Premtrushna - 3 in Gujarati Love Stories by Rupal Jadav books and stories PDF | પ્રેમતૃષ્ણા - ભાગ 3

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

પ્રેમતૃષ્ણા - ભાગ 3

“ ભૂમિ અહી તો ..... કોઈ જ ... “ ખુશી લેબ ની અંદર નુ દૃશ્ય જોતાં બોલી .

“ અહી તો કોઈ જ નથી ખુશી ..... શું તું પણ ઉતાવળ કરતી હતી “ ભૂમિ બોલી ઉઠી .

“ અરે હા મારી માં એ તો મને પણ દેખાય છે કે અહી તો કોઈ નથી “ ખુશી એ પ્રત્યુતર આપ્યો .

“ લેબ ના સાધનો અને કેસ પેપર સિવાય તો અહી કોઈ કાળો કાગડો પણ ફરકતો નથી ઉપર થી તે સવાર સવાર માં ઉઠી ને ચાલુ કર્યું કે ડો . મલ્હોત્રા ની લેબ છે આમ છે તેમ છે “ ભૂમિ લેબ નું નિરીક્ષણ કરતા કરતા બોલી .

“ હા બાબા જોયું મે હા કે કોઈ નથી લેબ માં  “ ખુશી બોલી 

“ એક મિનિટ તે તો કહ્યું હતું કે આજે લેબ છે એટલે જ આપણે જલ્દી આવ્યા છે ને “ ભૂમિ એ પ્રશ્ન કર્યો 

“ હા લેબ તો હતી પણ ...... અત્યારે બધું ખાલીખમ છે “ ખુશી વિચારતા વિચારતા બોલી .

“ હવે આપણે શું કરીશું “ ભૂમિ બોલી .

“ એક કામ કરીએ ચાલ આપણે ક્લાસ રૂમ માં તો જઈએ “ ખુશી બોલી .

“ સારું ચાલ “ ભૂમિ બેગ લેતા બોલી .

ભૂમિ અને ખુશી બંને પોતાના ક્લાસ રૂમ તરફ જવા માટે નીકળ્યા . બંને જણા ધીરે ધીરે કોરિડોર માંથી ક્લાસ રૂમ તરફ જઈ રહ્યા .

ખુશી માટે તો આ રસ્તો રોજ નો હતો જ્યારે ભૂમિ નો આજે આ કોલેજ માં પેહલો જ દિવસ હતો . તેણી આજુ બાજુ માં કોલેજ કેમ્પસ અને અલગ અલગ લેબ જોઈ રહી .

“ ચાલ આ રહ્યો ક્લાસ રૂમ “ ખુશી એ ક્લાસ રૂમ નો દરવાજો ખોલતા બોલી .

“ હમમ “ ભૂમિ પાછળ પાછળ આવતા બોલી .

“ આવડો મોટો ક્લાસ રૂમ ...... “ ભૂમિ અંદર આવી ક્લાસ રૂમ જોતા બોલી ઉઠી .

ભૂમિ એ અંદર જોયું તો છોકરાં છોકરીઓ બધા સજોડે બેઠા હતા . 

“ ઓય ખુશી ....... અહિયાં અહિયાં “ આનંદી એ છેલ્લી બેન્ચ થી ખૂશી ને અવાજ આપ્યો 

“ હાં , આવુ છુ “ ખુશી એ પ્રત્યુતર આપ્યો .

“ ચાલ ભૂમિ આપણે ત્યાં પાછળ બેઠા “ ખુશી ભૂમિ નો હાથ પકડી પાછળ લઈ જતા બોલી .

“ હા “ ભૂમિ એ જવાબ આપ્યો .

“ અહિયાં બેસ તારા માટે તો મે ખાસ જગ્યા રાખી છે “ આનંદી બોલી .

ભૂમિ અને ખુશી બંને બેઠા .

