ માં સ્થાપિત કરવાની ચેષ્ઠા કરૂ “ ભૂમિ પોતાના અલહડ સ્વભાવ મુજબ ખુશી ની મસ્તી કરી રહી .

“ ભૂમિ આ કોઇ મજાક મસ્તી કરવાનો સમય નથી આપણે એક તો પેહલે થી જ લેટ થઈ ગયા છે અને હજુ તને આ બધું સુજે છે “ ખુશી થોડી ગુસ્સા માં બોલી .

“ હા બાબા જાવ છુ “ ભૂમિં બોલી .

“  એક તો .... “ ખુશી બોલી .

“ હવે તું મને જવા દઈશ તો હુ પાર્ક કરવા જાઉં સ્કૂટર કે હજુ તારે વધુ માં કશું બોલવું છે “ ભૂમિ ખુશી ની વાત અધવચ્ચે કાપતા બોલી .

“ હા થઈ ગયું બસ તું જા હવે જલ્દી સ્કૂટર પાર્ક કરી ને આવ “ ખુશી થોડી ચીડાતા બોલી .

“ ઓકે હમણાં જ આવી “ ભૂમી જતા જતા બોલી .

“ હમમ “ ખૂશી ટુંકો ઉતર આપ્યો .

“ મારી રાહ જોજો હો ખુશી જી “ ભૂમિ મસ્તી કરતા બોલી .

“ ભૂમિ ....... “ ખુશી થોડી ગુસ્સે થતાં ઉચા અવાજે બોલી .

“ ઓકે સોરી બાબા જાઉં જ છું “ ભૂમિ ચાવીઓ ઉછાળતા ઉછાળતા જતા બોલી રહી .

ખુશી ત્યાં જ ભૂમિ ની રાહ જોતા ઊભી રહી અને વિચારી રહી 

“ આજ પૂરા ક્લાસ વચ્ચે ડો . મલ્હોત્રા થોડા લેટ થવાના કારણોસર ...... “  ખુશી વિચારી રહી .

“ શું થયું ક્યાં વિચારો માં ખોવાઈ ગઈ “ ભૂમિ ખુશી નો ખંભો હલાવતા બોલી .

“ કાઈ નઈ “ ખુશી એ ટુંકો ઉતર આપ્યો

“ તો ચાલ “ ભૂમિ બોલી 

“ હા , ચાલ “ ખુશી બોલી 

બંને હોસ્પિટલ ના કોરિડોર માં થી થતા થતા ઉપર કોલેજ ના કોરિડોર માં જઈ રહ્યા .

“ હે ભગવાન ..... કૃપા કરી ને આજ બચાવી લેજે તારા મંદિરે આવી ને જોડ નારિયેળ ભાંગીશ “ ખુશી ઉપર તરફ જોતા જોતા માતાજી ને આરદા કરતી હોય તેમ બોલી રહી ..

“ અરે .... એટલી ચિંતા નહિ કરવાની એલા .... પેલા કોઈક એ કહ્યું છે ને અરે હુ તો નામ પણ ભૂલી ગઈ પણ કોઈક એ તો કહ્યું જ છે કે વત્સ ચિંતા ચીતા સમાન છે એટલે મન માં શાંતિ જાળવો “ ભૂમિ મસ્તી માં બોલી .

“ તને નઈ સમજાઈ આ બધું . તું નવું નવું ટ્રાન્સફર લઈને આ કોલેજ માં આવી છો અને તું બધું હળવાશ માં લેઇ છે. અમે અહિયાં છેલ્લા ત્રણ વર્ષ થી રહીએ છે અને તને આ કોલેજ ના નિયમ અને કાયદા વિશે હજુ ખબર નથી “ ખુશી થોડી ચિંતા ના સ્વર માં બોલી રહી .

ખુશી એ કોરિડોર માં આજુ બાજુ માં નજર કરી .ત્યાં એક દમ શાંતિ હતી અને આનંદી પણ ત્યાં નહોતી 

“ આનંદી કે કોઈ પણ નથી અહી મતલબ લેબ ચાલુ થઈ ગઈ હશે “ ખુશી બોલી .