“ આજે ડો . મલ્હોત્રા ની લેબ હતી ને એનું શું થયું “ ખુશી એ આનંદી ને પૂછ્યું 

“ ના ડો. મલ્હોત્રા તો ના આવ્યા એમને પ્યુન એ આવી ને કહ્યું કે ડો. મલ્હોત્રા આજે નહિ આવી શકે તો તમેં બધા ક્લાસ માં જાવો તમે અમે બધા જતા રહ્યા “ આનંદી બોલી .

“ હાશ ..... આભાર તારો માં ભવાની આજે તો અમે બચી ગયા “ ખુશી એ હાશકારો લીધો

“ આનંદી આ મારી ફ્રેન્ડ ....... “ ખુશી ઓળખાણ કરાવે તે પેહલા લેક્ચર આવી ગયા .

“ કાઈ નઈ કોલેજ પૂરી થતાં ઓળખાણ કરાવી દેજે  “ આનંદી બોલી .

“ તો કોઈ પણ પ્રકાર ના માઇગ્રેન માટે બેલાડોના હોમિયોપથીક મેડિસન ખૂબ ઉપયોગી છે “ લેક્ચરેર મેટરીઆ મેડિકા નો લેક્ચર લઈ રહ્યા .

“ સમજાણું ક્લાસ ? “ લેક્ચર ડો . દેસાઈ એ સામે પ્રશ્ન કર્યો .

“ યેસ મેડમ “ બધા એ સામે જવાબ આપ્યો .

આમ એક પછી એક લેક્ચરર આવતા રહ્યા અને ભણાવી ને જતા રહ્યા . 

આમ કોલેજ માં રજા પડતા બધા લોકો કેન્ટીન માં ગયા .

“ ચાલ ભૂમિ હુ તને અમારી કોલજ ની કેન્ટીન બતાવું “ ખુશી બોલી 

“ હા “ ભૂમિ એ જવાબ આપ્યો .

ખુશી ભૂમિને લઈને આનંદી સાથે કેન્ટીન માં આવી .

“ તો ભૂમિ આ છે અમારી નાનકડી તો ના કહી શકાય એવી કેન્ટીન “ ખુશી એ કહ્યું 

ભૂમિ તો કેન્ટીન જોતી જ રહી ગઈ કેમ કે તેની જૂની કોલેજ માં આવડી મોટી કેન્ટીન હતી જ નહિ .

“ ભૂમિ તું બેસ હું આપણા બધા માટે કઈક નાસ્તો લેતી આવુ “ ખુશી બોલી .

“ હાં “ ભૂમિ એ બેસતા બેસતા જવાબ આપ્યો .

આનંદી બેગ મૂકી ભૂમિ ની બાજુ માં બેસી 

“ એય ચિબાવલી મારા માટે પણ કઈક લેતી આવજે “ આનંદી એ ખુશી ને કહ્યું .

“ હા ડફોળ લેતી આવીશ હો “ ખુશી બોલી 

ખૂશી ત્રણેય જણ માટે નાસ્તો લાવી અને બેઠી .

“ હાલો રામ નુ નામ લઈને શરૂ કરો જાપટવાનું “ ખુશી નાસ્તો ખોલતા બોલી .

“ આ છોકરી કોણ છે “ આનંદી એ ખુશી ને પૂછ્યું .

“ અરે આ આની ઓળખાણ કરાવતા જ હુ ભૂલી ગઈ “ ખુશી બોલી .

“ તો કરાવ “ આનંદી બોલી .

“ એક કામ કર તું જાતે એને જે પૂછવું હોઇ એ પૂછી લે અને મને શાંતિ થી ખાવા દે “ ખુશી નાસ્તો ખાતા ખાતા બોલી .

આનંદી ભૂમિ તરફ વળી .