“ સિસ્ટર , આનંદી નથી અહી !!! “ ખુશી એ હોસ્પિટલ સ્ટાફ ની એક નર્સ ને પૂછ્યું .

“ ના ખુશી બેન એ તો નથી “ પેલી નર્સ બોલી .

“ એ તો અહી જ હોય ને  “ ખુશી એ પેલી નર્સ ને પૂછ્યું .

“ અરે હા હમણાં સુધી તો અહિયાં જ હતા પછી ખબર નઈ ક્યાં જતા રહ્યા “ હોસ્પિટલ ની નર્સ બોલી રહી .

ભૂમિ માટે તો આ કોલેજ નવી અને અજાણ હતી તો તે શાંતિ થી ઉભા રહી ને આ વાર્તાલાપ સાંભળી રહી .

“ હવે આ ક્યાં ... “ ખુશી બોલી રહી  

ત્યાં નર્સ એ એને અધવચ્ચે અટકાવી 

“ લગભગ મને લાગે ને ત્યાં સુધી આનંદી બેન ઉપર લેબ માં ગયા હશે આજે તો તમારે લગભગ લેબ છે ને “ પેલી નર્સ બોલી રહી .

“ હા “ ખુશી વિચારી રહી .

“ અરે તમારે તો પેલા સર ની લેબ છે ને .... પેલા ક્યાં સર ..... હુ નામ ભૂલી ગઈ “ નર્સ એ ટ્રે માં સ્કલ્પેન મૂકતા મૂકતા બોલી .

“ ડો . મલ્હોત્રા ની “ ખુશી એ ઘડિયાળ ના કાંટા સામું જોતા જોતા ચિંતા ના સૂર માં બોલી .

“ અરે શું થયું ચાલ ને “ ભૂમિ એ ખુશી ને કહ્યું

“ મારા કેસ પેપર આનંદી જોડે જ રહી ગયા હતા કાલે જે મારે આજે ડો. મલ્હોત્રા ની લેબ માં પેહલા તેમને સબમિટ કરવાના હતા હવે એ પણ જતી રહી સીધી લેબ માં . ડૉ મલ્હોત્રા ના આવ્યા પેહલા ..... “ ખુશી ચિંતા માં બોલી રહી .

“ ડો મલ્હોત્રા તો ક્યારના ના ઉપર ના ફ્લોર પર ચાલ્યા ગયા છે “ નર્સ બોલી ઉઠી .

“ હે ...... “ ખુશી એ આશ્ચર્ય સાથે પૂછ્યું .

“ હાં આજે સર થોડા જલ્દી આવ્યા તેમને કંઈક કામ હતું એટલે “ નર્સ ટ્રે લઇ જતા જતા બોલી રહી 

“ ચાલ જલ્દી ઉપર ના ફ્લોર પર “ ખુશી ભૂમિ નો હાથ પકડી ને જલ્દી જલ્દી જતા બોલી .

“ અરે પણ કેમ શું થયું “ ભૂમિ પાછળ પાછળ ભાગતા બોલી .


“ ઓકે ચાલ “ ભૂમિ પણ ખુશી ની પાછળ દોડતા દોડતા બોલી .

“ આજે તો ડો . મલ્હોત્રા ... “ ખુશી ચિંતા માં ભાગતા ભાગતા બોલી .

“ આરામ થી ખુશી “ ભૂમિ બોલી .

“ હાલ આરામ નો સમય નથી ભૂમિ “ ખુશી દોડતા દોડતા બોલી 

ખુશી બહુ જ ઝડપ થી દોડતા દોડતા લેબ ના દરવાજે પહોંચી .

“ શું હુ અંદર આવી શકું સરરર ....... “ ખુશી અધવચ્ચે જ અટકી ગઈ .

ભૂમિ પણ પાછળ થી હાંફતા હાંફતા આવી પહોંચી . 

“ ખુશી ....... આ તો ........ “ ભૂમિ એ અટકતા અટકતા સામે લેબ નું દ્રશ્ય જોઈ ને પ્રશ્નાર્થ ભરી નજરે ખુશી ની સામે જોયું .