“ તારું નામ અને ...... “ આનંદી બોલી 

“ તું પૂછે એ પેલા કહી દઉં કે મારું નામ ભૂમિકા શાહ છે પ્રેમ થી લોકો મને ભૂમિ કહે છે . હુ અહિયાં ત્રીજા વર્ષ માં ટ્રાન્સફર લઈને આવી છું અને તને પ્રશ્ન થશે કે કેમ તો તને કહી દઉં કે મને મારી જૂની કોલેજ માં ફાવતું નહોતું  એને મારા પપ્પા નું ટ્રાન્સફર અહી થયું એટલે હું અહિયાં આવી ગઈ હવે તું પરિવાર નું પૂછે એ પેહલા કહી દઉં કે મારા પરિવાર માં પપ્પા મમ્મી હુ અને મારો ભાઈ છે અને ભાઈ નું પૂછે તો કહી દઉં કે એના લગ્ન થઈ ગયાં છે મમ્મી મારા હાઉસવાઇફ છે પપ્પા મારા શિક્ષક છે અને મારા ભાભી પણ શિક્ષક છે અને હુ ઘર માં નાની છુ એટલે સૌની લાડકી  “ ભૂમિ એ આનંદી ની વાત કાપી વળતો ઉત્તર આપ્યો 

ખુશી ખાતા ખાતા આ બધું જોઈ રહી .

“ ખુશી આ તો ..... “ આનંદી બોલી 

“ અતિશય એક્સ્ટ્રોવર્ટ છે મને ખબર છે “ ખુશી હસતા હસતા બોલી .

“ તારી જૂની કોલેજ વિશે કઈક  ...“  આનંદી બોલવા જઈ રહી ત્યાં ...

“ હુ પેહલા આણંદ બાજુ આવેલી શ્રી લક્ષ્મી કોલેજમાં હતી પેહલા ૨ વર્ષ તો જેમ તેમ કાઢી નાખ્યા . જે મારી પેહલી કોલેજ માં હુ હતી ને ત્યાં તો કેમ્પસ ના નામે કાઈ હતું જ નહિ “ ભૂમિ પોતાનો અનુભવ કહી રહી .

“ અચ્છા એટલે તે આ કોલેજ માં એડમિશન લીધું “ આનંદી એ સામે પ્રશ્નાર્થ કર્યો .

“ હાં અને બીજું કારણ મારા પપ્પા નું ટ્રાન્સફર હતું “ ભૂમિ નાસ્તો ખાતા ખાતા બોલી .

“ તો કેવી લાગી અમારી કોલેજ , કેમ્પસ , લેબ અને કેન્ટીન ને બધું “ આનંદી બોલી .

“ હમ , મારી પેહલા ની કોલેજ કરતા તો સાત ભાગ સારી છે હા “ ભૂમિ એ જવાબ આપ્યો .

“ એ તો તું અહિયાં રહીશ તેમ સમય જતાં તને સમજાઈ જશે કે અમારી કોલેજ જેટલી સારી છે એટલી જ કડક પણ છે “ ખુશી બોલી

“ એ બધું છોડ મારો કોલેજ નો પેહલા દિવસ ખૂબ સારો ગયો ને એ મહત્વનું છે બીજું બધું તો ચાલ્યા કરે કોઈ કોલેજ એટલી કાઈ કડક ના હોય અને હોય તો પણ તમને છટકતા આવડવું જોઈએ “ ભૂમિ પોતાની જ મસ્તી માં બોલી રહી .

“ ચાલો તો હવે અમે જઈએ આનંદી કાલે મળ્યા “ ખુશી બોલી .

“ હા સારું અને હા કાલે બંને જણા વેહલા આવી જજો આજે તમારા નસીબ સારા તે ...... “ આનંદી બોલી 

“ અરે એ તો કાલે પણ સારા જ હશે .... “ ભૂમિ આનંદી ની વાત વચ્ચે કાપતા બોલી .

પણ ભૂમિ ને ખબર નહોતી કે આજ ની ભૂલ ને પોતાના અલ્હડપણા માં અવગણવાની ચૂક કાલે શું પરિણામ લાવશે .